One unique biodata - 2 - 30 books and stories free download online pdf in Gujarati

એક અનોખો બાયોડેટા - (સીઝન-૨) ભાગ-૩૦

યશે કાવ્યાને ક્રિશનો પર્સનલ નંબર સેન્ડ કર્યો અને પછી યશ સુઈ ગયો.યશ વિચારવા લાગ્યો કે,"રાતના બાર વાગે આ બંદરિયા ક્રિશના નંબરનું શું કામ હશે.મારી ઊંઘ બગાડી છે ને એને કાલ કોલેજમાં એની વાટ લગાવું"આમ વિચારો કરતો કરતો યશ સુઈ ગયો.

કાવ્યાએ ક્રિશનો નંબર પોતાના ફોનમાં સેવ કરવા જતી હતી પણ વિચારતી હતી કે,"કયાં નામથી ક્રિશનો નંબર સેવ કરું?.ના એ મારો ફ્રેન્ડ છે,ના હવે એ મારા માટે અજનબી છે.શું રાખું...શું રાખું.....શું રાખું...."કાવ્યા મનમાં ગણગણ કરીને વિચારી રહી હતી કે ક્રિશનો નંબર કયાં નામે સેવ કરે.વિચારોમાં ખોવાયેલી કાવ્યાએ ભૂલથી કોલ ડાયલ પર ટચ કરી દીધો.અચાનક રિંગ વાગી એટલે કાવ્યાને ખબર પડી કે કોલ ડાયલ થઈ ગયો છે.કાવ્યા થોડી ગભરાઈ ગઈ.એ વિચારવા લાગી કે,"હું શું વાત કરીશ.રાતના બાર વાગે હું એને કોલ કરીશ તો એ મારા વિશે શું વિચારશે.એ સુઈ ગયો હશે તો એની ઊંઘ બગડશે.હવે શું કરું.કોલ કટ કરી લઉં"

કાવ્યા જેવો કોલ કટ કરવા જતી હતી ત્યાં ફોનમાંથી અવાજ આવ્યો,"હેલ્લો....."

કાવ્યા થોડું વધારે ગભરાઈ ગઈ.ફોન કાને લગાડ્યો પણ જાણે મોઢા પર લોક વખાઈ ગયું હોય એમ કંઈ બોલી જ ના શકી.

ક્રિશ હજી પણ ફોનમાં પૂછી રહ્યો હતો,"હેલો.....હૂ ઇસ ધીસ?.....હેલો"

પણ કાવ્યા હજી ચૂપ હતી.કાવ્યાને વાતની શરૂઆત કરવા માટે શબ્દો જ મળતા ન હતા.છેવટે ક્રિશ પૂછી પૂછીને થાક્યો.એ કોલ ડિસકનેક્ટ કરવા જ જતો હતો એટલામાં કાવ્યાને ખબર નઈ ક્યાંથી હિંમત આવી ગઈ એ બોલી,"હેલો"

કાવ્યાનો અવાજ સાંભળી ક્રિશે ફરીથી ફોન કાને લગાડ્યો અને બોલ્યો,"હેલો...હૂ ઇસ ધીસ?"

"આઈ એમ કાવ્યા"કાવ્યા આંખો બંધ કરીને ધીમા અવાજમાં બોલી.

"સોરી,યોર વોઇસ ઇસ નોટ કમીંગ"

"હેલો,ક્રિશ"

"યસ"

"આઈ એમ કાવ્યા"

"કાવ્યા??????"ક્રિશે પ્રશ્નાર્થ ભાવે કાવ્યાનું નામ લીધું તેથી કાવ્યા વિચારવા લાગી કે,"આને હું યાદ પણ હોઈશ કે નહીં.કેમ આમ પૂછે છે"

કાવ્યાએ કન્ફોર્મ કરતા કહ્યું,"કાવ્યા યોર ક્લાસમેટ"

"યા...યા....એ રિમેમ્બર...બટ તું અત્યારે રાતના બાર વાગે કેમ કોલ કરે છે?.એવરીથિંગ ઇસ ફાઇન?,કંઈ પ્રોબ્લેમ તો નથી ને?,તારો અવાજ કેમ ધીમો આવી રહ્યો છે"

"કામ ડાઉન ક્રિશ....કામ ડાઉન.આઈ એમ એબસોલ્યુટલી ફાઈન.ડોન્ટ હાઇપર"

"અચ્છા,ઓકે"

"યસ"

"તો કેમ કોલ કર્યો?"

"એમ જ..."

"ઓહહ...સોરી"

"ફોર વોટ?"

"એક્ચ્યુઅલી,તારો લેટ નાઈટ કોલ આવ્યો સો,આઈ એમ લિટલ બીટ હાઇપર"

"નો નો,ડોન્ટ સે સોરી.ઇટ્સ ફાઇન.મારે પણ ટાઈમ જોઈને કોલ કરવો જોઈતો હતો"

"અરે એમ નઈ...આઈ ડોન્ટ મીન ધેટ.આઈ સોરી મેં જે કહ્યું એનું તને ખોટું લાગ્યું હોય તો"

"અરેરે........કેટલું સોરી કહીશ.સોરીને પણ એમ થશે કે મારો ઓવરયુસ થઈ રહ્યો છે"

આ સાંભળી ક્રિશ ખડખડાટ હસવા લાગ્યો.કાવ્યા પણ એના હાસ્યને સાંભળીને હસવા લાગી.થોડાક સમય પહેલા વાત કરવાની જે હિચખીચાહત હતી એ હવે નોર્મલ કોંવરઝેશનમાં ફેરવાઈ ગઈ.

"એક્ચ્યુઅલી મેં તને થેંક્યું કહેવા માટે કોલ કર્યો હતો"

"જોજે હો,થેંક્યુંને પણ એમ ના લાગે કે એનો ઓવરયુસ થઈ રહ્યો છે"

આ સાંભળી કાવ્યા પણ શરમાતી હોય એમ હસી અને બોલી,"મેરા ડાયલોગ મુજહી પર ભારી"

"પણ કેમ થેંક્યું?"

"આજે કોલેજમાં મારો મૂડ ઠીક કરવા માટે"

"ક્યારે?"

"અરે,એટલામાં તું ભૂલી ગયો.યાદ છે કેન્ટીનમાં યશ મારી પર જોક ક્રેક કરતો હતો ને મને ગુસ્સો આવી ગયો હતો ને પછી તું મને સમજાવવા આવ્યો હતો......"

કાવ્યા એની વાત પુરી કરે એ પહેલાં ક્રિશે વચ્ચે જ વાત કાપતાં કહ્યું,"જ્યારે તું ઉલટી બુક વાંચી રહી હતી...."ક્રિશ એમ જ મજાક કરતા બોલ્યો.

"જસ્ટ શટ અપ"કાવ્યાને એમ્બેરેસમેન્ટ જેવું ફીલ થયું એટલે એ બોલી.

"ઓકે ઓકે,ડોન્ટ એન્ગરી બાબા.ઇટ્સ માય બેડ,સોરી"

"મતલબ તને બધું યાદ છે તો પણ મારી જોડે કથા કરાવડાવે છે"

"સોરી બાબા"ક્રિશ માસૂમિયતથી બોલ્યો.

"ઇટ્સ ઓકે"કાવ્યાએ મલકાતાં મલકાતાં કહ્યું.

"પણ તું ગુસ્સે કેમ થઈ હતી?"

"તારા લીધે"કાવ્યાએ ઉતાવળી થઈને કહી દીધું.

"વોટ?....મારા લીધે?"

"હા"

"કેવી રીતે?"

"તું જ્યારથી મળ્યો ત્યારનો મને ઇગ્નોર કરતો હતો.બધાની સાથે વાત કરતો હતો ફક્ત મારી સાથે જ નઈ.ઇવન આજે હેલીને પણ તે એનું નામ પૂછવાના બહાને વાત કરી પણ મારી સામે જોયું પણ નહીં તો મને બહુ જ ગુસ્સો આવી ગયો હતો અને ઉપરથી યશ મને એ બાબતને લઈને ચીડવતો હતો"

"ઓહહ...તો આ વાત હતી?"

"હા"

"પહેલી વાત તો એ કે મેં હેલી સાથે વાત કરવાનું બહાનું શોધવા માટે એનું નામ નહોતું પૂછ્યું.આઈ જેન્યુઅનલી ડીડ નોટ નો હર નેમ સો આઈ આસ્કડ"ક્રિશ વાતનું એક્સ્પ્લેનેશન આપતા બોલ્યો.

કાવ્યાને લાગ્યું કે ક્રિશે એની વાતનો કઈક અલગ મિનિંગ કાઢ્યો તેથી એ બોલી,"નો નો...આઈ ડોન્ટ મીન ઇટ"

"વેઇટ,લેટ મી ફિનિશ માય પોઇન્ટ"

"ઓકે"

"સો,સેકન્ડ થિંગ ઇસ કે મેં ક્લાસમાં સૌથી પહેલા બોલવાનું સ્ટાર્ટ કર્યું હોય તો એ તારી જોડે છે.રીમેમ્બર,ફર્સ્ટ બેન્ચ.યૂ કેમ એન્ડ નેક્સ્ટ સેટ ટૂ મી એન્ડ ધેન આઈ આસ્કડ યોર નેમ"

કાવ્યાએ એ સીન યાદ કર્યો અને બોલી,"યસ,આઈ રીમેમ્બર"

"પણ તમે તો મેડમ ક્યાં ખોવાઈ ગયા હતા તો તમે મને પોતાનું નામ પણ ના કહ્યું"

કાવ્યા મનમાં બોલી,"બુદ્ધુ,તારામાં જ ખોવાઈ ગઈ હતી"

"એન્ડ ધ થર્ડ થિંગ ઇસ,આઈ નેવર ઇગ્નોર એનિવન ફોર નો રિઝન એન્ડ ઇફ આઈ ઇગ્નોરિંગ સમવન તો હું ક્યારેય એ માણસ સામે વળીને નથી જોતો.અને રહી વાત તારું નામ પૂછવાની તો મને તારું નામ ખબર હતી તો કેમ પૂછું"

"તને કેવી રીતે ખબર?"

"મેં પૂછ્યું ત્યારે તો તે નહોતું કહ્યું પણ યશ તારું નામ પચાસ વખત બોલ્યો હતો તો ખબર પડે જ ને.અને આમ પણ મને તારું નામ પૂછવાના બહાને તારી સાથે વાત નહોતી કરવી"છેલ્લે ક્રિશે ટોન્ટ મારતાં કહ્યું.

ક્રિશની વાતો સાંભળી કાવ્યા ફરી એના પર ફિદા થઈ ગઈ.કાવ્યા વિચારવા લાગી,"કેટલો સ્માર્ટ અને સરળ છોકરો છે.કેટલું સરસ સમજાવે છે.એની વાતો સીધી જ મનમાં ઉતરી જાય છે અને ક્યાંક ઊંડે સુધી અસર કરે છે.ખરેખર કઈક તો છે ક્રિશમાં એવું કે જે એના તરફ આકર્ષિત કરે છે.એની સમજદારી બિલકુલ નીતુના જેવી છે"

કાવ્યા તો વિચારોમાં ખોવાઈ ગઈ હતી.ફોનમાં કઈ બોલતી ન હતી એટલે ક્રિશે પૂછ્યું,"ઓઓઓઓ મેડમ.....ક્યાં ખોવાઈ ગયા તમે?"

"હ..હહ...હા,શું પૂછ્યું તે?"

"ક્યાં ખોવાઈ ગઈ?"

"ક્યાંય નહીં.તું મને એમ કહે કે આટલા મોડા સુધી શું કરતો હતો?"

"વેઇટ કરતો હતો"

"શેની...મારા ફોનની?"કાવ્યાએ મજાક કરતા પૂછ્યું.

"હાહાહાહ....શેની નઈ કોની એમ પૂછ"

આ સાંભળી કાવ્યાના મગજમાં ફરી પાછું વિચારોનું તુફાન ચાલુ થઈ ગયું,"રાહ....કોની રાહ જોતો હશે ક્રિશ.એનું કોઈ ફેમિલી મેમ્બર હશે કે કોઈ ફ્રેન્ડ કે પછી ગર્લ........ના ના લાગતું નથી કે એને કોઈ ગર્લફ્રેન્ડ હોય.પણ કેમ ના હોઈ શકે.ગુડ લૂકિંગ છે,મેચ્યોર છે.ડિનર માટે કે ડેટ પર ગયો હશે અને એની ગર્લફ્રેન્ડની રાહ જોતો હશે"

"હું પૂછી શકું કે લેટ નાઈટ તું કોની રાહ જુએ છે"

"ચોક્કસ પૂછી શકે.આફ્ટર ઓલ નાવ,વી આર ફ્રેન્ડસ રાઈટ?"

"રાઈટ"

"હું મારી મોમની રાહ જોવું છું"

ક્રિશના આ જવાબથી કાવ્યાને જાણે દિલમાં ઠંડક પહોંચી હોય એમ થયું.

"ઓહહ મોમની"

"હા,તને શું લાગ્યું?"

"કઈ નહિ"કાવ્યાએ જાતે જ એના મગજ પર ટપલી મારતા કહ્યું.

"કંઈક તો વિચારતી હતી તું"

"મને લાગ્યું કે તું....."

"કે હું......."

"કંઈ નહીં યાર,તું મુક આ વાતને.તારી મમ્મી જોબ કરે છે?"

"હા"

"અચ્છા"

"તને મારો નંબર કેવી રીતે મળ્યો?"

"યશ પાસેથી લીધો"

"ઓહહ,પણ યશ તો આજ વહેલા સુઈ ગયો હતો"

"તને કેવી રીતે ખબર?"

"મારે આઈથિંક નવ વાગે એની સાથે વાત થઈ હતી તો....."

"બરાબર"

"ડોન્ટ ટેલ મી કે તે એને મારો નંબર લેવા માટે જગાડ્યો"

"હાસ્તો વળી.એમાં શું થઈ ગયું"

"કાવ્યા,ઇટ્સ અ બેડ મેનર્સ.કોઈને આમ હેરાન ના કરાય"

"અને એ મને કરે છે એનું શું.એને તું આમ કેમ નથી કહેતો?"કાવ્યા ક્રિશને કમ્પ્લેઇન કરતી હોય એમ બોલી.

"એને પણ કહ્યું હતું આજ"

"તો બરાબર.પણ અમારા બંને વચ્ચે આવું બધું ચાલ્યા રાખે છે.યશ મારો ચાઈલ્ડહુડ ફ્રેન્ડ છે"

"અચ્છા"

"હા,અમારા પેરેન્ટ્સ ખૂબ જ સારા ફ્રેન્ડસ છે"

"ગુડ ગુડ"

એ પછી ક્રિશ અને કાવ્યાએ સ્ટડીને લગતી થોડી વાતચીત કરી એટલામાં ક્રિશના ઘરનો ડોરબેલ વાગ્યો એટલે ક્રિશ બોલ્યો,"અચ્છા ચલ,બાય.આઈ થિંક મોમ ઇસ કમીંગ સો હું દરવાજો ખોલું"

"ઓકે,બાય"

"ગુડ નાઈટ,સ્લીપ વેલ"

"થેંક્યું"

"સી યૂ સુન"

"સેમ ટુ યૂ"

કાવ્યા ફોન મૂકીને ક્યાં સુધી ક્રિશ સાથે થયેલી વાતોને યાદ કરીને મનમાં જ ખુશ થતી રહી અને સુઈ ગઈ.

આ બાજુ ક્રિશે ફોન મુક્યો અને દરવાજો ખોલ્યો.ક્રિશની મમ્મીના હાથમાં જે બેગ હતું એ ક્રિશે એના હાથમાં લીધું અને એની મમ્મીને હગ કરતા બોલ્યો,"હાવ વોસ ધ દે મોમ"

"ઇટ્સ ગુડ બેબી"

"ડિનર ઇસ રેડી મોમ.યૂ ફ્રેશ એન્ડ અપ એન્ડ કમ ફોર ધ ડિનર"

"નો બેબી.આઈ એમ વેરી ટાયર્ડ.યૂ હેવ ડિનર,આઈ એમ ગોઈંગ ટૂ સ્લીપ"

"બટ મોમ"

"સોરી બેબી"

"ઇટ્સ ઓકે મોમ,ટેક કેર"

"ગુડ નાઈટ"

ક્રિશ ઉદાસ થઈ ગયો અને એકલો જ ડિનર કરીને સુઈ ગયો.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED