ધૂન લાગી - 19 Keval Makvana દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ધૂન લાગી - 19





"આટલું બધું થયાં પછી, હું તો આ સંબંધને આગળ નહીં વધારી શકું. Sorry અનન્યા! Sorry અંજલીજી!" કૃણાલે કહ્યું.

"અનન્યા! તું શું કરવાં ઈચ્છે છે?" અંજલીએ કહ્યું.

"અક્કા! મને પણ લાગે છે કે હું આ બધી વસ્તુઓ માટે હજુ તૈયાર નથી, એટલે આ સંબંધને અહીં સુધી જ રાખવો જોઈએ." અનન્યાએ કહ્યું.

"ઠીક છે. તો હવે તમે બંને આ સંબંધમાંથી મુક્ત થવા ઈચ્છો છો, એવું અમે માનીએ છીએ." કરણે કહ્યું.

"અને સાંભળો! તમે બંને ખોટી રીતે દુઃખી ન થતાં. તમે આ નિર્ણય એકબીજાની સહમતીથી અને પોતાનાં સારાં માટે કર્યો છે એટલે ઉદાસ થવાની કોઈ જરૂર નથી." અંજલીએ કહ્યું.

"હા. હું જાણું છું કે સંબંધ તૂટે ત્યારે દુઃખ તો થાય છે, પણ તમારે બંનેએ આ દુઃખને બને તેટલું જલ્દી ભૂલીને તમારી લાઇફમાં આગળ વધવાનું છે. Ok?" કરણે કહ્યું.

અનન્યા અને કૃણાલે નીચું જોઈ 'હા'માં માથું ધુણાવ્યું.

"ચાલો! હવે આશ્રમે જઈએ. અમ્મા-અપ્પાને કહ્યાં વગર જ આવ્યાં છીએ, તેઓ ચિંતા કરતાં હશે." અંજલીએ કહ્યું.

"હા ચાલો, જઈએ." આમ કહીને કરણ અને બાકી બધાં આશ્રમમાં પાછાં ફર્યાં.

આશ્રમમાં બધાં રાતનું ભોજન કરીને સૂઈ રહ્યાં હતાં. પણ અંજલીને હજુ ઊંઘ નહોતી આવતી.

"સારું થયું. અનન્યા અને કૃણાલે યોગ્ય સમય પર નિર્ણય લઈ લીધો. તેમનાં સંબંધમાં વિશ્વાસની ખોટ હતી. અનુને હજુ આવી વસ્તુ માટે તૈયાર થતાં સમય લાગશે. પણ આ બધાં વચ્ચે મેં એક વાત તો જાણી. કરણે અનન્યા માટે પોતાનાં ભાઇને થપ્પડ મારી દીધી. તે છોકરીઓની ઘણી ઈજ્જત કરે છે. મિસ્ટર કરણ! ધીમે ધીમે તમે મારી નજરમાં વધારે ઈજ્જત મેળવી રહ્યાં છો." અંજલી વિચારી‌ રહી હતી.

બીજી તરફ કરણને પણ ઊંઘ નહોતી આવતી. "કૃણાલની લવસ્ટોરી આ રીતે અધૂરી રહેશે, આવું મેં કદી વિચાર્યું ન હતું. પણ જે થયું તે એમનાં સારાં માટે જ થયું છે. આ બધી વાતમાં હું એ તો ભૂલી જ ગયો, કે હું અહીંયા અંજલીને મળવાં આવ્યો છું. અંજલી...! કેટલી સુંદર અને સમજદાર છોકરી છે. ડાન્સ પણ ખૂબ સરસ કરે છે અને સંસ્કારી પણ છે. હા, થોડી તોફાની અને નટખટ પણ છે" કરણ પણ અંજલી વિશે વિચારી રહ્યો હતો.

"તમે અંજલીજી વિશે વિચારી રહ્યાં છો ને?" કૃણાલે કરણને પૂછ્યું.

"હા..." અચાનક કૃણાલે પૂછ્યું એટલે કરણ સાચું બોલી ગયો.

"ઓહો... ભાઈ Congratulations! તમારી લવસ્ટોરીની શરૂઆત થઈ ચૂકી છે."

"શું બોલે છે તું?"

"હા ભાઈ, હવે મારી પાસે શું શરમાવાનું? કહી દો તમારાં મનની વાત. બોલો, તમને અંજલીજી ગમવા લાગ્યાં છે ને?"

"હા, મને અંજલી ગમે છે અને મને એવું લાગે છે કે હું પ્રેમમાં છું."

"તો હવે રાહ શેની જુઓ છો? પ્રપોઝ કરી દો તેમને!"

"પણ એ મારાં વિશે શું વિચારે છે, એ જાણ્યાં પહેલાં તેને પ્રપોઝ કેવી રીતે કરું?"

"તમે અમ્મા-અપ્પાને કહો કે અંજલીજી સાથે તમારાં વિશે વાત કરીને, તેમનાં મનની વાત જાણે."

"ના યાર! અમ્મા-અપ્પાને આમાં સામેલ કરવાં એ બહુ ઓકવર્ડ થઈ જશે."

"તો કઈ રીતે?"

"હા, હું અનન્યાને આ કામ માટે કહી શકું."

અનન્યાનું નામ સાંભળીને કૃણાલ ઉદાસ થઈ ગયો.

"અરે, ઉદાસ ન થઈશ. હું તેની સાથે આ વાત કરીશ, તને વાત કરવા નહીં મોકલું. Ok?"

"ઠીક છે."

"Ok, તો મને હવે એક વાત જણાવ. તે અનન્યાને કહ્યું હતું, કે આપણે અહીં શા માટે આવ્યાં છીએ?"

"હા અને મેં તેને કોઈને કહેવાની પણ 'ના' કહેલી.

‌ "તો હું એની સાથે વાત કરું છું."

‌ "પણ એ આપણી મદદ કરશે?"

"ચોક્કસ તો ન કહી શકાય, પણ પ્રયત્ન કરવામાં શું જાય છે. એક વખત તેની સાથે વાત કરી લઉં, પછી જોઈએ શું કરવું."

"Ok, તો કાલે સવારે જ તમે તેની સાથે વાત કરી લો. હવે બહું મોડું કરવું યોગ્ય નથી, કેમ કે આપણે અહીંયા આવ્યાં તેને હમણાં એક અઠવાડિયું થઈ જશે. આપણે અહીં આવી રીતે બહું વધારે દિવસો સુધી નહીં રહી શકીએ. અમ્મા-અપ્પા તો આપણાં વિશે જાણે છે, પણ અંજલીજીને શંકા થઈ જશે."

"હા, તારી વાત તો સાચી છે. તો હવે કાલથી જ કામ પર લાગી જવું પડશે. ચાલ હવે સૂઈ જઈએ. Good Night."

"Good Night." આમ કહીને કરણ અને કૃણાલ સૂઈ ગયાં.


_____________________________



શું અનન્યા, કરણ અને કૃણાલની મદદ કરશે? કે પછી અનન્યા અને કૃણાલનાં તુટેલાં સંબંધની અસર કરણ અને અંજલીનાં સંબંધ પર પડશે?

જાણવાં માટે વાંચતાં રહો... ધૂન લાગી