એક અનોખી મુસાફરી - 1 Patel Viral દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

એક અનોખી મુસાફરી - 1

."એરિન,બાય હુ ઘરે જાવ છુ કાલે સ્કુલમા મળીયે." એરિન ના ઘરેથી રોહન પોતાના ઘરે જાય છે અને ત્યાંજ તેને રસ્તામાં તેના મમ્મી સામે આવતા દેખાય છે. તેના મમ્મી પાસે રોહન દોડી જાય છે અને પૂછે છે "મમ્મી તમે ક્યા જાવ છો? અને આટલા મોડા." સાંજના ૯ વાગી રહ્યા છે. "બેટા,હું શાકભાજી લેવા જાવ છું સાંજની રસોઈ માટે કાંઈજ નથી અને તું ઘરે જઈને ભણવા બેસી જજે ખબર છે ને કાલે તારી પરીક્ષા છે."એટલું કહીને રોહનના મમ્મી શાકભાજી લેવા જાય છે.

રોહન ઘરે પોહ્ચે છે. તેને સખત ભૂખ લાગી છે અને ઘરમાં કાંઇક ખાવાનું શોધે છે પણ કાંઈજ મળતું નથી અને તે ભૂખ્યો રૂમમાં જઈને કાલની પરીક્ષાનું વાંચવા બેસી જાય છે. વાંચતા વાંચતા તે જોકા ખાવા લાગે છે. તે ઉભો થઈને મોઢું ધોવા જાય છે ત્યાં સામે અરીસા પોતાનું મોઢું જોઇને મનોમન વિચાર કરે છે " કાશ અમે પણ એરિન ની ફેમિલી ની જેમ અમીર હોત તો અમારે આવી પરિસ્થિતિ જોવી નાં પડત." ત્યાંજ તેના મમ્મી બારણું ખખડાવે છે"બેટા,દરવાજો ખોલ." રોહન દરવાજો ખોલે છે."મમ્મી, ખુબજ ભૂખ લાગી છે જલ્દીથી કંઈક ખાવાનું બનાઈ આપ ને."રોહન થોડો ઉદાસ થઈને બોલે છે."હા બેટા, થોડીક વાર વાંચી લે ત્યાં સુધીમાં હું તને જમવાનું બનાવી આપું."રોહન તેની રૂમમાં જઈને વાંચવા બેસી જાય છે.ત્યાં તેના પલંગ ની સામેની દીવાલે તેના પપ્પાનો ફોટો જોઇને મનોમન વિચારવા લાગે છે "પપ્પા હોત તો કેવું સારું હોત મારે અને મમ્મી ને આવા દિવસો ના જોવા પડેત" વિચારતા વિચારતા રોહન રડી પડે છે ત્યાંજ તેના મમ્મી તેને જમવા બોલાવે છે.રોહન મોઢું ધોઈને જમવા જાય છે.તેના મમ્મી જમવાનું પીરસી આપે છે.જમતા જમતા બંને વાતો કરે છે.

રોહન :- "મમ્મી, કાલે મારી પરીક્ષા છે અને મને મોટેભાગનું નથી આવડતું અને એરિન ને કેટલું બધું આવડે છે તેના મમ્મી એ તેને ટયુશન રાખી દીધું છે એટલે તેને બધું સરળતા થી આવડી                  જાય છે. મારે પણ ટ્યુશન રખાવું છે."

મમ્મી :- "બેટા, એટલું મોંઘુ ટ્યુશન કેમ રાખવું? એટલા બધા રૂપિયા ક્યાંથી લાવવા મારે? તું એક કામ કરને એરિન જે ટ્યુશન માંથી શીખીને આવે તે તેની પાસેથી શીખી લેવાનું."

રોહન :- "તમારી વાત સાચી પણ તેની શીખવાડવાની રીત મને નથી ગમતી એજે શીખવાડે છે એ મને મગજમાં સરખું બેસતુંજ નથી."

મમ્મી :- " સારું મારી પાસે રૂપિયા ભેગા થશે ત્યારે તને ટ્યુશન રાખવી આપીશ."

રોહન :- " નાં રેવાદો ચાલશે મારે મારા ક્લાસ માં એક છોકરો પણ ટ્યુશનમાં જાય છે હું તેને જોડેથી શીખવાનો પ્રયત્ન કરીશ કદાચ તેની રીત મને ફાવી જાય તો ટ્યુશનની ફીસ બચી જાય. "

મમ્મી :- "સારું જો નાં ફાવે તો આપડે ટ્યુશન રખાવી લઈશું અને શું સ્કુલમાં સરખું ભણાવતા નથી?"

રોહન :- "ભણાવે છે ને પણ તો પણ એટલું બધું નથી ફાવતું. "

મમ્મી :- " હું થોડાક દિવસોમાં તારા શિક્ષકો ને મળવા આવું છે તારે ૧૨મું છે થોડુક ધ્યાન આપે એ લોકો નહીતર બોર્ડની પરીક્ષા માં તકલીફ પડશે મારે સારું રિજલ્ટ જોઈએ ૧૨માં તો તને                   ક્યાંક સારી કોલેજમાં એડમિશન મળશે અને હવે રમવાનું બંધ કરી દે બોર્ડની પરીક્ષા પણ હવે નજીક આવતી જાય છે અને વાચવામાં ધ્યાન આપ ."

રોહન(થોડોક ગુસ્સે થઇને):- "હા,વાચું જ છું તમે રોજ રોજ ટોકતા રહો છો ."

મમ્મી :- "સારું, હું સુઈ જાવ છું. જમીને સીધો વાંચવા બેસી જજે અને ટીવી જોવા નો માંડતો." 

એટલું કહીને તેના મમ્મી સુવા જાય છે. અને રોહન તેની રૂમમાં જઈને વાંચવા બેસી જાય છે એક બાજુ તેને કાલની પરીક્ષાનો દર હેરાન કરે છે અને એક બાજુ તેને ઊંઘ આવે છે.તે વિચાર કરે છે"આ પરીક્ષા જેવી વસ્તુજ નાં હોત તો યાર આ ખોટી ભેજામારી નાં કરવી પડે." રોહનની નજર ઘડિયાળ પર પડે છે જોવે છે તો ૧૨ વાગી ગયા છે અને કાલે ૮ વાગે તેની પરીક્ષા શરુ ત્ર્હાવાની છે અને તેને ૭ વાગે સ્કુલએ પોહ્ચ્વાનું છે. તે ચોપડીઓ બેગમાં ભરીને પલંગ ઉપર સુવા જાય છે અને પોતાના ભણવાની ચીંતા કરતો કરતો  સુઈ જાય છે અને અચાનક તેને યાદ આવે છે કે એક મહત્વ નો ટોપિક મોઢે કરવાનો રહી ગયો છે તે પાછો બૂક લઈને બેસી જાય છે અને મોઢે કરવા લાગે છે. "બે યાર બોવ જ અઘરો ટોપિક છે આ નથી કરવો જવાદે." એટલું વિચારીને બૂક મુકીને સુઈ જાય છે.