CHUTNEY books and stories free download online pdf in Gujarati

પાલકની ચટણી અને લીલી ચટણી ની રેસિપી

              ચટણી આપણા જમવાનો સ્વાદ અનેક ગણો વધારે છે. જો કે લોકો દરેક ઋતુમાં ચટણી ખાતા હોય છે, પરંતુ ઠંડીમાં ચટણી વધારે ખાવામાં આવે છે. વાસ્તવમાં, આ સિઝનમાં જ્યાં પરાઠાથી લઈને ભજીયા સુધી ઘરે વધારે બનાવવામાં આવે છે, તો બીજી તરફ લીલી કોથમીર પણ બજારમાં ખૂબ જ સસ્તી મળે છે, જેના કારણે લોકો દરરોજ ચટણી બનાવતા હોય છે.શક્ય છે કે ઠંડીની ઋતુમાં તમે કોથમીરની ચટણી વારંવાર બનાવીને ખાતા હશો, પરંતુ શું તમે પાલકના પત્તાની ચટણી બનાવીને ખાધી છે?જો જવાબ નાં છે તો તમારા માટે લઈને આવ્યા છીએ પાલક ની ચટાકેદાર ચટણી ની રેસિપી .અને લીલી ચટણી ની રેસિપી.

    પાલકની ચટણી માટેની સામગ્રી :-

1.1 કપ સમારેલા પાલકના પાન
2.1 ચમચી આમલીની પેસ્ટ
3.1/4 ચમચી જીરું
4.1/4 ચમચી મેથીના દાણા
5.1/4 ચમચી ધાણા પાવડર
6.4 થી 5 ચમચી તલ
7.2 લીલા મરચા, 3 લસણની કળી
8.1/2 ચમચી ગોળ પાવડર
9.2 ચમચી તેલ
10.સ્વાદ માટે મીઠું

  તડકા માટેની સામગ્રી :-

1.1 નાની ચમચી તેલ
2.1/4 નાની ચમચી જીરું
3.રાઈના દાણા
4.1 લાલ મરચું
5.એક ચપટી હીંગ

   

ચટણી બનાવવાની રીત :
       સૌથી પહેલા પાલકના પાનને ધોઈને સાફ કરી લો અને તેને કાપીને બાજુ પર રાખો. હવે એક પેન લો અને ગરમ કરો. તમે પહેલા તલને તેમાં શેકીને તેને બહાર કાઢી લો. હવે જીરું અને મેથીના દાણાને પણ સૂકા જ શેકી લો.

      હવે પેનમાં એક ચમચી તેલ ઉમેરો અને લીલા મરચાને તળીને બહાર કાઢી લો. આ જ પેનમાં બીજી ચમચી તેલ ઉમેરો અને સમારેલા પાલકના પાન ઉમેરો. પાલકના પાનને મધ્યમ આંચ પર 4 થી 5 મિનિટ સુધી ચડવા દો. તે કરમાઈને પાણી છોડવા લાગશે.

     હવે એક મિક્સર જારમાં તલ, તળેલા લીલા મરચાં, લસણની કળી, ગોળનો પાવડર, ધાણાજીરું પાવડર, શેકેલી મેથી અને જીરું,  અને મીઠું નાખો. હવે સામગ્રીનો મોટો પાવડર બનાવો.

    આ  પાવડરમાં પલાળેલી આમલી સાથે થોડું પાણી મિક્સ કરો. હવે પાલકના પાનને મિક્સર જારમાં નાંખો અને તેની બરછટ પેસ્ટ બનાવી તેમાં આ તલ અને આમલીના પાણીના મિશ્રણ સાથે મિક્સ કરો.

     હવે પેનને ફરીથી ગરમ કરો અને તેમાં તેલ, રાઈ, જીરું, લાલ મરચું, હિંગ ઉમેરીને તડકો લગાવો.
પાલકની ચટણીને સર્વિંગ બાઉલમાં કાઢીને તેની ઉપર આ તડકો રેડો અને સર્વ કરો. તો તૈયાર છે પાલકની ચટણી.

  *લીલી ચટણીની રેસિપી

 સામગ્રી: કોથમીર, ફુદીનો અને પાલકના પાન, 4 થી 5 લીલા મરચાં, 2 લસણની કળી, 1 કપ દહીં, ચમચી મીઠું, ચપટી કાળું મીઠું, આમચુર પાવડર અને ચપટી કાળા મરી.

લીલી ચટણી બનાવવાની રીત: 

      હોટલની જેવી લીલી ચટણી ઘરે બનાવવા માટે સૌથી પહેલા કોથમીરને સારી રીતે સાફ કરીને પાણીથી ધોઈ લો. આ પછી બ્લેન્ડરમાં લીલી કોથમીર, થોડો ફુદીનો અને લસણની 2 કળી નાખીને એકવાર બ્લેન્ડ કરીએ પેસ્ટ તૈયાર કરો.

હવે આ પેસ્ટમાં 1 કપ દહીં, લીલું મરચું, મીઠું, કાળા મરી, આમચૂર અને ચપટી કાળું મીઠું ઉમેરીને ફરી એકવાર ચટણીને બ્લેન્ડ કરો. પછી તમે થોડી ચટણીનો ટેસ્ટ કરી જુઓ અને તમારા સ્વાદ પ્રમાણે  મરચું અથવા મીઠું ઉમેરો. ચટણીને વધુ મિક્સરમાં ગ્રાઉન્ડ ન કરો. કારણ કે તેનાથી ચટણી પાણી જેટલી પાતળી બની જાય છે.

  દહીં ઉમેરતી વખતે આટલું ધ્યાન રાખો : લીલી ચટણીમાં 1 કપ દહીં ઉમેરવામાં આવે છે. પણ જરૂર જણાય તો તમે દહીં વધુ કે ઓછું કરી શકાય છે.

તમને અમારી આ રેસિપી પસંદ આવી હોય તો તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરજો અને તમારા અભિપ્રાય અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો.

 

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED