જાનકી - 12 HeemaShree “Radhe" દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

જાનકી - 12

બધું સાચવી ચાલતાં ચાલતાં આમ જ સાડા ચાર વર્ષ નો યુગ થઈ ગયો... વચ્ચે વચ્ચે જાનકી પોતાનો લખવા નો શોખ હતો, તે માટે લખતી.. કોઈક વાર કવિતા કોઈક વાર વાર્તા તો કોઈક વાર એમ જ કોઈ દલીલ પર પણ પતા ના પતા લખી લેતી.. ઘણી વાર પોતાની ડાયરી માં પોતાના દિવસ વિશે પણ લખતી.. તે બોઉ ઓછું થતું પણ.. વેદ પણ જાનકી ના આ લખવા ના શોખ ને માન આપતો.... જાનકી એક મેગજીન માટે મહિના એક વાર એક લેખ લખતી... તે કોલમ નું નામ જાનકી એ "શ્વાસ" રાખેલ હતું.. તેમાં કોઈ ટૂંકી વાર્તા કે કોઈ એક ટોપિક પર દલીલ કે એક જ ટોપિક પર 2/3 કવિતા આવું બધું આવતું..
યુગ ને હવે સ્કૂલ ચાલુ થઈ ગઈ હતી.. વેદ પણ આખો દિવસ ઓફિસ માં રહતો... જાનકી ઘર માં એકલી કંટાળી જતી હતી... એક દિવસ વેદ ને વાત કરી ને ફરી થી કૉલેજ પૂરું કરવા એડમિશન લીધું... એટલે સવાર યુગ અને વેદ ના ગયા પછી તે કોલેજ જતી પછી યુગ ના ઘર પોહચતા પેહલા એકલે કે પોતાનો એક લેક્ચર છોડી ને તે ઘરે આવી જતી... એટલે યુગ સાથે તે સમય વિતાવી શકે... બધું બરાબર જ ચાલતું હતું.. વેદ આ બધી વાત વિચારતાં વિચારતાં ક્યારે સૂઈ ગયો તે વેદ ખુદ ને પણ ખબર ન પડી...


બીજા દિવસે


સવાર ના સાત વાગ્યાં નું એલમ વાગ્યું... ત્રણેય ઘરે એક સાથે... વેદ , નિકુંજ અને નિહાન બધાં એક જ વખત માં ઉઠી ગયા... ત્રણ અલગ અલગ વ્યક્તિ એક જ વ્યક્તિ ની ચિંતા માં જાણે બોર્ડ નું પેપર હોય એમ ચિંતિત હતા....

**

વેદ ઉઠી જલ્દી તૈયાર થઈ ને યુગ સાથે જાનકી ને હોસ્પિટલ માં મળવા માટે નીકળવા ની તૈયારી કરી રહ્યો હતો... ત્યાં બરાબર તે ઘર ની બહાર નીકળી રહ્યો હતો ને યાદ આવ્યું તેનું પર્સ રૂમ માં જ ભુલાઈ ગયું હતું.. તે યુગ ને ગાડી ની ચાવી આપી પોતે હમણાં આવે છે એમ કહી ને પોતાના રૂમ માં જાય છે...
તેને પર્સ લેતા ની સાથે જાનકી નો અવાજ સંભળાયો હોય કે,
" વેદ , પર્સ સાથે રૂમાલ છે લઈ લેજો..." અને વેદ જાણે જાનકી ને જવાબ માં "હા, જાનકી લઈ લીધો.." એમ બોલી ગયો...
રોજ જાનકી વેદ ને આમ કહી ને પાછી જોવા તો આવતી જ કે વેદ એ રૂમાલ અને પર્સ લીધા કે નહીં.. ત્યારે લગભગ રોજ હા, જો કોઈ વાર વેદ ને ખરેખર મોડું થઈ ગયું હોય તો અલગ વાત છે નહીંતર લગભગ રોજ તેને આ પર્સ અને રૂમાલ ના બહાને રૂમ આવે ત્યારે તેને ઓફિસ જતા પેહલા એક વખત હગ અને કિસ કરી ને જ હતો.. જાનકી ને પણ ખબર હોય કે વેદ ને ખબર છે ક્યાં શું છે તો પણ તે વેદ જાય તેની પેલા એક વખત રૂમ માં આવી જ જતી... જો ખરેખર મોડું થતું હોય તો પણ તે જાનકી ને મળ્યાં વગર તો નહીં જાય.. આજ જાનકી ની કમી વર્તાઈ રહી હતી વેદ ને.. વેદ પોતાના વિચાર માંથી બહાર આવી ને હોસ્પિટલ જવા માટે ઘર ની બહાર નીકળી રહ્યો હતો.. ત્યાં તેની નજર ત્યાં ટેબલ પર પડેલ જાનકી ની ડાયરી અને panda પર પડી.. ઘર માં કામ કરતી ડોલી નામ ની છોકરી ને બોલાવી ને panda ને સાફ કરવા કીધું.. અને ખબર નહીં શા માટે તે ડાયરી સાથે લઈ ને ચાલવા લાગ્યો... નીચે ગાડી પાસે પોહચી ને યુગ સાથે હૉસ્પિટલ જવા નીકળી ગયો....

**

નિકુંજ ખુદ જાતે તો ડૉક્ટર હતો, હાલતાં આવા એક્સિડન્ટ ના કેસ આવતા હોય તેના હાથ માં.. ઘણી વાર તો આના કરતાં પણ ખરાબ.. પણ આ કેસ અલગ હતો.. બસ એક ચહેરા સિવાય તે આ જાનકી ને લગભગ ઓળખી ગયો હતો.. નિહાન ની નજર થી... તેની આદત, તેની વાતો ,તેની પસંદ, તેની નાપસંદ લગભગ બધું જ... નિહાન તેની વાતો કરતો થાકતો ના હતો... નિકુંજ જાણતો હતો કે જો જાનકી ને ભગવાન ના કરે ને કંઈ થયું તો નિહાન ને સાચવો અઘરો હતો... તે જલ્દી જલ્દી તૈયાર થાય ને જરા નાસ્તો કરી ને ફટાફટ હોસ્પિટલ જવા નીકળે છે...

**