The secret of heart, the feeling of love - 7 books and stories free download online pdf in Gujarati

દિલનો રાઝ, પ્રેમનો અહેસાસ - 7


કહાની અબ તક: ગીતા અને સૂચિ બે બહેનો છે, પ્રતાપ બંને નો પાડોશી છે. ગીતાનું લગ્ન છે. પ્રતાપ ઉદાસ હોય છે તો સૂચિ એને કારણ પૂછે છે. પ્રતાપ એને પૂછે છે કે એ એક વ્યક્તિ ને લવ નહિ કરતો તો પણ એ એને લવ કરે છે! સૂચિ ને પ્રતાપે કંઇક કહેવું છે એ એને કેફેમાં મળવાનું કહે છે પણ એ પાછો આવે છે ત્યારે એને એના દોસ્તો સોડાનું કહીને વાઇન પીવડાવી લાવે છે, એ બધા વચ્ચે જ સૂચિ ને લઈ જાય છે. ગીતાને બધું ખબર પાડે છે તો એ એને લીંબુ નો રસ પીવડાવી ને અને એને આરામ કરાવીને એનો નશો દૂર કરે છે. એની આંખો હજી પણ સૂચિ જ શોધે છે. સૂચિ એને ખાવા પણ લઈ આપે છે. બંને જોડે વાતો કરે છે. સૂચિ કહે છે કે પોતે એ જાણે છે કે પ્રતાપને કોણ લવ કરે છે! પ્રતાપ પણ એને પૂછી બેસે છે કે તો કહી દે ને કે હું કોને પ્યાર કરું છું?! એ હેવતાઈ જાય છે. પ્રતાપ વાત વાળી દે છે. ખાધા પછી સૂચિ પ્રતાપ ના ખોળામાં માથું મૂકી દે છે. એ કહે છે કે રાગિણી જ એને લવ કરે છે. વાત સાચી હોય છે. ઉપાય રૂપે ખુદની જોડે જૂઠા પ્યારનું નાટક કરવા એ કહે છે તો પ્રતાપ એના માથાને સૂચિ ના માથે ટેકવી દે છે. સૂચિ રડી પડે છે અને આખરે પૂછી જ લે છે કે જે એને જાણવું હોય છે કે પ્રતાપ કોને લવ કરે છે!

હવે આગળ: "આઈ લવ યુ, આઈ લવ જસ્ટ યુ!" પ્રતાપે એના માથે એક હળવી કિસ કરી લીધી.

"કેમ કહેતો નહોતો?!" સૂચિ એ સાવ ધીમેથી પૂછ્યું. એને નજર જુકાવી લીધી હતી. એને એના કર્યા નો અફસોસ થઈ રહ્યો હતો. એની વધુ જ નારાજગી, બધો જ ગુસ્સો બરફની જેમ પીગળી ગયો હતો. એનું મન પણ એક અલગ જ રાહત અનુભવી રહ્યું હતું.

"તમારી ફેમિલી ને કેવું લાગે કે આટલા વર્ષ સાથે રહ્યા તો આવું વિચારે છે.." પ્રતાપે કહ્યું.

"અરે પાગલ! મારા ઘરમાં તને બધા જ બહુ માન આપે છે, ખરેખર તો તું એટલો બધો મસ્ત છું ને કે તમે તો કોઈ પણ હા કહી દે.. મારા મમ્મી પપ્પા તો ક્યારેય તારી જોડે લગ્નની ના નહિ કહે!" સૂચિ બોલી રહી હતી.

"ઓહ એવું.." પ્રતાપે કહ્યું. પ્રતાપ પણ બહુ જ ખુશ લાગી રહ્યો હતો.

"સોરી.." સૂચિ કોઈ તપસ્વીની સેવા કરતી હોય એમ નમસ્કારની મુદ્રામાં હતી. એ ખરેખર બહુ જ અફસોસ કરી રહી હતી.

"હાથ ના જોડ પાગલ! તું તો મારી જાન છે.." પ્રતાપે એને ગળે લગાવી દીધી. એ બસ એને બાહોમાં લઈને સમય જ રોકી લેવા માગતો હતો. અમુક સમય એટલો બધો ખાસ હોય છે ને કે લાગે છે કે બસ આ ટાઇમ જવો જ ના જોઈએ!

"રાગિણી ને તો હવે જો તું ખાલી.. અને કયો એ દોસ્ત હતો જેને તમે સોડાનું કહીને વાઇન પીવડાવી દીધી, એને પણ હું આજે નહિ છોડું.. અને માથું દુખવાનું મટ્યું તને?!"

પ્રતાપે કોઈનો પણ જવાબ આપ્યા વગર એને ફરી એકવાર બાહોમાં લઈ લીધી.

"ઓય, ગાયુ દી કેમ તમે આટલો માને છે?!" સૂચિ એ એના દિલનો એ છેલ્લો સવાલ પણ આજે આખરે પૂછી જ લીધો!

"ઓ, એવું કંઈ જ નહિ! એ તો બસ અમે બેસ્ટ ફ્રેન્ડ છીએ તો.. એ મને એની લાઇફમાં બહુ જ માને છે." પ્રતાપે કહ્યું.

"તું છું જ બેસ્ટ તો બધા જ તને લવ કરશે ને.." થોડી ઉપેક્ષા, થોડી તારીફ તો બહુ બધા પ્યાર સાથે એ બોલી રહી હતી.

(સમાપ્ત)

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED