Bhayanak Ghar - 6 books and stories free download online pdf in Gujarati

ભયાનક ઘર - 6

પછી બંને જણા એક બીજા સામે જોવા લાગ્યા કે અવાજ સેનો આવ્યો, એવામાં આશા બોલી કે ચાલ હું પાણી લઈને આવું, અને જોતી આવું કે શું થયું છે રસોડા માં
( પછી આશા રસોડા માં ગઈ તો તેને જોયું કે દૂધ ની તપેલી ખુલ્લી પડી હતી અને બારી ખુલ્લી હતી.... )
તે સમજી ગઈ કે નક્કી બિલાડી દૂધ પી ને અહીંયા થી નીકળી ગઈ લાગે છે, એના પછી તે ફ્રીઝ માંથી પાણી ની બોટલ લઈને ત્યાં થી રૂમ માં આવી ગઈ.
વર્ષા બોલી શું થયું હતું આશા?
આશા : કઈ નહિ એતો બિલાડી હશે, બારી ખુલ્લી રહી ગઈ હતી, હવે મમ્મી પાપા આવશે અને બોલશે કે કેમ બારી ખુલ્લી રાખી હતી....
વર્ષા : ચાલ જવાદે જે થયું હોય એ......
આશા : હા
પછી બંને જણા રૂમ માં બેઠા બેઠા ગેમ રમતા હતા અને એવા માં ફરી અવાજ આવ્યો, આશા એ કીધું વર્ષા કઈ અવાજ સાંભળ્યો?
વર્ષા : નાં મે તો કઈ ના સંભાળ્યું.
આશા : અવાજ આવ્યો, યાર
વર્ષા : કઈ નથી, તું રમવા માં ધ્યાન આપ, તું હવે હારી જવા ની છે એટલે બહાના બનાવે છે.
આશા : નાં એવું નથી, મે નક્કી કઈ સાંભળ્યું. રસોડા માં
વર્ષા : મે તો કઈ નથી સંભળાયું.
આશા : નાં મને ડર લાગે છે.
વર્ષા : એમાં ડરવા ની શું વાત છે?
આશા : નાં એવું નથી ,પર મને તો અગાસી માં રહેલા રૂમ થી પણ બહુ ડર લાગે છે.
વર્ષા : કેમ?
આશા : બહુ ભયાનક છે યાર, રૂમ
વર્ષા : એટલે?
આશા : અરે લાઈટ ઓટો મેટીક ચાલુ થઈ જાય છે.
વર્ષા : હમમ...એતો લાઈટ ફિટીગ માં પ્રોબ્લેમ હસે.
આશા : નાં એવું તો નથી, મને બહુ ડર લાગે છે. હવે તુજ જોતી આવ રસોડા માં
વર્ષા : હા હા એમાં ક્યાં મોટી વાત છે.
( એવું કઈ વર્ષા રૂમ માંથી ત્યાં રસોડા તરફ જવા લાગી )
થોડી વાર પછી વર્ષા એ જોર થી બુમ પડી, જેવા કે કઈક થયું હોય...
વર્ષા જેવી અંદર રસોડા માં ગઈ તો કોઈક ત્યાં કાળી સાડી પેરી ને બેઠુ હતું, એ જોઈ એને બુમ પાડી દીધી.
પછી વર્ષા બુમ પડતી પડતી ત્યાં રૂમ માં આવી ગઈ અને રૂમ બંધ કરી દિધો, એના પછી
આશા પૂછવા લાગી કે સુ થયું ?
તો વર્ષા એ બધું કંઈ દીધું,
એને કીધું કે હું જ્યારે અંદર ગઈ ત્યારે દૂધ હતું એ તપેલી માં અર્ધું ઢોળાયેલું ત્યાં પડ્યું હતું અને બારી ની બહાર થી એક હાથ ત્યાં દેખાતો હતો એ કાળો હાથ જોતા મને બોલવા નું બંધ થઈ ગયું અને હું બોલવા જતી હતી તો પણ બોલી નાતી શક્તિ, મે ઘણો ટ્રાય કર્યો બોલવા નો પણ હું બોલી નાં શકી અને મને કોઈક એ દબાવી હોય એવું લાગતું હતું, પછી મે ત્યાં થી ખસવા નો પ્રયાસ કર્યો તો તેવા માં એ હાથ માં વાળી વ્યક્તિ ત્યાં આવી ને ત્યાં બેસી ગઈ, અને ત્યાર પછી મે ત્યાં થી ચીસ પડી ને ભાગવા ગઈ, અને ત્યાર પછી મારા થી બુમ પાડી દીધી, ત્યાર પછી હું અહીંયા આવી ગઈ.
હવે હું ત્યાં નાઈ જાઉં, જલ્દી મારે ઘરે જવું છે.
આશા : અરે એવું નાં બોલે, લે પાણી પી. મને પણ ડર લાગે છે.
એવા માં આશા એ વાર સિક્યોરિટી વાળા ભાઈ ને કોલ લગાવ્યો અને, પછી તે વર્ષા ને સમજવા લાગી, એવા માં ફરી ત્યાં બુમ પડી.
પછી બંને જણા ગભરાઈ ગયા અને ત્યાં એક ખૂણા માં સંતાઈ ગયા એવા માં એમના દરવાજા નો ખખડાવવા નો અવાજ આવ્યો, અને જોર જોર થી ખખડાવવા અવાજ આવ્યો,
આશા : વર્ષા હવે આજે આપડો છેલ્લો દિવસ,
વર્ષા બોલી એ બધું છોડ હવે તારા ઘરે નાં અવાય....
હૂતો હવે તારું ઘર અને તને પણ મળવા નાઈ એવું, ખાલી એક વાર બહાર નીકળી જવા દે. બસ...
આશા : આજે જીવતા નીકળીએ તો ને?

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED