ત્રિકોણીય પ્રેમ - 9 Mittal Shah દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ત્રિકોણીય પ્રેમ - 9

ભાગ….૯

(રામઅશ્વિન સરને બાવાજી મહારાજ અને તેમના શિષ્યોને તેમના પર ડાઉટ કેમ પડયો છે, તે જણાવે છે અને સાન્યા વિશે સાવચેત કરે છે. પલ્લવસાન્યાનો પીછો કરનાર વિશે તપાસ કરાવશે તેવું કહે છે. હવે આગળ....)

સૂમસામ રસ્તો, અંધકાર ચારે બાજુ ફેલાયેલું ફક્ત ચાંદ અને તારા થોડું થોડું અજવાળું પાથરીને પોતાની હાજરી પૂરાવતાં હતાં. જ્યારે સ્ટ્રીટ લાઈટ અમુક હતી અને અમુક નહોતી. ઓફિસ અવર્સ પૂરા થઈ ગયા હોવાથી ત્યાં તો એકલદોકલ માણસ પણ માંડ હતાં.

આવા રસ્તા પર સાન્યા એકટીવા લઈને જઈ રહી હતી. થોડીવાર પછી એવું લાગ્યું કે કોઈ તેની પાછળ આવી રહ્યું છે. કેટલા સમયથી એવું લાગતું, પણ કોઈ મળી નહોતું રહ્યું. પણ આ વખતે સાન્યાએ મનથી નક્કી જ કર્યું હતું કે,

'આ વખતેતો ફેંસલો લાવી જ દેવો છે કે શું છે આ બધું? જે હોય તે ફાઈનલી શોધી જ લેવું છે, જેથી દરરોજ ડરનો અહેસાસ સાચો છે કે મારો ભ્રમ? એમાંથી છૂટકારો મળે."

એટલે પહેલાં તેને એકટીવા ફાસ્ટ ચલાવ્યું, પછી ધીમું પાડયું અને સાઈડમાં આવેલી એક ગલી આગળ જઈને દેખાા નહીં તેમ ઊભી રહી ગઈ. બાઈક પર આવતાં બે જણા જે સાન્યાનો પીછો કરતાં હતાં, તે પણ અટવાઈ ગયા. એ કંઈ સમજે, તે પહેલાં જ એકદમ સાન્યાએ પાછળથી આવીને તેમના ખભા પર હાથ મૂકીને બોલાવ્યા તો તેઓ પણ ચોંકી ગયા.

પછી એકદમ હસવા લાગ્યા. સાન્યાએ પૂછ્યું કે,

"વાત શું છે,, ગાયઝ?"

"કંઈ નહીં..."

"તો પછી મારો પીછો કેમ કરો છો?"

"પીછો.... ના... એ તો..."

"એમ નહીં માનો, તો ચાલો પોલીસ સ્ટેશન પછી તે ખબર લેશે એટલે સમજાશે."

આટલું કહીને સાન્યા તેમને પોલીસ સ્ટેશન ખેંચી ગઈ. પણ જેવા તે માણસોને લઈ પોલીસ સ્ટેશનમાં અંદર પહોંચી તો ત્યાંના હવાલદારે તેમને સેલ્યુટ કર્યું અને તે માણસોએ આંખથી જ અભિવાદન સ્વીકાર્યું. સાન્યાને નવાઈ લાગી, પણ તે ગણકાર્યા વગર આગળ વધી અને અશ્વિન સિંહના કેબિનમાં પહોંચી. અશ્વિન તો આવી રીતે સાન્યાને જોઈ નવાઈ લાગી અને એનાથી વધારે તેની સાથે રહેલા બે માણસોને જોઈ. અશ્વિન કંઈ સમજે કે પૂછે તે પહેલાં જ સાન્યા બોલી કે,

"આ બંનેને જેલમાં નાંખી દો, જેથી તેમને ખબર પડે કે છોકરીનો પીછો કરવો સહેલો નથી. તે પણ એક જાતનું ટોર્ચર જ છે. ટોર્ચરની સજા શું હોય?"

"પણ સાન્યા..."

અશ્વિન કંઈ સમજાવવા જાય તે પહેલાં જ સાન્યા,

"તમને ખબર છે, કેટલા સમયથી આ લોકો મને ચકમો આપી રહ્યા હતાં. મને ડર લાગતો અને જયારે બધા કહેતાં કે તે મારો ભ્રમ છે. પણ આ વખતે તો મેં તેમને પકડી જ પાડ્યાં."

સાન્યા એકી શ્વાસે બોલી ગઈ તો અશ્વિન બોલ્યો કે,

"એક મિનિટ સાન્યા, વેઈટ શ્વાસ તો લે..."

પેલા બંનેની સામે જોઈને કહ્યું કે,

"ઈટ્સ ઓકે, આઈ હેન્ડલ ધીસ મેટર, યુ કેન ગો એન્ડ ડુ યોર ડયુટી બોથ ઓફ યુ..."

પેલા બંનેએ પણ તેમને સેલ્યુટ કરીને જતાં રહ્યાં. સાન્યા અવાચક બનીને જોઈ જ રહી.

"હાઉ ડેર યુ... આઈપીએસ, તમે આ લોકોને જવા જ કેમ દીધા. તમને ખબર છે કે તેઓએ મને કેટલી વાર ચકમો આપ્યો અને મેં કેટલી મહેનતથી પકડયા છે. એય, વેઈટ..."

"સાન્યા જવા દે, એ બંને મારા માણસો છે."

"તમારા માણસો?"

"હા, સબ ઇન્સ્પેક્ટર કેતન અને ઘનશ્યામ. હમણાં જ નવા આવેલા છે."

સાન્યા અશ્વિન સરનો ઠંડો જવાબ સાંભળીને નવાઈ પામતાં બોલી,

"પણ કેમ?"

"સાન્યા તને ભલે યાદ નથી, પણ તું પહેલાં પોલીસ એડવાઈઝર હતી. એ વખતે તે ઘણાં કેસ સોલ્વ કરવામાં મદદ કરેલી અને ઘણાં અપરાધીને પકડાવેલા. એ વખતે કોઈના મનમાં તારા પ્રત્યે ગુસ્સો હોય તો, તને કોઈ નુકસાન પહોંચાડે તો એટલે જ મેં તારી સેફ્ટી માટે એમને મૂક્યા છે."

"પણ મારે નથી જોઈતા બોડીગાર્ડ..."

સાન્યાએ મ્હોં મચકોડીને કહ્યું.

"વાત સમજ, તારી સેફ્ટી માટે છે."

"એક વાત સમજો કે હું આ દુનિયામાં કોઈને ઓળખતી નથી અને તમે મને મળનાર ફર્સ્ટ પર્સન હતા એટલે તમારી વાત માનું છું. પણ એટલે કંઈ એવું નથી કે તમારી દરેક વાત માની લઉં એટલ... પ્લીઝ આમને હટાવી લો. હું મારી સેફ્ટી વિશે જોઈ લઈશ."

"પણ સાન્યા..."

અશ્વિને થોડીવાર વિચારીને કહ્યું કે,

"ઓકે, હવેથી એ લોકો તારા પાછળ નહીં આવે."

"થેન્ક યુ..."

કહીને તે નીકળી ગઈ અને અશ્વિન સર માથું પકડીને બેસી ગયા,

'ઈડિયટ, સમજવા તૈયાર જ નથી કે... મારે કંઈક નવેસરથી વિચારવું પડશે."

સાન્યા થોડીક ગુસ્સામાં પોલીસ સ્ટેશનથી નીકળી અને મેઈન રોડ પર આવી તો રસ્તા પરની ઝાકઝમાળ જોઈને નવાઈ લાગી. તે રોનક જોતી જોતી આગળ વધી તો દરેક હોટલ પર લાઈટિંગ અને ખૂબ જ ભીડ હતી. તેને નવાઈ લાગી કે આજે તો ના ન્યુ યર છે કે ના કોઈ ફેસ્ટિવલ, પછી.

અમુક જગ્યાએ તો બે ત્રણ બાળકો તેના પપ્પા જેવાની ઉંમરના પુરુષ સાથે ઊભા હતાં અને કેક પર મોમબતી બોલાવીને કેક કટીંગ કરી રહ્યાં હતાં. બાળકો એકી અવાજે 'હેપી ફાર્ધસ ડે...' ગાઈ રહ્યાં હતાં. ઠેર ઠેર આવું જોતી એક બાજુ સાન્યા આગળ વધી રહી હતી, ત્યાં જ એની કલિંગ્સને મળી. તે તેની બહેન સાથે કેકશોપ પર શોપિંગ કરી રહી હતી.

"હાય નેના..."

"હાય સાન્યા..."

"તું અહીં શોપિંગ, કેક, બર્થ ડે છે કે શું? સે હેપ્પી બર્થ ડે..."

"ના, આ તો આજે ફાધર્સ ડે છે ને, તો પાપા માટે?"

"પાપા માટે?"

"હાસ્તો, કેમ તું નહીં લે, તારા પપ્પા માટે કેક કે કંઈ પણ?"

"ના... હા..."

સાન્યા તો કંઈ જ ના બોલી શકી.

'કેવું છે, મને મારા પપ્પા જ યાદ નથી. જેની સાથે હું ફાધર્સ ડે મનાવું.

પપ્પા... મારા પપ્પા જેની સામે હંમેશા મેં જીદ કરી, પોતાની જીદ પૂરી કરાવીને ધાર્યું મેળવ્યું. એમને પણ ખુશી ખુશી પૂરી પણ કરી. જેની આંગળી પકડીને ચાલતાં શીખી, દોડતાં શીખી. જેના વગર મારું અસ્તિત્વ જ શક્ય નહોતું.

પિતા અને પુત્રી વચ્ચેનો સંબંધ કેવો નિરાળો હોય. જેના વિશે વિચારવું જ અશક્ય છે, તો કહેવું કેવી રીતે... એટલે જ એક પુત્રી હંમેશા તેના પિતાની છબી જ દરેક પુરુષમાં શોધવા મથે. પપ્પા પણ ભલેને દિકરીને રડે કે તેને દર્દ થાય તો તેમની આંખમાં આસું નહીં આવે, પણ હ્રદયમાં આસું અને પીડાથી ભરાઈ જાય. જેમ જેમ મોટી થતી જાય તેમ તેમ મા કરતાં પણ પિતાનું મમત્વ વધતું જાય.

જીવનના કોઈપણ મહત્ત્વના પ્રસંગો કે તકલીફમાં પપ્પા દિકરી સાથે મજબૂત ખભો બનીને ઊભા હોય, ભલે દુનિયા આમની તેમ થાય... એ પપ્પા...

સાન્યાની આંખમાં આસું આવી ગયા, પણ તેને તો તેના પપ્પા યાદ નહોતા આવી રહ્યા એટલે યાદ કરવા, તેને પોતાની આંખો બંધ કરી. તેની આંખો સમક્ષ 'તારા પપ્પા છું' કહેનારનો ચહેરો આવી ગયો અને તેને થયું કે,

'જેમને આંખોમાં હંમેશા માટે મારી કેર દેખાઈ છે. હું એકવાર તેમને પપ્પા કહું તેવી તડપ દેખાઈ છે. મને મારા પપ્પા યાદ નથી, તો આમને જ પપ્પા માનીને ફાધર્સ ડે મનાવું.'

એમ વિચારીને સાન્યા ઘર તરફ જવા લાગી. રસ્તા પરનો નજારો જોતાં તે આગળ વધી.

(અશ્વિન સર સાન્યાની સેફટી માટે શું કરશે? કયાંક ત્યાં સુધીમાં બાવાજી અને તેમના શિષ્ય સાન્યાને નુકસાન પહોંચાડશે તો? શું સાન્યા સજજનભાઈ જોડે ફાધર્સડે મનાવશે?

વાચક મિત્રો તમને શું લાગે છે સાન્યા તેના પપ્પા એટલે કે સજજન ભાઈ યાદ આવશે? આ માટે તમારા અભિપ્રાય જણાવજો.

જાણવા માટે વાંચો આગળનો ભાગ ભાગ...10)