પુનર્જન્મ MITHIL GOVANI દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પુનર્જન્મ

અદાલત માણસો થી ખીચોખીચ ભરેલી હતી.  આજે અદાલતમાં એક વિચિત્ર કેસ ચાલવા નો હતો જેમાં નમિતા નામની વ્યકતિ પર તેના પિતા ની હત્યા નો અને એક નાના બાળક ની હત્યા ના પ્રયાસ નો આરોપ હતો, અને આશ્ચર્ય ની વાત એ હતી કે જે બાળક ની હત્યા કરવાનો નમિતા એ પ્રયાસ કર્યો હતો. એ બાળક નીરજ તેના પિતા જટાશંકર નો પુનર્જન્મ હોવા નો દાવો કરાયો હતો. આ બનાવ ની વિગત આ મુજબ હતી. એક મહિના પહેલા આ કેસ ની  શરૂઆત થઇ હતી. નીરજ તેના માતા પૂજા અને પિતા પવન સાથે ફરવા માટે બાદલપુર આવ્યો હતો. ત્યાં ના ડિસ્ટ્રીક્ટ  કલેકટર જયવીર ગુપ્તા પવન ના બાળપણ ના મિત્ર હતા.  જયારે તે બધા સુપ્રસિદ્ધ શિવ મંદિર ના દર્શનાથે ગયા ત્યારે સંધ્યા આરતી ના સમયે સરખું બોલી પણ ન શકતો નીરજ એકદમ થી સ્પષ્ટ અને મોટા સ્વરે શિવ તાંડવ સ્રોતમ ના શ્લોક અને સંધ્યા આરતી કરવા ગાવા લાગે છે.આ જોઈ ને ત્યાં હાજર રહેલ વ્યક્તિઓ આશ્ચર્યચકિત થય જાય છે. સૌથી વધુ આશ્ચર્ય પવન અને પૂજા ને થાય છે. કેમકે નીરજ ની ઉમર આઠ વર્ષ ની હતી.પણ તે બોલવામાં બહુ અચકાતો હતો. એ અત્યારે અવિરત શિવ તાંડવઃ સ્ત્રોતમ અને આરતી ગાતો હતો. આરતી પત્યા પછી નીરજ અચાનક થી થોડો  બેશુદ્ધ થઇ જાય છે. ભાન માં આવતા પોતે આ મંદિર નો મુખ્ય મહંત જટાશંકર હોવાનું જણાવે છે. આ સાંભળતા ની સાથેજ જયવીર ગુપ્તાના ચહેરા પર ચિંતા તથા આશ્ચર્ય ના મિશ્રિત ભાવ આવી જાય છે. કેમ કે આજથી નવ વર્ષ પહેલા  મંદિર ના મુખ્ય મહંત જટાશંકર પર મંદિર નો લાખો નો કિંમતી ખજાનો ચોરી ને ભાગી જવાનો આરોપ હતો. જટાશંકર છેલ્લા નવ વર્ષથી ગાયબ હતા. આટલું  બોલી નીરજ પાછું પોતાનું માથું પકડી લે છે. તેનું માથું ભમતું હોય તેવું તેને લાગે છે. અને તે કોઈ ઊંડી તંદ્રા માં સરી પડે છે. જયવીર અને પવન તેને ઘરે લઇ જાય છે. જ્યાં જયવીર પવન અને પૂજા ને મહંત  જટાશંકર વાળી  બનેલી આખી ઘટના નું વર્ણન કરે છે. જે આજ થી નવ વર્ષ પહેલા બની હતી. આજ થી નવ વર્ષ પહેલા શિવરાત્રી ની છેલ્લા પ્રહર ની પૂજા બાદ થી મહંત જટાશંકર અને મંદિર નો લાખો નો ખજાનો ગાયબ હતો. બીજે દિવસે જયવીર નીરજ ને લઇ જટાશંકર ના ઘરે જાય છે. તે નીરજ ના જટાશંકર હોવાંના દાવા નું રહસ્ય જાણવા માંગતો હોય છે . તેથી તે પવન અને પૂજા ને લઇ નીરજ સાથે જટાશંકર ના ઘરે જાય છે. જટાશંકર ના ઘરે  તેની પત્ની જ્યોતિદેવી ખોલે છે. નીરજ જ્યોતિદેવી ને જોતા જ કહે છે .દેવી મને ના ઓળખ્યો હું તમારો જટાશંકર છું.? પછી  તે એવી કેટલીક વાતો જણાવે છે જે માત્ર જટાશંકર અને જ્યોતિદેવી જ જાણતા  હોય છે. આ વાતો સાંભળી   આશ્ચર્યચકિત  થઈ  જાય છે.અને નીરજે  કરેલી બધી વાતો ની પુષ્ટિ કરે  છે. આ બધી વાત સાચી છે એટલામાં ત્યાં જટાશંકર ની  દીકરી નમિતા અને  તેમનો શિષ્ય નમિત ત્યાં આવી ચડે છે.નીરજ તેમને પણ ઓળખી  બતાવે છે. નમિત  જટાશંકર ના મિત્ર દયાશંકર નો પુત્ર અને જટાશંકર નો શિષ્ય હતો. નમિત  ના માતા પિતા નું નામિત નાનો  હતો  ત્યારે અકસ્માતમાં મૃત્યુ પામ્યા હતા. જટાશંકર અને જ્યોતિદેવીએ જ તેનું  પુત્રવત પાલન કરી ઉછેર્યો હતો.નીરજ બતાવે છે કે જયારે શિવરાત્રી ની છેલ્લા પ્રહર ની આરતી પછી તે ઘરે પાછો ફરી રહયો હતો ત્યારે તેને મંદિર ના ખજાના વાળા ઓરડા પાસે થી પસાર થઇ રહ્યો હતો ત્યારે તેને ઓરડા માં કોઈ ને જોયો જેને મોં પર બુકાની બાંધી રાખી હતી. અને તે ચોરી કરી રહ્યો હતો જટાશંકર તેને રોકવા પ્રયાસ કરતા તેને જટાશંકર પર હુમલો કર્યો હતો. અને તેને મારી નાખ્યા હતા . આટલું  બોલતા નીરજ હાંફી જાય છે અને અચાનક બેશુદ્ધ થઇ જાય છે. નીરજ ફરી ભાન માં આવતા પવન અને જયવીર તેને હત્યારા વિષે પૂછતાં તેને બહુ કશું યાદ નથી આવતું તેવું નીરજ કહે છે. જયવીર પવન અને પૂજા ને નીરજ ના કેસની બાબત માં તેના મિત્ર અને વિખ્યાત મનોચિકિસ્તક ડો. સેન ની મદદ લેવા નું સૂચવે છે. તે  કદાચ રીગ્રેસશન થેરાપી ની મદદ થી નીરજ ની વધુ વિગતો જાણવા મળી શકે છે. પવન અને પૂજા તેમ કરવા સહમત થાય છે. બીજે દિવસે ડો. સેન ની હોસ્પિટલ માં નીરજ  ની રિગ્રેસશન થેરાપી શરુ કરવામાં આવે છે. ડો. સેન નીરજ  ને સંમોહિત કરે છે. અને નીરજ તંદ્રામાં શ્રી પડે છે . ડો સેન તેને ધીરે ધીરે તે દિવસ વિશે પૂછપરછ કરે છે. જે દિવસ થી જટાશંકર અને મંદિર નો ખજાનો ગાયબ થયો હોય છે . નીરજ બોલવાનું શરુ કરે  છે. તે દિવસે શિવરાત્રી હતી હું છેલ્લા પ્રહર ની આરતી પતાવી ને ઘરે જવા નીકળતો હતો. ભક્તગણ  ધીરે ધીરે મંદિર માં થી વિખરાઈ ગયું હતું. જયારે હું ખજાના વાળા ઓરડા પાસે થી પસાર થઇ રહ્યો હતો. ત્યારે મેં ત્યાં એક વ્યક્તિ ને ખજાના ની ચોરી કરતા જોયો તેને મોઢા પર કપડું બાંધેલું હતું. હું તેને રોકવા ગયો ત્યારે તેને મારા પર બાજુ માં પડેલી પીતળ ની ભારે ફુલદાની મારા માથામાં મારી દીધી મારા માથા માંથી લોહી નીકળવા લાગ્યું અને હું ધીમે ધીમે મારુ ભાન ગુમાવી રહ્યો હતો. અને મારા શ્વાસ ખૂટી રહ્યં હોય તેવું લાગી રહ્યું હતું.તે વ્યકિત મને ઢસડી ને મંદિર ની પાછળ આવેલા બગીચા માં લઇ ગઈ અને વડ  ના વૃક્ષ પાસે ખાડો ખોદીને મારી લાશ દાટી દીધી. તે વ્યક્તિ ને તેમ હતું હું મૃત્યુ પામ્યો છું. પણ  મારા શ્વાસ ધીમા ધીમા ચાલી રહ્યા હતા. તેને મને દાટી દીધો તે વ્યક્તિ એ મોં પર કપડું બાંધેલું હતું તેથી હું તને ઓળખી ન શક્યો . આટલું  બોલતા  નીરજ ને શ્રમ  પડી રહ્યો હોય તેમ લાગતું હતું. આથી ડો સેન તેને સંમોહન મુક્ત કરી તંદ્રા માંથી બહાર  લઇ આવે છે. અને આરામ કરવા કહે છે. જયવીર પોતાના અધિકારી હોદા નો ઉપયોગ કરીને મંદિર ના બગીચામાં ખોદકામ કરવાની જિલ્લા ના મુખ્ય ન્યાયાધીશ ની અદાલત થી વોરન્ટ લઇ આવે છે. અને મંદિર ના બગીચા માં જે જગ્યાનું નીરજે ઉલ્લેખ કર્યો હોય છે. ત્યાં ખોદકામ કરવામાં આવે છે. આ ખોદકામ ચાલતું હોય છે ત્યારે નામિત ત્યાં આવીને ખોદકામ અટકાવ નો પ્રયાસ કરે છે. પણ અદાલત નું વોરંટ હોવાથી તે અટકાવી શકતો નથી. ખોદકામ દરમ્યાન જમીન માંથી એક માનવ હાડપિંજર મળી આવે છે. વર્ષો થી દફનવાયેલી લાશ હાડપિંજરમાં પરિવર્તિત થઇ ગઈ હોય છે . ખાડા માંથી મળેલ લાશ ને ફોરેન્સિક તપાસ માટે મોકલી દેવામાં આવે છે. જેથી જાણી શકાય કે લાશ કોની છે ?  આ બાજુ જયવીર અને પોલીસ દ્વારા અફવા ફેલાવવા માં આવે છે.કે નીરજ ને તેના આગળ ના જન્મ ના હત્યારા નું નામ  યાદ આવી ગયું છે. અને બહુજ જલ્દી થી પુરાવા સાથે હત્યારા ને પકડી લેવામાં આવશે. આ અફવા ફેલાવી ને પોલીસ હત્યારો જો નીરજ ને નુકશાન પહોંચાડવા જાય તો તેને પકડી શકાય તેને માટે ફેલાવે છે. અને તેની અસર બીજે જ દિવસે થાય છે. એ જયારે  નીરજ બપોરે  ઊંઘતો હોય છે. ત્યારે એક વ્યક્તિ નીરજ ની હત્યા ના ઈરાદા સાથે છરો  લઇ ને તેના રૂમમાં  પ્રવેશે છે. ને નીરજ પર હુમલો કરવાનો પ્રયાસ કરે છે.અને ત્યાં છુપાય ને રહેલ જયવીર અને પવન હત્યારા ને પકડી લે છે. તે વ્યક્તિ બીજું કોઈ નહિ પણ નમિતા હોય છે.  તે તેને પકડી ને પોલીસ ને સોંપી દે છે અને જટાશંકર નો કેસ પોલીસ રિઓપેન કરે છે. અને આજે નમિતા ને અદાલત માં જટાશંકર ના હત્યારા સ્વરૂપે હાજર કરે છે. અને તેને યોગ્ય સજા થાય એવી માંગણી કરે છે. જ્યારે પબ્લિક પ્રોસીકયુટર નમિતા ને જટાશંકર ની હત્યા વિશે પૂછે છે ત્યારે તે તુરંત પોતાનો ગુનો કબૂલ કરી લે છે. તેને પોતેજ પોતાના પિતાની હત્યા કરી હોય છે.પબ્લિક પ્રોસીકયુટર  ફોરેન્સિક રિપોર્ટ પણ રજુ કરે છે. જેમાં મંદિર ના બગીચા માં મળી આવેલ લાશ જટાશંકરે ની હોય છે. તે પુરવાર  થયેલું હોય છે. નમિતા એ કબુલી  લેતા પબ્લિક પ્રોસિકયુટર તેને સજા ની માંગણી કરે છે. ત્યારે અચાનક થી અદાલત માં હાજર નમિત બ્યુબો થઇ જાય છે.અને જજ ને કહે જજસાહેબ આ હત્યા નમિતા એ અહીં પરંતુ મેં કરી છે. આપ જે સાંજ આપવા માંગતા હોય તે મને આપો આપ  રજા આપો તો હું આખી વાત કહેવા માંગુ છું.જજ તેને વિટનેસ બોક્સ માં આવી પોતાનો પક્ષ રાખવા કહે છે. નમિત પોતાનો પક્ષ રાખતા કહે છે .જટાશંકર ની હત્યા તેના હાથે અકસ્માતે થય હોય છે . નમિતા અને તે એકબીજા ને પ્રેમ કરતા હોય છે તેથી નમિતા નમિત ને બચાવવા માટે હત્યા નું આળ પોતાના માથે લઇ લે છે. પરંતુ પોતે નિર્દોષ નમિતા ને પોતે કરેલા કર્મ ની સજા મળે એવું ઈચ્છતો નથી . શિવરાત્રી ના થોડા દિવસો પહેલા જયારે નમિત અને નમિતા મંદિર ના પાછળ ના ભાગમાં છુપાઈ ને મળે છે. ત્યાર્રે તે નમિતા ને કહે છે. ગુરુજી છુપાઈ ને રીતે મળવું યોગ્ય નથી લાગતું. આજે જ ગુરુજી એ તેને પોતાની ગાદી નો વારસદાર જાહેર કર્યો છે. તે થોડા સમયમાં યોગ્ય દિવસે ગુરુજી ને પોતાના પ્રેમ ની વાત કરશે અને તેના હાથ ની માંગણી કરશે. ગુરુજી એ આજે પોતાનેખજાના ની ચાવી પણ સોંપી છે. તેવું પણ કહે છે . અને બધું શિવરાત્રી ના ત્રણ દિવસ પહેલા સુધી બરાબ ચાલતું હોય છે. પરંતુ શિવરાત્રી ના ત્રણ દિવસ પહેલા નમિત અને નમિતા એકાંત માણતા હોય છે.તત્યારે જટાશંકર તેમને જોઈ જાય છે ત્યારે નમિત તેમને કહે છે હું અને નમિતા એક બીજા ને પ્રેમ કરીએ છીએ. હું તમને આ બાબત માં વાત કરવા નો જ હતો અને લગ્ન માટે એ ની મંજૂરી લેવા નો હતો. પણ તેના જવાબ માં જટાશંકર કહે છે ગુરુપુત્રી તેના માટે બહેન સમાન કહેવાય તે નમિતા ને ભૂલી જાય અને શિવરાતી પછી બે દિવસ માં આ મંદિર છોડી પોતાનું ઠેકાણું બીજે શોધી લે. એટલું કહી જટાશંકર નમિતા ને લઇ ચાલી જાય છે. બીજે દિવસે નમિતા અને નમિત શિવરાત્રી ની છેલ્લા પ્રહર ની પૂજા પતાવી વહેલી સવારે ખજાના  માં થી થોડો ખજાનો લઇ ભાગી જવાનો પ્લાન કરે છે. પરંતુ જયારે નમિત ખજાના ની ચોરી કરતો હોય છે. ત્યારે જટાશંકર તેને જોઈ જાય છે અને  તેની અને જટાશંકર ની વચ્ચે ઝપાઝપી થાય છે. તેમાં સ્વબચાવ માં તેને જટાશંકર ને મારેલી ફૂલદાની થોડા વધારે જોર થી મરાઈ  જાય છે.અને જટાશંકર ના માથામાં થી લોહી નીકળવા લાગે છે. અને તેના શ્વાસ બંધ થઇ જાય છે. આથી પોતે ગભરાઈ ને જટાશંકર ને ઢસડી જય પાછળ બગીચા માં લઇ જાય છે. અને ત્યાં વડ ના વૃક્ષ પાસે ખાડો કરી દાટી દે છે. અને ખજાનો પણ છુપાવી દે છે. જેથી અફવા ફેલાવી શકાય કે જટાશંકર ખજાનો લઇ નાસી ગયા છે. આ વાત ની જાણ તેને થોડા સમય પછી નમિતા ને પણ કરી હતી. અને તેની માફી માંગી હતી. કે ભૂલથી તેના હટે નમિતા ના પિતા ની હત્યા થઇ ગઈ છે. નમિતા તેને માફ કરી દે છે. અને જેમ નિત્ય ક્રમ માં જીવતા હોય તેમ જીવન વિતાવે છે. જયારે નમિતા નીરજ ને મારવા ની યોજના ઘડી હોય છે . ત્યારે પણ નમિત આ યોજના અમલ માં મુકવાની ના પાડે છે એક હત્યા તો ભૂલ થી થઇ છે પણ તે બીજી હત્યા કરવા રાજી નથી .પણ નમિતા એકલે હાથે નમિત ને સજામાંથી બચાવા નીરજ ની હત્યા ની યોજના કરે છે પણ પકડાઈ જાય છે .  આમ તેમનું આ જુઠાણું જટાશંકર ના પુનર્જન્મ ના કારણે ચહૂપ્પુ રહી શકતું નથી અને દસ વર્ષ પછી પણ તે બહાર  આવે છે. નમિત અને નમિતા ની વાત સાંભળી જ્યોતિદેવી પણ દંગ રહી જાય છે. નમિત ના કબૂલાતનામાં પછી અદાલત તેને ઇન્ડિયન પીનલ કોડ ની કલમ 302 હેઠળ આજીવન કારાવાસ ની સજા ફટકારે છે અને નમિતા ને પુરાવા અને ગુનો છુપાવામાં  મદદ કરવા માટે  પાંચ વર્ષ ની કારાવાસ ની સજા આપવામાં આવે છે .