ત્રિકોણીય પ્રેમ - 5 Mittal Shah દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ત્રિકોણીય પ્રેમ - 5

ભાગ….૫

(માલવ દાદાને પોલીસની મદદ લેવા કહે છે તો તે વાત નકારી દે છે. પણ માલવ તેના પોલીસ મિત્રને બધી વાત કરે છે અને તે આઈપીએસ અશ્વિન સરને વાત કરે છે. હવે આગળ...)

સાન્યા એકટિવા પર રોડ ક્રોસ કરવા ગઈ ત્યાં તો.....

ખબર ખબર નહીં એટલામાં જ રોન્ગ સાઈડથી એક કાર પૂરઝડપે અને ધસમસતી આવી, રોડ ક્રોસ કરી રહેલી સાન્યાના એક્ટિવા સાથે અથડાઈ. એક્ટિવા પર બેઠેલી સાન્યા એકદમ જ ઉછળી અને ઉછળીને થોડે દૂર પટકાઈ. એ જગ્યાએ પથ્થર પડ્યો હોવાથી સાન્યાનું માથું જ તેની સાથે અથડાયું. સાન્યા પટકાવવાથી ડરની મારી બેભાન થઈ ગઈ, થોડી જ વારમાં ધીમું ધીમું માથાના પાછળના ભાગથી લોહી વહેવા લાગ્યું. એ સમયે સિગ્નલ પર ટ્રાફિક પોલીસ અને લોકો ભેગા થઈ ગયા. એમ્બ્યુલન્સ આવી અને સીટી હોસ્પિટલમાં સાયરન વગાડતી પહોંચી ગઈ. તેના મોબાઇલમાં થી લાસ્ટ નંબર પરથી ફોન આવ્યો હતો, તેને ફોન કરીને બધી જ ઘટના ટ્રાફિક પોલીસે જણાવી. લાસ્ટ નંબર રાજ સિંહ નો હતો એટલે તેને પણ અશ્વિન સરને બધી વાત કરી અને સીટી હોસ્પિટલ પહોંચી ગયા. રિસેપ્શન પર ઈન્કવાયરી કરીને ઈમરજન્સી વોર્ડમાં ગયા. એવામાં ડૉક્ટર પેશન્ટના રિલેટીવસ વિશે પૂછી રહ્યા હતા. અશ્વિન સરને પૂછ્યું કે "હું આઈપીએસ અશ્વિન સિંહ છું. એક્સીડન્ટ થયે ટાઈમ થયો અને તમે હજી રિલેટીવ રિલેટ્ડ ઈન્કવાયરી કરી રહ્યા છો, તો ટ્રીટમેન્ટ ક્યારે કરશો?"

"સોરી સર... મને ખબર છે, પણ તેમના રિલેટીવ વગર ટ્રીટમેન્ટ કેવી રીતે શરૂ કરું?"

"તે એક પોલીસ એડવાઈઝર છે, આનાથી વધારે કંઈ?..."

"સોરી સર... પણ કંઈ નહીં?"

અશ્વિન સરનો તીખો જવાબ સાંભળીને ડૉક્ટરે જવાબ આપ્યો પણ તેમની ધારદાર નજરથી ડૉક્ટરને સમજાવી દીધું કે આગળ શું થઈ શકે છે? અને તેનાથી બચવા તે ટ્રીટમેન્ટ કરવા જતાં રહ્યાં. અશ્વિન સરને સાન્યાના પપ્પાને ફોન કરીને જણાવ્યું. થોડી જ વારમાં ડૉક્ટરે અશ્વિન સરને કહ્યું કે,

"સર, મેમને ચોટ વધારે ઉંડી નથી, માટે ડોન્ટ વરી અને કાલ સવારે સુધીમાં ભાન આવી જશે. પછી જરૂર ચેકઅપ કરીને કાલે જ ઘરે પણ લઈ જઈ શકશો."

અશ્વિન સરને રાહત થઈ. તેમને એક લેડી પોલીસને બોલાવી અને તેમની સાથે રહેવાનું કહ્યું, સાથે સાથે અપડેટ પણ આપવાનું કહીને પોલીસ સ્ટેશન પહોંચ્યા. ટ્રાફિક પોલીસને બોલાવીને એક્સિડન્ટ કેવી રીતે થયો તે જાણ્યું અને તે પીધેલા માણસને લોકઅપમાં પણ જોયો. પણ તે પીધેલી હાલતમાં હોવાથી, પૂરેપૂરો ભાનમાં હતો નહીં અને લવારીએ પણ ચડી ગયેલો. એટલે તેની સાથે વાત કરવી પણ બેકાર હતી.

પણ મગજનો તનાવ વધી જવાથી માથામાં દર્દ શરૂ થઈ ગયું, ત્યાં જ રાજ સિંહ ચા લઈને આવ્યો એટલે અશ્વિન સરને કહ્યું કે,

"થેન્ક યુ, પણ રાજ સિંહ કંઈક જમવા માટે મંગાવ."

ચા લેતાં અશ્વિને કહ્યું. નાસ્તો કરીને લીધા બાદ રાજ સિંહ બીજા કામે વળગ્યો અને રાજનના મનમાં માલવ કેસ વિશે વિચારી રહ્યા હતા. આમને આમ રાત પડી અને ઘરે જવા નીકળ્યા પણ તેમનું મન તેમને હોસ્પિટલ દોરી ગયું. સાન્યાને જોઈ અને લેડી ઓફિસરને ઈન્સ્ટ્રકશન આપીને ઘરે ગયા. સાન્યા વિશે વિચારતાં જ જમ્યા અને આંખ પણ મળી ગઈ.

હોસ્પિટલમાં તો દોડધામ પરોઢના પાંચ વાગ્યે જ શરૂ થઈ ગઈ હતી. સાન્યા પણ ધીમે ધીમે પોતાની આંખો ખોલવા મથી રહી હતી. પણ જેવી આંખો થોડીક ખુલે અને રૂમમાં રહેલી લાઈટથી તે બંધ થઈ જતી. લેડી ઓફિસરની નજરમાં આ આવતાં જ તે ડૉક્ટરને બોલાવવા ગઈ. સાન્યાએ થોડાક પ્રયત્ન પછી સંપૂર્ણ ખોલી દીધી અને પોતાને હોસ્પિટલની રૂમમાં જોઈને તે હક્કી બક્કી જ રહી ગઈ અને ડૉક્ટરને પૂછવા લાગી કે,

"હું કોણ છું, મને અહીં કોણ લાવ્યું?"

ડૉક્ટરે સાન્યાનો પ્રશ્ન સાંભળીને શાંતિથી કહ્યું કે,

"હાય સાન્યા, તમને તમારું નામ યાદ નથી, હું ડૉ.અમીન. તમારો કાલે એક્સિડન્ટ થયો હતો એટલે અહીં તમે એડમિટ છો."

"પણ મને તો મારું નામ જ યાદ નથી આવતું. શું મારું નામ સાચે જ સાન્યા છે?"

ડૉક્ટરે સાન્યાને જવાબ ના આપતાં કહ્યું કે,

"તમે આરામ કરો, હમણાં જ તમારા મિત્ર આવશે."

કહીને તેમને રાજનને ફોન કર્યો અને જલ્દી આવવા કહ્યું. ડૉક્ટરે અશ્વિન સરને જેવા આવ્યા તેમને બધી જ પરિસ્થિતિ જણાવી. સાન્યાએ તેમને પણ એવા જ સવાલ કર્યા તો અશ્વિન સરે પૂછયું કે,

"શું તને ખરેખર તારું નામ યાદ નથી? તું એક પોલીસ એડવાઈઝર છે, તે પણ યાદ નથી?"

"ના...."

"સારું તો તારા પપ્પા સજજન રાય અને તારો મિત્ર માનવએ બધા યાદ છે?"

અશ્વિને એક આશાથી અને આગળનું યાદ કરીને પૂછ્યું પણ,

"ના, સર મને કંઈ યાદ નથી આવતું. બસ મને તો તમે કહો છો, એટલું જ મને ખબર પડી રહી છે."

અશ્વિન સરને ડૉક્ટરે ઈશારાથી વધારે સ્ટ્રેસ ન આપવાનું કહ્યું અને બોલ્યા કે,

"ઈટ્સ ઓકે, તારા મગજમાં ઈજા થઈ હશે તો આવું બની શકે. તમે આરામ કરો કદાચ થોડીવાર બાદ યાદ આવી જાય, તો આપણે વેઈટ કરીએ."

અને તેઓ રૂમમાં થઈ બહાર નીકળી અને ડૉકટરની કેબિનમાં આવ્યા. ડૉ. બોલ્યા કે,

"સર, મને ખબર છે કે આ શોકિંગ મેટર છે, પણ સ્ટ્રેસ તેમના મગજ માટે બરાબર નથી. તમે આપેલી પહેલા એક્સિડન્ટ વિશે સ્ટડી કર્યા પછી જ કહું છુ. જે થાય તે ભગવાનની મરજી સમજી સ્વીકારી લો. બીજું કંઈ થઈ શકે એમ નથી."

"યસ, ડૉ. ફક્ત યાદદાસ્ત પાછી લાવવા માટે તેનો જીવ જોખમમાં મૂકવો તે યોગ્ય નથી."

અશ્વિન સર પણ આગળની વાત યાદ કરતા બોલ્યા તો રાજ સિંહ ,

"પણ સર, સાન્યા મેમની મદદથી આપણે બાવાજીવાળો કેસ સોલ્વ કરવાના હતા ને તો, હવે?..."

રાજનની ધારદાર નજરે જોયું તો તે ચૂપ થઈ ગયા. પણ બાવાજીવાળા કેસમાં અંધારા તેમની આંખ આગળ દેખાવવા લાગ્યા. અશ્વિન સર પણ મનથી સમજી શકતા હતા કે કેસ સોલ્વ કરવા માટે મેઈન કડી બતાવનારની જ સેન્સ જતી રહી, પણ થાય શું?

સાન્યાના પપ્પા ફરીથી તેના માટે અજાણ્યા બની ગયાં હતા, છતાં પણ સમજાવીને સાન્યાને ઘરે લઈ ગયા. ઘર ચલાવવાની તકલીફ પડવા લાગી તો અશ્વિન સરની મદદ લેવાનું સાન્યાએ વિચાર્યું અને તેમને મળી.

"સર, શું મને જોબ મળી શકે?"

"હા, કેમ નહીં, હું તો ના આપી શકું પણ મારા મિત્રને વાત કરું છું, તે તને જોબ આપશે."

અશ્વિને પલ્લવને વાત કરી, તો પલ્લવે કહ્યું કે,

" હું જરૂર તેને મદદ કરીશ, આમ પણ પોલીસ અમારા માટે કામ કરે છે અને અમે તમારા માટે આટલું કરી જ શકીએ. તમે આવતીકાલે તેને મોકલી દેજો."

પલ્લવે પણ તેના મેનેજરને એ માટે સૂચના આપી દીધી હતી. સાન્યા જોબ માટે પલ્લવજોડે ગઈ તો તેને જોબ આપી દીધી, એ પણ તેને મળ્યા વગર.

સાન્યા હંમેશા મેનેજર સાથે જ કામ કરતી હતી. તેનું કામ ચોક્કસ હોવાથી મેનેજર પણ પલ્લવસર આગળ તેના વખાણ કરતા હતા. એક વખતે મેનેજર ઓફિસ નહોતા આવ્યા અને ઈર્મજન્સી ફાઈલ તેની પાસે મંગાવી. સાન્યા તે ફાઈલ લઈ પલ્લવજોડે ગઈ.

પલ્લવે પહેલી વાર જ સાન્યાને જોઈ સ્તબ્ધ થઈ ગયો. તેના માનવામાં જ નહોતું આવી રહ્યું કે, 'તેનો પ્યાર તેની જ ઓફિસમાં....' તેને તો એમ જ કે તે જાગતા સપનું જોઈ તો નથી રહ્યો ને....

(આઈપીએસ અશ્વિન સર હવે શું કરશે? પલ્લવતેનો પ્યારને જોઈ શું કરશે? સાન્યાના મનમાં પલ્લવમાટે પ્રેમ જાગશે?

જાણવા માટે વાંચો આગળનો ભાગ ભાગ...6)