ચોર અને ચકોરી - 54 Amir Ali Daredia દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ચોર અને ચકોરી - 54

(કાંતુએ છરો કેશવ ના પેટમા ઉતારી દીધો) હવે આગળ વાંચો..
પોતાની બરાબર પીઠની પાછળથી જીગ્નેશને કેશવનો ચિત્કાર સંભળાયો. એણે પાછળ ફરીને જોયું તો કેશવ લોહીથી લથપથ પેટ પકડીને.
" હે પ્રભુ"
કહીને જમીન પર બેસી પડ્યો હતો. જીગ્નેશે પોતાની ડાંગનો એક ભરપૂર વાર કાંતુના માથા પર કર્યો.અને જેમ નાળિયેર ફૂટે એમ કાંતુની ખોપડી ફાટી ગઈ.કાંતુ તમ્મર ખાઈને ભોંય ભેગો થયો જીગ્નેશ ને આ વાત સમજાતા વાર ન લાગી કે.પોતાની પીઠ ઉપર થયેલા હુમલાને કેશવે પોતાના શરીર ઉપર ઝીલી લીધો હતો.
"કાકા.. કાકા. આ તમે શું કર્યું?"
જવાબમા એક દર્દીલુ સ્મિત કેશવે જીગ્નેશ ની સામે ફરકાવ્યુ.
"મારા ઉપર થયેલા ઘાને તમારે ઝીલવાની શું જરૂર હતી કાકા?"
જીગ્નેશે પૂછ્યુ.એના સ્વરમાં કરુણા હતી.
"જીગ્નેશ મારા સા..વજ. હું તારો અપરાધી છુ. મેં તને જીવનભર દુઃખ જ આપ્યું છે જીગા. મે...મે તારું જીવન બરબાદ કર્યું છે."
"એવું ન બોલો કાકા."
કેશવના બંને હાથ પોતાના હાથમાં જકડતા જીગ્નેશ બોલ્યો.પછી એણે પોતાની અને કેશવની આજુબાજુ એકઠા થયેલાઓ ઉપર નજર નાખી.
એમા એના બા. બાપુ. મહેરદાદા. રહેમાન.ચકોરી.આ બધા એમને ઘેરીને ઉભા હતા.જીગ્નેશ દયામણા સ્વરે એ બધાને ઉદેશીને બોલ્યો.
"કોઈ ઝટ ઘા બાજરિયુ લઈ આવો કાકાને બહુ ઊંડો ઘા વાગ્યો છે."
રહેમાન અને રમેશ ઘા બાજરીયું લેવા જવા માટે વળ્યા જ હતા.ત્યા કેશવે કહ્યુ.
"રહેવા દો ભાઈ. હવે એનાથી કાંઈ નહિ વળે.બેટા જી..ગા. મારા પાપોને મારા શરીરમાંથી લોહી સ્વરૂપે વહી જવા દે."
બે ઘડી શ્વાસ લેવા કેશવ રોકાયો.અને પછી ટોળામાં એણે પોતાની નજર ફેરવી એની દ્રષ્ટિ ચકોરી ઉપર સ્થિર થઈ. એણે તૂટતા સ્વરે ચકોરીને કહ્યુ.
"ચકો..રી બે.ટા.. મારી..મારી પાસે આવ તો દીકરી."
ચકોરી ધીમા પગલે આવીને જીગ્નેશની પાસે બેસી ગઈ. કેશવે પોતાના બંને ધ્રુજતા હાથ જોડીને કહ્યુ.
"દી..કરી.મને માફ કર..જે. મેં તારા જેવી દેવીને પુ..જવાને બદલે તારો. તારો સોદો કરવા ગયો.તને તને મેં.. વેચી નાખવાનો પ્રયાસ કર્યો હતો બેટા.મને માફ કર..જે."
કેશવની દયનીય હાલત જોઈને ચકોરીની આંખોમાં આંસુ આવી ગયા. એ ગળગળા સાદે બોલી.
"કાકા હું તમને માફ કરું છુ. કોઈપણ પ્રકારનો વસવસો તમે તમારા હૃદય ઉપર ન રાખતા."
કેશવના બંને ધ્રુજતા હાથોને પોતાની નાજુક હથેળીમાં ચકોરીએ પકડ્યા. કેશવે સ્મિત કરતા ચકોરીને પૂછ્યુ.
"બે..ટા.તે ખરેખર હૃદયથી મને માફ કર્યો છે ને.."
"હા કાકા.મે તમને દિલથી માફ કર્યા છે. મને તમારા પ્રત્યે કોઈ ફરિયાદ નથી."
"તો…તો મારું એક વેણ રાખીશ તુ."
"હા.હા બોલો કાકા શું કહેવું છે.?"
મોઢામાં એકઠા થયેલા થુકને ગળા નીચે ઉતારતા કેશવે કહ્યુ.
"હું તારી પા..સે મને.બાપ કહેરાવવાના લાયક તો નથી બેટા પણ શુ તુ.. તુ મને એકવાર બાપુ કહીશ?"
ચકોરી કંઈ બોલી જ ન શકી. આશ્ચર્યથી કેશવનો દર્દથી પીડાતા ચહેરા ને એ તાકી રહી. ચકોરીને મૌન જોઈને કેશવે કહ્યુ.
"ર..હેવા દે બે..ટા રહેવા દે.હુ ખરેખર એ લાયક છું જ નહી.."
પીડાથી કણસતા કેશવ ને જોઈને ચકોરીએ રડતા રડતા કહ્યુ.
"તમારી ઈચ્છા છે તો જરૂરથી હુ તમને બાપુ કહીશ. બાપુ."
પછી કેશવનો જમણો હાથ પોતાના મસ્તક પર રાખતા બોલી.
"મને આશિષ આપો બાપુ."
"સુ..ખી રહે દી.કરા.સુખી રે..જે."
કેશવે ચકોરીને આશિષ આપ્યા અને પછી જીગ્નેશ ની તરફ નજર કરતા બોલ્યો.
"બે. ટા. જીગ્નેશ.ચકોરીએ તો મને માફ કર્યો.અને મને બા..પુ કહીને મારી ઈચ્છા પણ પૂરી કરી હવે.હવે તુ પણ મને માફ કરીશ ને દીક.રા."
જીગ્નેશ ની આંખોમાંથી પણ આંસુ ટપકી રહ્યા હતા. એ રડતા સ્વરે બોલ્યો.
"જરૂર પૂરી કરીશ કાકા.તમે કહો તો ખરા શું ઈચ્છા છે તમારી."
કેશવે ચકોરીનો હાથ લઈને જીગ્નેશના હાથમાં આપતા કહ્યુ.
"બે..ટા હુ. હુ જાણું છું કે તુ.ચકોરીને પસંદ કરે છે.એ..એટલે એક પિતા તરીકે હું એનું તને કન્યાદાન કરું છુ એનો.એનો તુ સ્વીકાર કર."
ચકોરી અને જીગ્નેશ હિબકે ચડ્યા.
વધુ આવતા અંકે