દિલનો રાઝ, પ્રેમનો અહેસાસ - 3 Hitesh Parmar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • નિતુ - પ્રકરણ 64

    નિતુ : ૬૪(નવીન)નિતુ મનોમન સહજ ખુશ હતી, કારણ કે તેનો એક ડર ઓછ...

  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

શ્રેણી
શેયર કરો

દિલનો રાઝ, પ્રેમનો અહેસાસ - 3

 

કહાની અબ તક: સૂચિ અને ગીતા બે બહેનો છે, બંને નો પાડોશી પ્રભાત છે, ગીતાના લગ્ન થઈ રહ્યા છે અને પ્રભાત સૂચિ સાથે થોડે દૂર બાઈક લઈ ને આવે છે. એ સૂચિ ને કહે છે કે પોતે જેને લવ એ નહિ કરતો એ વ્યક્તિ એને લવ કરે છે. સૂચિ એને ઈશારામાં પૂછે છે કે એ વ્યક્તિ એની ગાયુ દી તો નહિ ને. જવાબ ના મળે છે. કાલે કેફેમાં મળવાનું કહી ને એ દોસ્તો સાથે ચાલ્યો જાય છે અને આવે છે ત્યારે એ બધા વચ્ચે થી સૂચિ ને ટેરેસ પર લઈ આવે છે એ નશાની હાલતમાં હોય એવું લાગી રહ્યું હોય છે. પણ એની અમુક પ્રતિક્રિયા થી લાગી રહ્યું હતું કે એ હોશમાં જ હતો, શું એ હોશમાં જ હશે?

હવે આગળ: "હું, પણ શું વિચારવા લાગી છું..." સૂચિ એ જાણે કે ખુદને જ કહ્યું.

"પ્રભાત... ઉઠ... જો તો ગીતું દીના લગ્ન છે..." સૂચિ એ પ્રભાતને કહ્યું.

"ગીતા, ગીતા... તું ના લગ્ન કરીશ... પ્લીઝ!" ઊંઘમાં ને ઊંઘમાં જ પ્રભાત બબડી રહ્યો હતો!

"પ્રભાત, જો તો... જો, મારા લગ્ન થાય છે!" બહુ જ હિમ્મત કરીને આખરે સૂચિ એ કહી જ દીધું!

"ના થાય! તારા લગ્ન તો મારી સાથે જ થશે!" પ્રભાતે એટલા કોન્ફિડંસ માં કહ્યું જાણે જ બંનેનાં લગ્ન નિશ્ચિત જ ના થઈ ગયા હોય!

"ઓવ..." સૂચિ ની આંખોમાં પ્રભાતનો પ્યાર એટલો બધો વધી ગયો કે એણે પ્રભાતને માથે એક હળવી કિસ કરી લીધી.

"કાશ, તું હોશમાં જ ના આવ!" એક ઊંડો નિશ્વાસ સૂચિ એ નાંખ્યો.

"તને ખબર છે, સૂચિ..." ઊંઘમાં ને ઊંઘમાં જ પ્રભાત કહી રહ્યો હતો.

"શું?!" સૂચિ એ પણ ઇન્ટરસ્ટ દાખવ્યો.

"મારા ફ્રેન્ડ એ મને સોડા કહી ને વાઇન પીવડાવી દીધી..." એક અલગ જ અદાથી એ કહી રહ્યો હતો.

"યાર, બહુ જ માથું દુઃખે છે..." એણે ઉમેર્યું.

"ઓહ! લાવ હું છું ને..." કહી સૂચિ એનાં માથાને દબાવવા લાગી.

"મારો ઘરવાળો... મારી સાથે લગ્ન કરશે... જાણે કે ખરેખર મને એની જ ના બનાવી લીધી હોય!" સૂચિ થોડું હસી અને ખૂબ જ રડી પડી.

જાણે કે કોઈ બે દિવસથી ભૂખ્યું હોય અને કોઈ ખાવાનું એણે આપવાનો ડોડ કરી પોતે જ ના ખાઈ રહ્યો હોય આજે સૂચિ બિલકુલ એવું જ ફીલ કરી રહી હતી!

સૂચિ નો ફોન વાઈબ્રેટ થયો તો એણે ખ્યાલ આવ્યો કે પોતે એટલી બધી મશગુલ થઈ ગઈ હતી કે એણે એનાં સાયલન્ટ રાખેલ ફોન પર એની બહેન ગીતા ના કેટલાય કોલ મિસ કર્યા હતા!

આખરે બહુ જ હિમ્મત કરીને એણે કોલ ડાયલ કરી જ દીધો.

"અરે કોલ કેમ નહિ રીસિવ કરતી?! કઈ છો તને લોકો? નહિ તું ક્યાંય દેખાતી કે નહિ પ્રભાત!" ગીતા જાણે ને કે કોઈ રટેલી કવિતાની જેમ ફટાફટ બોલી ગઈ.

"અરે, આવી તો જાઉં, પણ આ પ્રભાતને એનાં કોઈ ફ્રેન્ડ એ સોડા કહી ને વાઇન પીવડાવી દીધી છે!" સૂચિ એ કહ્યું તો ગીતા ને તો જાણે કે એક ઝાટકો જ લાગ્યો!

"ઓહ નો!" એ બોલી પડી. "તું ત્યાં જ રહેજે, એનું ધ્યાન રાખજે... હું કહું ત્યારે એણે રૂમમાં લાવી દેજે..." ગીતાએ ઉમેર્યું.

"ઓકે દી." કહીને સૂચિ એ કોલ કટ કર્યો.

થોડીવાર માં તો જેમ ગીતા એ કહેલું એમ એ પ્રભાતને લઈને રૂમમાં પણ આવી ગઈ. રૂમમાં પણ હજી પણ એ એની બાજુમાં જ હતી.

"યાર આનો નશો તો દૂર કરવો જ પડશે..." ગીતા એ કહ્યું અને થોડી વાર માં એક ગ્લાસમાં મીઠું અને લીંબાવાળું પાણી લઈને આવી.

"જા, તો મમ્મી કઈક કામ કહે છે..." ગીતા એ સૂચિ ને કહ્યું તો એ કિચનમાં ચાલી ગઈ.

🔵🔵🔵🔵🔵

"મારી જુદાઈ નો આટલો બધો ગમ કે નશો પણ કરી દિધો!" ગીતા પ્રભાતની મજાક ઉડાવી રહી હતી!

"અરે, સૂચિ કઈ છે!" પ્રભાતે પૂછ્યું.

"આવે છે, કિચનમાં છે! આવે છે થોડીવારમાં..." ગીતા એ કહ્યું.

"યાર, ખબર નહિ નશામાં એણે શું કહ્યું હશે મેં! પહેલાં તો હું એની માફી માંગી લઉં!" પ્રભાતે કહ્યું.

થોડીવારમાં સૂચિ પણ આવી ગઈ.

"સૂચિ, સોરી યાર! મેં નશામાં તને કઈ કહી તો નહિ દીધું ને! કઈક એવું જે તને ખોટું લાગી ગયું હોય!" પ્રભાતે કહ્યું.

"અરે! ના કઈ જ નહિ કહ્યું. તું આ કોફી પી લે, તારી ફેવરાઈટ છે!" સૂચિ એ કોફીના કપને બાજુના ટેબલ પર મૂકી દીધો.

"સૂચિ, તું પ્રભાતનું ખાસ ધ્યાન રાખજે, સગાઈ મારી જ છે, મારે તો જવું જ પડશે!" ગીતાએ કહ્યું અને ચાલી ગઈ.

"કોણ છે, કોણ છે એ છોકરી જેની વાત તું બાઈક પર કહી રહ્યો હતો..." આખરે થોડી હિમ્મત કરીને સૂચિ એ પૂછી જ લીધું.

એણે જાણીને નવાઇ લાગે એવું ઘણું હવે એ જાણવાની હતી!

વધુ આવતા અંકે..
____________________

એપિસોડ 4માં જોશો: "પણ ખાસ વાત તો એ છે કે મારો ફ્રેન્ડ પણ એણે બહુ જ પ્યાર કરતો હતો! બંને એકમેકને કહેવાથી ડરતા હતા!" પ્રભાતે કહ્યું.

"હમમ... પેલી કોણ છે, ઇંજે તને પ્યાર કરે છે, પણ તું હજી એણે પ્યાર નહિ કરતો!" સૂચિ એ સાફ સાફ પૂછ્યું.

"છે એક બેસ્ટ ફ્રેન્ડ!" પ્રભાતે કહ્યું તો સૂચિ ને આગળ કહેલ વાતનો સંદર્ભ પણ સમજાય ગયો.