પ્રણય પરિણય - ભાગ 3 M. Soni દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ખજાનો - 79

    ડર...ભય... ચિંતા...આતુરતા...ને ઉતાવળ... જેવી લાગણીઓથી ઘેરાયે...

  • ભાગવત રહસ્ય - 111

    ભાગવત રહસ્ય-૧૧૧   પશુ-પક્ષીની યોનિમાં અનેક પ્રકારના દુઃખ ભોગ...

  • વિશ્વની ભયંકર જળહોનારતો

    જ્યારે પણ જળહોનારત અંગે વાત નિકળે ત્યારે લોકોનાં મોઢે માત્ર...

  • ખજાનો - 78

    "રાત્રી નો સમય છે, આંદોલન વિશે સુતેલા અંગ્રેજોને જાણ તો થઈ ગ...

  • જે ભગવાનના થયા.

      ગોવર્ધન ગીરધારી ગોવર્ધન તત્વજ્ઞાનિક અર્થ છે – જીવનમાં પ્રક...

શ્રેણી
શેયર કરો

પ્રણય પરિણય - ભાગ 3


'કોન્ગ્રેચ્યુલેશન્સ ગઝલ.' એવોર્ડ આપીને પહોળા સ્મિત સાથે મલ્હારે ગઝલ સાથે હાથ મિલાવવા માટે પોતાનો હાથ આગળ કર્યો.

'થેન્ક યૂ વેરી મચ.' કહીને ગઝલએ મલ્હાર સાથે હાથ મળાવ્યો.. એના શરીરમાં પ્રથમ સ્પર્શની ઉતેજના વ્યાપી ગઈ. એવોર્ડ લઈને એ પોતાના સ્થાન પર ગઈ.

કેટલીય વાર સુધી એ પ્રથમ સ્પર્શની અનુભૂતિને એના મનમાં મમળાવતી રહી.

મલ્હારે પોતે આવીને પર્સનલ નંબર અને વિઝિટિંગ કાર્ડ આપ્યું હોવાથી ગઝલ સાતમાં આસમાનમાં વિહરી રહી હતી.

કાર્યક્રમ સંપન્ન થયા બાદ ગઝલ અને તેનુ ગૃપ શોપિંગ, લંચ અને મૂવી માટે નીકળ્યું.


**

પ્રણય પરિણય ભાગ ૩


જે ઠેકાણે એ લોકો લંચ માટે ગયાં હતાં ત્યાં જ વિવાન પણ બિઝનેસ મિટિંગ કમ લંચ માટે આવ્યો હતો.

ગઝલનું આખુ ગૃપ જ્યાં મજાક મસ્તી કરી રહ્યું હતું એ જગ્યા રેસ્ટોરન્ટના VIP એરિયામાં હતી, એટલે સ્વાભાવિક રીતે લોકોની હાજરી પાંખી હતી. ત્યાં શાંતિ હોવાથી એ લોકોનો અવાજ દૂર સુધી સંભળાઈ રહ્યો હતો. જોકે અમુક ટેબલ છોડીને વચ્ચે વચ્ચે પાર્ટિશન કરવામાં આવ્યા હતા જેથી VIP કસ્ટમર્સની અંગતતા જળવાઈ રહે.



'યાર ગઝલ કેટલી લક્કી છેને તું! તને પેલા મલ્હાર રાઠોડે પોતે નંબર આપ્યો..' ઝિયા એક્સાઈટ થઈને બોલી.


'હા ભઇ, જેની પાછળ આખી કોલેજની છોકરીઓ હતી તે હવે આપણી ગઝલની પાછળ પાછળ ફરશે.. ' કુશલ નિર્લેપ ભાવે બોલ્યો.


'મલ્હારે માત્ર નંબર આપ્યો છે યાર… એમાં પાછળ ફરવાની ક્યાં વાત જ આવે છે? અમે રિલેશનશિપમાં થોડીના છીએ?' ગઝલ બોલી.


'યાર નંબર મળ્યો હવે ધીરે ધીરે વાતચીત થશે, પછી પ્રેમ.. પછી ચાલુ થશે રિલેશનશિપ.. પછી આગળનો પ્રવાસ… એમા હવે વાર કેટલી..!' આર્ચી કુશલના હાથ પર તાલી દેતી બોલી.


'અરે યાર તમે લોકો ક્યાંથી ક્યાં પહોચી ગયા.. એણે હજુ વિઝિટિંગ કાર્ડ આપ્યું છે ને તમે લોકોએ કંકોતરી છપાવી નાખી?' નીશ્કા મોઢુ બગાડીને બોલી.


'બાય ધ વે નીશ્કા તુ શું કામ મોઢું બગાડે છે? કંઇ તારુ તો મન નહોતુંને મલ્હાર જોડે?' રીશાએ મમરો મૂક્યો.


'ના.. રે! હું તો એને ઘાસ પણ ના નાખું, એ કોલેજમાં હતો ત્યારે પણ કદી મને ગમ્યો નથી. રોજ છોકરીઓના ટોળામાં બેસતો.. મને તો એ પહેલેથી લફરાબાઝ લાગે છે.' નીશ્કા બોલી.


'એ લફરાં કરતો જ નથી… છોકરીઓ સામેથી તેની પાસે આવે તો એ શું કરે? આપણા ગૃપમાં પણ ગર્લ્સ ને બોય્સ છેજ ને? એમા ખોટું શું છે?' ગઝલ આંખો ફેરવતાં બોલી.


'તું તો ચુપ જ બેસ, તારા માથે પ્રેમનું ભૂત સવાર છે.. જે દિવસે તને મલ્હારની હકીકત ખબર પડશે ને ત્યારે સૌથી વધારે તકલીફ તને જ થવાની છે. મે ઘણું બધુ સાંભળ્યું છે એના વિષે.' આટલું બોલીને નીશ્કા મોઢુ ફેરવી ગઈ.


'અરે! એ આવડો મોટો બિઝનેસમેન છે, મોટા લોકો વિષે સાચી ખોટી અફવાઓ ઉડતી રહેતી હોય છે.' કુશલ દોસ્તીદાવે વચ્ચે પડ્યો.


'હાં યાર જોને, નીશ્કા પણ ના જાણે ક્યાંથી ઉડતી વાતો લઇ આવે છે.' ગઝલને કુશલની વાત ગમી.


'તુ છેને ફક્ત પ્રેમમાં નથી પડી… પણ પ્રેમમાં સાવ આંધળી થઇને પડી છે.. એટલે તને મલ્હારના અવગુણો દેખાતા નથી.' નીશ્કા બોલી.


'શટ અપ નીશુ.. હું મલ્હાર માટે એકપણ ખોટો શબ્દ સાંભળવા નથી માગતી.' ગઝલ રીતસરની ચિડાઈ ગઈ.


'અરે ભઈ શાંતિ… શાંતિ.. તમે લોકો પણ શું મંડી પડ્યા છો? હજુ ગઝલ મલ્હારની સરખી ઓળખાણ પણ થઈ નથી અને વાત રિલેશનશિપના પરિણામ સુધી પહોંચી ગઈ..!' ક્યારની ચુપ બેઠેલી ફિઝા પહેલીવાર બોલી.


'જે સ્પીડથી તેણે આ મહારાણીને નંબર આપ્યો છેને એના પરથી જ મેં કહ્યુ. બાકી આવડો મોટો બિઝનેસમેન લોકોના ફક્ત મોઢા જોઇને પર્સનલ નંબર વહેચતો ના ફરે..' નીશ્કાએ લોજીકલ દલીલ કરી.


'આપણી ગઝલ તો કોઈને પણ ગમી જાય તેવી છે.. એને પણ ગમી ગઈ હશે.. લવ એટ ફર્સ્ટ સાઈટ યૂ નો!' રાશી ફિલ્મી સ્ટાઈલમાં બોલી.


'બે વર્ષ પહેલાં પણ એ આપણી કોલેજમાં જ હતોને? આપણી આ "કોઈને પણ ગમી જાય તેવી ગઝલ" એને આખુ વરસ ના દેખાયી? આજે ટૂંકા કપડામાં જોઈ એટલે એની દાઢ સળકી છે.' નીશ્કા કોઈ ને પણ ગમી જાય એ શબ્દો પર ભાર દઇને બોલી.


'તું જેલસ ફિલ કરે છે ને નીશ્કા?' આર્ચીએ પૂછ્યું.


'વ્હોટ રબ્બિશ.. હું ગઝલથી જેલસ? મારી બચપણની ફ્રેન્ડ છે, મારી સગી બહેનથી વિશેષ છે એટલે મને એની ફિકર છે..' નીશ્કાની આંખો ભીની થઇ ગઇ.

નેવિલને ગઝલ પર ક્રશ હતો પણ પોતે ક્યાંક મજાકનુ સાધન ન બની જાય એમ સમજીને ક્યારનો ચૂપ બેઠો હતો. છેવટે મામલો શાંત કરવા માટે એ બોલ્યો: ઓકે.. ઓકે, આજે કોલેજનો આપણો છેલ્લો દિવસ છે યાર.. આપણે સારી રીતે એન્જોય કરવા ભેગા થયા છીએ, નહીં કે મગજમારી કરવા. જુઓ લંચ પણ આવી રહ્યું છે. ચાલો એન્જોય કરીએ. ખૂબ ભૂખ લાગી છે યાર.'


જો કે આજે સૌથી વધારે તો નેવિલનું જ લૂંટાયુ હતુંને? પણ એની કોઇને પડી નહોતી. એમ પણ નેવિલ જેવા લોકોનું લીસ્ટ ઘણું લાંબુ હતું.

છેવટે ગઝલ અને મલ્હારનો વિષય સાઇડમાં મૂકીને બધા ભોજન પર તૂટી પડ્યા.


પાર્ટિશનની બેક સાઇડ વિવાન તેના ક્લાયંટ સાથે લંચ કરી રહ્યો હતો.. ગઝલના ગૃપની વાતચીત એના કાન સુધી પહોંચતી હતી પણ તેને આઇડિયા નહોતો કે તેને સંભળાઇ રહી છે એ વાતચીત જે છોકરી સવારે તેને જોતાવેત ગમી ગઈ હતી એની જ છે, અને એનુ નામ ગઝલ છે.

એમની વાતો સાંભળીને વિવાનને તો હસવું આવી રહ્યું હતું.

લંચ પતાવીને ગઝલ એના ગૃપ સાથે મૂવી જોવા ગઈ. દિવસભર મસ્ત એન્જોય કરીને બધા છૂટા પડ્યા. ગઝલ પોતાના ઘરે આવી. એ ખૂબ થાકી ગઈ હતી, પર્સ, શોપિંગ બેગ બધું સોફા પર ફેંકીને તે પોતે પણ ત્યાં સોફા પર જ ઢળી ગઈ.

થોડી વાર પછી કૃપા પોતાની રૂમમાંથી બહાર આવી. ગઝલ પાસે જઈને પૂછ્યું: 'કેમ ચેઇન્જ કર્યા વગર અહીં જ સુઈ ગઈ? તબિયત તો સારી છે ને?'


'અરે ભાભી શું વાત કરું તમને.. ખૂબ મજ્જા કરી આજે તો… શોપિંગ કર્યું, ફર્યા, લંચ કરીને મૂવીમાં ગયાં.. અને થાકી પણ ખૂબ ગયા..'


'અચ્છા તો તુ પાર્ટીમાં આવીશ કે નહીં?'


'કઈ પાર્ટી.. ભાભી..?' ગઝલ થોડા કંટાળા સાથે બોલી.


'અરે તે પેલા રાઠોડ છે ને..!? તેના દિકરાએ બિઝનેસ જોઈન કર્યા પછી બે ત્રણ બહુ મોટા ગવર્નમેન્ટ પ્રોજેક્ટ મેળવ્યા છે એની સક્સેસ પાર્ટી છે..'


'કોણ રાઠોડ..?' ગઝલએ બેફિકરાઈથી પૂછ્યું.


'પેલા પ્રતાપ રાઠોડ, મિહિરના બિઝનેસ એસોસિએટ.. એના દિકરા મલ્હારની સક્સેસ પાર્ટી છે.. સાંજે આઠ વાગ્યે નીકળવાનું છે એટલે તને પુછ્યું કે તું આવીશ?'

મલ્હારનુ નામ સાંભળીને ગઝલ ચમકી, એ સફાળા ઉભી થઇ.


'અરે! હાં.. હાં ભાભી, હું આવીશ.. એવી ખાસ કંઈ થાકી નથી હું.'


'તુ નહીં આવે તો ચાલશે.. હું અને મિહિર જઇ આવીશુ.. તું આરામ કર, તારૂ મોઢુ જો.. રીતસરનો થાક દેખાય છે તારા મોઢા પર.' કૃપાને ગઝલની દયા આવી.


'હું ઘરે એકલી બોર થઇશ ભાભી, હું આવું છું તમારા જોડે. હમણાં હું ગરમ પાણીનો શાવર લઇશ એટલે બધો થાક ઉતરી જશે અને મસ્ત ફ્રેશ થઈ જઈશ.' ગઝલને હવે પાર્ટીમાં જવાનું બહુ મન હતું. કેમકે પાર્ટી મલ્હારની હતી.


'ઓકે તો ચલ જલ્દી તૈયાર થઈ જા, મિહિર આવશે તો એ ઉતાવળો થશે.' કૃપાએ કીધું.


'ઓકે ભાભી...' કહીને એ ઉપર બાથરૂમમાં જતી હતી ત્યાં કંઈક વિચારીને અટકી, પાછી ફરી અને બોલી: 'ભાભી.. હું શું પહેરુ?'


'શું પહેરુ એટલે? કપડાં પહેર..' કૃપાએ રમૂજ કરતા કહ્યું.


'વેરી બેડ જોક ભાભી, બોલોને.. શું પહેરુ? વેસ્ટર્ન કે ઈન્ડિયન?'


'મને તો તુ ઈન્ડિયનમાં વધારે સારી લાગે છે. પણ તારે વેસ્ટર્ન પહેરવું તોય વાંધો નહીં, બસ એ ડ્રેસ ઘૂંટણથી ટૂંકો ન હોવો જોઇએ.' કૃપાએ કહ્યું.


'હવે ક્યાં મારે જરૂર છે ટૂંકા કપડાં પહેરવાની..! મારૂ કામ તો થઇ ગયું..' ગઝલ મનમાં બોલી.


'હું ઈન્ડિયન જ પહેરીશ ભાભી..' કહીને એ ઉપર ગઈ. એનુ પર્સ એ નીચે જ છોડતી ગઈ. ઘરમાં આવીને જયારે તેણે પર્સ સોફા પર ફેંક્યું હતું ત્યારે પર્સ ખૂલી ગયું હતું અને બધી વસ્તુઓ વિખેરાઈ ગઈ હતી, મલ્હારનું કાર્ડ સરકીને સોફાની નીચે પાછળની બાજુ જતુ રહ્યું હતું.


'અરે તારુ પર્સ તો લેતી જા..' કૃપાએ તેને સાદ આપતા કહ્યુ.


'ભલે રહ્યું નીચે ભાભી.. ' કહેતી એ પગથિયાં ચઢી ગઈ.

બરાબર સાડા સાત વાગ્યે મિહિર ઓફિસથી આવ્યો. કૃપા અને ગઝલ બંને તૈયાર થઈને બેઠા હતા. મિહિર આવતા જ બંનેએ તેને મોડા આવવા બદલ ઠપકો આપ્યો.


'એક કલાક મોડો છે તુ મિહિર.' કૃપાએ ઘડિયાળ બતાવતા કહ્યુ.


'શું ભાઇ, તમારુ તો આ રોજનું છે.. ક્યાંય પણ જવાનું હોય, કદી સમયસર પહોંચવાનું જ નહીં..' ગઝલ બોલી.


'અરે હાં બાબા, દસ મિનિટમાં હું તૈયાર થઈ જઈશ. આઠ વાગ્યે પહોચી જઇશું.' મિહિર બાથરૂમ તરફ જતાં બોલ્યો.


'અને ટ્રાફિક..' કૃપા બોલવા ગઈ પણ ત્યાં સુધીમાં મિહિર બાથરૂમમાં ઘુસી ગયો હતો.

બેઉ નણંદ ભોજાઈએ એક બીજા સામે જોઈને 'આનુ કંઈ નહીં થાય' એવા ભાવથી નિશ્વાસ છોડ્યા.

બરાબર આઠ વાગ્યે એ લોકો ઘરેથી નીકળ્યા. રસ્તામાં થોડો ઘણો ટ્રાફિક નડ્યો એટલે સાડા આઠે તેઓ પહોંચ્યા.

રાઠોડ બંગલૉઝમાં મહેમાનોનું આગમન ચાલુ હતું. અંદર અમુક અર્લી બર્ડસ્એ પાર્ટી શરૂ કરી દીધી હતી. એન્ટ્રન્સ પર પ્રતાપ રાઠોડ તથા મલ્હાર રાઠોડ મહેમાનોનું સ્વાગત કરી રહ્યા હતા.

શહેરના બધા મોટા અને નામી લોકોને આમંત્રિત કરાયા હતા. વિવાન શ્રોફ પણ તેની બહેન કાવ્યા સાથે આવ્યો હતો.

પ્રતાપ રાઠોડે વિવાનનુ સ્વાગત કર્યું : 'આવો આવો વિવાન ભાઈ, અમારે ત્યાં આવીને આપે અમારી મહેફિલને ચાર ચાંદ લગાવી દીધા' એમણે વિવાનને ગળે લગાવતા કહ્યું.

મલ્હાર પણ ત્યાં જ ઉભો હતો પણ વિવાનને એટેન્શન ન આપવું પડે એટલે તેણે બીજા ગેસ્ટ તરફ ફરીને તેની જોડે થોડી વાતો કરી. પોતાની ઉંમરનો હોવા છતા વિવાનનું નામ ટોપ મોસ્ટ બિઝનેસમેનમાં આવતું હતું અને તે પોતાનાથી ઘણો આગળ હતો એ વાત મલ્હારને કઠતી હતી. જોકે કાવ્યાને તેણે આંખોથી આવકાર આપ્યો હતો.

'થેન્ક યૂ રાઠોડ અંકલ, એન્ડ કોન્ગ્રેચ્યુલેશન્સ મલ્હાર..' વિવાને સામે ચાલીને મલ્હારને બોલાવ્યો અને એના જોડે હાથ મિલાવવા પોતાનો હાથ આગળ ધર્યો.

'થેન્ક યૂ વિવાન.' મલ્હારે પરાણનું હસતાં મન વગર વિવાન જોડે હાથ મિલાવ્યો.


'પ્લીઝ કમ.' પ્રતાપ અંકલ વિવાન અને કાવ્યાને અંદર લઇ ગયા અને સન્માન પૂર્વક એક ટેબલ પર બેસાડ્યા.


બરાબર એ જ સમયે મિહિર, કૃપા અને ગઝલ એન્ટ્રન્સ પર આવ્યા. મલ્હારે ગઝલને જોઈ, ગઝલ ઈન્ડિયન વેઅરમાં પણ ખૂબસૂરત લાગતી હતી. ગઝલની જોડે મિહિર કાપડિયાને જોઈને મલ્હાર મુંઝાયો. ગઝલએ પણ મલ્હારને જોઈને નજર ઝુકાવી લીધી.

એટલી વારમાં મિ. પ્રતાપ વિવાન અને કાવ્યાને અંદર મૂકીને બહાર આવ્યાં અને મિહિરનુ સ્વાગત કર્યું : 'વેલકમ મિ. કાપડિયા વેલકમ.'


'થેન્કયૂ મિ. રાઠોડ, મીટ માય વાઇફ કૃપા એન્ડ માય લિટલ સિસ્ટર ગઝલ.' મિહિરે તેના ફેમિલીની ઓળખાણ કરાવી. ગઝલ મિહિરની બહેન છે એ જાણીને મલ્હારનો શ્વાસ હેઠે બેઠો.


'ઓહ, શી ઈઝ વેરી બ્યૂટીફૂલ' પ્રતાપ અંકલે ગઝલ સામે જોઈને કોમ્પ્લિમેન્ટસ આપ્યા. પછી એ લોકોને અંદર લઈ જઈને એક ટેબલ પર બેસાડ્યા.

એમની સહેજ ક્રોસમાં બાજુનુ ટેબલ વિવાનનું હતું. મિહિરે વિવાનને જોયો.


'હેલ્લો વિવાન..' મિહિર થોડો વિવાન તરફ ખસીને બોલ્યો.'


'હેલ્લો મિહિર ભાઈ કેમ છો?' વિવાન સૌજન્યતા પૂર્વક બોલ્યો.


'હું મજામાં, ઓલ ગ્રેટ?' મિહિરે કહ્યું.


'ઓહ યસ..' વિવાને સ્મિત કરીને કહ્યું.


મિહિર સાથે ગઝલને જોઇને વિવાન પણ મુંઝાયો.

ગઝલ પણ વિવાનને જોઈને ગભરાટની મારી કૃપાની પાછળ લપાઈ.

દરમિયાન કાવ્યા ઉભી થઇને વોશરૂમ તરફ ગઇ.

ધીમે ધીમે કરીને લગભગ બધા ગેસ્ટ આવી ચૂક્યા હતા. પાર્ટીની રંગત જામી રહી હતી.

પ્રતાપ રાઠોડ, મલ્હારને સાથે લઇને સ્ટેજ પર ગયા.

'એક્સક્યુઝ મી લેડિઝ એન્ડ જેન્ટલમેન, મે આઈ હેવ યોર એટેન્શન પ્લીઝ..' પ્રતાપ રાઠોડે એનાઉન્સમેન્ટ કરી: 'મારા બાહોશ પુત્ર મલ્હાર રાઠોડે બિઝનેસની દુનિયામાં પગ મૂક્યાને થોડો સમય જ થયો છે અને આટલા ટૂંકા ગાળામાં એણે ત્રણ મોટા ગવર્નમેન્ટ પ્રોજેક્ટ સફળતા પૂર્વક મેળવ્યા છે. મલ્હારે સફળતાનુ જે શિખર એક વરસ કરતાં પણ ટૂંકા સમયમાં સર કર્યું છે, ત્યાં સુધી પહોંચવા માટે સામાન્ય રીતે ઓછામાં ઓછો એક દાયકો લાગે. આજે આ પાર્ટીમાં આપણે સૌ મલ્હારની સફળતાને સેલિબ્રેટ કરવા માટે ભેગા થયા છીએ. સો પ્લીઝ એન્જોય ધ પાર્ટી..' પ્રતાપ રાઠોડની વાત પુરી થયે તાળીઓનો ગડગડાટ થયો.

થોડી વારમાં એક સેવન સ્ટોરી કેક આવી. મલ્હારે કેક કટ કરીને એક પીસ એના ડેડને ખવડાવ્યો. પ્રતાપ રાઠોડે પણ એક ટૂકડો કાપીને મલ્હારને ખવડાવ્યો.. બધાએ ફરીથી તાળીઓ વગાડી.

લોકો પાર્ટી એન્જોય કરી રહ્યા હતા. વિવાનનું બધુ ધ્યાન ગઝલમાં હતું. ગઝલ એની સામે ન જોતાં પોતાની નજર અહીં તહી ફેરવી રહી હતી.

પ્રતાપ રાઠોડ બધાના ટેબલ પર ફરતા ફરતા મિહિરનાં ટેબલ પર આવ્યાં. પ્રતાપ રાઠોડના વાઈફ ક્યાંય દેખાતા નહોતા એ વાત કૃપાએ નોટિસ કરી. પણ પછી વિચાર્યુ કે કદાચ બહાર ગયાં હોય કે પછી તબિયત ખરાબ હશે.


'મિ. કાપડિયા કંઈક લો ને..' પ્રતાપ રાઠોડે વિવેક કર્યો.

'હા, અંકલ શ્યોર.' મિહિર બોલ્યો.


'હું આઇસક્રીમ લઈશ..' કહી ગઝલ ઉભી થઇને આઇસક્રીમ કાઉન્ટર તરફ ગઇ. તેની પાછળ પાછળ વિવાન પણ ગયો.


'હાય..!' વિવાને પાછળથી અવાજ દીધો. ગઝલએ પાછુ વળીને જોયું.

'હાય.' તે સાવ સંવેગહીન અવાજે બોલી.


'આઇ થિંક તમે મને ઓળખ્યો નહીં, સવારે તમારી કાર મારી કાર સાથે ટકરાઇ હતી.' વિવાન બોલ્યો.


ગઝલએ ડરના માર્યા થૂંક ગળા નીચે ઉતાર્યું પછી બોલી: 'જુઓ મિ. વિવાન, એ મારી ભૂલ હતી, આઇ એમ વેરી સોરી ફોર ધેટ.. મને ખબર નહોતી કે એ કાર તમારી, મતલબ કે વિવાન શ્રોફની હશે… નહી તો હું એવું કંઈ બોલી જ ન હોત, લેટ્સ ડમ્પ ધીસ મેટર નાઉ. અને પ્લીઝ એ એક્સિડન્ટ વિશે તમે મારા ભાઈને નહીં કહેતાં, નહિતો મને લાઈફ ટાઈમ કાર ચલાવવા નહીં મળે.' ગઝલ એકદમ ક્યૂટ ફેસ બનાવીને બોલી. વિવાનને તેનો ક્યુટ ફેસ ખૂબ ગમ્યો.


'ઓકે.. ઓકે, કોઈને નહીં કહું.. ડોન્ટ વરી..' વિવાને હસીને કહ્યું.


'થેન્કયૂ વિવાન.. યૂ આર રિયલી અ નાઈસ પર્સન.' ગઝલ નાનકડું સ્માઈલ આપીને બોલી અને ત્યાંથી નીકળી ગઈ.


ગઝલ ગયા પછી વિવાને પોતાના વાળમાં હાથ ફેરવ્યો અને મનમાં ખુશ થતો પોતાના ટેબલ પર આવીને બેઠો.

પાર્ટીની રંગત હવે ખરેખરી જામી હતી. ડી. જે. પણ મસ્ત રોમાન્ટિક સોંગ્સ વગાડી રહ્યો હતો. સ્ટેજ પરથી એન્કરે બધાને કપલ ડાન્સ માટે ઈન્વાઇટ કર્યા.

મલ્હાર ગઝલના ટેબલ પાસે આવ્યો, એક હાથ તેની તરફ લંબાવીને એણે ડાન્સ માટે પૂછ્યું: 'વૂડ યૂ લાઈક ટૂ ડાન્સ વીથ મી?'


ગઝલ માટે તો આ સ્વપ્ન સમી વાત હતી. એ ખૂબ ખુશ થઈ, એના પેટમાં પતંગિયા ઉડવા લાગ્યા અને મનમાં લડ્ડુ ફૂટ્યા. પણ તેણે પોતાનો ઉત્સાહ અંદર જ દબાવી રાખીને એકદમ નોર્મલ ચહેરે ભાઈ ભાભી તરફ જોયું.

મિહિરે તેને આંખો વડે સંમતિ આપી. અને પોતે પણ કૃપાને લઈને ડાન્સ માટે ગયો.


વિવાન દૂરથી જોઈ રહ્યો હતો. એણે પોતાના મોબાઈલમાં પાર્ટીના થોડા ફોટો લીધા.

ગઝલ અને મલ્હાર એકબીજાની આંખોમાં આંખો નાખીને રોમાન્ટિક ગીત પર ડાન્સ કરી રહ્યા હતા.


થોડી મિનિટો વીતી ત્યાં મલ્હારના મોબાઈલ પર રીંગ વાગી. ફોન લઇને તે સાઇડમાં ગયો. ગઝલ એકલી પડી એટલે એ પોતાના ટેબલ પર જઇને બેઠી.

મિહિર અને કૃપા હજુ ડાન્સ કરી રહ્યા હતા.


'હેલ્લો.. હેલ્લો..' બોલતો મલ્હાર બહાર નીકળ્યો.


હેલ્લો.. મલ્હાર.. હેલ્લો.. અવાજ તેની પાછળથી આવતો હતો. મલ્હારે પાછળ ફરીને જોયું.


'કાવ્યા.. ' મલ્હારે હોઠ ફફડાવ્યા.


'તુ તો જાણે આજે મને ઓળખતો જ ન હોય એવી રીતે વર્તે છે.' કાવ્યા બોલી.


'પાર્ટી છેને આજે કાવ્યા.. ગેસ્ટમાં બિઝી છું એટલે, બાકી હું મારી જાનને ઇગ્નોર કેવી રીતે કરી શકું?' મલ્હાર કાવ્યાને આલિંગન આપતા બોલ્યો.


'હું પણ તો તારી ગેસ્ટ છું.' કાવ્યા મલ્હારના શર્ટના બટન સાથે રમતા બોલી.


'યૂ આર માય સ્પેશિયલ ગેસ્ટ બેબી.' મલ્હાર કાવ્યાના ગાલ પર આંગળીઓ ફેરવતાં મદહોશ અવાજમાં બોલ્યો.

મલ્હારની હરકતથી કાવ્યાના શરીરમાં ઉત્તેજના વ્યાપી ગઈ અને બંનેના હોઠ મળ્યા. મલ્હારનો એક હાથ કાવ્યાની કમર ફરતે હતો અને બીજો હાથ કાવ્યાના વાળમાં પરોવાયેલો હતો. કાવ્યાએ બંને હાથના સંપુટમાં મલ્હારનો ચહેરો રાખ્યો હતો. મલ્હાર કાવ્યાને કિસ કરતો કરતો એજ સ્થિતિમાં પાછળ ઠેલતો ગયો અને કાવ્યાને દિવાલ સરસી ચાંપી દીધી. એક ક્ષણ પુરતા બંનેના હોઠ અળગા થયા, મલ્હારે કાવ્યાની બેઉ હાથની આંગળીઓમાં પોતાના બંને હાથની આંગળીઓનાં અંકોડા ભીડવીને કાવ્યાના હાથ એના માથા ઉપરથી સીધા ઉંચે રાખી ને દિવાલ સાથે જડી દીધા. હવે કાવ્યા મલ્હારની મજબૂત પકડમાં પગથી માથા સુધી દિવાલ સરસી નિ:સહાય જેવી સ્થિતિમાં હતી. મલ્હારે કાવ્યના હોઠો પર ફરી ચસચસતુ ચુંબન કર્યું. કાવ્યા અવર્ણનીય આનંદથી કરાહી ઉઠી.

મલ્હારે એક હાથ વડે કાવ્યાના બેઉ પંજા પકડી રાખ્યા અને પોતાનો જમણો હાથ છૂટો કર્યો, જમણા હાથનાં અંગૂઠાથી એણે કાવયાના હોઠ રબ કર્યા. પછી એજ હાથની ત્રણ આંગળીઓ એણે કાવ્યાની આંખોની બંધ પાંપણો પર ફેરવી. પછી ત્યાંથી નીચે હોઠ, ગરદન પર ફેરવતો એના બંને સ્તનની બરાબર વચ્ચેથી પેટ પર અને ત્યાંથી નાભિ સુધી લાવ્યો. કાવ્યાના પેટના સ્નાયુ થરથરી ઉઠ્યા. મલ્હાર તેની આંગળીઓ ત્યાંથી વધુ નીચે તરફ લઇ જતાં અચાનક અટકીને પોતાનો હાથ કાવ્યાના નિતંબ પર લઇ ગયો અને પોતાના વિશાળ પંજા વડે કાવ્યાનો એક નિતંબ દબાવ્યો. કાવ્યા તડપી ઉઠી. તે અધીરાઇથી પોતાના પગનાં પંજા પર ઉંચી થઇ અને પોતાના હોઠ મલ્હારના હોઠની પાસે લાવી. તેના શ્વાસોશ્વાસ ઝડપી થયા. મલ્હારે એને થોડી સેકન્ડ સુધી તડપવા દીધી પછી અચાનક એના હોઠ કાવ્યના હોઠ સાથે ભીડી દઇને ફરીથી પ્રદીર્ઘ ચુંબન કર્યું.. કાવ્યાનો શ્વાસ ગુંગળાવા લાગ્યો ત્યારે છેક મલ્હારે એને છોડી.

કાવ્યા પ્રેમરસ મમળાવતી મલ્હારની છાતી પર માથું ઢાળીને ઉભી રહી. એના હોઠ ભૂરા થઇ ગયા હતા.


'આપણે લગ્ન ક્યારે કરીશું મલ્હાર? હવે આ દૂરી મારાથી સહન નથી થતી' બેએક મિનિટ પછી તેણે મલ્હારની કમર ફરતે હાથ વીંટાળીને પુછ્યું.


'હજુ હમણાં તો મારી કેરીયર શરૂ થઈ છે બેબી, મારે હજુ ટોપ પર પહોચવું છે. તારો ભાઈ જે ઉંચાઇ પર છે તે ઉંચાઇ સુધી હું પહોંચીશ પછી તેની પાસે તારો હાથ માંગીશ.અત્યારે હું ખૂબ પાછળ છું એનાથી.' મલ્હાર કાવ્યાના વાળની લટને રમાડતાં બોલ્યો.


'તને એવુ કેમ લાગે છે મલ્હાર, કે તારી આર્થિક સ્થિતિ જોઇને મારો ભાઈ આપણા પ્રેમને મંજૂરી આપશે..? તુ પણ સફળ બિઝનેસમેન છે. અને મારો ભાઈ તો ખૂબ સારો છે. મને વિશ્વાસ છે કે એ આપણા પ્રેમને જરુર સ્વીકારશે. તુ એક દિવસ આવીને મળને એને.. કે પછી હું જ ભાઈને વાત કરૂં?' કાવ્યાએ મલ્હારની આંખોમા જોતા પુછ્યું.


'નહીં.. નહીં, હમણા તો બિલકુલ નહીં બેબી.. હમણાં થોડા દિવસો સુધી આપણા પ્રેમ વિષે કોઈને ખબર નથી પડવા દેવાની. થોડા સમય પછી છેડેચોક આપણે જાહેરાત કરીશું.' મલ્હાર એને સમજાવતા બોલ્યો.


'ઓકે..' કાવ્યા નિરાશ સ્વરે બોલી.


'જાન, યૂ ટ્રસ્ટ મી ના?' મલ્હારે પોતાની આંગળી વડે કાવ્યાનો ચહેરો ઉંચો કર્યો.


'ટ્રસ્ટ છે એટલે જ તો મારુ સર્વસ્વ તને અર્પણ કરી દીધું છે મલ્હાર..' કાવ્યાએ પ્રેમથી મલ્હારની આંખોમાં જોતા કહ્યું.

.

.

ક્રમશ:


પ્રિય વાચક મિત્રો, આપને ધારાવાહિક નવલકથાનું આ પ્રકરણ ગમ્યું હોય તો આપનો અમૂલ્ય પ્રતિભાવ/કોમેન્ટ્સ જરુર આપશો.