જાનકી - 8 HeemaShree “Radhe" દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

જાનકી - 8

મેડમ એ નિહાન ને કહ્યું,
"જાનકી ની બાજુ માં જગ્યા છે ત્યાં બેસી જા"
આ વાત સાંભળી જાનકી અને નિહાન બન્ને એક બીજા ની સામે જોવા લાગ્યા...
મેડમ હજી સુધી નિહાન ની સામે જોઈ રહ્યા હતા...
જાનકી બેન્ચ માં એક સાઈડ હટી ગઈ અને નિહાન ને આંખ થી ઈશારો કરી ને બેસવા કહ્યું... એટલે નિહાન જરા અચકાતા અચકાતા બેઠો... પણ મન માં તેને થોડી થોડી ખૂશી પણ થતી હતી... તે હરીન મેડમ ને મન માં thank you કહી રહ્યો હતો... કે તેમની હિસાબ થી તેને જાનકી ની બાજુ માં બેસવા ની મોકો મળ્યો હતો....
લેક્ચર ખતમ થયા બાદ નિહાન જાનકી તરફ જોઈ ને બોલ્યો...
"Sorry, આ રીતે અહીં બેસવું પડ્યું..."
જાનકી પણ બોલી...
" કોઈ વાંધો નહિ.. એમ પણ બીજે ક્યાંય જગ્યા ના હતી"
નિહાન ફરી બોલ્યો...
" આપ આ કલાસ અને કૉલેજ માં નવા j આવ્યા લગો છોવ...! "
જાનકી જરા મસ્તી કરતા બોલી...
" લાગે છે આપ આ કોલેજ ની બધી છોકરીઓ ને ઓળખતા લાગો છોવ...!?"
નિહાન નજર ને નીચે કરી ને ગભરાતા ગભરાતા બોલ્યો...
" મારો કેહવાનો મતલબ એવો ન હતો... આ તો આપને અહીં કાલ પેહલા કોઈ દિવસ જોયા ના હતા ને એટલે બસ પૂછયું"
જાનકી તેને જરા કમ્ફર્ટેબલ કરતા બોલી...
" હા, કાલ થી આવી છું... થોડા વર્ષ માટે ડ્રોપ લીધું હતું..."
નિહાન ફરી બોલ્યો...
" ઓહ, બરાબર... By the way મારું નામ નિહાન શાહ છે.. અને આપનું..?"
જાનકી બોલી...
" Mrs જાનકી અહુજા..."
નિહાન તેની સામે જોવા લાગ્યો હતો... અને બોલ્યો...
" Mrs.. જાનકી અહુજા..?"
જાનકી એ કહ્યું,
" હા, Mrs.. જાનકી અહુજા..."
જાનકી ની વાત સાંભળી ને નિહાન તેની સામે જરા સમ્માન સાથે જોવા લાગ્યો... અને જરા મલકાયો....
બંને આમ જ વાતો કરતા હતા..
ત્યારે તેની નજર જાનકી ની સામે ખુલી પડેલ ડાયરી પર પડી... તેના પેજ પર કઈક લખેલ હતું તેના પર પડી..
તેમાં શું જરૂર છે..? આવું હેડિંગ લખેલ હતું... અને તેની નીચે થોડી લાઈનો લખેલ હતી... જે કંઈક આ પ્રમાણે હતું...

વચન...!?
શેનું...? પ્રીત નું...!
શું જરૂર છે...!?
વચન માં બાંધી ને,
પ્રિયતમ ને સાંકર થી બાંધવા જરૂરી છે....!?
જરા ભી નહીં...
તેને ભી જરા પોતાનો સમય જોતો હોય,
તેના ભી પોતાના સપના હોય,
આપણા થી અલગ કોઈ ખાસ હોય....
આપણું કામ છે, પ્રેમ કરવો...
નહીં કે તેને પણ ફરજિયાત કરવવો
પ્રેમ સો ટકા શુધ્ધ હશે,
કોઈ આશા નહીં હોય,
તો...
તેને એ પ્રેમ દેખાશે જ...
તે , પાક્કું છે...
કદાચ મોડું થાય પણ સાવ અંધારામાં નહીં રહે..
તો...
આપણે આપણાં પ્રિયતમ ને
અનહદ પ્રેમ કરીએ છીએ,
તે વાત તેને પણ કેહવાનું જરૂરી નથી...
અને કોઈ વચન ની ભી જરૂર નથી...

આ વાંચી ને નિહાન બોલી ઉઠ્યો...
"વાહ, જાનકી આ શું છે...? કોણે લખ્યું છે..?"
જાનકી સહજતા થી બોલી..
" આ મેં લખ્યું છે.. થોડું થોડું લખવું ગમે મને એટલે એમ જ ખાલી લખેલ હતું..."



વર્તમાન દિવસે...

નિકુંજ દરવાજા પર ઊભા રહીને ને નિહાન ને બે વખત બોલાવી ચૂક્યો હતો...
પણ નિહાન ની આંખો સામે જાનકી ને તે લખેલ કવિતા કે લેખ જે પણ કહીએ તે જ ફરી રહ્યું હતું કે જાનકી એ કેટલું સાચું લખેલ હતું કે

આપણે આપણાં પ્રિયતમ ને
અનહદ પ્રેમ કરીએ છીએ,
તે વાત તેને પણ કેહવાનું જરૂરી નથી...
અને કોઈ વચન ની ભી જરૂર નથી...


તો પણ જાનકી ને આજ તે કેહવા માંગતો હતો કે
" જાનકી હું તને હંમેશા થી તેને જ પ્રેમ કરતો હતો.. અને તેને જ કરતો રાહીશ..."
તે જાનકી નો હાથ પકડી ને બેઠો હતો.. જાનકી ના હાથ હીમ જેવા ઠંડા પાડવા લાગ્યા હતા.. હજું તો નિહાન તે મહેસૂસ કરતો કે પોતાના મન ની વાત જાનકી ને બોલતો એટલી વાર માં નિકુંજ અંદર આવ્યો.. તેને નિહાન ને ખંભા પાસે થી હલાવી ને બોલાવ્યો...
" નિહાન, ચાલ હવે તેને આરામ કરવા દે.. તેને આરામ ની જરૂર છે.."
નિહાન તેને બોલે છે..
"હા નિકુંજ ,પણ જાનકી ના હાથ અચાનક આટલા હીમ જેવા ઠંડા કેમ થવા લાગ્યા...? જરા જો તો..."