નટખટ, રમુજી ગોટયો
_ ગોટ્યા ને 5 km ની મેરેથોન દોડ માં જવાનું મન થયું,
મેરેથોન ને હજુ 1 મહિનો બાકી હતો, ગોટ્યા નું શરીર ભારે હતું, પણ મનમાં નક્કી જ કરી લીધેલુ કે બસ મેરેથોન માં તો દોડવું જ છે...
શું કરું?, શું કરું?એણે ફ્રેન્ડ કમ ટ્રેનર ને ફોન કર્યો, ટ્રેનરે કહ્યુ:
' રોજ સવારે ખાખરા, એક ગ્લાસ જ્યૂસ, વગેરે વગેરે..... ડાયેટ ચાલુ કર, હમણાં રોજ થોડું થોડું દોડવાનું કર, '
ને ગોટ્યા ની ટ્રેનિંગ ચાલું થઈ ગઈ,.. ધીમે ધીમે 1 km થી 5 km દોડવા માંડ્યો, ટ્રેનર ટાઈમ જોઈ લે, પછી એને અંદાજો આવી ગયો કે આટલા ટાઈમ માં ગોટયો 5 km પૂરું કરે છે,
મેરેથોન નો દિવસ આવી ગયો, એના બધા ફ્રેન્ડ એને એન્કરેજ કરવા આવી ગયા, દોડ ચાલું થઈ, ગોટયો દોડવા માંડ્યો, ને લો 1 km દોડ્યો ને થાકીને બહાર નીકળી ગયો ,
મિત્રો ને નવાઇ લાગી કે આ સાલું આ ગોટયો રોજ જ પાંચ km દોડતો હતો, તો 1 km માં કેમ થાકી ગયો, ટ્રેનરે પણ કહ્યું કે ટાઈમ પ્રમાણે તો ગોટયો રોજ જ 5 km દોડતો હતો,
તો પછી અવુ કેમ થયું જશે?
વાતો કરતા કરતા બધા ભાઈબંધો સાથે નાસ્તો કરવા ગોટયો ખાઉધરા ગલી ગયો, ત્યારે સેવુઉસળ વાળા એ બૂમ પાડી: ' એય ગોટ્યા ભાઈ, કેમ આજે દેખાયા નઈ ' ત્યારે ખબર પડી કે ગોટયો રોજ જ 1 km દોડ્યા પછી સીધો ખાઉધરા ગલી જતો હતો, ને કોઇ દિવસ સેવઉસળ, તો કોઈ દિવસ મિસળ પાઉં એવું બધું ખાતો હતો, ને ટ્રેનર ને એવું કે ટાઈમ પ્રમાણે ગોટયો રોજ 5 km દોડે છે,
બોલો ,આવો છે આપણો ગોટયો, ...
હજુ આગળ વાંચો
_ રમુજી ગોટયો એકદમ જ ચા પર ચા પીવા માંડ્યો, જાણે ચેઇન ટી ડ્રીંકર (કેમ ભાઈઓ, ચેઈન સ્મોકર હોય તો ચેઇન ટી ડ્રીંકર ના હોય? હોય, કૌંસ પૂરો)
પૂછયું તો બોલે કે: ' પેટ્રોલ ના ભાવ વધવાથી લોકો કેવું પેટ્રોલ ની ટાંકી માં પેટ્રોલ ભરાવવા માંડે છે, બસ એજ પ્રમાણે ,
કાલથી દૂધ ના ભાવ વધે છે,'...
_ ગોટયો સેકન્ડ માં પાંચ વર્ષ જૂની ગાડી લઈ આવ્યો,
' કેમ ગોટ્યા, નવી ના લીધી? '
' અરે ભાઈ નવી જ છે , મેં એને પાંચ વર્ષ વાપરવા આપેલી ' ...
_ ' ગોટ્યા તું ' સોનું 'નામ વાળી જ અને એ પણ 80 થી 100 kg વજનવાળી છોકરી સાથે જ કેમ સાથે લગન કરવા માંગે છે?'
' કારણ કે એક તીર થી બે નિશાન, પત્ની પણ આવી જાય અને
' વજનદાર સોનું ' પણ આવી જાય ' ...
_ તમને બધાને ખબર નઈ હોય કે ગોટ્યા ના ઘરે ફ્રીઝ માં ઢગલેબંધ
ફળફળાદી, સૂકા મેવા , બટર, ચીઝ , માવાની મીઠાઈઓ,વગેરે ના ફોટા છે (તમે શું સમજેલા, ડબ્બા ભરેલા હોય?, ભાઈ, આ તો ગોટ્યાનું ફ્રીઝ છે, શું સમજ્યા?)...
_ ગોટયો બાટલી ભરી ને યુરીન ટેસ્ટ કરાવવા લેબ પર ગયો,
' સુગર ટેસ્ટ કરી લો '
' ઓકે '
દસ મિનિટ પછી રિપોર્ટ આવ્યો
યુરીન સુગર: નીલ
ગોટયો ખુશ થતો: ' હાઈશ, ઘર માં કોઇને જ સુગર નથી '...
_ ગોટયાને મોઘવારી જરાય નડતી નથી, એ કાલે ય 100 નું પેટ્રોલ પુરાવતો હતો અને ભાવ વધ્યા પછી પણ 100 નું જ પુરાવે છે...
_ ગોટયો હજુ પણ પહેલાના જમાનાની જેમ જ વર્તન કરે જેમ કે ઘરમાં બધા માટે કાપડ લઈ આવે (એના ઘરમાં એના સિવાય બીજા ત્રણ જણા, મંજરી,છોકરો અને છોકરી) અને એ પણ
' એક જ તાકા ' માંથી,...
_ ગોટયો પાછો બહુ ઇકોનોમિકલ(એટલે કંજૂસ સમજવાનું ભાઈઓ)
ટૂથબ્રશ બહુ ચલાવે, મહિનાઓ સુધી ચલાવે ને પછી બ્રશ ના તાંતણા તૂટી જાય ત્યારે બાથરૂમ ના જ ' કોઈ ' સાધન માંથી તાંતણા તોડીને ફેવિકવિકથી ચોંટાડે, બોલો,...
_ ગોટ્યા ના બુટ ઘણા વર્ષો પછી તૂટી ગયા, (કારણ તમને હમણાં જ ખબર પડી જશે) એટલે ગોટ્યાએ નવા બુટ લીધા ને મોજા ને અંદર પહેરવાને બદલે બુટ ને કવર કરીને પહેરયા , પૂછયું તો કહે સુપરમેન પણ બહાર જ અંડરવેર પહેરે છે ને,...
_ ગોટ્યા ની સાયકલ માં ચેઈન જ ના હોય, પુછો કેમ? કેમ કે ગોટ્યો સાયકલ લઈને નીકળે એટલે કોઈ સ્કૂટર, રિક્ષા ની પાછળવાળુ હેન્ડલ પકડી જ લે,
_ ગોટ્યાએ એ એક વખત જબરું કરેલું:
એક રેડીમેડ કપડા ની દુકાને બોર્ડ હતું:
buy 4 take 10
ગોટ્યાએ બોર્ડ ખસેડી ને બાજુ ની દુકાન પર મૂકી દીધું, જરા વાર માં તો બાજુવાળી દુકાન માં ભીડ ઉમટી પડી,
માલિક વિચારે કે એકદમ આટલી બધી ભીડ?...
દુકાન મોબાઈલ ની હતી....
.
જતીન ભટ્ટ (નિજ)
94268 61995