મકર સંક્રાતિમાં બનતું ફેમસ ઊંધિયું Vijay Ramesh Bhai Vaghani દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

મકર સંક્રાતિમાં બનતું ફેમસ ઊંધિયું

ગુજરાતમાં ઊંધિયું ખુબજ ફેમસ છે, શિયાળો આવતાં જ દરેક ઘર માં ઊંધિયું બનવાની શરૂઆત થઇ જતી હોય છે. ઊંધિયું અલગ અલગ પ્રકારનું બનતું હોય છે, આજે આપણે ટ્રેડિશનલ ઊંધિયું બનવાની રેસિપી શીખીશું. ઊંધિયું વધારે મકર સંક્રાતિ નિમિત્તે બનાવવામાં આવતું હોય છે.
ઊંધિયા માં પડતાં મુઠીયા એટલા ચટાકેદાર હોય છે કે નાના મોટા બધા ને ખુબજ ભાવતા હોય છે.

ઊંધિયામાં પડતાં મુઠીયા બનાવવા માટેની સામગ્રી:-
૧. બેસન ૧ કપ
૨. ઘઉંનો લોટ ૧ ચમચી
૩. લીલી મેથી સમારેલી ૧ કપ
૪. આદું, મરચાં અને લસણ ની પેસ્ટ ૧ ચમચી
૫. ખાંડ ૧ ચમચી
૬. હિંગ ૧/૪ ચમચી
૭. ગરમ મસાલો ૧/૨ ચમચી
૮. લીંબુ નો રસ ૧ ચમચી
૯. લીલા ધાણા ઝીણા સમારેલા ૨ ચમચી
૧૦ ખાવાના સોડા ચપટી ૧
૧૧. મીઠું સ્વાાનુસાર
૧૨. તેલ ૨ચમચી
૧૩ . પાણી જરૂર મુજબ
૧૪. સૂકા ધાણા વાટેલા ૧/૨ ચમચી

ઊંધિયાના મુઠીયા બનાવવા માટેની રીત:-

સૌ પ્રથમ એક વાસણમાં બેસન નો લોટ, ઘઉંનો લોટ, ઝીણી સમારેલી કોથમીર અને મેથી, આદું લસણ ની પેસ્ટ, ખાંડ , લીંબુ નો રસ, હિંગ, સૂકા ધાણા વાટેલા, ગરમ મસાલો, મીઠું અને તેલ નાખી બરોબર મિક્સ કરી લો.
બધું બરાબર મિક્સ થઈ જાય એટલે તેમાં એક ચપટી સોડા નાખી પછી જરૂરિયાત અનુસાર પાણી ઉમેરી મિડિયમ કઠણ લોટ બાંધવો. લોટ ની નાની ગોળી વાળી લો.
હવે ગેસ પર એક કડાઈ માં તેલ ગરમ કરવા મૂકો, તેલ ગરમ થાય એટલે ગેસ ધીમો કરી બનાવેલી ગોળી તેમાં નાખી ગોલ્ડન બ્રાઉન થાય ત્યા સુધી તળો.

ઊંધિયા ના શાક ની સામગ્રી:-
૧. બટાકા ૧૦૦ ગ્રામ
૨. રીંગણાં ૧૦૦ ગ્રામ
૩. શક્કરિયા ૫૦ ગ્રામ
૪. વાલોર ૫૦ ગ્રામ
૫. લીલી તુવેરના દાણા ૧ કપ
૬. ફુલાવર ૫૦ ગ્રામ
૭. કોબીજ ૫૦ ગ્રામ
૮. લીલા વટાણા ૧ કપ
૯. કાચી કેળા ૫૦ ગ્રામ
૧૦. સુરણ ૫૦ ગ્રામ
૧૧. લીલા ધાણા ૧/૨ કપ
૧૨. આદું મરચાં ની પેસ્ટ ૩ ચમચી
૧૩. લીલું લસણ સમારેલું ૧ કપ
૧૪. ગાજર ૫૦ ગ્રામ
૧૫. ડુંગળી ૩ નંગ
૧૬. ટામેટા ૩ નંગ
૧૭. સીંગ દાણાનો ભૂકો ૨ ચમચી
૧૮. ગરમ મસાલો ૨ ચમચી
૧૯. ખાંડ ૨ ચમચી
૨૦. હળદર ૧/૪ ચમચી
૨૧. લાલ મરચું પાવડર ૨ ચમચી
૨૨.તેલ ૨ વાટકી
૨૩. હિંગ ૧/૨ ચમચી
૨૪. ધાણાજીરું પાવડર ૧ ચમચી
૨૫. તમાલ પત્ર ૨ નંગ
૨૬. કાળા મરી ૬-૮ દાણા
૨૯. લવિંગ ૨ નંગ
૩૦.૧ લીંબુનો રસ
૩૧.૧સૂકું મરચું
32. પાણી જરૂર મુજબ

ઊંધિયું ના વઘાર માટે ની રીત :-
ગેસ પર એક કુકર લઈ તેમાં ૨ વાટકી તેલ નાખો, તેલ ગરમ થાય એટલે તેમાં સૂકા મસાલા (લવિંગ, મરી, સૂકું મરચું, તમાલ પત્ર) નાખીને સાંતળી લો. ત્યાર બાદ આદું મરચાં ની પેસ્ટ નાખીને સાંતળી લો.હવે તેમાં ડુંગળી નાખી ને સાંતળી લો. ડુંગળી નો કલર બદલાય એટલે તેમાં ટામેટા નાખીને ૨ મિનિટ સાંતળો. ત્યાર બાદ વટાણા અને તુવેર ના દાણા નાખીને સાંતળી લો.૨ મિનિટ પછી તેમાં બધાં શાક નાખીને સાંતળી લો. હવે તેમાં હળદર, મરચું, મીઠું ધાણજીરું, ગરમ મસાલો, ખાંડ, લીંબુ નો રસ, સીંગ દાણાનો ભૂકો અને મૂઠિયાં નાંખી ને મિકસ કરી લો. હવે તેમાં ૧ ગ્લાસ પાણી નાખીને કુકર નું ઢાંકણું બંધ કરો.૬ સિટી થાય એટલે ગેસ બંધ કરી ઉતારી લેવું. કુકર ની હવા નીકળી જાય એટલે કુકર નું ઢાંકણ ખોલી તેમાં સમારેલી કોથમીર નાખી મિક્સ કરી લો.
તો તૈયાર છે ટ્રેડિશનલ ચટાકેદાર ઊંધિયું તેને રોટલી કે પૂરી સાથે સર્વ કરો.