Featured Books
શ્રેણી
શેયર કરો

ઇશ્કનું રિસ્ક, ડર, થ્રીલર ફિક્સ - 12


"ઓકે ચાલ, રેખાને ભૂલી જા, તું મને ક્યારથી આટલો બધો લવ કરવા લાગી?!" રઘુ એ પૂછ્યું.

"હું તો તને પહેલાંથી જ બહુ જ પ્યાર કરું છું! હું તારી બેસ્ટી પણ એટલે જ બની હતી કે હું તારી જોડે રહી શકું! હું ખરેખર તારા વગર એક પળ પણ નહિ રહી શકતી." ગીતા એ કહ્યું.

"હા, તો હવે તું આપ જવાબ, એવું તે શું મારામાં છે?!" રઘુ એ પૂછ્યું.

"તું બેસ્ટ છું, તારા જેવું બીજું કોઈ છે જ નહિ!" ગીતા બોલી.

"મેં મોકો જોઈને તને બધા વચ્ચે એટલે જ તો પ્રપોઝ પણ કર્યું હતું. હજી પણ એ જાણી ને પણ કે તું રેખા કે જે આ દુનિયામાં જ નહિ, પણ તું એને જ લવ કરે છે, તો પણ હું જિંદગી ભર તારી નોકરાણી થઈને પણ રહેવા તૈયાર છું! પ્લીઝ મને બસ તું તારી જોડે તો રાખ, પ્લીઝ!" ગીતા એ કરગરતા અને એના બંને હાથને જોડીને કહ્યું.

"હા, પણ એક શરત પર.. રેખાને જેને પણ મારી છે, હું બસ એક વાર એને મળવા માગું છું. આખરે શું દુશ્મની હતી મારી રેખું જોડે એમની?! કેમ મને એક જીવતી લાશ બનાવી ને મૂકી દીધી છે. હું રેખાના મોતનો બદલો લેવા માંગુ છું. શું તું મારો સાથ આપીશ?!" રઘુ એ પૂછ્યું.

"હું તો હર હાલમાં બસ તને જ પ્યાર કરું છું, આ બદલો બસ તારો જ નહિ, પણ મારો પણ છે!" ગીતા એ કહ્યું.

"ઓય ગીતા, જો, મારી પાછળ તું તારી લાઇફ બરબાદ ના કર, તું આટલા મોટા ઘરની છોકરી છું, તને કોઈ પણ મસ્ત છોકરો મળી જશે! મારું તો શું છે, હું તો જીવું પણ છું તો રેખાના મોતના બદલા માટે, જે દિવસે મને રેખાના હત્યારા મળી ગયા, હું પણ રેખા સાથે.." રઘુ આગળ બોલે એ પહેલાં જ ગીતાએ એના હોઠ પર આંગળી મૂકી દીધી.

"તું મારા જેવા માટે તારી લાઇફ બરબાદ ના કર પ્લીઝ! હું તો આજેં છું ને કાલેં નહિ! હું બહુ જ ખતરનાક લડાઈ પર જઈ રહ્યો છું, હું તને ક્યારેય નહી કહું કે તું પણ મારી સાથે ચાલ, પણ પ્લીઝ મને તું લવ ના કર, જેને મને આટલો બધો લવ કરેલો એને તો હું બચાવી ના શક્યો!" રઘુ બહુ જ રડવા લાગ્યો. એની આંખોની સામે ને રેખા સાથે ગાળેલા દરેક પળ આવી રહ્યા હતા.

રઘુ ને એ બધા જ શબ્દો યાદ આવી રહ્યા હતા જે એને રેખા એ કહેલા.

"કાલે હું નહિ રહું ત્યારે.." એના એ શબ્દોને યાદ કરી કરી ને એ વધારે ને વધારે રડી રહ્યો હતો!

"ના રડ, જો હું તને આમ જરાય નહિ જોવા માગતી! પ્લીઝ." ગીતા એ એને બાહોમાં લઇ લીધો.

"પ્યાર થી દૂર જવાનું ગમ હું સમજું છું, આઈ કેન ફીલ ઇટ!" ગીતાએ કહ્યું.

"હું છું ને તારી સાથે! આપને રેખા ને જરૂર ન્યાય અપાવીશું. તું જરાય પણ ચિંતા ના કર." ગીતા બોલી.

હમણાં તો આ હાલતમાં રઘુને ગીતાં નો એ સાથ કોઈ ડૂબતાં ને નાવ મળી જવા જેટલો જરૂરી લાગી રહ્યો હતો.

એ રાત્રે તો કેવી રીતે અને કયા પળે રઘુ ઘરે આવેલો ખુદ રઘુ ને જ ભાન નહોતું રહ્યું. કોઈ દુઃખ થી રડવું આવે ત્યારે એક પછી એક ઘટેલા બધા જ દુઃખો પણ રડવામાં વધારે રડાવતા હોય છે.

"મારો પ્યારો રઘુ, કોને મારા રાજકુંવર જેવા રઘુની આટલી ખરાબ હાલત કરી દીધી, હું એને ક્યારેય માફ નહિ કરું!" ગીતા હજી પણ એના માથાને પંપોરી રહી હતી.

ગીતા પણ રઘુ ની હાલત જોઈને રડી રહી હતી, એને પણ હવે રેખાના મોતનો બદલો જોઇતો હતો!

"હું એમને જીવતા નહિ છોડું!" એને મક્કમતાથી કહ્યું.

વધુ આવતા અંકે..
____________________
એપિસોડ 13માં જોશો: "હું નહિ રહું ત્યારે તું ગીતા સાથે લગ્ન કરી લેજે.." આવું કહી કહીને એને એ દિવસે રઘુને કેટલો બધો ઇરીટેટ કરી દીધો હતો! રઘુ ના મગજમાં એક પછી એક એ બધા જ દૃશ્યો આકાર લઈ રહ્યાં હતા. એને વૈભવ અને ગીતા તો બસ જોઈ જ રહ્યાં.

એકાએક રઘુ કિચન માં જાય છે, ગીતા અને વૈભવ પણ એની પાછળ પાછળ કિચનમાં જાય છે.

રઘુ કિચનમાં રેખાને જોવે છે, એના શરીર પર લોટ જ લોટ હોય છે. રેખા એને એના વાળ ઉપર લેવા બોલાવે છે, રઘુ જાય છે, પણ રેખા ધુમાડાની જેમ ગાયબ થઈ જાય છે! રઘુ એને શોધે છે, પણ ત્યાં કોઈ જ હોતું નહિ. ગીતા એની હાલત જોઈને બહુ જ ગિલ્ટી ફીલ કરે છે, એ રેખાના કાતિલ ને બહુ જ જલ્દી શોધવા નિર્ણય કરે છે.