એક અનોખો બાયોડેટા - (સીઝન-૨) ભાગ-૨૭ Priyanka Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

એક અનોખો બાયોડેટા - (સીઝન-૨) ભાગ-૨૭

સવારના લગભગ સાડા સાત વાગે દેવ અને જસુબેન હોલમાં બેસીને ન્યૂઝપેપર વાંચી રહ્યા હતા.નિત્યા કોફી પી રહી હતી.કાવ્યા એના રૂમમાંથી આવતા જ બોલી,"ગુડ મોર્નીગ માય લવલી ફેમિલી"

બધા પોતપોતાનું કામ કરતા કરતા ગુડ મોર્નીગ બોલ્યા.કોઈએ કાવ્યાની સામે જોયું નહીં.કાવ્યા બ્રેકફાસ્ટ માટે ડાઈનિંગ ટેબલ પર બેસી.નિત્યાએ એને નાસ્તો આપ્યો.દેવ પેપર વાંચીને ઉભો થઈને એના રૂમમાં જતો હતો.નિત્યા દેવને જોઈ રહી હતી.કાવ્યા નિત્યાની સામે જોતા ગીત ગાવાનું ચાલુ કર્યું,

"છુપાના ભી નહિ આતા....
જતાના ભી નહિ આતા......
હમેં તુમસે મહોબ્બત હૈ......
બતાના ભી નહિ આતા........"

કાવ્યાને ગીત ગાતા સાંભળી એના રૂમમાં જતો દેવ સીડીઓમાં જ ઉભો રહ્યો.નિત્યા અને જસુબેન પણ કાવ્યાની સામે એકીટશે જોઈ રહ્યા.બધાને પોતાની તરફ જોતા જોઈ કાવ્યા ગાતા ગાતા અટકી ગઈ અને બોલી,"વોટ?"

"નાઇસ સોન્ગ,યૂ સિંગ વેરી વેલ"દેવે કાવ્યાને કોમ્પ્લીમેન્ટ આપતા કહ્યું.

"થેંક્યું પપ્પા"

દેવ ઓફીસ જવા માટે તૈયાર થવા રૂમમાં જતો રહ્યો.કાવ્યાએ નિત્યા સામે આંખ મારી અને આગળ ગાવાનું ચાલુ રાખ્યું,

"હથેલી પર તુમ્હારા નામ લીખતે હૈ મિટાતે હૈ....
તુમ્હી સે પ્યાર કરતે હૈ,
તુમ્હી સે કહ્યું છુપાતે હૈ..તુમ્હી સે હી કયું છુપાતે હૈ?....
ઝુબા પે બાત હૈ લેકિન,સુનાના ભી નહિ આતા.....
હમેં તુમસે મહોબ્બત હૈ,બતાના ભી નહિ આતા"

હવે સાથે જસુબેન પણ કાવ્યા સાથે જોડાયા અને ગાવા લાગ્યા,

"છુપાના ભી નહિ આતા....
જતાના ભી નહિ આતા......
હમેં તુમસે મહોબ્બત હૈ......
બતાના ભી નહિ આતા........"

કાવ્યા ગાતા ગાતા ઘરની બહાર જવા માટે દરવાજા પર ઉભી રહીને બોલી,"બાય જસુ,બાય નીતુ...જય શ્રી ક્રિષ્ના"

"જય શ્રી કૃષ્ણ..સંભાળીને જજે"

"ઓકે નીતુ,બાય.સાંજે મળીએ"કહીને કાવ્યા કોલેજ જવા માટે નીકળી ગઈ.

નિત્યા જસુબેનની સામે હસતા હસતા બોલી,"પાગલ છે છોકરી"

"તારાથી ઓછી"જસુબેને જવાબ આપ્યો અને પછી પોતે ભજનની ચોપડી લઈને બેસી ગયા.

*

કાવ્યા અને યશ કોલેજની કેન્ટીનમાં બેસ્યા હતા.એટલામાં એના ક્લાસની એક ઇન્ડિયન છોકરી આવીને કાવ્યાને પૂછવા લાગી,"કેન આઈ શીટ હિઅર?"

કાવ્યાએ જવાબ આપ્યો,"યા,ઑફકોર્સ"

"આઈ એમ ઇન યોર ક્લાસ"

"ઓહહ,આઈ ડિડન્ટ શી યૂ યસ્ટરડે🤔"

"યસ!બિકોઝ,આઈ ડોન્ટ હેવ એની ફ્રેન્ડસ હિઅર😒.સો,આઈ સેટ ઓન ધ લાસ્ટ બેન્ચ વિચ વોસ એમ્પટી"

"હમમ,ઇવન આઈ ડોન્ટ હેવ એની ગર્લ ફ્રેન્ડ.સો,વિલ યૂ બી માય ફ્રેન્ડ?"કાવ્યાએ પેલી છોકરીને ફ્રેન્ડ બનવા માટે પૂછ્યું.

"વાય નોટ,થેંક્યું સો મચ ફોર ધેટ"

"ઓકે ધેન,માય નેમ ઇસ કાવ્યા એન્ડ ધીસ ઇસ માય ફ્રેન્ડ યશ.યોર નેમ ઇસ?............."

"માય નેમ ઇસ હેલી"

"હાઈ હેલી,નાઇસ ટુ મીટ યૂ"યશે હેલીને હાથ મિલાવતાં કહ્યું.

"હેલો યશ,સેમ ટૂ યૂ"

યશનો હેલી સાથે હાથ મિલાવતો જોઈ કાવ્યાએ યશના કાનમાં કહ્યું,"આય હાયયય😍😍.......હેન્ડસેક એન્ડ ઓલ.મનમેં લડ્ડુ ફૂટા😜"

"જસ્ટ શટ અપ"

"બસ હવે એમાં શું શર્માવાનું"

"આઇ એમ નોટ શાય,યૂ ડુ યોર વર્ક ઓકે"

"ઓકે શર્મિલા😂"

"હવે તારા મનમાં લડ્ડુ ફૂટશે"

"હેહેહે......"કાવ્યાને ખબર ના પડી કે યશ શું કહેવા માંગતો હતો.

કેન્ટીનમાં આવતા ક્રિશ તરફ ઈશારો કરતા યશ બોલ્યો,"ક્રિશ ઇસ કમીંગ"

કાવ્યા અને હેલી બંનેએ ક્રિશ તરફ જોયું.ઇવન કેન્ટીનમાં બેસેલી બધી જ ગર્લ્સ ક્રિશ આવતો જોઈને એનામાં ખોવાઈ ગઈ હતી.અને ખોવાય પણ કેમ નઈ,'વાઈટ શૂઝ,બ્લેક પેન્ટ,બ્લેક ટીશર્ટ પર સ્કાય બ્લ્યુ ડેનિમ જૅકેટ એન્ડ વોટર કલર સનગ્લાસીસમાં ક્રિશ ઇસ લુક લાઈક વેરી ડેસિંગ યંગ મેન'એને જોઈને કોઈપણ છોકરી એના પર ફિદા થઈ જાય.એવું નહોતું કે કોલેજમાં બીજા છોકરાઓ એનાથી સારા નહોતા પણ ક્રિશ ચાર્મિંગ હતો.એનામાં એવું આકર્ષણ હતું જે એને બધાથી અલગ પાડતું હતું.

"હૂ ઇસ હી?"હેલીએ કાવ્યાને પૂછ્યું.

પણ કાવ્યા તો ખોવાયેલી હતી.એના મનમાં તો ગિટારની સાથે સાથે ગીત વાગી રહ્યું હતું,

"મન મસ્ત મગન,મન મસ્ત મગન
બસ તેરા નામ દોહરાએ......
મન મસ્ત મગન,મન મસ્ત મગન
બસ તેરા નામ દોહરાએ....
ચાહે ભી તો,ભૂલ ના પાએ....
મન મસ્ત મગન,મન મસ્ત મગન બસ તેરા નામ દોહરાએ....."

"હી ઇસ ક્રિશ,માય ફ્રેન્ડ એન્ડ કાવ્યાસ........"યશ એની વાત પૂરી કરે એ પહેલાં કાવ્યાએ એને હલકો લાફો માર્યો.

હેલીએ કાવ્યાને પૂછ્યું,"યૂ લાઈક હિમ?"

"નો નો,નથિંગ લાઈક ધેટ"

"સો,યૂ ડોન્ટ લાઈક હિમ?"હેલીએ કાવ્યાને ટીસ કરતા પૂછ્યું.

"નો યાર,પ્લીઝ ડોન્ટ ડુ ધીસ લાઈક ધીસ બન્દર"

"ઓકે ઓકે,આઈ એમ સોરી"

"એમાં સોરી બોરી ના કહેવાનું હોય,ફ્રેન્ડશીપમાં આટલું તો લેગ પૂલિંગ ચાલે"યશ બોલ્યો.

"યા યા,ઇટ્સ ઓકે"કાવ્યા બોલી.

ક્રિશ પણ આ ત્રણેયની જોડે આવીને બેસ્યો.

ક્રિશે યશ,કાવ્યા અને હેલીને કહ્યું,"હાઈ,ગુડ મોર્નીગ"

"ગુડ મોર્નીગ ભાઈ"

"ગુડ મોર્નીગ"કાવ્યા અને હેલી બંને સાથે બોલ્યા.

ક્રિશે હેલી તરફ ઈશારો કરતા યશનો પૂછ્યું,"ન્યુ ફ્રેન્ડ?"

"હા"

"હાઈ,આઈ એમ ક્રિશ"

"આઈ નો,યશે હમણાં જ કહ્યું"

"ઓહહ,ઓકે"

ક્રિશનું ધ્યાન ખેંચવા માટે કાવ્યાએ કહ્યું,"એન્ડ શી ઇસ હેલી"

"હેલી પોતાનું ઈન્ટરોડક્શન જાતે આપી શકે છે હો"યશે ફરીથી નિત્યાને હેરાન કરતા કહ્યું.

"હેલી,નાઇસ નેમ"

"થેન્ક્સ ક્રિશ"

કાવ્યા દાંત પીસીને મનમાં બોલી,"બધાનું નામ સારું લાગે છે પણ આ સાહેબે હજી સુધી મને મારુ નામ નથી પૂછ્યું.બીજો દિવસ છે છતાં મારી સાથે સામેથી એકવાર પણ વાત નથી કરી અને આ હેલીને હજી બે મિનિટ પહેલા મળ્યો છે તો પણ એની પ્રોફાઈલ જાણવા માટે બેસી ગયો છે.અને આ યશ,મારો ફ્રેન્ડ છે કે દુશ્મન?.મેં એટલા માટે હેલીનું નામ કહ્યું જેથી ક્રિશ મને મારુ નામ પૂછે.પણ આ બંદરે બધું જ બગાડી દીધું.નથી બોલવું મારે એની જોડે.નથી બોલવું મારે કોઈની પણ જોડે"

"હું ક્લાસમાં જાવ છું"કહીને કાવ્યા ગુસ્સામાં કેન્ટીનમાંથી જતી રહી.

"આને શું થયું?"ક્રિશે યશ અને હેલીને પૂછ્યું.

"કોણે કાવ્યાને?"

"હા,એ ગુસ્સામાં ગઈ હોય એવું લાગ્યું"

"શી ઇસ અપસેટ વિથ યશ"

"વ્હાય?"

"યશ એની સાથે મજાક કરતો હતો એટલે....."

"અચ્છા"

"ડોન્ટ વરી,અમારા બંને વચ્ચે આવું બધું ચાલતું રહે છે.હું હમણાં જ એને મનાવી લઈશ"

"યશ સ્ટોપ"હેલીએ કહ્યું.

"કેમ?"

"તું જઈશ તો વધારે ગુસ્સે થશે"

"તો પછી"

"ઇફ યૂ ડોન્ટ માઈન્ડ,તું જઈશ એની જોડે?"હેલીએ ક્રિશને પૂછ્યું.

"બટ,ઇસ શી ઓકે વિથ ધેટ?"

"યા યા,ઑફકોર્સ.શી ઇસ વેરી ફ્રેન્ડલી"

"સ્યોર?"

"યસ યસ"

"ઓકે ધેન,આઈ એમ ગોઈંગ"

*

દેવ અને અજય ઓફિસમાં કોંફરન્સ રૂમમાં બેસીને કોલેજમાં સ્પોર્ટ્સ ડિપાર્ટમેન્ટ માટેની ડિલ ફાઇનલ કરવાની હતી એ બાબતે વાતચીત ચાલી રહી હતી.અજયનો મેનેજર અજયે બનાવેલ પ્રેઝન્ટેશન સમજાવી રહ્યો હતો.આખું પ્રેઝન્ટેશન પત્યા પછી અજયે દેવ સામે જોયું.દેવ કંઈક વિચારી રહ્યો હતો.દેવના અડવાઇસરે દેવને પૂછ્યું,"વોટ્સ થીંકીંગ અબાઉટ ઇટ સર?"

"વોટ યૂ થિંક?"

"આઈ થિંક ઇટ્સ અમેઝિંગ.શૂડ બી ગીવન અ વન ચાન્સ,ઇફ યૂ આર ઓકે વિથ ધીસ ડિલ"

દેવે થોડું વિચાર્યું અને પછી એની ચેરમાંથી ઉભો થઈને બિલકુલ સામેવાળી ચેર જ્યાં અજય બેસ્યો હતો ત્યાં ગયો અને બોલ્યો,"લોક ધ ડિલ"

"સ્યોર"

"યસ"

"ઓકે,વી વુડ લાઈક ટુ વર્ક વિથ યૂ.થેંક્યું ફોર ગિવિંગ મી ધીસ ઓપોચ્યુનીટી"

"ઓલવેઝ વેલકમ,નાવ વી આર પાર્ટનર"

"યસ"

"માય અડવાઇસર સેન્ડ યૂ ધ અડ્રેસિસ ઓફ ઓલ ધ કોલેજીસ એન્ડ યુનિવર્સિટીસ.યૂ કેન વિઝિટ એકોર્ડીંગ ટુ યોર ટાઈમ"

"ઓકે,ડન"

"ઓકે ગાયસ,મીટિંગ ઇસ ઓવર.યૂ કેન લિવ એન્ડ વર્ક હાર્ડ"દેવ બોલ્યો.

"યસ સર"કહીને બધા કોંફરન્સ રૂમમાંથી બહાર નીકળી ગયા.

હવે ફક્ત દેવ અને અજય જ રૂમમાં હતા.દેવના ફોનમાં કોલ આવ્યો.ફોન રિસીવ કરતા દેવ બોલ્યો,"બોલો મેડમ"

ફોન નિત્યાનો હતો.નિત્યા બોલી,"ઘરવાળી કાર મમ્મી લઈને ગયા છે તો આવતી વખતે તમે કાવ્યાને કોલેજથી પિકઅપ કરતા આવજો"

"મમ્મી ક્યાં ગઈ?"

"અહીંયા નજીકમાં એમની એક ફ્રેન્ડ છે એમના ઘરે"

"ઓકે,નો પ્રોબ્લેમ.તું આવી ગઈ ઘરે?"

"ના,મારે આજ લેટ થશે"

"કેટલું લેટ?"

"આઈ થિંક,નવ વાગે નિકળીશ.કારણ કે,આજે એક રિપોર્ટર લિવ પર છે તો આઠ વાગ્યાના ન્યૂઝનું હેન્ડલિંગ મારે કરવાનું છે"

"હા તો પછી મને કોલ કરજે,હું આવીશ લેવા"

"એની જરૂર નથી.મેં ડ્રાઇવરને ઈંફોર્મ કર્યું છે.મમ્મીને મૂકીને મને લેવા આવી જશે"

"ઓકે"

"બાય"

"બાય"

દેવે ફોન મુક્યો.અજય ડિલના પેપર્સવાળી ફાઇલ લઈને ઉભો હતો.બંનેએ એમાં સાઈન કરી.

"તું અત્યારે ફ્રી હોય તો એક કોલેજની વિઝિટ મારી સાથે જ કરી લે"

"હું ફ્રી જ છું"

"ઓકે તો જઈએ?.એક્ચ્યુઅલી મારી ડોટર પણ એ જ યુનિવર્સિટીમાં સ્ટુડિ કરે છે તો એને પિકઅપ કરી લઈશ અને તારે વિઝિટ થઈ જશે"

"યસ યસ સ્યોર.લેટ્સ ગો"

જય શ્રી ક્રિષ્ના વાંચક મિત્રો,

હું ખૂબ જ ખુશ છું કે તમે મારી વાર્તાને આટલો પ્રેમ આપીને દિલથી વાંચી રહ્યા છો.મારા તમામ વાંચકમિત્રોને દિલથી ખૂબ ખૂબ ધન્યવાદ.જો તમને સ્ટોરી ગમી રહી હોય તો તમે તમારા મિત્રો અને પરિવારજનો સાથે શેર કરો.બસ આમ જ મારી વાર્તાને પ્રેમ આપતા રહો અને હા તમારા અમૂલ્ય અભિપ્રાય આપવાનું ભૂલતા નહીં.તમારા અભિપ્રાય મને આગળ સારું લખવા માટે ખૂબપ્રેરિત કરે છે.તો,મળીએ આવતા ભાગમાં ત્યાં સુધી વાંચતા રહો એક અનોખો બાયોડેટા.................