Featured Books
શ્રેણી
શેયર કરો

ઇશ્કનું રિસ્ક, ડર, થ્રીલર ફિક્સ - 15


"વૈભવ, યાદ છે, તારું પહેલી વાર જ્યારે અપહરણ થયું હતું, તું દીપ્તિ સાથે હતો ને!" રઘુ બોલ્યો.

"હા, પણ ત્યાંથી નીકળી ગયો પછી મને કિડનેપ કર્યો હતો!" વૈભવ એ કહ્યું.

"હમણાં જ કોલ કર તું દીપ્તિ ને.." રઘુ એ એને કહ્યું.

"ધ નંબર યુ હેવ ડાયલડ ઇઝ સ્વીચ ઓફ.." ફોનામાંથી અવાજ આવ્યો તો ત્રણેય એક સામટા ચમક્યા. ત્રણેય એક જ વિચાર કરી રહ્યા.

"આઈ થિંક આપને દીપ્તિ ના ઘરે જ જવું જોઈએ.." ગીતા એ કહ્યું.

"જવું.. હમણાં જ જઈએ.." રઘુ એ જવાની તૈયારી બતાવી.

"ના, સાંજ પણ થવા આવી છે, ચાલો ઘરે. હવે કાલે જઈશું." ગીતા એ તાકીદ કરી.

"હમમ.." વૈભવ ને પણ વાત બરાબર લાગી.

"પણ.." આખરે રઘુ એ પણ માનવું જ પડ્યું.

🔵🔵🔵🔵🔵

"કેટલું બધું રડ્યો તું.. આમ રડ રડ ના કર તું! તારું તો વિચાર."

ગીતા એ જે બનાવ્યું એ રઘુ અને વૈભવ જમ્યા.

"બસ મને તો કાલ નો જ ઇન્તજાર છે.. જોઈએ હવે કાલે શું થાય છે, આમ અચાનક જ એનો કોલ બંધ કેમ થઈ જાય!" રઘુ એ કહ્યું.

"મને તો નહિ લાગતું કે દીપ્તિ આવું કંઈ કરી પણ શકે.." વૈભવ એ બચાવ કરતા કહ્યું.

"હા, એવું પણ બની શકે.. અમે કોઈ પણ તો એની પર શક નહિ કરતા.. જો એને કઈ નહિ પણ કર્યું હોય તો પણ આપણને એક નવી વ્યક્તિ તો મળશે કે જે આપની મદદ કરશે." ગીતા એ વાત સમજાવી.

"હા.. ગીતા, જો તું પ્લીઝ મને પ્યાર ના કરતી, પ્લીઝ!" રઘુ એ ગીતાને કહ્યું.

"હા, બાબા.. હું તારા પ્યારની આશા નહિ રાખું.. પણ પ્યાર કરવાનું તો નહિ જ છોડું તને!" ગીતાએ કહ્યું.

"ઉફ.. આ દીપ્તિ પણ મને પ્યાર કરવા ના લાગે તો સારું છે!" રઘુ એ કહ્યું તો ગીતા બોલી પડી.

"તું છું જ એટલો મસ્ત તો, બધા કરે પણ શું!!!" ગીતા એ એના માથાના વાળ સીધા કરતા કહ્યું.

"એ જે હોય એ, પણ હું તો બસ મારી રેખા ને જ પ્યાર કરીશ, એને જ પ્યાર કરું છું અને બસ એને જ પ્યાર કરતો રહીશ!" રઘુ એ મક્કમતાથી કહ્યું.

"જો એક પ્રોમિસ કર તું મને.. દીપ્તિ તને ગમે એટલી લાઈન મારે, તું એની સામે પણ નહિ જોવે!" ગીતા એ એક અલગ જ ખુમારી થી કહ્યું.

"ઓ પાગલ! પણ હું તો રેખા ને લવ કરું છું ને.." રઘુ બોલ્યો.

"હા, પણ રેખા તો આ દુનિયામાં નહિ, પણ દીપ્તિ તો તારી જોડે ફ્લર્ટ કરશે અને તું એનો થઈ જઈશ તો! મને બહુ જ ડર લાગે છે!" ગીતા એ સાવ રડમસ રીતે કહ્યું.

"ઓ પાગલ, પણ હું તો નહિ તારો કે નહિ દીપ્તિ નો, હું તો બસ મારી રેખું નો છું, રેખું નો!" રઘુ એ એક હળવી ઝાપટ ગીતાના ગાલને મારી.

"ઓ, પણ દીપ્તિ પણ તને પ્યાર કરતી થઈ જશે તો!"

"તો કરવા દે ને, તું પણ તો કરું છું ને મને પ્યાર!" રઘુ એ થોડું હસતા કહ્યું.

"ઓ, હું તને બસ રેખા સાથે જ જોઈ શકું છું, અને જો ત્રીજું કોઈ આવ્યું તો હું એને ક્યારેય તારી સામે પણ નહિ જોવા દઉં!" ગીતા એ દાંત ભીંસતાં કહ્યું.

"એ બધું છોડ, તું કહેવા શું માગે છે, મારે શું કરવાનું રહેશે?!" રઘુ એ સીધી જ મુદ્દાની વાત કરી.

"બસ એટલું જ કે તું દીપ્તિ સાથે વાત પણ નહીં કરે!" ગીતા એ તાકીદ કરી.

"ઠીક છે, એમ પણ હું તો રેખા ને જ લવ કરું છું, હું એને ક્યારેય લવ નહિ કરું, પણ હા, જો એ મને લવ કરશે તો હું કઈ ના કહી શકું!" રઘુ બોલ્યો.

"આઈ એમ ડેમ શ્યોર, એ તને લવ જ કરવાની છે.." ગીતા બોલી.

વધુ આવતા અંકે..
____________________
એપિસોડ 16માં જોશો: "રાત્રે, રેખા ની આત્મા તો તારી અંદર નહિ આવી ગઈ ને.." રઘુ થોડું હસ્યો. એને ગીતાના બંને હાથને પકડી ને બેડ પર બેસાડી.

"એવું તે શું છે મારામાં, રેખા, તું અને હવે દીપ્તિ પણ મને લવ કરશે.." રઘુ બોલ્યો.

"હું એ નહિ જાણતી, અને જાણવું પણ નહિ! હું બસ એટલું જાણું છું કે રેખા તારી જાન છે, અને તું મારી જાન! બસ, હવે કોઈ પણ ત્રીજું વચ્ચે ના આવવું જોઈએ.." ગીતા બોલી.

"હા, બાબા! છોડને આ બધું તું, આપનું મેન કામ રેખાના કાતિલ ને શોધવાનું છે.." રઘુ એ એને યાદ અપાવ્યું.