એક અનોખી મુસાફરી - 5 Patel Viral દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

એક અનોખી મુસાફરી - 5

બીજા દિવસે સવારના છ વાગતાં સુરજની નવી કિરણો સાથે જ રોહનની આંખો ખુલે છે અને મમ્મી મમ્મી કરીને બુમ પાડવા લાગે છે પણ થોડી વારમાં ભાનમાં આવતા વિતેલા દિવસો ને યાદ કરીને રોહનની આંખમાં આંસુ આવી જાય છે એક બાજુ આ ઘટના તેનું દિલ દુખાવે આવે છે અને બીજી બાજુ તેના જીવનની મહત્વની બારમાં ની પરીક્ષા ટેન્શન આપે છે તે બેડ છોડીને નાહવા  જાય છે અને હવે તો પરીક્ષાને ફક્ત ગણીને દસ દિવસ બાકી રહ્યા છે. સ્કૂલ યુનિફોર્મ પહેરીને ડાઇનિંગ હોલમાં નાસ્તો કરવા જાય છે જમતા જમતા રોહન નક્કી કરે છે કે હવે જે થવાનું હતું તે થઈ ગયું ફક્ત પરીક્ષા ઉપર જ ફોકસ કરવું છે નહીંતર એ પણ બગડશે. નાસ્તો કરીને રોહન એરિન ને તેના ના ઘરે બોલાવવા જાય છે.

રોહન :- "એરિન ચલ ભાઈ સ્કૂલે વીસ મિનિટમાં પહોંચવાનું છે આપણે."

એરિન :- "હા પાંચ જ મિનીટ બૂટ પહેરીને આવ્યો."

રોહન :- "હા જલ્દી કર."

એરિન જલ્દી થી બૂટ પહેરીને બેગ લઈને સ્કૂલે જવા નીકળે છે તે રોહનનું ઉદાસ મોઢું જોઈને મનોમન દુઃખ મહેસૂસ કરે છે.

એરીન :- "રોહન હવે ઉદાસ રહેવાનો કોઈ મતલબ નથી જે થવાનું હતું એ થઈ ગયું હજી આપણે આપણા ભવિષ્ય ઉપર પણ ફોકસ કરવાનું છે અને ચિંતા ના કરીશ સમય વિતતા બધું જ સરખું

             થઈ જશે."

રોહન :- "હા પણ મમ્મીની ખૂબ જ યાદ આવે છે અને એક બાજુ આ પરીક્ષાનું ટેન્શન શું કરવું કંઈ જ ખબર નથી પડતી હવે ખાલી દસ દિવસ રહ્યા છે પરીક્ષાના."

એરિન :- "તું ટેન્શન ના લે બધું ભૂલીને પરીક્ષા ઉપર ધ્યાન આપ નહિતર ફેલ થઈશ."

રોહન :- "હા હવે મારે ખાલી પરીક્ષા ઉપર જ ફોકસ કરવું જોઈએ."

વાતવાતમાં બંને ચાલતાં ચાંલતા સ્કૂલે પહોંચે છે બંને ક્લાસમાં જઈને બેસે છે ત્યાં જ પ્રિન્સીપાલ સર ક્લાસમાં આવીને બધાને સૂચના આપતાં કહે છે "આજે બારમા ધોરણના વિદ્યાર્થીઓ માટે આ સ્કૂલ નો છેલ્લો દિવસ છે તમારે પરીક્ષાના ફક્ત દસ જ દિવસ રહ્યા છે એટલા માટે દરેકને વાંચવા માટે રજા આપવામાં આવે છે બધા ખૂબ જ મહેનત કરીને સારું રિઝલ્ટ લાવે તેવી મારી  શુભકામનાઓ." એટલું કહીને સર ચાલ્યા જાય છે અને રોહન અને એરિન સ્કૂલની લાઈબ્રેરીમાં જઈને વાંચવા લાગે છે એક વાગતા સ્કૂલનો છૂટવાનો બેલ વાગે છે અને બંને ઘરે જાય છે. "રોહન જમીને મારા ઘરે આવતો રહેજે વાંચવા અને હા મારી મેથ્સ ની બુક તારી પાસે છે ભૂલ્યા વગર લેતો આવજે." રોહન તેના ઘર તરફ વળે છે અને ઘરે પહોંચીને જમીનને પાછો તેના ઘરે જવા નીકળે છે.

રોહન :- "દરવાજો ખોલ ,એરિન."

એરિન :- " આવ આવ , તું ઉપર જઈને રૂમમાં બેસ હું આવું ગેસ બંધ કરીને પાંચ મિનિટમાં મમ્મી-પપ્પા મારા અંકલ ના ઘરે બેસવા ગયા છે."

રોહન રૂમમાં જાય છે ત્યાંજ એરિન પણ રૂમમાં આવે છે અને બંને વાંચવા બેસે છે વાંચતા વાંચતા સાત વાગી જાય છે ને ખબર નથી પડતી. "સારું ચાલ હું ઘરે જવા નીકળું સાત વાગી ગયા નહીંતર હજી પહોંચતા મોડું થઈ જશે કાલે મળીએ રોહન એટલું કહીને ઘરે જવા નીકળે છે. ઘરે જઈને જમવા બેસે છે ત્યાં જ તેના કાકા ઘરે આવે છે અને રોહન સાથે જમવા બેસે છે.

કાકા :- "બેટા રોહન, ભણવાનું કેવું ચાલે છે?"

રોહન :- "હા કાકા, સારું ચાલે છે પહેલાં કરતાં."

કાકા :- "ધ્યાન રાખજે આ વખતે હવે પરીક્ષાના ફક્ત દસ દિવસ જ રહ્યા છે સારા માર્ક્સ લાવવાના છે જેથી સારી કોલેજમાં એડમીશન મળે."

રોહન :- "હું મહેનત કરુ જ છું અને સારા માર્ક્સ પણ આવશે."

બંને જમીને પોતપોતાના રૂમમાં સુવા જાય છે. રોહન હજી પણ ખુબ જ ટેન્શનમાં છે કારણ કે તેના મમ્મીના અવસાન પછી વાંચવામાં મન જ નથી લગાડી શકતો અને ખૂબ જ ડર લાગે છે કે જો હું નાપાસ થઈશ તો બધા મારા વિશે શું વાતો કરશે. પાછો રોહન એક સકારાત્મક વિચારો સાથે વાંચવા બેસે છે બે ત્રણ કલાક વાંચીને રોહન ચોપડાને બેગમાં મૂકીને સૂઈ જાય છે.

ક્રમશ: