દવાખાના માં કિશન ભાઈ અને રીટાબેન વાત કરી રહ્યા હતા.
રીટાબેન કહે"તમે અત્યારે આરામ કરો આપડે કોઈની વાત માં અંદર ઉતારવા ની જરૂર નથી જે હસે એ આપડે પછી જોઈ લઈશું"
કિશન ભાઈ કહે " નાં રીટા નાં આ કઈક બીજીજ વાત છે એ આત્મા મને કઈ કેવા જઈ રહી હતી પણ હું એની વાત ને સમજવા જતાં પેલા તું ત્યાં આવી ગઈ અને આ વાત અધૂરી રહી ગઈ, મારે પાછુ ત્યાં જવું પડશે."
રીટાબેન કહે " નાં તમે હવે તે ઘર માં પગ પણ નહિ મૂકો હવે તે ઘર આપડા લાયક નથી, આપડે હવે ત્યાં નથી જવું, હવે તમે ત્યાં કોઈ દિવસ ત્યાં નહિ જાઓ, ત્યાર પછી ત્યાં ડોક્ટર ત્યાં આવ્યા અને કિશન ભાઈ ને આરામ કરવા કહ્યું અને એક ઇંજેક્ટન આપ્યું અને ત્યાં તે સૂઈ ગયા,
થોડી વાર પછી કિશન ભાઈ ની આંખ ખુલી તો તેમને ત્યાં કોઈ રૂમ માં જોવા નાં મળ્યું અને તે વિચારવા લાગ્યા કે શું વાત હસે તે આત્મા કેવા જઈ રહી હતી, એવું વિચારતા તેમને એવો વિચાર આવે છે કે અત્યારે દવા ખાના માં કોઈ નથી હું ત્યાં જઈ ને કઈક વાત ને જાણવા નો પ્રયાસ કરું તો?
તે એવા માં ઉભા થઇ જાય છે અને ત્યાં ભૂત વાળા ઘરે જવા નીકળી જાય છે અને જેવા તે બહાર નીકળે છે ત્યારે તેમના વાઇફ ત્યાં એક બેન્ચ પર સુતા હોય છે.રાત ના 10 વાગી ગયા હોય છે અને તે ત્યાં ઘરે જવા નો ફરી વાર સાહસ કરી રહ્યા હોય છે. ત્યારે બહાર કઈ તે કાર ને ચાલુ કરી તે ભૂતિયા ઘર માં જવા માટે નીકળી જાય છે. ત્યારે રસ્તા માં જતાં જતા તે એક બે વખત જોખા પણ આવી જાય છે અને તેમને એક્સિડન્ટ થતાં પણ રહી જાય છે.
જેમ તેમ એ ઘર સુધી પહોંચી જાય છે અને ત્યાં તે ગેટ નાં અંદર જઇ ત્યાં ગાડી મૂકી ને અંદર ચાલવા લાગે છે, એવા માં એમની ગાડી માં એમની દીકરી આશા પણ તે ગાડી માં સુતેલી હોય છે અને તેની આંખ ખુલી જાય છે અને તે કિશન ભાઈ ને બુમ લગાવે છે કે" પાપા તમે અંદર નાં જસો પ્લીઝ આ ઘર સારું નથી, કિશન ભાઈ પાછળ જુએ છે કે તેમની દીકરી ગાડી માં ક્યાંથી તો તે ગાડી માં દવાખાને આશા ગાડી માંજ સૂઈ હતી એટલે કિશન ભાઈ આ ઘરે લેતા આવ્યા.
આશા કહે" પાપા તમે નાં જસો અંદર પ્લીઝ,
કિશન ભાઈ એ એક નાં સંભાળી અને તે ત્યાં ઘરમાં ચાલવા લાગ્યા, એવા માં આશા ત્યાં ગાડી માંથી બહાર નીકળી અને તે દોડતી દોડતી કિશન ભાઈ ના પેહલા તે ઘર માં ગુસી ગઈ અને દરવાજો બંદ થઈ ગયો.
કિશન ભાઈ એ બુમ પડી કે "આશા બેટા તું અંદર નાં જૈસ" પણ એને એના પપ્પા ને બચવા માટે તે અંદર ઘર માં ચાલી ગઈ અને તેના પાપા બહાર માથુ પછાડી ને રડવા લાગ્યા...
( આશા છે કે તમને અમારી વાર્તા પસંદ આવતી હશે. તો એક લાઈક અને એક કૉમેન્ટ કરવા નું ભૂલતા નહિ. આશા છે કે તમે અમારી વાર્તા ને એમજ સપોર્ટ આપતા રેહશો... એવી મારી આશા છે. મારી વાર્તા માં કઈ પણ વાત હોય તમે મને કૉમેન્ટ કરી ને જરૂર જણાવી શકો છો..હું બને તમને રિપ્લે આપવા નો પ્રયાસ જરૂર થી કરીશ... આભાર ) .