ચોરોનો ખજાનો - 23 Kamejaliya Dipak દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • દીકરો

    જૂનું લાકડાની પીઢોવાળું લાંબુ ત્રણ ઓરડાવાળું મકાન છે. મકાનમા...

  • ભીતરમન - 38

    એ લોકો ફાયરિંગમાં સહેજ નિશાન ચુકી જતાં ગોળી મને હૃદયમાં લાગવ...

  • ખજાનો - 37

    ( આપણે પાછળના ભાગમાં જોયું કે સાપોની કોટડીમાં ઝહેરીલા સાપ હો...

  • ફરે તે ફરફરે - 20

    ફરે તે ફરફરે - ૨૦   આજે અમેરિકાના ઘરોની વાત માંડવી છે.....

  • નાયિકાદેવી - ભાગ 27

    ૨૭ ગંગ ડાભી ને વિદ્યાધર ગંગ ડાભીને આંખે જોયેલી માહિતી આ માણસ...

શ્રેણી
શેયર કરો

ચોરોનો ખજાનો - 23

THE JOURNEY IS ON

સિરત પણ એ વાત ખૂબ સારી રીતે જાણતી હતી કે આ સફર તેઓ જેટલી ધારે છે એટલી આસાન નહોતી. પણ તેણે વિચાર્યું કે જેટલી પણ મુશ્કેલીઓ આવે તેનો સામનો બધા એકસાથે મળીને કરીશું તો કદાચ તે થોડુક આસાન બની જાય.

પણ સિરત ન્હોતી જાણતી કે આ સફર તેની આખી જીંદગી બદલી નાખવાની હતી.

ડેની એક રીતે તો ખુશ હતો કે સિરત અને તેમના બધા સાથીઓ આ સફર માટે તૈયાર હતા. એટલે બધાની સાથે હોલમાં જઈને તે પણ હવે ચીઅર કરવા લાગ્યો અને તે પણ તૈયાર છે એવી ખાતરી આપવા લાગ્યો.

જેટલા પણ લોકો અત્યારે હોલમાં હાજર હતા તેઓ ખૂબ જ ખુશ હતા. તેઓ બધા જ હવે આ સફરમાં જવા માટે તૈયાર હતા. વળી પાછી તૈયારીઓ પુર જોશમાં થવા લાગી.

બીજા દિવસે અચાનક જ ડેનીના રૂમના દરવાજે નોક થયું. આમેય ડેનીને પોતાની કોઈ પણ વાત કોઈનાથી છુપાવવાની જરૂર ન્હોતી એટલે તે હંમેશા પોતાના રૂમનો દરવાજો લોક કર્યા વિના જરૂર પુરતો જ આડો કરતો.

હવેલીમાં અત્યારે જેટલા પણ લોકો હતા તેમના રહેવા અને જમવા માટે ત્યાં જ બધી વ્યવસ્થા કરવામાં આવેલી હતી. સિરત એવું કરી રહી હતી એના માટે બે કારણો હતા.

એક તો તેમની સફર વિશેની કોઈ વાત તેમની વચ્ચેથી બહાર ના જાય અને બીજી કે તેઓને એકબીજાની ક્યારે જરૂર પડે તે કંઈ જ નક્કી ન્હોતું. તેઓ જે રીતે અને જે સફર માટે અત્યારે તૈયારીઓ કરી રહ્યા હતા તેમાં અવરોધ કરવા માટે કોઈ પણ દુશ્મન આવી શકે તેમ હતું.

તેમનામાંથી કોઈ પણ જાણતા નહોતા કે કોઈ તેમનો પીછો કરતું છેક ધોલપૂર સુધી આવ્યું હતું. તેમની પહેલેથી જ ખૂબ તકેદારી હોવા છતાં આ ચુંક થઈ હતી તો બાકીની ઇન્ફોર્મેશન મેળવવા માટે કોઈ દુશ્મન ગમે તે હદ સુધી પહોંચી શકે તેમ હતું.

ડેનીએ દરવાજા તરફ નજર કરી તો જોયું કે સિરત પોતે આજે તેના રૂમમાં તેને મળવા માટે આવી છે. આજ સુધી તો આવું ક્યારેય થયેલું નહિ. જ્યારે પણ સિરતને ડેની સાથે વાતચીત કરવી હોય તો પોતાના કોઈ માણસને મોકલીને ડેનીને પોતાના રૂમમાં અથવા તો જ્યાં સિરત હોય ત્યાં બોલાવી લાવવામાં આવતો.

ડેનીને એવી રીતે બોલાવી જતા એનાથી ડેનીને કોઈ પ્રોબ્લેમ નહોતો પણ આજે સિરત પોતે જ તેના રૂમ સુધી આવી હતી તે જોઇને ડેનીને થોડુક આશ્ચર્ય તો થયું. પણ પછી કંઈ વિચાર્યા વિના જ ડેનીએ સિરતને અંદર આવવા અને બેસવા માટે કહ્યું.

સિરત થોડી વાર સુધી ડેનીના રૂમમાં આમતેમ જોઈ રહી હતી. એક ખૂણામાં એક ટેબલ હતું જેની ઉપર એક લેપટોપ રાખેલું હતું અને તેના સિવાય રાત્રે વાંચી શકાય તેના માટે એક ટેબલ લેમ્પ રાખેલો હતો. ટેબલની નજીક એક ખુરશી હતી.

બીજી તરફ દીવાલમાં એક ખુલ્લો કબાટ હતો જેમાં ઘણી બધી બુક્સ વ્યવસ્થિત રીતે ગોઠવેલી હતી. એક તરફ એક તિજોરી હતી જેમાં ડેની નો બધો સામાન રાખેલો હતો. સિરત અત્યાર સુધીમાં પહેલી વાર ડેનીના રૂમમાં આવી હતી. અચાનક તે બોલી,

सीरत: क्या तुम हररोज पढ़ाई करते हो?

डेनी: हां मैं हमेशा सोने से पहले थोड़ी देर पढ़ता हु और सुबह लैपटॉप में न्यूज और करेंट अफेयर्स देख लेता हु। ताकि अगर देश में कोई बदलाव हुआ है तो उसके बारे में पता लग सके। तुम बताओ, आज इस तरफ का रास्ता कैसे भुल गई? कुछ काम था, तो मुझे बुला लेती।

ડેની ની આ વાત ઉપરથી સાફ દેખાઈ આવતું હતું કે તેને એવી રીતે બોલાવી જતા તેમાં ડેની નો અણગમો હતો. તેમ છતાં સિરત તે વાતને છોડીને મૂળ વાત ઉપર આવતા તે જે કામ માટે ડેનીના રૂમમાં આવી હતી તે કહ્યું.

सीरत: भले ही राज ठाकोर हमारे लिए खतरा हो सकता है लेकिन हमे इस सफर केलिए उसकी बहुत ही ज्यादा जरूरत है। इसीलिए मैं उसे इस सफर केलिए उसे आमंत्रित करना चाहती हू और कप्तानशिप भी उसके हिसाब से ही दे दूंगी। तुम्हे इस बात से कोई दिक्कत तो नही है न?

डेनी: दिक्कत हो या न हो, मैं तो एक कैदी हु न। मेरी बातो को इतनी अहमियत तुम क्यों दे रही हो?

सीरत: भले ही हमने आ कर तुम से अब तक ज्यादती की है लेकिन जब तुमने इस सफर केलिए और नक्शे के उन टुकड़ों को खोजने में जो हमारी मदद की है वो मैं कभी नहीं भूल सकती। तुम भी अब हमारी इस फैमिली का एक हिस्सा हो।

डेनी: मैने तुम्हे जो हेल्प की, बस इसीलिए तुम ये सब कर रही हो? ડેની જાણવા માંગતો હતો કે સિરતના મનમાં શું હતું. શું તે પણ ડેનીને પસંદ કરતી હતી કે નહિ. એટલે ડેનીએ એવો પ્રશ્ન કર્યો હતો.

सीरत: क्या तुम्हे और कुछ लग रहा है? तो बताओ, क्या लग रहा है? સિરત પણ ચાલાક હતી. તેણે પોતે વાતને આગળ વધારવા ને બદલે ડેની જે વિચારે છે તેના માટે તેને જ પહેલ કરવા કહ્યું. ડેની જાણતો હતો કે જો તે પહેલ કરશે તો કદાચ એવું પણ બને કે બાજી બગડે. એટલે તેણે આ વાતને જવા દઈ સિરત અહીં આવી છે તેના ઉપર જ ફોકસ કરવા કહ્યું.

એટલે પોતાની તૈયારીઓ અને સફરની મંજુરી આપવા માટે સિરતે રાજ ઠાકોરને ફોન કરીને જાણ કરવા માટે કહ્યું.

ડેનીએ રાજ ઠાકોરને ફોન લગાવ્યો. જ્યારે રાજ ઠાકોરે કોલ રીસિવ કર્યો એટલે તરત જ પોતે વાત કર્યા વિના જ ફોન સિરત તરફ લંબાવ્યો.

सीरत: हेलो मिस्टर राज, आपने कहा था की आप हमारे लोगों को उन मुसीबतों से बचाने की पूरी कोशिश करेंगे। क्या आप सच में हमारी मदद करेंगे..?

राज: हां हां बिलकुल करूंगा। मैं इस सफर के बारे मैं आपके सारे लोगों में सबसे ज्यादा जानता हूं। और मैं इस सफर में आ रहा हु तो इसकी एक बड़ी वजह यह भी है। मैं तुम्हे बता दू की मेरा इस खजाने में कोई इंट्रेस्ट नही है लेकिन जिस चीज में मेरा इंट्रेस्ट है वो एक मामूली चीज है जो खुद मेरी ही है, और वो एक छोटी सी पुड़िया है।

सीरत: तुम उस पुड़िया केलिए अपनी जान जोखिम में डाल रहे हो.? आखिर उस पुड़िया में ऐसा क्या है..?

राज: वो मैं तुम्हे अभी नहीं बता सकता, लेकिन मुझे उस पुड़िया केलिए इस सफर में तुम्हारे साथ आना है। और मैं वादा करता हु की जितना हो सके उतना मैं तुम्हारे लोगों की हिफाजत करने की कोशिश करूंगा।

सीरत: तो फिर बताओ, हमने जो जो तैयारिया की है उसमें तुम अपनी तरफ से कोई चीजे अगर रखवाना चाहते हो तो कह दो, मैं साथमे वो भी रखवा दूंगी।

राज: अरे हां, कुछ तो है, मैं अभी भेजता हु तुम्हे एक लिस्ट। उसके हिसाब से देख लेना।

सीरत: ठीक है।

સિરત થોડી વાર માટે રાહ જોવા લાગી અને ડેની સાથે વાત કરવા લાગી. ડેની અત્યારે પણ ખૂબ જ પ્રેમથી સિરત તરફ જોઈ રહ્યો હતો. તે જ્યારે પણ આ રીતે જોતો ત્યારે સિરત એકદમ ખુશ થઈ જતી અને પોતાની નજર હટાવ્યા વિના જ તે ડેની સામે જોઈ રહેતી.

તેઓ વાતચીત કરતા કરતા જ એકબીજાની એકદમ નજીક આવી ગયા હતા. સિરત અને ડેનીનો ચેહરા એટલી હદે નજીક હતા કે તેમની વચ્ચે એક ઇંચની પણ જગ્યા ન્હોતી રહી.

સિરત અને ડેની બંનેના હોઠ અત્યારે એકદમ ધ્રુજી રહ્યા હતા. તેમની વચ્ચેની ગરમાહટ વધી રહી હતી. એવું લાગી રહ્યું હતું જાણે અત્યારે તેઓ કોઈ અલગ પ્રકારની લાગણી મેહસૂસ કરી રહ્યા હતા. તેમના હોઠ એકબીજાને મળવાની તૈયારી જ હતી.

ત્યાં જ ડેની ના ફોનની રીંગ વાગી...

શું ડેની અને સિરતનો પ્રેમ આગળ વધી શકશે..?
ખજાનો મળશે કે નહિ..?
પેલા બીજ શેના હતા..?

આવા અનેક પ્રશ્નો ના જવાબ માટે વાંચતા રહો..
ચોરનો ખજાનો..

Dr Dipak Kamejaliya
'શિલ્પી'