Bhayanak Ghar - 8 books and stories free download online pdf in Gujarati

ભયાનક ઘર - 8

કિશન ભાઈ જ્યારે હોસ્પિટલ પહોંચ્યા તો તેમને જોઉં કે આશા ની તબિયત બઉ ખરાબ થઈ ગઈ હતી,
કિશન ભાઈ આશા ની આવી હાલત જોઈ રડી પડયા, અને કહેવ લાગ્યા કે મારી દીકરી ને શું થઈ ગયું કે એને એટલી બધી ટ્રીટમેન્ટ એના પર થઈ રહી છે એને શું થયું છે મને કોઈ જણાવશે?
ડોક્ટર : આશા ને શરીર માંથી પાણી ઓછું થઈ ગયું છે, તે બહુ ગભરાઈ ગઈ છે, એને અહી લાવ્યા ત્યારે તે બઉ શ્વાસ લેવા માં તફલીફ થતી હતી, પરંતુ અત્યારે તેની હાલત નોર્મલ છે.
હવે ગભરાવા ની જરૂર નથી, 2 દિવસ માં રજા આપી દઇશું,
કિશન ભાઈ : ત્યાં બેસી ને વિચારવા લાગ્યા કે મારી દીકરી ગભરાઈ નો આવી હાલત થઈ છે, અને એમને થયું કે કદાચ તે ઘર નાં કારણે ડરી ગઈ છે.
પછી તેમને આશા નાં બાજુ માં જઈ કીધું કે બેટા હું કઈક કરીશ તું ટેન્શન ન લઈશ,
અને તું જલ્દી સાજી થઈ જા, ( આશા પાપા ને સામે જોઈ રડવા લાગી ) અને બોલી કે પાપા તમારા પાછળ કોઈક ઊભું છે. જુઓ જલ્દી પાછળ જુઓ,
કિશન ભાઈ એ પાછળ જોઉં તો કોઈ નોતું
( આશા એવું જોઈ ને ખરેખર ડરી ગઈ હતી અને તેને અલગ અલગ જગ્યા માં એ ભૂત નો ભાસ થતો હતો )
પછી કિશન ભાઈ રૂમ ની બહાર નીકળી ગયા અને બહાર આવી રડવા લાગ્યા,
પછી કિશન ભાઈ ને ગુસ્સો આવ્યો અને તે ગાડી લઈ ને તેમના ઘરે જતા રહ્યા, અને ઘરે જઈને અંદર રૂમ માં બોલવા લાગ્યા કે કોણ છે એ જે મારી દીકરી ને એને હેરાન કરી, એ મારી દીકરી બઉ નાજુક છે એને કઈ થયું તો હું આ ઘરને બાડી ને રાખ કરી નાખીશ.
( ઘર માં કોઈ એવું હતું તે, આ બધી વાત સંભાળી રહ્યું હતુ )
અને આ બધી વાત સાંભળી ને તે ગુસ્સે પણ થઈ ગયું હતું, તે ધીમે ધીમે સીડીઓ થી નીચે આવી રહ્યું હતું.


ધીમે ધીમે કોઈ નીચે આવી રહ્યું હતું, અને કિશન ભાઈ ગુસ્સા માં આ બધું બોલી રહ્યા હતા,
અને નીચે ઉતરી ને જ્યારે કિશન ભાઈ ની પાછળ ટચ કરવા જતાં જતા કિશન ભાઈ ને એક કોલ આવે છે અને એ કોલ માં હનુમાન ચાલીસા વાગવા લાગે છે, એમની રીંગ સંભાળી તે પડછાયો ત્યાં થી ગાયબ થઈ જાય છે અને કિશન ભાઇ વાત કરતા કરતા ત્યાં થી બહાર ચાલ્યા જાય છે.


2 દિવસ પછી આશા ને ઘરે લાવવા માં આવે છે. અને આશા તે 3 માડ ને જોઈ ને તે વિચાર કરવા લાગે છે, પછી અને ત્યાં થી ઘર નાં અંદર આરામ કરવા તેના રૂમ માં લઇ જાય છે બધા...
રીટાબેન : બેટા તારે કોઈ ખોટા વિચાર કરવા ની જરૂર નથી, કાલે આપડે કથા કેવડવિયે છીએ, એટલે બધું સારું થઈ જશે.
આશા : હા મમ્મી,
( પછી આશા સૂઈ જાય છે,)
સવાર પડતાજ વહેલા આશા ઉઠી ને નીચે આવે છે અને દાદા દાદી ને મળે છે, ત્યાર પછી મંદિર જઈને આવે છે. અને સાંજે કથા ની બધી ખરીદી કરવા નીકળી જાય છે.
અને રાતે કથા કેવડવે છે, બધા બ્રાહ્મણો ને ત્યાં રાતે જમવા ની વ્યવસ્થા પણ કરવા માં આવે છે, ત્યાર પછી કિશન ભાઈ આશા ને કહે છે કે હવે બેટા તરે કોઈ ટેન્શન લેવા ની જરૂર નથી,
આશા : હા પાપા

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED