દિલનો રાઝ, પ્રેમનો અહેસાસ - 6 Hitesh Parmar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

દિલનો રાઝ, પ્રેમનો અહેસાસ - 6


કહાની અબ તક: પ્રભાત એની પાડોશી ગીતાનો બેસ્ટ ફ્રેન્ડ છે અને સૂચિ ગીતાની બહેન છે. પ્રભાતે સૂચિ ને કંઇક કહેવું છે પણ વચ્ચે જ એને દોસ્તો સોડાનું કહીને દારૂ પીવડાવી દે છે તો ગીતા અને સૂચિ એને થોડી વાર આરામ કરાવીને નશો ઉતારે છે. સૂચિ એને પૂછે છે કે કઈ વાત છે તો એ જે એને લવ કરે છે એની તારીફ કરે છે. સૂચિ પૂછી જ બેશે છે કે પોતે એ એનાથી કેટલો કરીબ છે પણ પછી એને જ અફાસોસ પણ થાય છે કે એ જાણે છે, પણ પ્રતાપ જવાબ આપવા જ માગે છે, ખાંડ જેમ પાણીમાં મિક્સ થઈ જાય એમ એ એની લાઇફમાં મિક્સ હોવાનું કહે છે તો સૂચિ ખુશ થઈ જાય છે. સૂચિ એને કહે છે કે પોતે જાણે છે કે એ કેફેમાં કોને મળાવવાનો હતો, પ્રતાપ એને ખાતા રોકીને એની આંખોમાં આંખો નાખીને પૂછે છે કે તો કહી દે કે હું કોને લવ કરું છું તો સૂચિ તો હેબતાઈ જ જાય છે એને ખાંસી આવવા લાગે છે.

હવે આગળ: પ્રભાતે તુરંત જ બાજુમાં રહેલ જગથી ગ્લાસમાં પાણી કાઢી ને સૂચિ ને પીવડાવ્યું.

"ધ્યાન રાખ ને યાર! કેવી રીતે ખાય છે તું યાર!" પ્રભાત કહી રહ્યો હતો.

"શું કહેતો હતો તું?!" થોડા ડર સાથે આખરે હિમ્મત કરીને સૂચિ એ કહી જ દીધું.

"કઈ નહિ! શાંતિથી ખાઈ લે." પ્રભાતે વાત વાળી લીધી.

"પછી વાત કરીશું, શાંતિથી!" અમુક લોકો એટલા દિલને નજીક હોય છે ને કે એમને કઈ કહી દઈએ તો આમ જ તુરંત જ માફી માંગવી જ પડે છે! પ્રભાત થી પણ ના જ રહેવાયું તો એણે કહી જ દીધું.

"હમમ..." બસ સૂચિ એ આટલું જ કહેલું.

બંને એ જમી લીધું.

સૂચિ એ પ્રતાપ ની ખોળામાં પોતાનું માથું મૂકી દીધું.

"ખબર છે મને કે તને રાગિણી લવ કરે છે, પણ તું રાગિણી ને નહિ લવ કરતો." સૂચિ એ આખરે કહી જ દીધું.

"હા, ખબર નહિ એને મારા જેવા માં શું દેખાય ગયું!" પ્રતાપ વધારે બોલે એ પહેલાં જ સૂચિ બોલવા લાગી - "હા તો તું છે જ બેસ્ટ તો!" એના આવાજ માં ભીનાશ હતી!

"યાર, શું કરું?! હું શું કરું તો રાગિણી ને જતાવી શકું કે હું એને પ્યાર નહિ કરતો?!" પ્રતાપે પૂછ્યું.

"એક આઇડ્યા છે, મારી જોડે જૂઠા પ્યારનું નાટક કર.." ખરેખર સૂચિ જ સમજી શકે છે કે એ શબ્દો બહાર કાઢવા એની માટે આખરે કેટલા મુશ્કેલ હતા!

"ઓ, શું મતલબ નાટક?!" પ્રતાપે રીતસર જ એના ચહેરાને સૂચિ ના ચહેરાથી નજીક લાવી દીધો, કોઈ અલગ જ ભાષામાં જાણે કે બંને વાતો જ ના કરી રહ્યા હોય.

"ઉહ.. જા તારી રાગિણી જોડે!" સૂચિ ની આંખો ભીની હતી, એ નારાજ હતી એને ચહેરાને ફેરવી લીધો, એને પ્રતાપના ખોળામાંથી ઉઠી જવું હતું, પણ એ હિંમત જ ના કરી શકી! ખરેખર તો એ એવું કરવા સમર્થ જ નહોતી!

"ઓ પાગલ! એ મને લવ કરે છે, હું થોડી!" પ્રતાપે કહ્યું.

"માથું.." પ્રતાપ આગળ કહે એ પહેલાં તો "ઓહ, માથું દુઃખે છે.." કહેતા સૂચિ એ એના માથાને દબાવવું શુરૂ પણ કરી દીધું. પ્યાર આ જ તો છે, ગમતી વ્યક્તિ થી ગમે એટલું નારાજ હોઈએ, પણ પ્યાર માં કમી ક્યારેય નહી આવી શકતી!

"રોઈશ ના ને તું, પ્લીઝ.." પ્રતાપે કહ્યું પણ સૂચિ તો બીજી તરફ નજર કરીને હજી પણ માથું જ દવાબી રહી હતી.

"બસ પાગલ, હાથ દુઃખશે તારા.." પ્રતાપે એના હાથને દબાવવા શુરૂ કર્યા.

"તેં હજી પણ મને કહ્યું નહિ કે તું કોને લવ કરે છે?!" સૂચિ એ પ્રતાપની નજીક જઈને એની આંખોમાં આંખો નાંખતા કહ્યું.

વધુ આવતા અંકે..
____________________
એપિસોડ 7માં જોશો: "અરે પાગલ! મારા ઘરમાં તને બધા જ બહુ માન આપે છે, ખરેખર તો તું એટલો બધો મસ્ત છું ને કે તમે તો કોઈ પણ હા કહી દે.. મારા મમ્મી પપ્પા તો ક્યારેય તારી જોડે લગ્નની ના નહિ કહે!" સૂચિ બોલી રહી હતી.

"ઓહ એવું.." પ્રતાપે કહ્યું. પ્રતાપ પણ બહુ જ ખુશ લાગી રહ્યો હતો.

"સોરી.." સૂચિ કોઈ તપસ્વીની સેવા કરતી હોય એમ નમસ્કારની મુદ્રામાં હતી. એ ખરેખર બહુ જ અફસોસ કરી રહી હતી.