જાનકી - 16 HeemaShree “Radhe" દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

જાનકી - 16

નિહાન અને નિકુંજ કેફે માં બેઠા હતાં, ત્યારે નિકુંજ તેને જાનકી ના રિપોર્ટ ની વાત કરે છે... જો છ કલાક માં હોશ ન આવ્યો તો એ કોમા માં જતી રહશે એવી શક્યતા વધારે લાગે છે...

એ વાત પછી નિહાન હાથ માંથી જાય છે... ગુસ્સો અને અંદર ચાલતાં અગણિત વિચાર નું તોફાન નિકુંજ પર વરસી પડે છે.. નિહાન ફરી થી બોલે છે...
" નિકુંજ જાનકી ને કંઈ જ ના થવું જોઈએ... બસ.. મને એટલી ખબર છે કેમ તે તને ખબર... ગમે તે કર તું..."
નિકુંજ " હા હું કંઈક કરી છું" એમ કહી ને ત્યાં થી ચાલ્યો ગયો...
નિહાન નિકુંજ ના ગયા પછી જાનકી સાથે વિતાવેલ સમય માં ખોવાઈ ગયો..

કૉલેજ માં

જાનકી ના આવ્યાં પછી અને તેની અને નિહાન ને બેસવા માટે ની વાત પછી લગભગ રોજ વાત થવા લાગી એક બીજા વચ્ચે.. શરૂઆત માં ઓછી પણ પછી એક સમય આવતાં, એવું થવા લાગ્યું કે જ્યાં સુધી વાત ના થાય કે ના મળે તો દિવસ અધૂરો લાગે... એક રવિવાર તો માડ નીકળે પણ તેમાં વાત તો થઈ જ જતી... હવે તો એક જ બેન્ચ પર બંન્ને સાથે બેસતા, લંચ બ્રેક માં સાથે જ જમતા.. એક ના દેખાય તો બીજા ની ચિંતા નો પાર ના હોય, ક્લાસ માં એક કોઈ ને કામ હોય અને તે ના દેખાય તો બીજા ને જ ખબર હોય કે તે ક્યાં લડાઈ કરે છે... આવું થઈ ગયું હતું... અને તે પણ એવી રીતે કે તે બંન્ને ને પણ તેની જાણ પણ ન થઈ કે બંન્ને એક બીજા માટે આટલા જરૂરી કેમ થાય... ચાલું ક્લાસ માં મસ્તી કરવા થી લઈ ને એક્ઝામ ની તૈયારી સુધી બધું સાથે જ....

એક દિવસ ની વાત છે..
જાનકી અને નિહાન વાતો કરતા હતા.. અને વાત વાત માં જાનકી ને ખબર પડી કે નિહાન ના મમ્મી ની તબિયત થોડી ઠીક નથી...
જાનકી થી નિહાન પર ગુસ્સે થવાય ગયું...
કે "તું મમ્મી પપ્પા ની ધ્યાન નથી રાખતો.. મમ્મી સાથે રે જા અહીં શું કામ છે..!?"
નિહાન જરા ટેન્શન માં હતો તો તેના થી થોડા ગુસ્સા માં બોલાઈ ગયું..
" મને ખબર છે મારે શું કરવા નું છે તું જરા શાંતિ રાખ..."
જાનકી થોડી વાર તો કંઈ બોલી જ ના શકી.. પછી તે જરા નોર્મલ થતા બોલી..
" ઠીક છે , જોઈ લેજે શું કરવું તે.. મેં તો ખાલી કીધું.... " આટલું બોલી ને તે બીજું કંઈ બોલી જ નહીં..
નિહાન ત્યારે તો કંઈ બોલ્યો જ નથી.. અને ત્યાં થી ચાલ્યો ગયો પોતાના રૂમ પર.. જાનકી એ પણ થોડી વાર તેને કંઈ કહ્યું નહીં... પછી પણ જ્યારે બે કલાક સુધી નિહાન તરફ થી કોઈ હલચલ ના થઈ તો જાનકી ને એમ લાગ્યું કે તે નારાજ હશે.. અને બીજી તરફ નિહાન ને એક વખત માટે એમ થયું હતું કે કદાચ વધુ બોલાય ગયું જાનકી પણ તે ટેન્શન માં હતો તો પાછું એ તરફ ધ્યાન ના ગયું કે જાનકી સાથે વાત કરું... પણ જાનકી તો એક એક મિનિટે ફોન ચેક કરતી હતી કે નિહાન નો કંઈ મસેજ આવ્યો કે નહીં.. મમ્મી ની તબિયત હવે કેવી છે.. તેને મેસેજ કરી ને ભાવ પૂછું.. પણ તે વધુ ગુસ્સે થઈ જશે એ વિચાર થી તે અટકી જતી... બસ તે ટાઈમ પર જ લગભગ કેદારનાથ મૂવી આવ્યું હતું.. અને ટીવી પર તેનું સોંગ આવી રહ્યું હતું...

ना मारेगी दीवानगी मेरी..
ना मारेगी आवारगी मेरी..
के मारेगी ज्यादा मुझे मौत से
नाराज़गी तेरी..

એક એક લાઈન માં જાનકી ને નિહાન જ દિમાગ માં ફરવા લાગ્યો...
અને જાણે આજ માં ઘી હોમવા માં આવે અને આગ વધુ લાગે તેમ જેમ જેમ ગીત વધી રહ્યું તેમ તેમ જાનકી ની પણ હવે ચિંતા અને બેચેની વધી રહી હતી... તેને હવે નિહાન સાથે વાત કરી ને જ શાંતિ મળે તેમ હતી..
તેને ખાલી તે ગીત ના થોડા શબ્દ તેને મેસેજ કર્યા..
क्यूँ इतना हुआ है तू खफ़ा..
है जिद्द किस बात की तेरी
के मारेगी ज्यादा मुझे मौत से
नाराज़गी तेरी..

जान निसार है, जान निसार
तेरे प्यार पे मेरे यार
जान निसार है
हम्म…..

दुनिया ज़माने से, रिश्ते मिटाए हैं
तुझसे ही यारी है हमारी
इक बार तो आ…

मैंने निभाया है, करके दिखाया है
ले तेरी बारी इक वारि तू भी प्यार, निभा..
तू भी प्यार निभा.. ओ यारा..

तेरी बेरुखी से है बड़ी
उमर इंतज़ार की मेरी
के मारेगी ज्यादा मुझे मौत से
नाराज़गी तेरी

બસ આટલું જ લગભગ કાફી હતું.. નિહાન માટે.. હવે તોફાન નિહાન ના મન માં ઉમટી રહ્યું હતું...