The secret of the relationship books and stories free download online pdf in Gujarati

સંબંધ ની સંતાકુકડી

ઇન્સ્પેક્ટર ઝાલા અને હેડ કોન્સ્ટેબલ રઘુ ચા ની ચુસ્કી લગાવતા બેઠા હતા ત્યાં જ કન્ટ્રોલ રૂમ માંથી તેમના વિસ્તારમાં થયેલી હત્યા ની વર્ધી આપવામાં આવે છે. અને બનતી ઝડપે ઘટના સ્થળે પહોંચવા જણાવવા માં આવે છે.કન્ટ્રોલ રૂમમાં થી સૂચના મળતા જ ઇન્સ્પેક્ટર ઝાલા અને રઘુ તરત જ જ્યાં ઘટના બની હતી, તે નીલકમલ સોસાયટી માં પહોંચે છે. ત્યાં તેમને એક સ્ત્રી ની લાશ મળે છે. જેના માથામાંથી ખુબજ લોહી વહી ગયેલું હોય છે. અને એક દંપતી મળે છે જેમાં થી પત્ની ઇન્સ્પેક્ટર ને જોતા જ કહે છે,સર  મેં જ કોલ કરી ને કન્ટ્રોલ રૂમ માં સૂચના આપી હતી . મારુ નામ નવ્યા  છે.અને આ છે મારા પતિ મોક્ષ કે જેમણે  મારી આ દોસ્ત નાઈરા  ની હત્યા કરી નાખી છે.આ બાજુમાં પડેલી લાફિંગ બુદ્ધા ની મુર્તિ થી નાઈરા ના માથા પર વાર કરી તેની હત્યા કરવામાં આવી છે. હું જયારે આ ઘરમાં દાખલ થઇ ત્યારે આ મુર્તિ  મોક્ષના હાથમાં હતી અને નાઈરા નીચે પડેલી હતી. તેના માથામાં થી લોહી વહી રહયુ હતું અને નાઈરા નું પ્રાણ નીકળી ગયેલું ખોળિયું નીચે પડેલું હતું. પણ સામે પક્ષે મોક્ષે નાઈરા ની હત્યા પોતે કરી હોવાની વાત નકારી રહ્યો હતો. તેનું કહેવું હતું કે પોતે જયારે અહીં આવ્યો ત્યારે નાઈરા ના માથામાંથી લોહી વહી રહ્યું હતું અને તે મૃતઃપાય અવસ્થામાં હતી. આ મુર્તિ  તેની બાજુ માં પડેલી હતી. હજુ હું તે મુર્તિ  ઉઠાવી ને જોવું છું. ત્યાં જ મારી પત્ની નવ્યા દરવાજા માંથી અંદર દાખલ થઈ અને તેણે  પોલીસ કન્ટ્રોલ રૂમ ને ફોન કરી ને જાણ કરી, અને તમે લોકો અહીં આવી પહોંચ્યા મેં નાઈરા  ની હત્યા કરી નથી.આપ આ ડ્રોઈંગ રૂમ ના સિસિટીવી તપાસી ચેક કરી શકશો કે નાઈરા ની હત્યા કોને કરી છે?  

પરંતુ પોલીસે પ્રાથમિક તારણો ને આધારે મોક્ષ ની અટકાયત કરી અને શંકાસ્પદ તરીકે ઘરપકડ કરી હતી. આટલીવાર માં ફોરેન્સિક ટીમ આવી પહોંચી હતી. અને તેને લાશ ની આસપાસ રહેલી શંકાસ્પદ વસ્તુઓઅને મર્ડર વેપન લાફિંગ બુદ્ધા ની મૂર્તિ કબ્જે કરીઅને સીસી ટીવી નું ડીવીઆર  તપાસ અર્થે મોકલી આપ્યા હતા. અને નાઈરા  ની લાશ ને પોસમોટર્મ માટે મોકલી આપી હતી. પોસમોર્ટમ રિપોર્ટ અને ફોરેન્સિક રિપોર્ટ આવતા ઓછામાંઓછો ચોવીસ કલાક નો સમય લાગે તેવું હતું. આથી ઝાલાએ વિચાર્યું હું મારી પૂછપરછ ચાલુ કરી દઉં આ માટે તેણે  સૌથી પહેલા નવ્યા ની મુલાકાત કરી.નવ્યા એ કહ્યું કે તે અને નાઈરા આઠમા ધોરણ થી સાથે જ ભણતા અને હોસ્ટૅલમાં જોડે જ રહેતા ત્યાર થી બને વચ્ચે ગાઢ દોસ્તી ની શરૂઆત થઇ હતી.તે પછી બંનેએ  ગ્રેજ્યુએશન  અને પોસ્ટ ગ્રેજ્યુએશન  જોડેજ કર્યું હતું અને તેના અભ્યાસ દરમ્યાન બને જોડેજ હોસ્ટેલમાં રહેતા હતા. બંનેએ નક્કી કરેલું કે બને સહેલીઓ એ એકબીજા માટે જીવનસાથી શોધવા જે તેમને સમજી શકે અને બને એ એકબીજા થી દૂર જવું ના પડે તે અને નાઈરા આજ શહેર માં આવેલી અલગ અલગ એમ એન સી માં જોબ કરતી હતી. નાઈરા  ના પરિવારમાં  કોઈ હતું નહીં. નાઈરા  આ મકાનમાં એકલી રહેતી હતી. તે પોતે નાઈરા સાથે લગ્ન પહેલા ઘણી વાર તેની સાથે મકાન માં રહી ચુકી હતી.તેનો પતિ મોક્ષ અને નાઈરા બે વર્ષ પહેલા એક જ કંપનીમાં જોબ કરતા હતા. નાઈરા  એ જ મોક્ષ સાથે તેની ઓળખાણ કરાવી હતી અને તેણે જ મોક્ષ સાથે લગ્ન કરવા પ્રેરણા આપી હતી.નાઈરા  ના મત મુજબ મોક્ષ તેના માટે યોગ્ય જીવનસાથી હતો. આજ થી એક વર્ષ ત્રણ મહિના પહેલા તેના લગ્ન મોક્ષ સાથે થયા હતા. મોક્ષ અનાથ છોકરો હતો.નવ્યા  અને મોક્ષ ના લગ્ન ને સવા વર્ષ થયું હતું અને મોક્ષે આજ થી મહિના પહેલા છૂટાછેડા માટે ની નોટિસ મોકલાવી હતી. પરંતુ નવ્યા તેને છૂટાછેડા આપવા રાજી ન હતી. આથી તે તેના  માતાપિતા પાસે થોડા દિવસ માટે  રહેવા અને મોક્ષ સાથે સમાધાન નો રસ્તો શોધવા આવી હતી. નાઈરા  એ પણ થોડા દિવસ પહેલા તેના માતાપિતા ના ઘરે આવી હતી અને તેણે  મોક્ષ ને પણ નવ્યા ના માતાપિતા ને ત્યાં નવ્યા અને તેની વચ્ચે સમાધાન કરી જીંદગી શાંતી  થી પસાર કરવા સમજવા માટે બોલાવ્યો હતો. મોક્ષ ત્યાં આવ્યો પણ હતો અને તેણે વિચારવા માટે થોડા દિવસો માગ્યા હતા.નવ્યા અને મોક્ષ બન્ને અલગ અલગ એમ એન સી માં જોબ કરતા હતા. તેના મત મુજબ મોક્ષ પાસે નાઈરા ને મારવાનું કોઈ કારણ ન હતું આટલું કહી નવ્યા એ પોતાની વાત પુરી કરી.  ઝાલા નવ્યા  ની જુબાની લીધા પછી પોલીસ સ્ટેશન પહોંચી ફ્રેશ થઇ મોક્ષ નું ઇન્ટરોગેશન શરૂ કરે છે . જવાબ માં મોક્ષ કહે છે તે અને નાઈરા એક જ કંપનીમાં જોબ કરતા હતા. તેને અને નાઈરા  ને સારી દોસ્તી હતી. નાઈરા એજ નવ્યા અને મારી મુલાકાતકરાવી હતી. નાઈરા ના માતા પિતાનું  મૃત્યુ આજ થી પાંચ વરસ પહેલા રોડ અકસ્માતમાં થયું હતું. તે એકલી રહેતી હતી. અને મારી સાથે જોબ કરતી હતી. તેના કહેવા થી જ મેં અને નવ્યા એ લગ્ન કર્યા હતા. પરંતુ નવ્યા  અને મારી વચ્ચે પતિ પત્ની જેવા કોઈ જ સબંધ નહોતા.લગ્ન ની પહેલી રાતે જ તેણે  કોઈ માનતા માની છે. એવું કહ્યું અને માનતા પુરી ન થાય  એટલે કે  છ મહિના સુધી અમારી વચ્ચે શારીરિક સંબંધ નહિ બંધાય. મેં તેની એ વાત માન્ય રાખી હતી. પરંતુ છ મહિના પછી નવ્યા કોઈ બહાના બતાવી સંબંધ બાંધવા નું ટાળતી. મેં નવ્યા ને રાતના સમયે બે થી ત્રણ વાર કોઈ ની જોડે વાતો કરતા સાંભળેલી અને તે રોમૅન્ટિક વાતો કરી રહી હતી. મને તેના બીજા કોઈ જોડે સંબંધ હોવા ની શંકા હતી . એક વાર તેના પર્સ માંથી નાટક ના બે પાસ નીકળેલા તો તેને કહ્યું તે અમારા બે માટે તે પાસ લાવેલી પણ ઓફિસ માં કામ બહુ હતું તો તેના થી નીકળાયું નહિ અને મોડું થતા આ પાસ પડી રહ્યા. પણ જયારે તેના સુતા પછી મેં એ પાસ ચેક કરતા તેના પર યુઝડ ના સ્ટેમ્પ લાગેલા હતા. મને શંકા હતી કે નવ્યા ના સંબંધ તેના ઓફિસ માં કામ કરતા જતન  સાથે છે. કારણ મેં તેને જતાં સાથે પણ અડધી રાતે વાત કરતા સાંભળી હતી. અને જતન  ના ઘણી વાર ફોન આવતા અને બને વચ્ચે બહુ લાંબી વાત ચાલતી. આથી છેવટે કંટાળી ને સંબંધ પૂરો કરવા નું વિચારી છૂટાછેડા માટે ની નોટિસ નવ્યા ને મોકલાવી હતી. પરંતુ તેણે  એ સ્વીકારી  ન હતી. અને નાઈરાએ  મને નવ્યા ના માતા પિતા ના ઘરે સમાધાન માટે બોલાવ્યો હતો. અને મારી અને નવ્યા  વચ્ચે ની સમસ્યાઓ ને સમજી ને દૂર કરવા બોલાવેલા. બસ એ  સમયે પંદર દિવસ પહેલા તેને મળેલો. અને તે પછી આજે તેના ઘરે પહોંચ્યો ત્યારે નાઈરા મને મૃત હાલત માં મળેલી. મેં આવી ને જોયું તો નાઈરા  જમીન પર પડેલીહતી. મેં તેન હલાવી તો તેના માથા માંથી લોહી નીકળી રહ્યું હતું. અને લાફિંગ બુદ્ધા ની મૂર્તિ તેની બાજુમાં હતી. તે મેં ઉંચકી અને નવ્યા ઘરમાં પ્રવેશી અને તેને એમ લાગ્યું કે મેં તેને મારી નાખી છે. આમ મોક્ષે પોતાનું સ્ટેટમેન્ટ આપ્યું.પછી નવ્યા ના માતા પિતાને પૂછપરછ માટે બોલાવ્યા. પહેલા નવ્યા ના પિતા ને અંદર બોલાવવામાં આવ્યા અને પુછપરછ કરવામાં આવી.નવ્યા ના પિતા હસમુખલાલ જણાવ્યું કે નાઈરા એ જ નવ્યા અને મોક્ષની ઓળખાણ કરાવી હતી. અને તેનાજ  દબાણ ને કારણે નવ્યા અને મોક્ષ ના ઘડીયા  લગ્ન લેવાયા હતા.આજે મને એક વાત ની આશંકા હતી જે ખાત્રી માં ફેરવાઈ છે.  નાઈરા અને મોક્ષ વચ્ચે સંબંધો હતા. કારણ જ્યારે આજથી પંદર દિવસ પહેલા મોક્ષે મોકલેલી ડિવોર્સ નોટિસ મોકલાવી હતી. ત્યારે  અમે એટલે કે મારા પરિવારે નક્કી કર્યું કે નાઈરા ને સમાધાન માટે રાખવી. નાઈરા એ પણ એ માન્ય રાખ્યું અને સમાધાન માટે ચર્ચા કરવા આવી ગઈ. થોડી વાર ચર્ચા કર્યા પછી તેણે  મોક્ષ સાથે બાજુ ના રૂમ મા એકાંતમાં ચર્ચા કરવા માંગી અમને તે યોગ્ય લાગતા હા  પાડી.  બને રૂમ માં વધુ વાર લગતા હું તેમને બોલવા ગયો હતો. પણ મેં બંનેને જે રીતે આલિંગન માં થી છુટ્ટા પડતા જોયા તો મને બંને ના સંબંધો માટે શંકા ઉપજી હતી. પણ સમય વર્તી ને મેં ચુપ  રહેવા નું યોગ્ય માન્યું હતું. અને આમ પણ મારી પત્ની પણ હાર્ટ ની બીમારી ધરાવે છે. અને એક વાર હાર્ટ એટેક આવી ચુકેલો છે. એટલા મટે આ બાબત ચુપ  રહેવું યોગ્ય માન્યું કે દીકરી નું ઘર વસ્તુ હોય તો આંખ આડા કાન કરવા.બને બહાર આવ્યા અને મોક્ષ થોડા દિવસ નો સમય માંગ્યો હતો.પોતાના ભવિષ્ય નો નિર્ણય કરવા. બસ આથી વિશેષ મારે કશું કહેવા નું નથી’.હસુમતિબેન પૂછપરછમાં પણ કઈ વિશેષ જાણવા ના મળ્યું બસ એજ કે નવ્યા મોક્ષના લગ્ન સંસાર ની વાત સિવાય કઈ વિશેષ ન હતુંનાઈરા ના ઘરે થી જપ્ત કરેલ ડીવીઆર ને ચેક કરતા તે બંધ હાલતમાં હતું. તેમાં છેલ્લા ત્રણ દિવસ નું રેકોર્ડિંગ નહતું મતલબ કે સિસિટીવી છેલ્લા ત્રણ દિવસ થી બંધ હતા.પણ દશ દિવસ અગાઉ ના ફુટેજ  માં એવું દ્રશ્ય જોવા મળ્યું કે મોક્ષ ચોરી છુપી દબાતે પગલે લોક ખોલી નાઈરા ના ઘર માં ઘૂસે છે. અને તેના બેડરૂમ તરફ જતો જોવા મળે છે. એ સમયે તેના હાથમાં કશીક શંકાસ્પદ વસ્તુ જોવા મળે છે. અને જયારે રૂમમાંથી બહાર આવે છે. ત્યારે તેના હાથમાં કશું હોતું નથી. અને જયારે ઘટના ની છ દિવસ ની અગાઉ ના ફૂટેજ માં બીજી શંકાસ્પદ વ્યક્તિ તરીકે હસુમતિબેન  જોવા મળે છે.  તેઓ નાઈરા  ના ઘરમાં દાખલ થાય છે.અને નાઈરા ના બેડરૂમ તરફ આગળ વધે છે અને બેડરૂમ નું બારણું ખોલી કઈંક આશ્ચર્ય ના ભાવ સાથે બારણું એકદમ ધીરે થી બંધ કરી ત્યાં થી બહાર ભાગી જાય છે. ફક્ત હોલ અને કમ્પાઉન્ડ માં જ સિસિટીવી હોવાથી બેડરૂમ માં શું બન્યું હોય છે. તે જાણી શકતું નથી. પણ મોક્ષ અને હસુમતીબેન બને નું વર્તન અને નાઈરા ના ઘરમાં ગયા નું છુપાવવું એ ઇન્સપેક્ટર ઝાલા ના મનમાં અનેક શંકા અને તર્ક ઉભા કરે છે. તે બને ને વારાફરતી ફરીથી આ વિષે પૂછતાછ માટે બોલાવે છે.પહેલા તે મોક્ષ ને બોલાવે છે. અને પૂછે છે તે શા માટે આ રીતે નાઈરા ના ઘરમાં ગયો હોય છે ?અને તેની પાસે નાઈરા ના ઘર ની ચાવી કયાં થી આવી ? અને ત બેડરુમ માં શું કરતો હોય છે?.અને તે વસ્તુ જે તેના હાથમાં હતી તે પાછા ફરતી વખતે કેમ ન હતી? જવાબમાં મોક્ષ કહે છે નાઈરા ના ઘર ની એક ચાવી હંમેશા નવ્યા પાસે રહેતી તેના પર થી મેં તેની ડુપ્લીકેટ ચાવી બનાવી લીધી હતી. કારણ કે મને શંકા હતી કે જતન  અને નવ્યા હમેશા નાઈરા ના ઘરે મળે છે. અને તેમની વચ્ચે ત્યાંજ ગુપ્ત મુલાકાત થાય છે. આથી હું નાઈરા  ની ગેરહાજરીમાં તેના ઘરમાં ઘુસ્યો અને તેના બેડરૂમમાં હિડન કેમેરા ગોઠવવા માટે ગયો હતો. અને એ કેમેરા ફ્લાવરવાઝ ની આડશ માં બેડ નું પૂરું વિઝન આવ તે રીતે ગોઠવી ને બહાર નીકળ્યો હતો. અને તે વાયરલેસ કેમેરા ની મદદ થી ઓનલાઇન પ્રૂફ ભેગા કરી નવ્યા  થી ડિવોર્સ લેવા માંગતો હતો. પરંતુ કેમેરા ના સિમ કાર્ડ માં કોઈ ઇસ્યુ હોવાથી ઓનલાઇન ઍક્સેસ શક્ય બન્યું નહોતું. અને તેને ફરી કેમેરા કાઢવા જવા નો ચાન્સ મળ્યો નહોતો.નાઈરા  ની હત્યા ના દિવસે તે ત્યાં કેમેરા કાઢવા જ ગયો હતો. પરંતુ તેની હત્યા ના શંકાસ્પદ તરીકે તેની અટકાયત કરવામાં આવી હતી. તે જયારે નાઈરા ના ઘરે પહોંચે છે. ત્યારે  નાઈરા  મૃત હાલતમાં હોય છે. અને તે જયારે નાઈરાના  માથા માંથી લોહી વહી રહ્યું હતું. ને મૂર્તિ તેના નજીક હતી ત મૂર્તિ હટાવી નાઈરા નું માથું સીધું કરવા જાય છે. ત્યારે જ નવ્યા  આવી જાય  છે અને આગળ તો એ આપ જાણો જ છો સાહેબ.ઝાલાએ મોક્ષ ની વાત સાંભળી પોતાના એક સબ ઇન્સ્પેક્ટર ને નાઈરા ને ઘરે થી હિડન કેમેરા જપ્ત કરવા અને રઘુ ને જતન ને પોલીસ સ્ટેશન બોલાવી લાવા મોકલ્યો.જતન  થોડી જ વારમાં  પોલોસ સ્ટેશન આવી પહોંચ્યો. ઝાલાની પૂછતાછ માં તેને જણાવ્યું કે તેની અને નવ્યા  વચ્ચે કોઈ જ સંબંધો ન હતા. નવ્યા  તેને નાઈરા સાથે લગ્ન કરવા દબાણ કરતી હતી. હું અને નવ્યા સાથે જોબ કરતા હતા. તેનું માનવું હતું કે નાઈરા  માટે હું જ યોગ્ય જીવનસાથી છું . તે મને અને નાઈરા  ને એક કરવા માંગતી હતી. તેથીજ અમારા બને વચ્ચે વધારે વાતચીત થતી હતી. બાકી નવ્યા નો પતિ મોક્ષ વિચારે છે. એવા કોઈ જ સંબંધો અમારી વચ્ચે નહતા.ઝાલા જતન નું સ્ટેટમેન્ટ નોંધી તેને જવા  દે છે. અને હસુમતિબેન ને પુછપરછ માટે બોલાવેલા હોય તે પણ આવી ગયા હોય તેની ઉલટતપાસ શરૂ કરે છે. ઝાલા હસુમતીબેન ને કહે છે તેઓ શા માટે નાઈરા  ના ઘરે ગયા હોય છે? અને બેડરૂમમાં એવું તે શું જુએ છે કે આશ્ચર્યચકિત થઇ એકદમ પાછા જતા રહે છે? હસુમતીબેન કહે છે. કે તે નાઈરા ને મળવા માટે નવ્યા ની જાણબહાર ગયા હોય છે. નવ્યા  તેમેને શોપિંગ માં જાઉં છું તેવું કહી ને ગઈ હતી. તેથી તેઓ નવ્યા ની ગેરહાજરી નો લાભ લઇ નાઈરા ને એકાંત માં મળી નવ્યા નો ઘરસંસાર કેવી રીતે બચાવો તે માટે ચર્ચા કરવા નાઈરા ના ઘરે જાય છે. પરંતુ નાઈરા ના ઘરે જતા દરવાજો ખુલો જોઈ તે અંદર જાય છે, અને તેના બેડરૂમનો દરવાજો ખોલતા તેના રૂમમાં નવ્યા ને જોતા જ તે ત્યાં થી પાછી ફરે છે. નવ્યાને  ત્યાં જોઈ તે આશ્ચર્ય પામે છે. કારણકે તે તો શોપિંગ જવાનું કહી ઘરે  થી નીકળી હોય છે. બસ બીજી કોઈ વાત હોતી નથી. આમ હસુમતીબેન ની વાત સાંભળી ઝાલા તેને પણ જવા દે છે.અને પોતે પણ ઘરે જવા નીકળે છે. કારણકે  હજુ સુધી પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને ફોરનેસિક રિપોર્ટ આવવા ને વાર હતી તે કાલે મળવાના હતા. અને સબ ઇન્સ્પેક્ટર પણ હિડન કેમેરા લઇ ને આવ્યો ન હતો. બીજે દિવસે સવારે જયારે ઇન્સ્પેક્ટર ઝાલા અને સ્ટાફે હિડન કેમેરા એક્સેસ કરે છે.તો અંદર નું દશ્ય જોતા તેમના પગ તળે થી જમીન સરકી જાય છે. વિડિઓ ની અંદર નવ્યા અને નાઈરા  ઇન્ટિમેટ થતા જોઈ શકાય છે . નાઈરા  અને નવ્યા ના શારીરિક સંબંધ ના દશ્યો જોઈ ઝાલા અને સ્ટાફ આશ્ચર્ય ચકિત થઇ જાય છે. અને એ વિડિઓ જોઈ રહે છે. તેટલી વારમાં   ફોરેન્સિક રિપોર્ટ અને પોસમોર્ટમ રિપોર્ટ ની કોપી  ફોરેન્સિક આસિસ્ટન્ટ  આવી ને આપી જાય છે. ઝાલાજેમ જેમ જેમ રિપોર્ટ વાંચે તેમ તેમ તેમની મોક્ષ એ હત્યા નથી કરી પણ આરોપી કોઈ અન્ય છે તેવી થિયરી તેમના મગજ માં બંધાતી જાય છે. અને તે ફરીથી ડીવીઆર ની ફૂટેજ જોવે છે. જેનું ટાઈમિંગ ડીવીઆર બંધ થયા ના કલાક થી ડીવીઆર બંધ થાય છે. ત્યાં  સુધી નું હોય છે. જેમાં એક વ્યક્તિ જેણે  પોતાના મોં ને બાંધી ને કવર કર્યું હોય છે. પણ ઝાલા તેને ઓળખી જાય છે. તેમાં ડીવીઆર  બંધ કરનાર  ને જોય  ઝાલા પોતે સાચી થિયરી પર જઈ  રહ્યો છે. અચાનક થી તેને યાદ આવે છે. કે મારી સોસાયટી ના રહેલા સીસીટીવી ચેક કરવા જોઈએ.તેના થી નાઈરા  ના ઘર નું નહિ પણ તેમાં જે કોઈ વ્યક્તિ દાખલ થઇ હશે તે તો જાણી જ શકાશે. આથી તે કોન્સ્ટેબલ રઘુ ને મોકલી સોસાયટી ના કેમેરા નું ફૂટેજ મંગાવે છે. જે એ દિવસ નું હોય છે જયારે નાઈરા  ની હત્યા થઇ હોય છે. કલાક માં રઘુ સોસાયટી ના સીસીટીવી ફૂટેજ લઇ ને આવે છે. અને ઝાલા તેને નાઈરાની હત્યાના ફોન આવ્યા  થી બે કલાક પહેલેથી સીસીટીવી ફૂટેજ ચાલુ કરવા નું કહે છે. ફૂટેજ જોતા નાઈરા ની હત્યા ના સવા કલાક પહેલા તે જ વ્યક્તિ નાઈરા  ના ઘરમાં દાખલ થતી  જોવા મળે છે. જે ડીવીઆર બંધ થયા પહેલા જોવા મળી હતી . અને તે જ વ્યક્તિ ઘરમાં દાખલ થાય બાદ પોણો કલાક પછી નાઈરા  ના ઘર ની બહાર ગભરાયેલી અવસ્થામાં નીકળે  છે અને ફટાફટ સોસાયટી થી દૂર જતી રહે છે. આમ ઝાલા પોતાની થિયરી ના અંકોડા મેળવી લે છે. અને અપરાધી સુધી પહોંચે છે. બસ હવે તેણે 

અપરાધીના સ્વમુખે જ અપરાધ કબુલાવા નો હોય છે. માટે તે ફરીથી કેસ સાથે લાગતાવળગતાઓ  ને પોલીસ સ્ટેશન બોલાવે છે. બધા જ પોલોસ સ્ટેશને પહોંચતા ઝાલા પોતાની વાત શરૂ કરતા કહે છે. અમને મળેલ ડીવીઆર ના ડેટા ની અમે રિકવરી કરી લીધી છે. અને અમને એમાંથી સાચો અપરાધી મળી ગયો છે. તે તમારા માંથી જ એક છે . તે જાતે ગુનો કબુલી  લે તો તેને શક્ય એટલી ઓછી સજા થાય તેવા પ્રયત્ન કરીશ. અને બધા ના ચહેરા ના હાવભાવ નીરખવા માંડે છે. હસુમતીબેન તેની વાત સાંભળી ગભરાટ થી પરસેવે રેબઝેબ થતા જોઈ ઝાલા ધડાકો કરે છે. કે આ હત્યા હસુમતિબેને જ કરી છે. અને કડકાઈ થી હસુમતીબેન ને કહે તમે જ હત્યા કરી છે. તે કબુલી  લો નહિ મારી પાસે તો ફૂટેજ ના પુરાવા છે તે કોર્ટ માં રજુ કરી આપ ને અપરાધી સાબિત કરી દઈશ. ઝાલા ની વાત સાંભળી હસુમતીબેન તૂટી જાય છે અને રડતા ચ્હેરે પોતાનો ગુનો કબૂલ  કરતા કહે છે હા મેં જ તેની હત્યા કરી હોય છે. કારણકે એ નાઈરા ને જ કારણે મારી દીકરી પોતાનો સંસાર બગાડવા બેઠી હતી.અને મારી દીકરી માં સાચાખોટા ની સમજ રહી ન હતી. નાઈરા  અને મારી દિકરી નવ્યા વચ્ચે શારીરિક સંબંધો હતા. જેની જાણ મને નાઈરા ના ઘરે પહોંચીને થઇ હતી.આજ થી અઠવાડિયા પહેલા જયારે  નવ્યા  મને કહીને નીકળી કે હું શોપિંગ માં જાવ છું. મને આવતા મોડું થશે. ત્યારે મેં વિચાર્યું કે લાવ  નાઈરા ને મળી ને કહું કે તે નવ્યા નો સઁસાર બગડતો બચાવે તે નવ્યા અને મોક્ષ વચ્ચે ની ખાઈ જાણી ને તેને દૂર કરવા નો પ્રયત્ન કરે. કારણકે તે નવ્યા ની બહુ નજીક છે. તો નવ્યા પાસે થી આસાની થી સમસ્યા નું કારણ જાણી શકશે . પણ જયારે તે નાઈરા ના ઘરે પહોંચે છે . તો ઘર નું મેઈન ડોર ખુલ્લો હોય છે. તે અંદર જાય છે અને બેડરૂમ નું બારણું ખોલે છે તો નવ્યા અને નાઈરા  એક બીજા માં ખોવાયેલા હતા. મદહોશ અવસ્થામાં જ બને તદ્દન નિર્વસ્ત્ર હતા. આ જોઈ તે અચરજ પામી દરવાજો બંધ કરી ત્યાં થી નીકળી જાય છે. અને નક્કી કરે છે તે નાઈરા ને પોતાની દિકરી ની જીંદગી માંથી દૂર કરી ને  રહેશે. આથી તે બીજે દિવસે તે નાઈરા  ને ઘરે જાય છે. નાઈરા ઘરે જતા પોતાના ચહેરા ને ઢાંકી રાખ્યો હોય છે. જેથી ડીવીઆર સાથે કોને છેડછાડ કરી છે તે ખબર ના પડે. અને નાઈરા ને મળે છે. નાઈરા જયારે તેમના માટે ચા નાસ્તાની  વ્યવસ્થા કરવા અંદર જાય છે. ત્યારે તે ડીવીઆર ની નજીક પહોંચી ડીવીઆર નું કનેકશન લૂઝ કરી દે છે. અને પોતે ત્યાંથી ચા નાસ્તો પતાવી નીકળી જાય છે. અને બીજે દિવસે આવી ને નાઈરા ને સમજાવશે અને ન સમજે તો ઘાકઘમકી થી સમજાવા નું મનોમન નક્કી કરે છે. એટલે પોતે જયારે નાઈરા ને ધમકાવે તો એ ઘમકી  સીસીટીવી માં ના આવે એટલે ડીવીઆર બગાડી નાખ્યું હોય છે. હત્યા ના દિવસે તે ત્યાં પહોંચે છે ત્યારે નાઈરા  ને સમજાવા પ્રયત્ન કરે છે. કે તે નવ્યા ની જીંદગી થી દૂર થઇ જાય તે ઘણી વિનંતી પણ કરે છે. પણ નાઈરા કોઈ જ રીતે નવ્યા ની જીંદગી થી દૂર થવા માંગતી નથી.તેવું કહેતા .આ સાંભળી મને કહું ગુસ્સો આવે છે.પણ હું ગુસ્સાને  દબાવી મને હાર્ટઅટેક આવા ની એક્ટિંગ કરી મારા પર્સ માં થી દવા કાઢી અને દવા લેવા નાઈરા પાસે પાણી માગ્યું. તે જેવી નજીક માં રહેલો પાણીના જગમાં થી પાણી ગ્લાસમાં  કાઢી મને આપવા જગ બાજુ ફરી અને મેં પાસે રહેલી લાફિંગ બુદ્ધા ની મૂર્તિ ઉપાડી તેના માથામાં મારી દીધી.અને તેના માથામાં થી લોહી નીકળવા લાગ્યું. જેવો મારો ગુસ્સો શાંત થયો તેવી હું ત્યાં થી ભાગી નીકળી. અને મારા સદનસીબે મોક્ષ ત્યાં થોડી વાર માં આવી પહોંચે છે. અને તેના હાથમાં રહેલી મૂર્તિ જોઈ તેને આરોપી તરીકે પકડાયેલો જોઈ હું નિશ્ચિંન્ત થઇ ગઈ કારણકે સિસિટીવી તો મેં પહેલે થી જ બંધ કરી દીધા હતા. પરંતુ મારા દુર્ભાગ્યે ડીવીઆર ની ફોરેન્સિકમાં રિકવરી થઇ ગઈ. અને મારો ગુનો પકડાઈ ગયો. હું તો નાઈરા  ફક્ત ઘાકઘમકી આપી નવ્યા ના જીવન માંથી દૂર કરવા માંગતી હતી. પરંતુ ક્ષણિક ગુસ્સાને કારણે મેં તેની હત્યા કરી નાખી. અને નિર્દોષ મોક્ષ ને પકડવા માં આવ્યો છતાં હું કઈ ન બોલી. પણ આખરે મારૂ પાપ પકડાઈ ગયું . એટલું બોલી હસુમતીબેન ચુપ  થઇ ગયા.આટલું સાંભળતા જ ઝાલાએ  પોતાની જગયા પરથી ઉભા થતા કહ્યું થૅન્ક યુ મેડમ ફોર યોર કન્ફેશન. તમે આ જે કંઈ બોલ્યાતેની વીડિયોગ્રાફી કરવામાં આવી છે. ખરેખર તો ડીવીઆર માં કઈ રેકોર્ડ થયું જન હતું. ડીવીઆર માં કઈ રેકોર્ડ થયું હોય તો રિકવર થાય એ વાત તમે ભુલી ગયા.  હવે તમારું આ કન્ફેશન મારા માટે પુરતી સાબિતી બની રહેશે. મારી પાસે માત્ર દાર્શનિક અને સાંયોગિક પુરાવા હતા. જે તમારી સામે કાર્યવાહી કરવા પૂરતા તો હતા. પણ હું જડબેસલાક પુરાવા ભેગા કરવા માંગતો હતો. તેથી મેં ડીવીઆર રિકવર થઈ ગયું છે. અને તમે જ હત્યા કરી છે એવું કહ્યું અને તમે ગભરાટમાં તમારો ગુનો કાબુલી લીધો. તમે બિલકુલ મારી ધારણા પ્રમાણે જ કર્યું . હકીકતમાં  ડીવીઆર બંધ થતા પહેલા તેની આસપાસ કોણ હતું કે ઘર માં કોણ આવ્યું હતું. તે ચેક કરતા ડીવીઆર ની નજીક જતા તમે દેખાયા હતા.તમે તમારા ચહેરા ને ઢાંકી રાખ્યો હતો પરંતુ તમારા હાથમાં રહેલી બને વીંટીઓ પર થી મેં તમને ઓળખી કાઢ્યા હતા.અને સોસાયટી ના સીસીટીવી ફુટેજમાં તમને નાઈરા ની હત્યાની સાવ કલાક પહેલા દાખલ થતા જોયા હતા. અને પોણો કલાક પછી ગભરાયેલી હાલતમાં બહાર નીકળતા જોયા.બને વખતે તમારો ચહેરો ઢંકાયેલો હતો.પણ હાથ ની વીંટીઓ તમારી હાજરી ની ચાડી ખાતી હતી.પણ ઘરમાં ગયેલા વ્યક્તિઓ માં મોક્ષ અને તમે બંને હતા. અને ફોરેન્સિક રિપોર્ટ પ્રમાણે તમારા બંને ના ફિંગરપ્રિન્ટસ લાફિંગ બુદ્ધા ની મુર્તિ પર હતા. તેથી તમને શંકા નો લાભ એવો પડે તેમ હતું.અને ઉતાવળમાં તમે તમારા દવા ની ડબી પણ ત્યાંજ ભૂલી ગયા હતા. ફોરેન્સિક રિપોર્ટ પ્રમાણે તે હાર્ટ ની બીમારી ને લગતી દવા હતી પણ નાઈરા ને તો કો તેવી બીમારી ન હતી . પણ મને યાદ આવ્યું કે તમારા પતિ એ તેમના સ્ટેટમેન્ટ માં તમને હાર્ટ ની બીમારી નો ઉલ્લેખ કર્યો હતો. આથી મને થોડી શંકા જતા મેં ફરી થી ડીવીઆર  અને સીસીટીવી ની તપાસ કરી અને તમારી શંકાસ્પદ હિલચાલ પર થી એક વતા એક બે કરી લીધુ. પણ કાયદા પ્રમાણે પુરતા  પુરાવા એકઠા કરવા તમારું કન્ફેશન રેકોર્ડ થઇ શકે તેવો પ્લાન અમલ માં મુક્યો અને ત સફળ રહ્યો . આપની કાયદા મુજબ અટકાયત કરવા માં આવે છે અને આગળ કાયદા મુજબ કોર્ટ કાર્યવાહી કરીશું કહીને ઝાલાએ પોતાનું કથન પૂરું કર્યું .. અને અસલી અપરાધી ની ઘરપકડ કરી. અને સંબંધો ની સંતાકુકડી ની રમત પુરી થઇ.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED