One unique biodata - 2 - 29 books and stories free download online pdf in Gujarati

એક અનોખો બાયોડેટા - (સીઝન-૨) ભાગ-૨૯

લગભગ રાતના સાડા દસ વાગ્યા હતા.દેવ સ્ટડી ટેબલ પર બેસીને લેપટોપમાં એનું કામ કરી રહ્યો હતો અને નિત્યા સોફા પર બેસીને બુક વાંચી રહી હતી.બંને પોતાનું કામ પૂરું ધ્યાન લગાવીને કરી રહ્યા હતા.એક રૂમમાં હોવા છતાં બંનેના વચ્ચે બે-ત્રણ કલાકથી કોઈ જ વાતચીત નહોતી થઈ રહી પણ બંને એકબીજાની સાથે એટલા જ કમ્ફર્ટેબલ હતા.કોઈ કેવી રીતે કહી શકે કે એ બંનેને એકબીજાથી પ્રેમ નથી.કારણ કે કશું જ ન બોલવા છતાં બસ એકબીજાની સાથે કલાકો સુધી ચૂપચાપ કમ્ફર્ટેબલી બેસી રહેવું એ બધાની સાથે શક્ય નથી.કોઈ પતિ-પત્ની વચ્ચે કે બે મિત્રો વચ્ચે કે પછી કોઈ પણ સંબંધમાં આ વસ્તુ પ્રેમથી પણ વધારે અગત્યની છે.દેવ અને નિત્યા બંને ભલે એવું માનતા હોય કે એ બંને એકબીજાને પ્રેમ નથી કરતા પણ એ બંને એ સારી રીતે જાણે છે કે બંને એકબીજાની સાથે કેટલા કમ્ફર્ટેબલ છે.

દેવ પોતાનું કામ પતાવી લેપટોપ સાઈડના ટેબલ પર મૂકીને બેડમાં બેસ્યો.નિત્યા તરફ જોયું પણ નિત્યા વાંચવામાં વ્યસ્ત હતી એટલે એ થોડીવાર એમ જ બેસી રહ્યો.નિત્યાએ નોટિસ કર્યું કે દેવ કંઈક વિચારમાં ખોવાયેલો છે પણ એ કશું બોલી નહીં.દરેક વખતે આપણે કોઈની મુંજવણ ઉકેલી ના શકતા હોય તો એને પોતાને વિચારવાનો થોડો સમય આપવો જોઈએ.નિત્યાએ પણ એવું જ કર્યું.દેવ આડો પડીને આમથી તેમ પડખા ફેરવી રહ્યો હતો.નિત્યાએ પોતાની બુક ટેબલ પર મૂકી લાઈટ ઓફ કરતા કહ્યું,"આંખો ખુલ્લી રાખીને ઊંઘવાનો ટ્રાય કરશો તો ઊંઘ નહીં આવે.જરાક આંખો બંધ કરી જુઓ"

"હમમ"દેવે બસ આટલું જ કહ્યું.

"શું વિચારો છો?"

"કઈ જ નહીં"

"મને બુદ્ધુ બનાવો છો કે પોતાની જાતને?"

"એવું કંઈ નથી"

"કંઈ પૂછવું છે?"નિત્યાએ સીધું જ પૂછી લીધું.

દેવ ઉભો થઈને જાણે ગુનો કરતા પકડાઈ ગયો હોય એમ નીચું જોને માથું ખંજવાળતા બોલ્યો,"હા...."

"શું?"

"મને અજય થોડો અજીબ લાગ્યો"

"કેવી રીતે?.પ્રોફેશનલ રીઝનથી કે પર્સનલી નેચર વાઇસ?"

"પોફેસનલી તો બરાબર છે"

"તો પછી પર્સનલી?........"

"કદાચ હા"

"કેમ?"

"ખબર નથી યાર,કઈક અલગ જ બીહેવ હતો એનો કાલ"

"કાલ,મતલબ આપણી સાથે ડિનર પર?"

"હા,તારી જોડે બહુ જ ફ્રેન્ડલી બીહેવ કરી રહ્યો હતો.હું એને લગભગ બે મહિનાથી ઓળખું છું પણ કાલ એનું વર્તન કઈક અલગ લાગી રહ્યું હતું.કાલ જેટલો શાંત અને ખુશ મેં એને પહેલા ક્યારેય નહોતો જોયો"

"હોઈ શકે.કારણ કે એના કહ્યા પ્રમાણે એની ફેમિલીમાં કોઈ નથી અને કાલ એની ગર્લફ્રેંડ જે રીતે જતી રહી,પછી તમે જે રીતે એને ડિનર માટે ઇનવાઈટ કર્યો તેથી એને પોતાનાપણું મહેસુસ થયું હશે"

"હા પણ તારા વિશે એને જે કહ્યું એ મુજબ મને લાગ્યું કે....."

"શું કહ્યું મારા વિશે"

"નિત્યાનો સ્વભાવ એક દમ શાંત છે,કાવ્યા બિલકુલ નિત્યા જેવી છે ને એવું ઘણું બધું......."

"અચ્છા,તો એમ વાત છે"નિત્યા જરાક હસતા હસતા બોલી.

"શું થયું?"

"કઈ નહીં"

"તો કેમ હસી?"

"બસ એમ જ"નિત્યા ઉભી થઈને સોફા તરફ જતી હતી તો દેવે એનો હાથ પકડી લીધો અને બોલ્યો,"બોલ ને કેમ હસી તું?"

"જેલેસી"

"હેહેહેહે???"

"તમે મને એની સાથે કમ્ફર્ટેબલી વાત કરતા જોઈને જેલેસ થઈ ગયા"

દેવ નિત્યાનો હાથ છોડતા બોલ્યો,"એ ભાઈ.....એવું કંઈ નથી હો"

"એવું જ છે.કાલે અજય સાથે વાત કરી રહી હતી ત્યારે તમારો ચહેરો જોયો હતો મેં"

"એવું કંઈ નથી,હું શું કામ જેલેસ થાવ?"

"એ પણ છે"

નિત્યા ડ્રેસિંગ ટેબલ આગળ જઈને એના મોઢા પર નાઈટ ક્રીમ લગાવી રહી હતી.દેવ ઉભો થઈને એની પાછળ ઉભો રહીને બોલ્યો,"જેલેસ તો નથી હું પણ મને એ વાત અજીબ લાગી કે આટલા ઓછા સમયમાં એ તને ખૂબ સારી રીતે ઓળખી ગયો છે.મને એવું લાગે છે કે કદાચ હું પણ તને એટલું સારી રીતે નથી ઓળખી શક્યો.તારો સ્વભાવ એને ગમ્યો હોય એવું લાગે છે"

"દુઃખ દુઃખને શોધી કાઢે છે"નિત્યાના મોઢામાંથી અચાનક બોલાઈ ગયું.દેવ સાંભળી ગયો પણ એને સરખું સંભળાયું નહિ તેથી એને પૂછ્યું,"શું બોલી તું?"

"કંઈ જ નહીં.પહેલી વાત કે,તમે બહુ વધારે પડતું જ વિચારી રહ્યા છો.બીજી વાત કે,તમે મને જેટલું પણ ઓળખો છો એટલું મારા માટે ઇનફ છે.અને ત્રીજી વાત કે,બહું જ લેટ થઈ ગયું છે.તમે શાંતિથી સુઈ જાવ"

"નિત્યા........"દેવ કંઈક કહેવા જતો હતો પણ એને સુજ્યું નહીં.

"કહ્યું ને દેવ,કંઈ પણ વિચાર્યા વગર મગજની સ્વિચ ઓફ કરીને સુઈ જાવ.જય શ્રી કૃષ્ણ"

"ઓકે,ગુડ નાઈટ.જય શ્રી કૃષ્ણ"

સુતા પહેલા દેવ વિચારતો હતો કે,"શું નિત્યા સાચું કહે છે.મને અજયથી જેલેસી થઈ હશે.નિત્યા કેટલું સરળતાથી મને ઓળખે છે.પણ નિત્યાએ એમ કેમ કહ્યું જે'દુઃખ દુઃખને શોધી લે છે.શું એને કોઈ પ્રોબ્લેમ હશે?.હશે તો મને કેમ નથી જણાવી રહી.અને હું કેમ નથી સમજી શકતો એની પ્રોબ્લેમ્સ.કદાચ હું સમજુ છું પણ હું પોતે એ વાતનો અસ્વીકાર કરું છું કે કદાચ ભાગું છું હું"

"દેવ,ફરી પાછા તમે.........."નિત્યા અચાનક ઉભી થઈને બોલી.

"યાર તને કઈ રીતે ખબર પડી જાય છે?"

"કદાચ હું તમને તમારાથી પણ વધારે ઓળખું છું"

"કદાચ નહીં,હન્ડ્રેડ પર્સન્ટ તું મને મારાથી વધારે ઓળખે છે"

"સારું સુઈ જાવ"

"ઓકે મેડમ"

*

કાવ્યા એના રૂમમાં બેસીને સ્ટડી કરી રહી હતી.અચાનક એને ક્રિશની યાદ આવી ગઈ અને વિચારવા લાગી,"ક્રિશ....કેટલી સહેલાઇથી એને મને મનાવી લીધી.કેટલું શાંતિથી સમજાવ્યું એણે મને,'કાવ્યા,ગુસ્સો કરવો સારી વાત નથી'.આઈ ફેલ્ટ ઇટ રામજી.બિલકુલ તમારા જેવો છે ક્રિશ,શાંત.મારે એની સાથે વધારે વાત કરવી છે.એને જાણવો છે અને એની પાસેથી ઘણું બધું શીખવું પણ છે.શું અત્યારે હું એને કોલ કરું?.પણ મારી પાસે તો એનો નંબર જ નથી"આમ કાવ્યા પોતાની સાથે જ પ્રશ્નો-જવાબોની ગેમ રમી રહી હતી.એને અચાનક થયું કે,"યશનો કોલ કરી જોવું.ચોક્કસ એની પાસે ક્રિશનો નંબર જરૂર હશે.'એમ વિચારીને કાવ્યાએ ક્રિશને કોલ કર્યો.રિંગ વાગી રહી હતી.કાવ્યા બહુ જ ઉતાવળી થઈ રહી હતી.પહેલી રીંગ પુરી થઈ ગઈ છતાં યશે કોલ રિસીવ ના કર્યો.કાવ્યાએ ફરી વાર કોલ કર્યો.હજી તો રિંગ વાગે એ પહેલાં જ યશે કોલ રિસીવ કર્યો,"શું છે બંદરિયા,રાતે તો સુવા દે"

"યશ,મને ક્રિશનો નંબર આપને"

"કાલ આપીશ યાર"

"ના,મને હાલ જ જોઈએ છે"

"મારી ઊંઘની દુશ્મન,ફોન મુક અને મને સુવા દે"કહીને યશે કોલ કટ કરી દીધો.

"આ બંદરની હિંમત કઈ રીતે થઈ મારો કોલ કટ કરવાની.રૂક તું,તને તો હું સબક શીખવાડીશ"

કાવ્યાએ ફરીથી કોલ કર્યો.

"કાવ્યા,હું નિત્યા આંટીને કહી દઈશ કે તું મને અડધી રાતે કોલ કરીને હેરાન કરે છે"

"અને હું તારી મમ્મીને કોલ કરીને કહીશ કે મારે યશ પાસેથી નોટ્સ જોઈએ છે તો પણ એ મને મોકલતો નથી અને કોલેજમાં પણ સરખું ભણતો નથી"

"હાહાહાહ......હવે આપણે સ્કૂલમાં નથી કાવ્યા.બહાના સરખા બનાવ"

"હું કરું છું આંટીને કોલ"કાવ્યાએ ધમકી આપતા કહ્યું.

"કરી લે,તારે જે પણ કરવું હોય એ.હું ડરતો નથી"

"ઓકે,વેઇટ અ મિનિટ"કહીને કાવ્યાએ ફોન મૂકી દીધો.

"હાશશશ.....હવે હું નિરાંતે ઊંઘી શકીશ"આમ વિચારીને યશ પાછો સુઈ ગયો.

હજી તો એક મિનિટ પણ પુરી નઈ થઈ હોય અને યશના રૂમના દરવાજા પર ટકોરા મારવાનો અવાજ આવ્યો.યશ તરત જ જબકીને ઉઠી ગયો અને વિચારવા લાગ્યો કે,"કાવ્યાએ સાચે જ મમ્મીને કોલ કર્યો હશે કે શું?"

"યશ,ઓપન ધ ડોર"

"હા મોમ"

યશે દરવાજો ખોલ્યો.યશની મમ્મી રૂમમાં આવતાની સાથે જ યશને ટોકતા બોલી,"કાવ્યા ક્યાંરની તને કોલ કરે છે.એનો કોલ કેમ રિસીવ નથી કરતો.એણે બિચારીએ થાકીને મારા ફોન પર કોલ કર્યો"

"બિચારી??.....બિચારી માય ફૂટ.બંદરિયા છે"યશ મનમાં બોલ્યો.

"શું આમ ભૂત બનીને ઉભો છે?.મારી વાતનો જવાબ આપ"

"મમ્મી એક્ચ્યુઅલી,હું સુઈ ગયો હતો"

"કેમ?.તારે અસાઈમેન્ટ નથી બનાવાનું?"

"અસાઈમેન્ટ??"યશ જાણતો ન હતો કે એની મોમ કયાં અસાઈમેન્ટ વિશે વાત કરી રહી હતી.કારણ કે,કોલેજમાં તો હજી સ્ટારટિંગના જ દિવસો છે.પછી યશ સમજી ગયો કે કાવ્યાએ કઈક બહાનું બનાવ્યું હશે.એટલે યશ બોલ્યો,"અસાઈમેન્ટ......હા,મારે બાકી જ છે"

"તો કેમ સુઈ ગયો?"

"સબમિટ કરાવવામાં હજી ઘણો ટાઈમ છે મોમ,કાવ્યા તો અમથી તમને હેરાન કરે છે"યશે પોતાને બચાવવા માટે કહ્યું.

આ સાંભળી કાવ્યાએ ફોનમાં યશની મમ્મીને કહ્યું,"આંટી,આઈ એમ સોરી કે આટલી રાત્રે તમને હેરાન કર્યા પણ તમને ખબર છે ને કે હું જ્યાં સુધી મારુ કામ નહીં પતાવું ત્યાં સુધી મને ઊંઘ નહિ આવે"

"ઇટ્સ ઓકે બેટા,ઇવન યશ પણ હવે તારી સાથે જ અત્યારે અસાઈમેન્ટ કમ્પ્લીટ કરશે"

"ઓકે આંટી,યશ સાથે વાત થઈ શકશે?"

"યસ સ્યોર"

યશની મમ્મીએ યશ ફોન આપ્યો.

"હા બોલ,શું જોઈએ છે તને?"યશે મોઢું બગાડતાં કાવ્યાને પૂછ્યું.

કાવ્યાએ ટોન્ટ મારતાં કહ્યું,"આવી ને બકરી હવે ડબ્બામાં"

"હમ્મ"યશે હસતા હસતા એટલું જ કહ્યું.

"તમે બંને સ્ટડી કરો,હું જાવ છું"કહીને યશની મમ્મી એમના રૂમમાં જતી રહી.

"કાવ્યા,આનો બદલો લેવાશે"

"ચલ હવે ફટાફટ ક્રિશનો નંબર મોકલ,આવ્યો મોટો....બદલો લેવાવાળો"કહીને કાવ્યાએ કોલ કટ કરી દીધો.યશે કાવ્યાને ક્રિશનો નંબર મોકલ્યો અને પછી સુઈ ગયો.

શું લાગે છે તમને?,કાવ્યા રાતના બાર વાગે ક્રિશને કોલ કરશે????

અને કદાચ કાવ્યાએ કોલ કરી લીધો પણ શું ક્રિશ કાવ્યાનો કોલ ઉપડશે??

જાણવા માટે વાંચતા રહો "એક અનોખો બાયોડેટા".. . .........

જય શ્રી કૃષ્ણ🙏🏻🌹😊

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED