ભયાનક ઘર - 12 Jaydeepsinh Vaghela દ્વારા પુષ્તક અને વાર્તા PDF

ભયાનક ઘર - 12

( કિશન ભાઈ બોલ્યા હું આ ઘર માં નહિ રહી શકું તો અહી કોઈ નહિ રહી સકે જે મને હેરાન કરે છે એ પણ નહિ અને હું એને છોડીશ નહિ ચાહે કઈ પણ થઈ જાય.)

ત્યાર પછી કિશનભાઇ ઘર નાં બહાર નીકળી ગયા અને બહાર નાં બગીચા માં બેસી ગયા, ત્યાર પછી તેમને જોયું કે અગાસી ની લાઈટ જોર જોર થી લબ્જબ થઈ રહી હતી, એમને નોકર ને બુમ પડી અને કહ્યું કે આખા ઘર ની લાઈટ નો ફૂસ કાઢી નાખ પછી હું જોઉં કે કોણ હેરાન કરે છે.
ત્યાર બાદ બધા ઘર નાં ત્યાં આવી ગયા અને બોલવા લાગ્યા કે સુ થયું?
કિશન ભાઈ બોલ્યા " ઘર નાં બધા આ ઘર માંથી આપડા બીજા બાજુ વાળા ફાર્મ હાઉસ માં સિફ્ટ થઈ જાઓ. હું થોડી વાર પછી ત્યાજ મડું છું.
તેમના બધા એક ગાડી માં સમાન ભરવા લાગ્યા અને થી એક એક નીકળવા લાગ્યા.
કિશન ભાઈ એ એમના પત્ની ને પણ ત્યાં સીફ્ટ થઈ જવા નું કીધું.
કિશન ભાઈ ને પાપા બોલ્યા કે આ સુ કરી રહ્યો છે કઈ ખબર પડતી નથી, એવડું મોટું ઘર ને મૂકી ને આપડે ક્યાંથી જઈ સકિસુ ?
કિશન ભાઈ બોલ્યા " પાપા આપડે અત્યારે વિચારવા અને બોલવા નો કોઈ ટાઈમ નથી હું કહું એમ કરો બધા ને અહી થી બીજે મોકલી દો, પછી બધી વાત થશે."
દાદા બોલ્યા " પણ બેટા આ ઘર?"
કિશન ભાઈ બોલતાં " હું આ ઘર સાથે સુ કરવા નું છે એ મારા પર છોડી દો. પણ તમે ઘર નાં ને લઇ ને બીજે ચાલ્યા જાઓ."
દાદા : પણ બેટા
કિશન ભાઈ : મે કહી દીધું એટલે કંઇ દીધું.
દાદા : સારું બેટા.
ત્યાર પછી બધા રાતો રાત બધા ત્યાં થી જવા માટે નીકળી ગયા
ત્યાં આશા આવી ગઈ અને બોલી પાપા હું આ ઘર છોડી ને નાઈ જાઉં
કિશન ભાઈ : કેમ તારે શું થયું. તરે પણ મારવા ની ઈચ્છા છે કે શું?
આશા : હું કોઈના થી નથી ડરતી
કિશન ભાઈ : ડર તો મને પણ નથી લાગતો બેટા પણ વાત જ્યારે પરિવાર પર આવે ત્યારે બધા ને આ રસ્તો અપનાવવો પડે. અને હું પરિવાર માટે કોઈ પણ બાદ પર જાવ તૈયાર છું.....
આશા : હા પાપા પણ આ ઘર તમે તમારી મહેનત થી ખરીધું છે.
કિશન ભાઈ : હા પણ મને એના સિવાય કોઈ રસ્તો નથી.તમે ખાલી આ ઘર માંથી નીકળી જાઓ પછી હું આ ઘર ની સુ હાલત કરું છું. એ જુઓ........
બધા ત્યાંથી સમાન પેક કરી જે ચાલવા લાગે છે, છેલ્લે આશા પણ પોતાનો સામાન ભરી ને તૈયાર થઈ જાય છે,
આશા : હું હવે જાઉં છું, પણ પાપા તમે ક્યારે આવશો એવું હોય તો તમે પણ અત્યારે ચાલો મારી સાથે
કિશન ભાઈ : નાં બેટા હું આવું છું તું અત્યારે આપડા બીજા તમે ફાર્મ હાઉસ માં ચાલ્યા જાઓ. હું એનો હિસાબ કરવા માગું છું. હું આ ઘર ને જ પાડી દઈશ. પછી જોઉં કોણ ભૂત પ્રેત રહી સકે છે એ જોઉં.
( કિશન ભાઈ એક બુલ ડોસર વાળા ને ફોન કરે છે, અને કહે છે કે.....
હેલ્લો ભાઈ એક કામ હતું, હમણાં જલ્દી મારા ઘરે આવી જાઓ, એક મારા ઘર ને પડી દેવા નું છે, એટલું કહી ને તે ઘર માં નાઈ સોફા માં બેસી જાય છે,)
એવા માં જોર થી પવન ફુકાય છે અને ત્યાં એક દમ બરી દરવાજા પટકવા લાગે છે, અને સીડીઓ માંથી કોઈ નીચે આવતું હોય એવું લાગે છે.
કિશન ભાઈ બધુજ ફીલ કરી રહ્યા હતા અને એવા માં એમને ખબર પડી જાય છે કે કોઈ એમના જોડે આવી રહ્યું છે,
એટલા માં મૈન દરવાજો બંધ થઈ જાય છે, અને કિશન ભાઈ ગભરાઈ જાય છે અને બોલવા લાગે છે....
કિશન ભાઈ : કોણ છે તું? કોઈ કેમ બોલતું નથી, તને બઉ આ ઘર પ્રત્યે બઉ લગાવ છે ને હવે જો હું આ ઘર ને જ પડી નાખીશ.

રેટ કરો અને રિવ્યુ આપો

Priti Patel

Priti Patel 3 અઠવાડિયા પહેલા

rutvik zazadiya

rutvik zazadiya 4 અઠવાડિયા પહેલા

Dharmishtha

Dharmishtha 3 માસ પહેલા

Bhumi Patel

Bhumi Patel 4 માસ પહેલા

Vadhavana Ramesh

Vadhavana Ramesh 4 માસ પહેલા