પનીર રોલ Vijay Ramesh Bhai Vaghani દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પનીર રોલ

     પનીર રોલ એક નાસ્તામાં પીરસાય એવો લાજવાબ રોલ છે જે બાળકોને બહુ પસંદ આવે છે. તેમાં પનીરનો સ્વાદિષ્ટ મસાલો રોટલી અથવા પરોઠામાં લપેટીને પછી તેનો રોલ બનાવવામાં આવે છે. તેને ઘરે બનાવવો ખૂબ જ સરળ છે. આ  રેસીપી મુખ્ય ત્રણ સ્ટેપમાં છે, ૧) પનીરનો મસાલો બનાવવો, ૨) રોલ માટે રોટલી બનાવવી અને ૩) રોલ બનાવવો.

  રોટલી માટે સામગ્રી:-
1.૩/૪ કપ ઘઉંનો લોટ
2.૨ ટીસ્પૂન તેલ
3.દૂધ
4.મીઠું

પનીરના મસાલા માટે સામગ્રી:-
1.૧ કપ છીણેલું પનીર
2.૨ ટેબલસ્પૂન બારીક સમારેલા લીલા ધાણા
3.૧ મધ્યમ ડુંગળી, બારીક સમારેલી
4.૧ લીલું મરચું, બારીક સમારેલું
5.૧/૨ ટીસ્પૂન આદું-લસણની પેસ્ટ
6.૧/૨ ટીસ્પૂન જીરું
7.૧/૪ ટીસ્પૂન ગરમ મસાલા પાઉડર
8.૧/૨ ટીસ્પૂન લાલ મરચું પાઉડર
9.૧ ટીસ્પૂન ધાણાજીરું
10.૨ ટીસ્પૂન ટોમેટો કેચપ
11.મીઠું
12.૧ ટીસ્પૂન તેલ

રોલ બનાવવા માટે સામગ્રી:-
1.૨ ચીઝ ક્યુબ્સ, છીણેલા (વૈકલ્પિક)
2.૧ કપ કાપેલી લેટસ અથવા કાપેલી કોબી
3.૪ ટીસ્પૂન લીલી ચટણી
4.તેલ, શેકવા માટે

  રોલ માટે રોટલી બનાવવાની વિધિ:-

   એક કાથરોટમાં ૩/૪ કપ ઘઉંનો લોટ, ૨ ટીસ્પૂન તેલ અને મીઠું લો. જરૂર પ્રમાણે દૂધ અથવા પાણી નાખોં અને રોટલી અથવા પરોઠાના લોટની જેમ નરમ લોટ બાંધો.લોટને ઢાંકીને ૧૦-૧૫ મિનિટ માટે સેટ થવા દો. તેને ૪ સરખા ભાગોમાં વહેંચો અને તેને લૂઆની જેમ ગોળ આકાર આપો. એક થાળીમાં ૧/૪ કપ સૂકા ઘઉંનો લોટ વણવા માટે લો. એક લૂઓ લો અને તેને સૂકા ઘઉંના લોટથી લપેટો. તેને પાટલીની ઉપર રાખીને ૫-૬ ઇંચ વ્યાસના ગોળ આકારમાં (પાતળી રોટલીની જેમ) વણો.તેને ગરમ તવાની ઉપર નાખોં અને બંને બાજુ હલ્કા બદામી રંગના ધબ્બા થાય ત્યાં સુધી શેકો.તેને એક પ્લેટમાં મૂકો (અથવા રોટલી રાખવાના ડબ્બામાં) અને ઢાંકણથી ઢાંકો જેથી તે નરમ રહે. બાકીની રોટલી પણ આ જ રીતે શેકી લો. ધ્યાન રહે કે રોટલી વધારે શેકાય નહીં કારણકે રોલ બનાવતી વખતે આપણે ફરીથી તેને ગરમ કરીશું.

   સ્ટફિંગ (પુરણ) માટે પનીરનો મસાલો બનાવવાની વિધિ:-

    એક કડાઈમાં ધીમી આંચ પર ૧ ટીસ્પૂન તેલ ગરમ કરો. તેમાં જીરું નાખોં; જ્યારે જીરું ગોલ્ડન થવા લાગે ત્યારે બારીક સમારેલી ડુંગળી નાખોં. ડુંગળી ગોલ્ડન બદામી રંગની થવા લાગે ત્યાં સુધી સાંતળો. તેમાં આદું-લસણની પેસ્ટ નાખોં અને ૩૦ સેકંડ માટે સાંતળો.તેમાં લાલ મરચું પાઉડર, ધાણાજીરું, ગરમ મસાલા પાઉડર, ટોમેટો કેચપ, લીલા ધાણા અને લીલા મરચાં નાખોં; તેને બરાબર મિક્ષ કરો.ગેસ બંધ કરી દો. તેમાં છીણેલું પનીર અને મીઠું નાખોં, તેને બરાબર મિક્ષ કરો. રોલ બનાવવા માટે મસાલો (સ્ટફિંગ) તૈયાર છે.

  પનીર રોલ બનાવવાની વિધિ:-

   પીરસતી વખતે એક તવા ને મધ્યમ આંચ પર ગરમ કરો. તેની ઉપર પહેલેથી શેકેલી રોટલી મૂકો અને બંને બાજુ ૧/૨ ટીસ્પૂન તેલ લગાવીને ફરીથી શેકો.રોટલીને એક પ્લેટમાં મૂકો અને તેની ઉપર સમાનરૂપે ૧ ટીસ્પૂન લીલી ચટણી લગાવો (અથવા સ્વાદ અનુસાર ઓછી અથવા વધારે). વચ્ચે મસાલો મૂકો અને લંબાઈમાં ફેલાવો. તેની ઉપર ૧-૨ ટીસ્પૂન છીણેલું ચીઝ અને ૧/૪ કપ કાપેલું લેટસ અથવા કાપેલી કોબી નાખોં. મસાલાને રોટલીથી લપેટીને રોલ બનાવો.તેને ટોમેટો કેચપ અને લીલી ચટણીની સાથે પીરસો.
 

* તમે રોટલી અને મસાલો પહેલાથી બનાવીને રાખી શકો છો પરંતુ રોલ પીરસતી વખતે જ બનાવો.
* તમે રોટલીની બદલે રેડીમેડ ટોર્ટિયા અથવા રૂમાલી રોટીનો પણ ઉપયોગ કરી શકો છો.

    તમે પણ એકવાર આ રીતે પનીર રોલ જરૂર ટ્રાય કરજો.તમારા અભિપ્રાય અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો.