નમક પારા (ખારા) એક લોકપ્રિય નમકીન નાસ્તો છે જે દિવાળી, હોળી, દશેરા, વગેરે તહેવારો દરમિયાન ખાસ પ્રસંગે બનાવવામાં આવે છે. તેને પરંપરાગત રીતે બનાવવા માટે માત્ર મેંદો, સોજી, ઘી અને મીઠું જ જોઈએ. આ રેસીપીમાં અમે બદલાવ માટે લસણ અને બેઝિલ (મીઠી તુલસી) ની પેસ્ટનો પ્રયોગ કર્યો છે. જો કે, જો તમે તેને પરંપરાગત રીતે જ બનાવવા ઈચ્છો છો તો પણ તમે આ રેસીપીની મદદથી બનાવી શકો છો. તેના માટે આ રેસીપીમાં લસણ અને બેઝિલ (મીઠી તુલસી) ની પેસ્ટને બદલે અજમો નાખોં.
સામગ્રી:
1.૧ કપ મેંદો
2.૨ ટેબલસ્પૂન રવો (સોજી)
3.૧/૪ ટીસ્પૂન મરીનો પાઉડર
4.૨ ટેબલસ્પૂન ઘી
5.તેલ, તળવા માટે
6.મીઠું
7.પાણી
પેસ્ટ માટે:-
1.૭-૮ તાજા મીઠા તુલસીના પાન
2.૪-૫ લસણની કળી, કાપેલી
3.૧ લીલું મરચું, કાપેલું (વૈકલ્પિક)
NOTE-નોંધ:મીઠી તુલસી અને લસણની પેસ્ટ વૈકલ્પિક છે; જો તમને તેનો સ્વાદ પસંદ નથી તો તમે તેને ન નાખોં. તેના બદલે સ્ટેપ-૩ માં લોટ બાંધતી વખતે ૧/૨ ટીસ્પૂન અજમો નાખોં.
બનાવવાની રીત:-
તુલસીના પાન, લસણ અને લીલા મરચાંને મિકસરના એક નાના જારમાં નાખોં.તેને હલ્કું દરદરૂ પીસી લો.એક કાથરોટમાં મેંદો ચાળી લો. તેમાં સોજી, મરીનો પાઉડર, ઘી, તૈયાર લસણ-તુલસી (બેઝિલ) ની પેસ્ટ અને મીઠું નાખોં.એક કાથરોટમાં મેંદો ચાળી લો. તેમાં સોજી, મરીનો પાઉડર, ઘી, તૈયાર લસણ-તુલસી (બેઝિલ) ની પેસ્ટ અને મીઠું નાખોં.એક કાથરોટમાં મેંદો ચાળી લો. તેમાં સોજી, મરીનો પાઉડર, ઘી, તૈયાર લસણ-તુલસી (બેઝિલ) ની પેસ્ટ અને મીઠું નાખોં.
લોટને ૨-સરખા ભાગોમાં વહેંચો અને દરેક ભાગને ગોળ આકાર આપો. એક ભાગ લો અને તેને પાટલીની ઉપર મૂકો.તેને વેલણથી લગભગ ૭-૮ ઇંચ વ્યાસવાળા અને ૧/૪ ઇંચ જાડા ગોળ આકારમાં વણી લો. તેની ચારે બાજુથી (ઉપર-નીચે-ડાબી-જમણી) કિનારીઓથી ચાકૂથી કાપી લો અને એક ચોરસ આકાર આપો.
હવે, તેને ચાકૂ અથવા પિત્ઝા કટરથી તેને ૧ ઇંચ પહોળી પેટ્ટીમાં કાપો. તેને વચ્ચેથી બે ભાગમાં કાપો. તેની સપાટી પર ચાકૂ અથવા કાંટાથી થોડા કાણાં કરો (તેનાથી તે તળતી વખતે ફૂલશે નહીં).
એક જાડા તળિયાવાળી કડાઈમાં મધ્યમ આંચ પર તળવા માટે તેલ ગરમ કરો. જ્યારે તેલ મધ્યમ ગરમ હોય ત્યારે તેમાં ૪-૫ નમક પારા નાખોં અને તેને બંને બાજુથી હલ્કા ગોલ્ડન બદામી રંગના થાય અને ક્રિસ્પી થાય ત્યાં સુધી ધીમી આંચ પર તળો. બંને બાજુથી સમાન રૂપે તળવા માટે વચ્ચે એકવાર પલટો. (જો તેલ બહુ વધારે ગરમ હોય તો તે બહારથી તરત જ ગોલ્ડન થઈ જશે પરંતુ અંદરથી કાચાં રહેશે).
તેને એક પ્લેટમાં પેપર નેપકીનની ઉપર કાઢો. બાકી વધેલા નમક પારા માટે આ જ પ્રક્રિયાનું પુનરાવર્તન કરો (તેલને ફરીથી મધ્યમ ગરમ થવા દો અને તેના પછી તેમાં કાચાં નમક પારા તળવા માટે નાખોં). તેને રૂમના તાપમાને ઠંડા થવા દો અને એક કન્ટેનરમાં ભરો. તે ૨-અઠવાડિયા સુધી સારા રહે છે. નમક પારા ચા અથવા તમારી પસંદની મિઠાઈની સાથે પીરસો અને તેનો આનંદ લો.
ટીપ્સ અને વિવિધતા:
1.ક્રિસ્પી નમક પારા બનાવવા માટે સખત (કઠણ) લોટ બાંધો અને લોટને લાંબા સમય માટે એમનેમ ન રહેવા દો.
2.ઘી નમક પારાને ક્રિસ્પી (ખસ્તા) બનાવે છે માટે તેની માત્રા ઓછી ન કરો.
3.તેને ઊંચી આંચ પર ન તળો નહીતર તે અંદરથી નરમ અને કાચાં રહી શકે છે.
4.તમે તેને તમારા મનપસંદ આકારમાં કાપી શકો છો.
પીરસવાની રીત:
નમક પારાને ચા અથવા કોફીની સાથે સાંજના નાસ્તામાં પીરસો. તેને બાળકોની પાર્ટીમાં પણ ઠંડા પીણાંની સાથે પીરસી શકાય છે.