જાનકી - 22 HeemaShree “Radhe" દ્વારા પુષ્તક અને વાર્તા PDF

જાનકી - 22

નિહાન જાનકી ને બેસાડી ને વાત કરે છે...
"જાનકી તું દ્રારકા ગઈ હતી ત્યારે કંઈક થયુ હતું..."
જાનકી પણ હવે બોલી
" હા, ખબર છે... કંઈક થયું છે પણ બોલ્યો નહીં એટલે મેં પૂછ્યું નહીં... હા બોલ હવે શું થયું હતું...."
જાનકી એ આ વાત થોડા કડક અવાજ માં બોલી હતી.. હવે નિહાન વધુ કંઈ ગોળ ગોળ ફેરવ્યાં વગર બોલ્યો..
" જાનકી તું દ્રારકા ગઈ હતી ત્યારે..."
જાનકી ફરી બોલી...
" ત્યારે શું...? બોલ ને તું...!"
નિહાન બોલ્યો
"ત્યારે પપ્પા સાથે બોલવાનું થયું હતું... તે વાત મે તેને કીધી ના હતી.. તું ચિંતા કરે એટલે..."
જાનકી એ કહ્યું.. "હા, તો ચિંતા તો થાય જ ને.. હવે શું વાત હતી..."
નિહાન બોલ્યો..."જાનકી એ વાત તો હવે યાદ પણ નથી.. પણ...."
જરા અચકાઈ ને ફરી બોલ્યો..."પણ, બીજી વાત એ છે કે ત્યારે તું હાજર ના હતી અને મને એકલું લાગતું હતું, ઘર માં જરા બોલા ચાલી થઈ ગઈ હતી.. તેનું કારણ પણ તું બાજુ માં ના હતી એ જ હતું.... ત્યારે મૂડ ઠીક ના હતું અને ત્યારે કોઈક બીજા સાથે વાતો કરી હતી.. અને તેની સાથે વાત કરી ને સારું લાગ્યું હતું.. જેમ તારી સાથે સારું લાગે એવું... તો પણ મન માં ક્યાંક ને ક્યાંક તું જ જોઈતી હતી.. તે હોય તો પણ આંખો તેને જ ગોતતી... મેસેજ નો અવાજ આવે તો એમ થાય મારી જાનકી આવી પણ તે હોય... તો એમ જોઈ તો ત્યારે તે મારી સાથે હતી જ્યારે તું ના હતી.. તો પણ એવું લાગ્યું કે હું તારા સાથે કંઈક ખોટું કરી રહ્યો છું.. તારા થી આ વાત છૂપાવી ને જાણે તેને દગો આપી રહ્યો છું.. મને તેના માં તું જોઈતી હતી એવું તો ના કહેવાય પણ, ત્યારે તું જ જોઈતી હતી એમ કહેવાય.."
હવે જાનકી બોલી..
" નિહાન તું કોની વાત કરે છે.. કોણ હતું જ્યારે હું ના હતી.. નામ બોલ આમ અધૂરું અધૂરું નહીં બોલ..."
નિહાન એક જ શબ્દ બોલ્યો..
" કૃપાલી"
આ નામ સાંભળી ને જાનકી ની આંખ માંથી પેલી વાર નિહાન ની સામે આંસુ આવી ગયા.. તે પણ નિહાન માટે અને નિહાન ની હિસાબે.. જાનકી ને આમ જોઈ ને નિહાન બોલ્યો..
" જાનકી પૂરી વાત સાંભળ"
જાનકી રડતા રડતા બોલી
" હવે શું સાંભળું... મારા વિકલ્પ માં કોઈક તો છે જે તારી સાથે હોય છે.. અને એમ પણ હું મારા માંથી નવરી નથી થતી કે તારી ઘ્યાન રાખું.. એમ પણ તું જ મારી ધ્યાન રાખતો હતો.."
નિહાન વચ્ચે બોલે છે..
" જાનકી વાત સાંભળ એક વાર.. તે તારો વિકલ્પ નથી.. તારા વિકલ્પ માં કોઈ ના હોય શકે... તારી જગ્યા કોઈ ના લઈ શકે.. તું એ વાત કેમ કરે છે.. મારી વાત તો સાંભળ પૂરી..."
જાનકી હજી પણ રડી રહી હતી.. અને બોલી.. " હું તો હમણાં આવી ને અને એ પણ તમારા બંન્ને ની વચ્ચે..."
નિહાન ફરી બોલ્યો..
" જાનકી શાંત થા ને મારી વાત સમજ પૂરી એક વાર... તેની સાથે અધૂરું જ લાગતું હતું.. પણ મન એટલું ભરેલ હતું કે જો કોઈ સાથે વાત ના કરત તો મગજ કામ ના કરત... અને તેનો સામે થી મેસેજ આવ્યો તો વાત થઈ ગઈ..."
"બરાબર હવે શા માટે કહે છે આ બધું તે વાત તો ત્યાં જ પૂરી થઈ ગઈ ને આજ કેમ કીધું તો તે..?! તું એકલો હતો ત્યારે તે હતી.. હું આવી ગઈ પછી પાછું પૂરું થઈ ગયું.. તો આજ આ વાત કેમ આવી અત્યારે...??" જાનકી જરા ગુસ્સા માં બોલી...
નિહાન જાનકી થી હવે કંઈ છુપાવા ના માંગતો હતો એટલે હીંમત કરી બોલ્યો...
" જાનકી , સાંભળ કૃપાલી સાથે વાત હમણાં તારા આવ્યાં પછી પણ ચાલુ હતી.. તેના મેસેજ આવતા હતા તો હું જવાબ આપતો હતો... પણ તારા આવ્યાં પછી કોઈ દિવસ મને તેની સાથે વાત કરવા ની જરૂર ના પડી હતી.. પણ તેં મેસેજ કરતી તો હું જવાબ આપતો... પણ કાલ રાતે તેને મને એમ કહ્યું કે તે મને પસંદ કરવા લાગી છે, કદાચ પ્રેમ પણ કરવા લાગી છે..."
જાનકી રડતા રડતા તાળી વગાડવા લાગી..
" બરાબર તો જા ને તેની પાસે મને શા માટે આ બધું કહે છે...!?"


રેટ કરો અને રિવ્યુ આપો

Gargi Patel

Gargi Patel 7 દિવસ પહેલા

milind barot

milind barot 2 અઠવાડિયા પહેલા

Jigisha Shah

Jigisha Shah 1 માસ પહેલા

Mayuri Patel

Mayuri Patel 3 માસ પહેલા

Khyati Pathak

Khyati Pathak 3 માસ પહેલા