એક અનોખો બાયોડેટા - (સીઝન-૨) ભાગ-૨૬ Priyanka Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

એક અનોખો બાયોડેટા - (સીઝન-૨) ભાગ-૨૬

નિત્યા વોશરૂમમાંથી આવી અને દેવના ખભે હાથ મુક્યો અને બોલી,"દેવ....."

દેવ ધ્યાનથી ફોનમાં કઈક જોઈ રહ્યો હતો તેથી દેવ થોડો ભડક્યો અને બોલ્યો,"ડરી ગયો યાર હું તો"

"દેવ,ઇસ હી અજય?"નિત્યાએ બીજા ટેબલ તરફ ઈશારો કરતા કહ્યું.

"કોણ?"

"અરે પેલા તમારા સ્પોર્ટ્સવાળા ક્લાઈન્ટ"

"ક્યાં છે એ?,એ તો એની ગર્લફ્રેંડ સાથે ડિનર પર જવાનો હતો.એ અહીંયા ક્યાંથી હોય"

"આપણે અહીંયા શું કામ આવ્યા છીએ?"

"ડિનર માટે"

"તો એ ના આવી શકે?"

"અરે હા,એ તો મેં વિચાર્યું જ નહીં"પછી દેવે ઉભા થઈને જોયું તો અજય જ હતો.અજયને જોતા જ દેવ બોલ્યો,"પણ એ તો એની ગર્લફ્રેંડ સાથે અહીંયા આવ્યો હતો.તો પછી એકલો કેમ બેસ્યો હશે?"

"મે બી વેઇટ કોઈની વેઇટ કરતા હશે"નિત્યાએ એઝ્યુમ કરતા કહ્યું.

"પણ એને તો એવું કહ્યું હતું કે એની ગર્લફ્રેંડ એના માટે વેઇટ કરે છે.ચાલ જઈને એને પૂછીએ"

"ના દેવ,આમ કોઈના ટેબલ પર ના જવાય"

"અરે....હી ઇસ ફ્રેન્ડ ઓફ માઇન,ડોન્ટ વરી.એન્ડ હી ઇસ લુક લાઈક લિટલ અપસેટ,તો હું જઈ આવું"

"ઓકે,તમારે જવું હોય તો જાવ.હું અહીંયા જ બેસું છું"

"ઓકે"

દેવ અજયના ટેબલ પાસે ગયો.અજય રેડ વાઇન પી રહ્યો હતો.

"હાઈ અજય"

"ઓહહ હેલ્લો,તું પણ અહીંયા!.વોટ અ કોઇન્સીડન્સ"

"યા,ઇવન આઈ એમ સરપ્રાઇઝિંગ ટૂ.મને નિત્યાએ કહ્યું કે તું પણ અહીંયા છે"

"ઓહહ નાઇસ,વ્હેર ઇસ શી?"અજયે આમતેમ નિત્યાને શોધતા પૂછ્યું.

"કોણ નિત્યા?"

"યસ"

દેવે નિત્યા તરફ આંગળી કરતા કહ્યું અને પછી પૂછ્યું,"શી ઇસ ધેર,બટ વ્હેર ઇસ યોર ગર્લફ્રેંડ?"

"શી વોસ ગોન બીફોર આઈ કેમ હિઅર"અજયે ઉદાસ મને કહ્યું.

"હમમમ,ધેટ્સ વાય યૂ આર અપસેટ?"

"યા,બટ તને કેવી રીતે ખબર?"

"યે આંખો મેં નમી ઓર હાથ મેં પકડા હુઆ વાઇન કા ગ્લાસ સબ દિખા દેતા હૈ"

"ઓહહ શાયર"

"એ તો મારી વાઈફ છે.બાય ધ વે,વુડ યૂ જોઈન અસ ફોર ડિનર?"દેવે અજયને સાથે ડિનર કરવા માટે પૂછ્યું.

"બટ......"

"એની પ્રોબ્લેમ?"

"ના"

"તો"

"વિલ યોર વાઈફ ઓકે વિથ ઇટ?"

"યા યા,એબસોલ્યુટલી ફાઇન.શી ઇસ વેરી ફ્રેન્ડલી"

"ઓકે,તો મને કોઈ વાંધો નથી"

અજય અને દેવ બંને નિત્યા બેસી હતી એ ટેબલ પર ગયા.નિત્યાને ખબર ન હતી કે અજય પણ દેવની સાથે આવ્યો છે તેથી લાઈટના પડછાયામાં દેવને જોતા નિત્યા બોલી,"દેવ,બહુ વાર લગાડી તમે"

દેવ નિત્યાની સામે આવતા બોલ્યો,"સોરી ફોર ધેટ"અને પછી અજયને પોતાની ચેર ઓફર કરતા કહ્યું,"અજય કમ એન્ડ શીટ"

નિત્યા અજયને જોઈને થોડી આશ્ચર્ય પામી.

"તું બેસ,હું બીજી ચેર મંગાવું છું"અજયે દેવને કહ્યું.

અજયને એક વેઇટરને બોલાવ્યો અને કહ્યું,"પ્લીઝ વન મોર ચેર"હજી અજય પોતાનું વાક્ય પૂરું કરે એ પહેલાં વેઈટરે કહ્યું,"યસ સ્યોર સર" અને પછી બાજુના ખાલી ટેબલ પરની ચેર લાવીને ગોઠવી આપી.નિત્યા ચુપચાપ આ બધું જોઈ રહી હતી.ત્રણે બેસી ગયા.

"હાઈ નિત્યા"

"હેલો"

"આર યૂ કમ્ફર્ટેબલ વિથ મી?"

નિત્યા કઈ જવાબ આપે એ પહેલાં દેવ બોલ્યો,"એક્ચ્યુઅલી,અજયની ગર્લફ્રેંડ કોઈ કારણસર જતી રહી તો અજયને મેં આપણી સાથે ડિનર કરવા માટે બોલાવી લીધો"

"સારું કર્યું તમે"નિત્યા બસ એટલું જ બોલી.

નિત્યાના મોઢા પર ભાવ પરથી અંદાજો લગાવવાનો મુશ્કિલ હતો કે નિત્યા અજય સાથે કમ્ફર્ટેબલ છે કે નથી.દેવ અને અજય વાત કરી રહ્યા હતા એટલામાં ઓર્ડર કરેલ ડિનર આવી ગયું.વેઇટરે ત્રણેયને જમવાનું સર્વ કર્યું.

"તારે બીજું કંઈ ઓર્ડર કરવું છે?"

"નો નો,ધેટ્સ ઇનફ.આઈ એમ બીગેસ્ટ ફેન ઓફ સાઉથ ઇન્ડિયન ફૂડ"

"અરે...નિત્યાને પણ બહુ ભાવે છે"દેવે કહ્યું.

ત્રણે જમવાનું શરૂ કર્યું.દેવ અને અજય જમતા જમતા થોડી બિઝનેસની વાતો કરી રહ્યા હતા.નિત્યા પણ અમુક વાતમાં એનું ઓપિનિયન આપી રહી હતી.અચાનક દેવે અજયને પૂછ્યું,"તારી ગર્લફ્રેંડ તારા આવ્યા પહેલા કેમ જતી રહી?"

દેવે અચાનક સવાલ કર્યો તેથી અજયે અમુક સેકન્ડ માટે પોઝ થઈ ગયો.અજયને આમ પોઝ જોઈને નિત્યાએ દેવને આંખ બતાવતા કહ્યું,"દેવ......."

દેવ નિત્યાનો ઈશારો સમજી ગયો અને પછી અજયના ખભા પર હાથ મુકતા કહ્યું,"સોરી માય ફ્રેન્ડ,કદાચ વધારે પર્સનલ સવાલ પૂછી લીધો"

"ઇટ્સ ઓકે દેવ"દેવ સામે જોઇને અજય બોલ્યો અને પછી તરત નિત્યા સામે જોયું અને કહ્યું,"ઇટ્સ ઓકે,એમાં ના કહેવા જેવી કોઈ વાત નથી"પછી પાછું દેવ સામે જોયું અને દેવના હાથ પર હાથ મુકતા કહ્યું,"દેવ,આઈ એમ નોટ લકી લાઈક યૂ"

"મતલબ?"દેવને ખબર ના પડી કે અજય શેમાં લકી હોવાની વાત કરતો હતો.

"બધા હંમેશા બધાની રાહ નથી જોતાં.તું થોડો લેટ થયો તો નિત્યાએ સમજ્યું કે કોઈ કામમાં વ્યસ્ત હોઈશ એટલે લેટ થયો પણ મારી ગર્લફ્રેંડ એટલી અન્ડરસ્ટેન્ડીંગ નહોતી એટલે એ જતી રહી"

"સોરી"

"યૂ આર સો લકી,યૂ હેવ વાઈફ લાઈક નિત્યા"અજયે નિત્યાની સામે જોઇને કહ્યું.

આ સાંભળી દેવ અને નિત્યાએ એકબીજાની સામે જોયું.પછી તરત જ દેવે અજયને કહ્યું,"ચાલ છોડ આ બધી વાત અને મને કહે કે તે અત્યાર સુધી લગ્ન કેમ નથી કર્યા?"

"પહેલા બિઝનેસની પાછળ ભાગતો રહ્યો ત્યારે નહોતું વિચાર્યું કે મકાનને ઘર બનાવવા માટે વાઈફની જરૂર પડશે.અને હવે પૈસા જોઈને છોકરીઓ મારા પાછળ ભાગે છે પણ ફક્ત પૈસા માટે,મારા મકાનને ઘર બનાવવા નહીં"

નિત્યાએ અજયની સામે જોયું.અજય નીચું જોઈને ખાઈ રહ્યો હતો.નિત્યાને અજયની આંખોમાં ખાલીપો દેખાતા પૂછ્યું,"તમારી ફેમિલીમાં કોણ કોણ છે અને ક્યાં છે?"

"કોઈ નથી મારી ફેમિલીમાં,મમ્મી-પપ્પા ઘણા વર્ષો પહેલા કાર એક્સિડન્ટમાં મૃત્યુ પામ્યા.પપ્પાની સેવિંગ્સમાંથી હું કેનેડા પહોંચ્યો અને અહીંયા મારો બિઝનેસ શરૂ કર્યો.હવે કોઈ હમસફરને શોધું છું પણ જેમ મેં પહેલા કહ્યું એમ કે એ લોકો ફક્ત મારા પૈસા જોઈને મારી સાથે ડેટ પર આવે છે,મારા મકાનને ઘર બનાવવા નહીં"

"તને કેવી છોકરી જોઈએ છે બોલ,અમે હેલ્પ કરી શકીએ છીએ"દેવે અજયને પૂછ્યું.

"નિત્યા જેવી"

જેવું અજયે નિત્યાનું નામ લીધું તરત જ નિત્યાના હાથમાં રહેલી ચમચી પડી ગઈ.નિત્યા થોડું ઓકવર્ડ ફીલ કરવા લાગી.

"સાચે?"દેવે પૂછ્યું.

"હા"અજયે નિત્યાની સામે જોઇને કહ્યું.

"તું ફ્લર્ટ કરે છે મારી વાઈફ સાથે?"

"બિલકુલ નહીં,જે સાચું છે એ કહું છું"

દેવને થોડું ઇનસિક્યોર જેવું ફીલ થયું એટલે એણે અજયને કહ્યું,"પણ એ તો હવે પોસીબલ નથી.કારણ કે ભગવાને એક જ એવો પીસ બનાવ્યો છે અને મારી પાસે છે"

"ધેટ્સ ટ્રુ,બટ છતાં કોશિશ કરજે"

"સ્યોર"દેવ આગળ કંઈ બોલવા માંગતો ન હતો.અજયની વાતો સાંભળી દેવને કંઈક અજીબ લાગવા લાગ્યું.એ ઘણીભર નિત્યા સામે જોઈ રહ્યો.નિત્યા પણ આ સિચ્યુએશનમાં ઓકવર્ડ ફીલ કરવા લાગી હતી.ત્રણેય જણાએ ડિનર કરી લીધું હતું.ત્રણેય હોટલમાંથી બહાર નીકળ્યા.

"દેવ એન્ડ નિત્યા,થેંક્યું સો મચ ફોર ડિનર"અજયે દેવ સાથે હેન્ડસેક કરતા કહ્યું.

"ડોન્ટ સે થેંક્યું,ઇટ્સ ઓલ રાઈટ"

"યૂ સ્ટેન્ડ હિઅર એન્ડ વેઇટ અ મિનિટ,હું કાર લઈને આવું છું"દેવે નિત્યાને કહ્યું.

"ઓકે"

દેવ ગાડી લેવા માટે પાર્કિંગમાં ગયો.હવે અજય અને નિત્યા બંને એકલા જ ઉભા હતા.

"નાઇસ તું મીટ યૂ શાયર સાહિબા"અજયે નિત્યાને કહ્યું.

"શું?,શાયર સાહિબ.તમને કોણે કહ્યું કે હું શાયર છું"

"તમારા પતિદેવે"

"નો નો,આઈ એમ અ રાઇટર.આઈ એમ વર્ક ઇન સીબીસી ન્યુઝ ચેનલ એસ અ રિપોર્ટ રાઇટર"

"ઓહહ,ધેટ્સ નાઇસ.તમને જોઈને લાગતું નથી કે તમે......"

"તમે શું....."

"કંઈ જ નહીં.હું તમારા ચેનલની ઓફિસમાં ઘણી વાર આવી ચુક્યો છું પણ મેં તમને ક્યારેય ત્યાં નથી જોયા"

"મેં પણ તમને ક્યારેય નથી જોયા"

"ઓકે તો મળીએ પછી ક્યારેક"અજયે હેન્ડસેક કરવા માટે હાથ આગળ કર્યો.નિત્યાએ હાથ મિલાવ્યો અને કહ્યું,"ઓકે"

દેવ આ દ્રશ્ય જોઈ રહ્યો હતો.નિત્યાને આ અજાણ દેશમાં પહેલી વાર આટલું કમ્ફર્ટેબલી કોઈની સાથે વાત કરતા જોઈ દેવને થોડું અજીબ લાગી રહ્યું હતું.દેવે હોર્ન વગાડીને નિત્યાને બોલાવી.નિત્યા અજયને બાય કહીને ગાડીમાં બેસી ગઈ.દેવે ગાડીમાંથી જ અજયને બાય કહી દીધું અને પછી બંને નીકળી ગયા.રસ્તામાં પણ દેવ કંઈ જ બોલ્યો નહીં,બસ વિચારોમાં ડૂબેલો રહ્યો.બંને ઘરે પહોંચ્યા.કાવ્યા અને જસુબેન બંને દેવ અને નિત્યાની રાહ જોઇને જ બેસ્યા હોય એમ સોફા પર જ બેસ્યા હતા.

"તમે બંને હજી કેમ જાગો છો?"દેવે કાવ્યા અને જસુબેનને પૂછ્યું.

"હા,બસ તમારી જ રાહ જોતા હતા.હવે સુઈ જઈશું"

"ઓકે,જય શ્રી ક્રિષ્ના મમ્મી,ગુડ નાઈટ બેટા"

"જય શ્રી ક્રિષ્ના"

"ગુડ નાઈટ પપ્પા"

દેવ બેડરૂમમાં સુવા માટે જતો રહ્યો.કાવ્યા અને જસુબેન નિત્યાની સામે જોઈને મલકાઈ રહ્યા હતા.એ જોઈને નિત્યા બોલી,"આમ શું જુઓ છો?"

"કેવી રહી ડિનર ડેટ?"કાવ્યાએ નિત્યાના ખભે ખભો ટકરાવીને પૂછ્યું.

"અરે...હજી તમારી સુઈ ત્યાં જ અટકી છે"

"હા નિત્યા કે ને શું વાતો કરી તમે ત્યાં?"જસુબેને પણ એક્સાઇટેડ થઈને પૂછ્યું.

"તમે વિચારો છો એવું કંઈ જ નથી થયું.અને પહેલા તમે આ ડિનરને ડેટ કહેવાનો બંધ કરો"આટલું કહીને નિત્યા ડાઈનિંગ ટેબલ પાસે પાણી પીવા માટે ગઈ.કાવ્યા અને જસુબેન પણ નિત્યાની પાછળ પાછળ ગયા.પછી કાવ્યાએ પૂછ્યું,"તને શું ખબર કે અમે શું વિચારીએ છીએ"

"મને ખબર છે તમારા વિચારો.તમે વિચારતા હશો કે દેવ ડિનરના ટાઈમ પહેલા જ મને મારી ઓફિસે પિક કરવા આવી ગયા હશે.પછી અમે બંને શરમાતા શરમાતા ડિનર પર ગયા હોઈશું.ત્યાં જઈને અમે રોમેન્ટિક વાતો કરી હશે.ત્યાં બેકગ્રાઉન્ડમાં વાગતા રોમેન્ટિક સોન્ગ પર અમે બંનેએ ડાન્સ કર્યો હશે અને આમ જ અમે એકબીજામાં ખોવાઈ ગયા હોઈશું.એવું જ વિચાર્યું હતું ને તમે?"

"અમે તો આવું નહોતું વિચાર્યું પણ તને આ બધું કરવાની ઈચ્છા હતી ને?"જસુબેને નિત્યાને હેરાન કરતા કહ્યું.

"મમ્મી પ્લીઝ,હું સુવા માટે જાઉં છું.કાવ્યા તું સુઈ જા અને મમ્મી તમે પણ દવા લઈને સુઈ જાવ.બહુ જ લેટ થઈ ગયું છે"એટલું કહીને નિત્યા પણ બેડરૂમમાં જતી રહી.

કાવ્યા અને જસુબેન પણ પોતપોતાના રૂમમાં જઈને સુઈ ગયા.