એક અનોખી મુસાફરી - ૩ Patel Viral દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

એક અનોખી મુસાફરી - ૩

રોહનને 5 મિનિટ રહીને ભાન આવે છે. તે જોવે છે તો તેના મમ્મી જમીન પર ઢળેલાં હતાં. રોહનને તેમને હલાવે છે,તેમને ઉઠાડવાની કોશિશ કરેં છે પણ તેનાં મમ્મી ઉઠતા જ નથી તે તેમની હાથની નસ ચેક કરેં છે પણ તો પણ તે અંદાજો લગાવી શકતો નથી કે શું થયું છે? તે રડતો રડતો તેના મમ્મીના માથા ઉપર હાથ ફેરવતો ફેરવતો બોલે છે" મમ્મી,જાગી જાને જલદીથી, પ્લીઝ મમ્મી." તે રડતો રડતો  તેના કાકાને ફોન કરેં છે.

રોહન:-" કાકા, મમ્મી ને કઈ થઇ ગયું છે તે ઉઠતા નથી."

કાકા:- "કેવી રીતે થયું આ બધું?"

રોહન:- "મારા ફ્રેન્ડ ના ઘરે થી પાછો આવ્યો  ત્યારે. મેં ઘરનો દરવાજો ખખડાવ્યો પણ મમ્મીએ ખોલ્યો નહિ તો મારી પાસે બીજી ચાવી હતી તો તેનાથી ખોલ્યો અને રસોડામાં ગયો તો મેં                 મમ્મીને જમીન ઉપર પડેલા  જોયા."

કાકા:- " બેટા ગભરાતો નય. હું આવું છું ફટાફટ."

રોહન ફોન મૂકીને તેના પડોશીને બોલાવવા જાય છે. બધા પાડોશીઓ દોડતાં દોડતાં ઘરમાં આવે છે અને ત્યાનું દ્રશ્ય જોઈને બધાને આઘાત લાગે છે. ત્યાં જ 5 મિનિટ થઈ નથી. તેના કાકા પણ આવી જાય છે. તેના કાકાનાં આંખમાં આંસુ છે ને બીજી બાજુ રોહનની હાલત ખુબ જ નબળી થઈ ગઈ છે તે બપોરથી કઈ જમ્યો નથી તેના કાકા ઍમ્બ્યુલન્સને ફોન કરેં છે.

સિદ્ધાર્થભાઈ  (પાડોશી) :- "બેટા , રોહન તું કઈ જમી લે બપોરે થી તું કઈ જમ્યો નથી અશક્તિ આવી જશે."

રોહન :- "ના, મારે કઈ જમવું નથી? મને ભૂખ નથી."

સિદ્ધાર્થભાઈ:-" હા, પણ ખાલી પાણી પી લે તારી હાલત જો કેવી થઈ ગઈ છે."

એટલામાં જ ઘરની બહાર એમ્બ્યુલન્સની સાયરનનો અવાજ સંભળાવા લાગે છે. એમ્બ્યુલન્સ રોહનના ઘરના દરવાજા પાસે ઊભી રહે છે. ત્યાંથી હોસ્પિટલ ના બે કર્મચારીઓના મમ્મીને ઍમ્બ્યુલન્સમાં અંદર બેડ પર સુવડાવે છે. રોહન આ બધું જોઈને ખુબ રડી રહ્યો છે."ચાલ બેટા ગાડીમાં બેસી જા હોસ્પિટલ પહોંચવાનું છે જલ્દી." રોહનના કાકા ઉતાવળમાં રોહનને કારમાં બેસાડે છે. "આપણે બધા પણ ચાલો હોસ્પિટલ જઈએ એમને કંઈકને  કામ પડે તો!" સિદ્ધાર્થભાઈ બોલ્યાં. "ના ના તમારે આવવાની જરૂર નથી અમે હેન્ડલ કરી લઈશું બધું તમે નિરાંતે ઘરે જાઓ અને ઘરને તાળું મારીને ચાવી લેતા જજો કોઈક."

ઍમ્બ્યુલન્સ હોસ્પિટલ પહોંચે છે અને તરત જ ઈમર્જન્સી વોર્ડમાં રોહન ના મમ્મી ને લઇ જાય છે. ડોક્ટર તરત જ દોડતા આવીને રૂમમાં જાય છે અને આગળની તપાસ શરૂ કરી દે છે. રોહન અને તેના કાક વેઈટીંગ હોલમાં બેઠા છે.

રોહન:- "કાકા મમ્મીને સારુ થઇ જશે અને તે પાછા જેવાં હતાં તેવાં થઇ જશે ને?"

કાકા:- "ચિંતા ના કર બેટા બધું સારું થઈ જશે. હિંમત રાખ તું અને રડીશ નહીં."

પંદર મિનીટમાં ડોક્ટર બહાર આવે છે અને રોહનની હાલત જોઈને તેના કાકાને રૂમની અંદર બોલાવે છે. "સાંભળો, તેનાં મમ્મી મૃત્યુ પામ્યા  છે જેથી આમને પોસ્ટ મોર્ટમ વોર્ડમા દાખલ કરવા પડશે. તમે આ વાત એ છોકરાને કહેતા નહી." ડોક્ટર દુ:ખ વ્યક્ત કરતા કહે છે."ના ના અત્યારે નથી કહેવું એમ પણ તેની તબિયત બહુ જ નબળી છે."

રોહનનાં મમ્મીને પોસ્ટમોર્ટમ વોર્ડમાં મોકલવા માટે ડોક્ટર નર્સને ઓર્ડર કરેં છે. તેના કાકા બહાર આવીને રોહનની  બાજુમાં બેસી જાય છે. "શું થયું કાકા? ડોક્ટરે શું કહ્યું તમને? મમ્મી ને સરખું તો થઇ જશે ને." "ચિંતા ના કર સારું થઇ જશે." આટલું કહેતા તેના કાકાની આંખોમાં પણ આસું આવી જાય છે તે બંને જણાં રાહ જોઈ રહ્યા છે. 2 કલાક પછી ડોક્ટર ત્યાં આવે છે અને દુઃખ સાથે જણાવે છે,"તેમની મગજ ની નસમાં લોહી જામી ગયું હોવાને કારણે નસ ફાટી ગઈ હતી જેથી તે મૃત્યુ પામે છે તમે તેમની બોડીને ઘરે લઈ જઈ શકો છો અને આ લો પોસ્ટમોર્ટમ રિપોર્ટ." આટલું સાંભળીને રોહન બેભાન થઇ જાય છે. તેના કાકા તેને ઉચકીને તેની કારમાં પાછળની સીટમાં સુવડાવી દે છે અને એમ્બ્યુલન્સમાં બોડીને મુકીને ઘરે જવા રવાના થાય છે.

બધા લોકો એમ્બ્યુલન્સનો અવાજ સાંભળીને બહાર આવે છે. બોડી એમ્બ્યુલન્સમાંથી ઉતારી ઘરમાં મુકીને એમ્બ્યુલન્સ જતી રહે છે. રોહનની આંખ ખુલે છે અને સીધો દોડી જઈને તેની મમ્મીની બોડી પાસે જઈને બેસી જાય છે અને રડવા લાગે છે. બધાની આંખમાં આંસુ છે અને અંતિમ સંસ્કાર કરવાનું તેના કાકા કાલે નક્કી કરેં છે. બધા આખી રાત તેના ઘરે બેસી રહે છે અને સવાર થવાની રાહ જોઈ રહ્યા છે.

ક્રમશઃ.