જાનકી - 10 HeemaShree “Radhe" દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

જાનકી - 10

વેદ અને યુગ જાનકી ને મળવા રૂમ માં જાય છે, ત્યાં વેદ જાનકી નો હાથ પકડી ને વાત કરવા લાગે છે... યુગ નું પણ હવે સબ્ર નું બાણ તૂટે છે.. તે પણ રડી પડે છે... અને રડતા રડતા બોલી પડે છે...
" Mamma, આંખ ખોલ ને... વાત કર ને મારી સાથે....જો તારો panda પણ સાથે જ છે, હું કાલ તેને મસ્ત સાફ કરાવી ને લઈ આવીશ.. તું કાલ જવાબ આપીશ ને મને..." થોડી વાર આમ રડતાં રડતાં તે વેદ ને ભેટી પડે છે.. વેદ હવે જરા પોતાનાં ભાન માં આવે છે કે તેને જરા હીંમત રાખવી જોશે.. યુગ ની હાલત આમ જોઈ ને તેને યુગ ની ચિંતા થવા લાગી... યુગ ને જરા શાંત કરી ને વેદ તેને લઈ ને રૂમ ની બહાર આવે છે...

..*..

નિકુંજ નિહાન સાથે હોસ્પિટલ ની બહાર આવી ને નિહાન ને કહે છે...
" નિહાન , તું ક્યાં જાય છે હવે..?"
નિહાન નિરાશા સાથે બોલ્યો...
" ઘરે, જે ઘર જાનકી એ ગોઠવ્યું છે.. જ્યાં જાનકી મારી સાથે હોય ત્યાં જ...."
નિકુંજ તેને જરા કડકાઈ થી કહે છે..
" નાટક નહીં કર તારા.. જાનકી કંઈ સાવ નથી ચાલી ગઈ તે આવો દેવદાસ થઈ ગયો છે... ચૂપ ચાપ ચાલ મારા ઘરે.."
નિહાન તેને ના પાડતા બોલ્યો,
" ના , નિકુંજ તે એમ પણ બોઉ મદદ કરી છે હવે નહી.. મને મારા ઘરે જવા દે આજ.. કાલ સવારે હોસ્પિટલ માં મળ્યાં.. "
નિકુંજ તેની સાથે ખાલી ખોટી દલાલી કરવા ના હતો માંગતો... એટલે એક વખત ફરી કહ્યું..
" ચાલ નિહાન મારા ઘરે આવી રીતે એકલું નથી રેહવું, કાલ બંને સાથે હોસ્પિટલ જશું..."
નિહાન હજુ પોતાનાં જવાબ પર અડગ રહી જરા ધીરે થી બોલ્યો...
" નિકુંજ મને ઘરે જવા દે..."
હવે નિકુંજ કંઈ પણ બોલ્યા વગર માત્ર " હમમ " કહી ને પોતાની ગાડી માં બેસી ને પોતાના ઘર તરફ નીકળી ગયો...

નિહાન પણ પોતાની ગાડી માં બેસી ને ઘરે જવા નીકળો...
રસ્તા પર ગાડી ચાલે છે k માણસ ચાલી ની જાય છે તે સમજવું અઘરું પડે... તે ગતિ એ ગાડી ચાલી રહી હતી... તેને પોતાની અને જાનકી ની રોજ ની મુલાકાત , રોજ ની વાતો... બધું યાદ આવી રહ્યું હતું... જાનકી નું ઘર... એ ઘર જે જાનકી એ ગોઠવ્યું હતું.. તેને શજવ્યું હતું.. પેલા સપના માં અને પછી જ્યારે નિહાન એ બરોડા માં પોતાનું મકાન લીધું, ત્યારે તે મકાન ને ઘર બનાવવા માટે જાનકી એ કોઈ પીછે હઠ કરી ના હતી.. એવું કહી શકાય કે, જાનકી એ પોતાના સપના નું ઘર વસાવ્યું હતું, નિહાન માટે... તે ઘર ના ખૂણા ખૂણા માં જાનકી જીવતી હતી.. આજ તે જ ઘર માં જવા માટે નિહાન પગ ધ્રુજી રહ્યાં હતાં... ભલે એક સાથે એક ઘર માં ના રહવા છતાં પણ તે બંને ને મન ના એક ખૂણા માં સંતોષ હતો.. કે તે બંને બાજુ માં જ છે.. એક જ ગામ માં... પણ આજ જાનકી ના એક્સિડન્ટ થી નિહાન અંદર સુધી હલી ગયો હતો...
જૂના ગીત ગાડી માં વાગતાં હતાં.. ના ચાહવા છતાં પણ નિહાન નું ધ્યાન તે તરફ જઈ રહ્યું હતું..

अभी ना जाओ छोड़ कर,
के दिल अभी भरा नहीं....

નિહાન પોતાની જાત સાથે જ વાતો કરતો હતો...
" એમ થોડી કંઈ જાનકી ને કંઈ થાય... કંઈ નહીં થાય તે કાલ હોશ માં આવી જશે... તે ઠીક થઈ જશે... નિહાન તું જાનકી ને ક્યાં નથી ઓળખતો...! તે તેને હેરાન કેમ કરવો એ ખૂબ સારી રીતે જાણે છે... અને તે બધી પરિસ્થિતિ સાથે લડતાં પણ જાણે છે... હજી સુધી તે બધી પરિસ્થિતિ ને માત આપી ને પોતાની જાત ને જીતાડી ને જ આવી છે.. આ વખતે તેને મારા માટે જીતવું અને જીવવું પડશે.... હા, જાનકી તારે ઠીક થવું જ જોશે... "
નિહાન હજી આ બધાં વિચાર માં જ હતો એટલી વાર માં તેનું ઘર આવી જાય છે... તે ભારી કદમો સાથે ઘર માં જવા પગ ઉપાડે છે...

...*...

વેદ યુગ અને જાનકી ને વસ્તુ જેમાં તેનું પર્સ, ડાયરી અને panda સાથે ઘરે આવે છે... તે યુગ ને તેના રૂમ માં સુવડાવી અને પોતાના રૂમ માં આવે છે...