દિલનો રાઝ, પ્રેમનો અહેસાસ - 5 Hitesh Parmar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • નિતુ - પ્રકરણ 64

    નિતુ : ૬૪(નવીન)નિતુ મનોમન સહજ ખુશ હતી, કારણ કે તેનો એક ડર ઓછ...

  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

શ્રેણી
શેયર કરો

દિલનો રાઝ, પ્રેમનો અહેસાસ - 5


કહાની અબ તક: ગીતા અને સૂચિ એના પાડોશી પ્રભાત સાથે બહુ જ સારા સંબંધ ધરાવે છે. સૂચિ ને પ્રભાતે કંઇક કહેવું છે પણ વચ્ચે જ એના દોસ્તો એને સોડાનું કહીને વાઇન પીવડાવે છે થોડી વારમાં એને હોશ પણ આવી જાય છે. સૂચિ એને પેલી વાત પૂછે છે તો પ્રભાત ને જે લવ કરે છે પ્રભાત એની તારીફ કરે છે તો સૂચિ પૂછી બેશે છે કે શું તે બંને એમની જેટલા ક્લોઝ છે તો પ્રભાત કહે છે ના પોતે તો સૂચિ સાથે બહુ જ કલોઝ છે! સૂચિ પૂછે છે કે આખરે કેટલા?!

હવે આગળ: "બસ ટુંકમાં કહું કે તું નહિ તો હું નહિ!" પ્રભાતે કહ્યું.

"ટુંકમાં કહ્યું ને, હવે વિસ્તારમાં જણાવ..." સૂચિ આજે જીદે ચઢી હતી!

"અરે બાબા! તને તો ખબર જ છે ને તારી વિના મારે એક સેકંડ પણ નહિ ચાલતું!" પ્રભાતે કહ્યું.

ગમે તે હોય પણ સૂચિ એણે આમ તો ના જ જોઈ શકે. એણે તુરંત જ કહ્યું - "ના કહેવું હોય તો કઈ વાંધો નહિ!" કેટલો લવ એ એણે કરતી હતી કે એણે એક સેકંડ માટે પણ એ આમ સતાવવા નહોતી માંગતી!

"ના... મારે કહેવું જ છે!" પ્રભાતે ફેંસલો સંભળાવ્યો!

"ઓહ! બોલો તો સાહેબ!" સૂચિ એ સાંભળવાની તૈયારી બતાવી.

"જેમ દૂધમાં ખાંડ ભળી જાય છે, એક વાર મિક્સ થયાં પછી જેમ બંનેને ક્યારેય જુદા નહિ કરી શકાતા, બસ એમ જ તું મારી લાઇફમાં મિક્સ થયેલી છે, ગમે તે થાય, ગમે એ લોકો આવી ને જતાં રહે પણ તું તો મારી લાઇફમાં હંમેશાં રહીશ જ!" પ્રભાતે બહુ જ મોટી વાત કહી દીધી હતી!

"હા, બાબા!" સૂચિ બહુ જ ખુશ હતી કે ખુદની એની લાઇફમાં બહુ જ વેલ્યુ હતી!

"બસ હવે, તું આરામ કર... જમવાનું થશે તો હું અહીં લાવી દઈશ..." સૂચિ એ કહ્યું અને ત્યાંથી જવા લાગી તો એનાં હાથને પ્રભાતે પકડી લીધો.

"કોઈ કામ છે તારે?!" પ્રભાતે નરમાશથી પૂછ્યું.

"ના, કઈ ખાસ નહિ..." સૂચિ એ કહ્યું.

"બેસ ને તો યાર!" પ્રભાતે કહી જ દીધું.

"ના, તું તારી ફ્રેન્ડ ને મિસ કરતો હોવ તો મારાથી તને આમ ડિસ્ટર્બ ના કરાવાય ને!" સૂચિ ના એ શબ્દો પ્રભાતને તીરની જેમ ચૂબી ગયા!

"જો મેં પહેલાં પણ કહેલું અને હજી પણ કહું છું, હું એણે લવ નહિ કરતો!" પ્રભાતે લગભગ લાચારીથી કહ્યું.

"હા, બટ! તેં હજી પણ મને એમ નહિ કહ્યું કે તું કોણે લવ કરે છે!" પ્રભાત એણે કઈ કહે એ પહેલાં જ એ ચાલી ગઈ.

🔵🔵🔵🔵🔵

"તને લાઇફમાં ક્યારેય લવ નહિ થયો!" ખાતા ખાતા જ પ્રભાતે સીધું જ એકદમ સૂચિ ને કહી દીધું! સૂચિ થોડીવારમાં જમવાની બે ડિશ સાથે એ જ રૂમમાં હતી.

"થયો છે ને..." સૂચિ બોલી તો એનાથી હસી જવાયું!

"હસ ના યાર! ખરેખર કહું છું!" પ્રભાતે કહ્યું.

"હા તો યાર..." સૂચિ થોડું વધારે હસી.

"સાચું કહું તો હવે કોઈ પર પણ મને વિશ્વાસ નહિ!" સૂચિ એ ખાતા ખાતા જ કહ્યું.

"ઓ મેડમ! શું મતલબ છે? શું મતલબ કે તને વિશ્વાસ નહિ! મારી પર પણ નહિ વિશ્વાસ?!" પ્રભાતે પૂછ્યું.

"છે ને, તારી પર તો બહુ જ વિશ્વાસ છે!" સૂચિ એ કહ્યું.

"માથું તો નહિ દુઃખતું ને તને?!" સૂચિ એક કોળિયો મોંમાં નાંખતા પૂછ્યું.

"દુઃખે જ છે! લાગે છે કે ચા પીવા જવું પડશે!" પ્રભાતે કહ્યું.

"ના સાહેબ! કોઈ જ જરૂર નહિ! હું તારી માટે ચા બનાવી દઉં છું!" સૂચિ એ કહ્યું.

"હમમ..." પ્રભાતે પણ કહ્યું.

"બાય ધ વે, મને ખબર છે કે કાલે તું મને કોની સાથે મળવવાનો છે!" સૂચિ એ કહ્યું તો જાણે કે કોઈ જ્યોતિષની જેમ એણે પ્રભાતની વાત જાણી લીધી હતી!

"ઓહ એમ જી! તને કેવી રીતે ખબર!" પ્રભાતને બહુ જ નવાઇ થઈ!

"ખબર છે, ખબર પડી જ જાય! તેં જ તો કહેલું ને કે આપને બંને બહુ જ ક્લોઝ છીએ તો તારી બધી જ વાતો હું કહ્યાં વિના જ જાણી શકું છું!" સૂચિ એ કહ્યું.

"એવું છે ને... તો દેખ મારી આંખોમાં!" જમવા જતી સૂચિ ના હાથને રોકી પ્રભાતે કહ્યું.

"બોલ..." સૂચિ એ કહ્યું.

"મારી આંખોમાં જોઈને કહે ને કે હું કોણે લવ કરું છું!" સૂચિ હેબતાઈ જ ગઈ! એણે જોરજોરથી ખાંસી આવવા લાગી!

વધુ આવતા અંકે..
____________________
એપિસોડ 6માં જોશો: "ઓ પાગલ! એ મને લવ કરે છે, હું થોડી!" પ્રતાપે કહ્યું.

"માથું.." પ્રતાપ આગળ કહે એ પહેલાં તો "ઓહ, માથું દુઃખે છે.." કહેતા સૂચિ એ એના માથાને દબાવવું શુરૂ પણ કરી દીધું. પ્યાર આ જ તો છે, ગમતી વ્યક્તિ થી ગમે એટલું નારાજ હોઈએ, પણ પ્યાર માં કમી ક્યારેય નહી આવી શકતી!

"રોઈશ ના ને તું, પ્લીઝ.." પ્રતાપે કહ્યું પણ સૂચિ તો બીજી તરફ નજર કરીને હજી પણ માથું જ દવાબી રહી હતી.