નિજ રચિત એક ' અટ્ટહાસ્ય ' રચના
ઇમરજન્સી
' સાંભળ્યું'
' શું '
' પેલો તમારો પાડોશી , '
' કયો? ડાબી બાજુ વાળો, જમણી બાજુ વાળો, સામે વાળો કે પાછળ વાળો '
' સામે વાળો ગોટ્યો યાર '
' હા, તો તેનું શું '
' ગઈકાલે સાંજે જ મેં એને જોયેલો, પોલીસ ચોકીએ '
' શું વાત કરે છે'
' હા, સાંજે 6 વાગ્યે ,હું ચોકી ની સામેજ ઉભો હતો, ત્યાં મેં એને આમતેમ જોતા જોતા પોલીસ ચોકી માં ઘૂસતો જોયો, કંઇક ભયંકર ટેન્શન માં હોય તેવું લાગતું હતું, કંઈ લોચો નથીને?,આ તો તમારો પડોશી થાય એટલે પૂછ્યું '
' એવું કંઈ લાગતું તો નથી, એમ તો હું પણ એના ગાઢ પરિચય માં તો નથી જ, હજુ એકાદ મહિના થી રહેવા આવ્યો છે ને? આપણે એક કામ કરીએ તો ?, હમણાં એ ઘરમાં નથી તો સોસાયટી ની અર્જન્ટ મિટિંગ બોલાવી લઈએ '...
અર્જન્ટ મિટિંગ ગોઠવાઈ ગઈ, સ્ત્રી મંડળ ને પણ ભેગુ કરવામાં આવ્યું, પ્રમુખ, ઉપ પ્રમુખ, ખજાનચી બધા ડાયસ પર ગોઠવાઈ ગયા, નીચે સોસાયટી ના સભ્યો,
ચર્ચા ચાલુ થઈ ગઈ:
' હું તો કહું છું કે ગોટ્યા ને આ સોસાયટી માંથી બહાર કાઢો , કોણ જાણે શું ધંધા છે એના '
' ના એકદમ બહાર ના કઢાય, એણે એડવાન્સ માં મેન્ટેનન્સ જમા કરાવેલુ છે' :ખજાનચી ઉવાચ ,
' અલી, તેં એની વાઇફ ના કપડા જોયા, કેટલા મોંઘા દેખાય છે?'
' હા, મને તો લાગે છે કે મીનીમમ 4 હજાર રૂપિયા વાળા ડ્રેસ તો પહેરે જ છે, એટલે જ તો ડાઉટ થાય છે ને?'
' તો પણ જો ને, મેચિંગ માં કોઈ ઠેકાણા હોય છે?'
' આ વખતની કિટ્ટી પાર્ટી કોના ઘરે છે?'
' પેલી વનિતા ના ઘરે, જોજે ને કેવા ઠઠારા કરશે',
શોરબકોર વધવા માંડ્યો,
'સાયલન્સ પ્લીઝ, હું એક કામ કરું છું? મારો ઓળખીતો પોલીસ વાળો એ ચોકી માં જ છે હું એને પૂછી લઉં તો ' : સેક્રેટરી વદયા ,
' ના, એવું ના કરાય, કાલ ઊઠીને એને ખબર પડે તો ખરાબ લાગે '
' તો શું કરી શકાય?'
પાછો ઘોંઘાટ વધવા માંડ્યો, અલગ અલગ સૂચનો આવવા માંડ્યા,
આખરે,
' ભાઈઓ, મેં ગોટ્યાભાઈ ને ફોન કરી દીધો છે, આપણે એમને ડાયરેક્ટ જ પૂછી લઈએ એટલે દૂધ નું દૂધ અને પાણી નું પાણી છૂટુ પડી જાય '
'ઓકે ઓકે, આવવા દો એમને ' કોરસ,
ગોટ્યાભાઈ આવ્યા, હોલ માં પિન ડ્રોપ સાયલન્સ,
વાત ની શરૂઆત કેવી રીતે કરવી એ કોઈને ખબર ન પડી આખરે પ્રમુખે હવાલો લીધો:
' સોરી ટુ સે , બટ ગોટ્યાભાઈ આપ સાંજે 6 ની આસપાસ પોલીસ ચોકીએ ગયા હતા, તો આપ કોઈ ગુનાહિત એકિટવિટી સાથે તો સંકળાયેલા નથી ને?
' ના, સર, પણ એક્ઝેક્ટલી થયુ છે શું એ તો બોલો?' : હસતા હસતા ગોટ્યા એ પૂછ્યું,
' આજે અમારા માંથી એક ભાઈએ તમને ભયંકર ટેન્શન માં પોલીસ ચોકીમાં જોયા હતા, આ તો શું કે તમે સોસાયટી માં નવા છો અને સોસાયટી નું નામ ખરાબ ન થાય એટલે પૂછી લીધું, ખરાબ ના લગાડશો '
' અરે, ના ના,એવું કંઈ નથી '
' તો '
' અરે, એ તો આજે પોલીસ ચોકી ની બાજુની ગલી માં જ પ્રસંગ હતો,'
' સો '
' અરે યાર ' પછી ધીમેથી: ' બધા સામે કહેવું જ પડશે?'
' હા ' : સામૂહિક અવાજ
' ' ઓકે, ઓકે , કહું છું, કહું છું, હું એ પ્રસંગ માં ગયો હતો, પણ ત્યાં મને
' સખત ઇમરજન્સી ' આવી ગઈ હતી,સો,,..
.
.
.
જતીન ભટ્ટ ( નિજ)
94268 61995