Featured Books
શ્રેણી
શેયર કરો

ઇશ્કનું રિસ્ક, ડર, થ્રીલર ફિક્સ - 13


"સોરી, કાલે હું.." સવારે રઘુ એ કહ્યું. ગીતા એ આપેલ કોફી એના હાથ માં જ હતી.

"તું ચિંતા ના કર, આપને સાથે મળીને રેખાના કાતિલને સજા આપીશું.. ડેડ ને મેં વાત કરી છે, બાકીની જે કઈ પણ મદદ જોઈશે એ ડેડ કરશે, ચાલ આપણે જઈએ, ત્યાં, જ્યાં રેખા એ આખરી શ્વાસ લીધા હતાં.." ગીતા બોલી.

"વૈભવ.." રઘુ વૈભવ ને જોઇને જ બહુ જ ખુશ થઈ ગયો, જાણે કે બધું જ પહેલાંની જેમ ઠીક થઈ ગયું હોય એવું એને લાગતું હતું, પણ બધું પહેલાં જેવું ઠીક ક્યાં હતું?! રઘૂની લાઇફની ખુશી, એની જાન, એની પાગલ જ એનાથી બહુ જ દ્દુર થઈ ગઈ હતી!

ઘરમાં જતાં ની સાથે જ રઘુ ને બધું જ યાદ આવવા લાગ્યું.

"હું નહિ રહું ત્યારે તું ગીતા સાથે લગ્ન કરી લેજે.." આવું કહી કહીને એને એ દિવસે રઘુને કેટલો બધો ઇરીટેટ કરી દીધો હતો! રઘુ ના મગજમાં એક પછી એક એ બધા જ દૃશ્યો આકાર લઈ રહ્યાં હતા. એને વૈભવ અને ગીતા તો બસ જોઈ જ રહ્યાં.

એકાએક રઘુ કિચન માં જાય છે, ગીતા અને વૈભવ પણ એની પાછળ પાછળ કિચનમાં જાય છે.

રઘુ કિચનમાં રેખાને જોવે છે, એના શરીર પર લોટ જ લોટ હોય છે. રેખા એને એના વાળ ઉપર લેવા બોલાવે છે, રઘુ જાય છે, પણ રેખા ધુમાડાની જેમ ગાયબ થઈ જાય છે! રઘુ એને શોધે છે, પણ ત્યાં કોઈ જ હોતું નહિ. ગીતા એની હાલત જોઈને બહુ જ ગિલ્ટી ફીલ કરે છે, એ રેખાના કાતિલ ને બહુ જ જલ્દી શોધવા નિર્ણય કરે છે.

ગીતા એને પકડીને હોલમાં, સોફા માં બેસાડે છે.

"બોલ, એ સમયે શું થયું હતું?!" ગીતા એ પૂછ્યું.

"અમે અહીં જ હતા, રઘુ એને બધું જ એક એક વાત કહે છે. અને લાસ્ટ માં કહે છે કે કોઈ નો કોલ આવ્યો કે જો તું ખતમ થઈ જા તો રઘુ અને વૈભવ ને એ કઈ જ નુકસાન નહિ પહોંચાડે, રઘુ કંઇક કરે એ પહેલાં જ રેખા બારીમાંથી કૂદીને પોતાની જાન આપી દે છે!" બધું યાદ કરતાં રઘુ રડી પડે છે.

"ના રડ તું પ્લીઝ.. તું રડે છે તો દર્દ મને પણ થાય છે!" ગીતાએ એને બહાઓમાં લઈ લીધો.

"છોડ, દૂર રહે તું પણ! કોઈ તને પણ મારાથી દૂર કરી લેશે!" રઘુ એ કહ્યું અને વધારે રડવા લાગ્યો!

"વૈભવ, તું બોલ, તારી બહેન ની કોઈ સાથે દુશ્મની?!"

"દુશ્મની?! દુશ્મન શબ્દ રેખાની લાઇફમાં હતો જ નહિ.. કોઈ સામે પાંચ મિનિટ પણ વાત કરે તો પણ એમની ગાઢ દોસ્તી થઈ જાય, એટલો મસ્ત એનો સ્વભાવ હતો. ક્યારેય પણ કોઈને પણ કોઈ પણ રીતે એને દુઃખ નહિ પહોંચાડ્યું." વૈભવ બોલ્યો.

"ઓય ગીતા, હું ઊંઘી જાઉં?! બહુ જ માથું દુખે છે," રઘુ જેટલું રડ્યો હતો, એને માથું દુખતું હતું.

"હા," ગીતા એ એનાં માથાને ખુદની ખોળામાં લીધું અને હળવે થી દબાવવા લાગી.

"યાર, વૈભવ, કેસ બહુ જ કોમ્પ્લિકેટેડ છે, મારો હીરો તો જો ને રડ રડ કરે છે, હવે બસ એક તું જ મારી મદદ કરી શકે એમ છે!" ગીતાએ વૈભવના હાથને પકડતા કહ્યું.

"હા, હા, હું મારા તરફથી બધી જ મદદ કરીશ." વૈભવ એ કહ્યું.

"હા, તો બધું મને ડીટેલમાં કહી દે.." ગીતા એ કહ્યું.

વૈભવ એક પછી એક બધું જ ડીપ માં એને કહેતો ગયો. વચ્ચે વચ્ચે જ્યારે રઘુ એકાદ બે વાર રેખાના નામ ની ચીસ પાડતો તો ગીતા એને સાચવતી અને ત્યારે એને એના પર થોડો વધારે જ પ્યાર આવી જતો હતો. કઇ પણ થાય, પણ હવે એને રેખાના કાતીલને શોધવા બહુ જ જરૂરી થઈ ગયા હતા!

વધુ આવતા અંકે..
____________________
એપિસોડ 14માં જોશો: "હા, બહુ જ!" ગીતા બોલી તો એને કહ્યું - "બસ તો રેખાના કાતિલને શોધી આપ તું બસ! બીજું કંઈ જ નહિ! પ્લીઝ!" એને કહ્યું અને રડવા લાગ્યો.

"હા, તું જરાય ચિંતા ના કર.. આપને તારી રેખાના કાતિલ ને બહુ જ જલ્દ શોધી લઈશું." ગીતા એ આશ્વાસન આપ્યું.

વૈભવ બધા માટે આઇસ્ક્રીમ લઈ આવ્યો.

ગીતા રઘુ ને એના હાથથી આઇસ્ક્રીમ ખવડાવે છે. કંઇ પણ હોય, એ તો રઘુ ને બહુ જ પ્યાર કરે છે ને. પ્યાર એવો જ તો હોય છે, બસ એક એ જ વ્યક્તિ ની પાછળ આખી જિંદગી લૂંટાવી દેવાનું મન થાય. બસ એની જ ખુશી માટે આખી દુનિયા સામે પણ લડી લેવાની હિંમત આવી જાય!