પંચતંત્ર ની વાતો  MITHIL GOVANI દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પંચતંત્ર ની વાતો 

પંચતંત્રનું મૂળ આલેખન પંડિત આચાર્ય શ્રી વિષ્ણુ શર્મા એ કરેલું છે. મુળભુત ગ્રંથની રચના સંસ્કૃત ભાષામાં થઇ છે. પરંતુ  પછીથી તેનું વિવિધ ભાષાઓમાં રૂપાંતર પણ થયેલ છે. એક અહેવાલ મુજબ બાઇબલ પછી થી સૌથી વધુ અન્ય ભાષાઓમાં બીજા ક્રમે ભાષાંતર પામનાર ગ્રંથ છે. પંચતંત્ર ની ગણના માત્ર ગ્રંથરત્નોમાં જ નહિ પણ અમૃતમાં  થાય છે. તે વિશ્વ નું શ્રેષ્ઠ કથામૃત છે. 

છઠ્ઠી સદીમાં તો પંચતંત્રની  ખ્યાતિ સમગ્ર  ભૂમંડલમાં  ફેલાયેલી હતી. અને તેનું પહેલું ભાષાંતર ઈરાની ભાષામાં થઇ ચૂક્યું હતું.એટલે તેનો રચના કાળ પાંચમી સદી નો માની શકાય. 

પાંચ વિભાગમાં રચાયેલ આ ગ્રંથમાં પંડિત વિષ્ણુ શર્માએ  એક મુખ્ય કથા રાખી તેની આડકથાઓ માં રમ્ય ગુંથણી કરી છે. મૂળ વાર્તા ઉદેશને નુકસાન ન થાય એ રીતે વાર્તાઓ ને અહીં ભાષાંતર કરી ને છૂટી રચનાઓ મુકવા નો પ્રયાસ કર્યો છે.પંડિત વિષ્ણુ શર્મા નો ઉદેશ તો રાજકુમારો ને બોધ આપવા નો છે. તેથી  આ વાર્તાઓમાં બોધ નો ધોધ વહે છે. આ બોધ નિરસ ન લાગે તેટલા માટે પશુ- તથા માનવ-દાનવ  ના પાત્રો ની મનમોહક વરણી કરેલી છે. 

પશુ પક્ષીઓના આરુતલય  હાવભાવ કે હેલાઓ માનવીનું પ્રેરક બાલ પણ બને છે. તે આ વાર્તાઓમાં પ્રગટ થાય છે.

 

પંચતંત્ર ની રચના

 ભારત ની દક્ષિણે મહિલાવતી નામનું એક મોટું નગર આવેલું હતું. ત્યાં અમરશક્તિ નામના રાજા નું રાજ્ય હતું. આ નનગર ને ફરતે મોટો કોટ હતો કોટ ને બાવન દરવાઝા અને બારીઓ હતી હવેલીઓ અને અસંખ્ય મકાનો હતા. બધાની વચ્ચે રાજાનો મોટો મહેલ આવ્યો હતો. હીરા-માણેક સોના રૂપ ના અગણિત હાટ હતા. વાવ અને કુવાઓ નો પાર ન હતો.નગર ની રચના અદભુત હતી. નગરમાં બધી જ સુખ-સગવડ હતી. ત્યાંની પ્રજા સુખિયાને સમૃદ્ધ હતી. લોકો દૂર દેશાવર થી વેપાર ધંધાર્થે આવતા હતા. રાજા અમરશક્તિ પણ દયાળુ અને પ્રજાપાલક હતા.તેના રાજયમાં ભૂખ્યાને ભોજન મળી રહેતું. પરાક્રમી રાજન ના દરબારમાં અનેક પંડિતો પણ હતા. તેના પરાક્રમ ને કારણે આજુબાજુ ના રાજ્ય ના રાજા આ નગર સામે જોવાની પણ હિંમત કરી શકતા નહીં. રાજ્યમાં ગુનાઓ નું પ્રમાણ હતું જ નહિ. જો કોઈ ગુનો કરે તો ગુનેગાર ને સખ્ત સજા કરવામાં આવતી તેથી કોઈ ગુના   થતા જ નહિ. બધી પ્રજા પણ રાજા ને આદર અને આશીર્વાદ આપતી.

આટલી સમૃદ્ધિ હોવા છતાં રાજા એક વાતે દુઃખી હતો.તેને ત્રણત્રણ પુત્રો હતા. પણ ત્રણેય મૂર્ખ હતા. કોઈ વાતમાં સમજતા જ નહિ. અને મન ફાવે તેવું વર્તન કરતા. રાજા અમરશક્તિ  ને એક જ ચિંતા કોરી ખાતી હતી. તેની ઉમર વધતી જતી હતી. તેના પછી આ રાજ્ય કેવી રીતે ચાલશે? કોણ ચલાવશે અને પ્રજાજનો નું પાલન કોણ કરશે ? નિર્દોષ ને ન્યાય અને રક્ષણ કોણ આપશે ? આવી ચિંતાઓ નો પાર ન હતો .

રાજા વિચારતો કે આના કરતા તો પુત્ર ન હોય તે સારું કે પુત્ર મરી જાય  તે સારું કારણ પુત્ર ન હોય કે મરી જાય તે થોડી ક્ષણો નું દુઃખ થાય છે. પણ મૂરખ પુત્ર તો જીવનભર દુઃખી કરે છે. ગુણવાનો ની ગણતરી થતી હોય તેવામાં પોતાન પુત્ર નું નામ ન આવે તેવી માતા જો પુત્રવતી કહેવાતી હોય તો. વાંઝણી કોને કહેવાય ?  મૂર્ખ પુત્રો ના લીધે રાજા અને  રાણી  બંને દુઃખી હતા. પોતાન દુઃખ નો ઉપાય શોધવા માટે રાજાએ પંડિતો ને પૂછવાનો નિર્ણય કર્યો.

રાજાએ  પંડિતો  ની સભા ભરી અને  તેમની આગળ પોતાની વ્યથા ઠાલવી અને કહ્યું હે પંડિતો કોઈ એવો યોગ્ય માર્ગ બતાવો જેયાથી મારા પુત્રો બુદ્ધિમાન થાય અને આ રાજ્ય નો વહીવટ સંભાળે અને મારા રાજ્ય ના પ્રજાજનો ને કોઈ તકલીફ ના પડે. 

રાજાની કથની સાંભળી બધા પંડિતો પર દુઃખ ની છાયા ફરી વળી. થોડી વારે એક પંડિતે કહ્યું મહારાજ વ્યાકરણ નો અભ્યાસ બાર વર્ષ નો હોય છે. હું રાજકુમારો ને બાર વર્ષ સુધી વ્યાકરણ ભણાવી તેમાં પારંગત કરીશ. તો બીજા પંડિતે કહ્યું વ્યાકરણ ભણી રહ્યા પછી સ્મૃતિશાસ્ત્ર નીતિશાસ્ત્ર કામશાસ્ત્ર વગેરે નો અભ્યાસ બાર વર્ષ સુધી કરવા નો હોય છે જે તેમેને દુન્યવી જ્ઞાન માં પારંગત કરશે. અને તેઓ સુખરૂપ રાજ્ય ચાલવી શકશે.

પંડિતો ની વાત સાંભળી રાજ્યના મંત્રી બોલી ઉઠ્યા હવે સમય છો છે ને વિધા વધુ ગ્રહણ કરવાની છે.શબ્દો અને શાસ્ત્રો અનંત છે. પણ જેમ હંસ પાણીમાંથી  દૂધ ગ્રહણ કરી લે  તેમ સર્વ શિક્ષા નો સાર ગ્રહણ કરી ઓછા સમયમાં રાજકુમારો તૈયાર થઇ જાય તેવો કોઈ ઉપાય આપ ગુણીજન સૂચવો તો સારું.  

પંડિતો ચર્ચા-વિચારણા કરવા લાગે છે. ચર્ચા ને અંતે સર્વાનુમતે એક જ વાત કહે છે કે મહારાજ આપશ્રી પંડિતાચાર્ય  વિષ્ણુ શર્મા ને મળો એમના જેવાં વિધવાન સર્વશાસ્ત્ર વિશારદ અને વિનયી બ્રાહ્મણ આપની મદદ કરી શકે તેમ છે તેમની પાસે અનેક વિદ્યાર્થીઓ વિધાદાન લઇ ગુણવાન અને કીર્તિવાન બની ચુક્યા છે.

પંડિતો ની વાત સાંભળી રાજા ને આશા નું કિરણ દેખાતા તેઓ  રસાલો લઇ ને જંગલ માં આવેલા પંડિત વિષ્ણુ શર્મા ના આશ્રમે પહોંચે છે. તેમને આવેલા જોઈ પંડિત વિષ્ણુ શર્મા તેમનો આદરસત્કાર કરે છે રાજા પંડિતને નમન કરી ને પોતાના આવવા નું કારણ જણાવે છે.હે  આચાર્ય મારુ આયુષ્ય ક્ષીણ થતું જાય છે.અને મારા ત્રણેય પુત્રો મૂર્ખ છે. મને મારી પ્રજા ની તથા રાજ્ય ની ચિંતા છે જે મને પરેશાન કરી રહી છે. રાતો ની ઊંઘ પણ હરામ થઇ ગઈ છે. મેં મારા બધાજ પંડિતો ને વિનંતી કરી મારા પુત્રો ને બુદ્ધિવાન બનાવ માટે ભણાવા માટે પણ કોઈ હેમ ભીડવા તૈયાર નથી. તે સૌ ના સૂચન મુજબ હું અપને અહીં મળી આપણી કૃપા મેળવવા આવ્યો છું. આપશ્રી મારા રાજકુમારો ને નીતિશાસ્ત્ર અને અર્થશાસ્ત્ર  નું જ્ઞાન આપીને તેમની મૂર્ખતા દૂર કરી શાસ્ત્રો માં નિપુણ બનવો હું અપને સહસ્ત્ર ગામ ભેટ માં આપીશ.   

પંડિત વિષ્ણુ શર્મા રાજાની લાચારી સમજી ગયા. તેઓ વિચાર કરી ધીરજ થી બોલ્યા મહારાજ મનેં ધન માન

 કે ધરતી નો લોભ નથી. હું વિદ્યા વેચતો નથી. તેમ છતાં હું અપને વચન આપું છું કે, માત્ર છ મહિનામાં આપના  ત્રણે પુત્રો ને શિક્ષણ આપી ચતુર બુદ્ધિવાન અને શાસ્ત્ર નિપુણ નહિ બનાવું તો હું નામ ત્યાગ કરીશ.મારી વાત ફરીથી સાંભળો હું ધનની  લાલચ થી કોઈ કામ કરતો નથી.મને એંશી વર્ષ થવા આવ્યા છે.મારી ઇન્દ્રિયો શિથિલ થઇ ચુકી છે. હવે મારે ધન નો શો  ખપ ? તેમ છતાં આપની પાર્થના સફળ થાય તે માટે શિક્ષણ ને મનોરંજન બનાવી તેના વડે હું રાજકુમારો ને બુદ્ધિવાન બનાવીશ.આજ નો દિવસ  આપ લખી લો. જો છ મહિનામાં હું રાજકુમારો ને બીજાઓની પેઠે શાસ્ત્ર નિપુણ ના કરી શકું તો હું અધોગતિ ને પામું ! 

રાજાના રસાલામાં આવેલા મંત્રી ઓ અને પંડિતો આ ભીષ્મ પ્રતિજ્ઞા સાંભળી આભા બની ગયા પરંતુ રાજાના આનંદ નો પાર ના રહ્યો. સાથે લાવેલા રાજકુમારો ને તેઓ આશ્રમમાં જ છોડી ને નગર ભણી રવાના થયા. આમ રાજારાણી ને પંડિત વિષ્ણુ શર્મા ને રાજકુમારો ને સોંપ્યા પછી નિરાંત અનુભવી.

મૂર્ખ રાજકુમારો ને બુદ્ધિવાન બનાવા માટે પનદીત વિષ્ણુ શર્મા એ વિચાર કરી ને સર્વશાસ્ત્રો ના સાર રૂપે પશુપંખીઓ ની વાર્તાઓ ની પાંચ તંત્ર માં રચના કરી જે આ મુજબ છે .

મિત્ર-ભેદ 

મિત્ર-સંપ્રાપ્તિ 

કાકોલૂકીય 

લબ્ધપ્રણાશ 

અપરિક્ષિતકારક 

રાજકુમારોને પાસે બેસાડી એક પછી એક રસ પડે તેવી આ પશુપક્ષીઓ ની વાર્તા કહેવા માંડી. રાજકુમારોને પણ વાર્તા સાંભળવામાં એવો રસ પડતો કે તેઓ ભોજન પણ ભૂલી જતા. છ મહિના પુરા થતાંમાં તો ત્રણેય રાજકુમારોમાં બુદ્ધિ અને જ્ઞાન નો અપૂર્વ સંચાર થયો. આ વાર્તાઓ ના પ્રભાવે તે મૂર્ખમાંથી સર્વશાસ્ત્ર નિપુણ બની ગયા. 

છ મહિના પૂર્ણ થતા રાજા અમરશક્તિ પોતાન મંત્રી ને લઇ ને પંડિત વિષ્ણુ શર્માના આશ્રમે આવ્યા આચાર્ય ની આજ્ઞાથી ત્રણેય રાજકુમારો એ મહારાજ અને મંત્રી નું વિનયપૂર્વક  સ્વાગત કર્યું.મંત્રી તો રાજકુમારો નું એવું વિનયપૂર્ણ વર્તન જોઈ ને નવાઈ પામ્યા. તેમણે એક પછી એક પ્રશ્નો પૂછી રાજકુમારો ની પરીક્ષા કરી લીધી. રાજકુમારો ની  વિદ્વતા અને  ચાતુરાઈભર્યા ઉતરો સાંભળી રાજા અને મંત્રી વિસ્મય પામ્યા. પહેલાના મૂર્ખ રાજકુમારો ચપળ અને બુદ્ધિવાન બની ગયા હતા. આચાર્ય વિષ્ણુ શર્મા ની શિક્ષણકળા આગળ રાજા અને મંત્રી  નતમસ્તક થઇ ગયા. તેઓ પંડિત વિષ્ણુ શર્મા નો આભાર  ટીમની વિદાય લઇ ને નગરમાં પરત આવી ગયા. 

મૂર્ખ રાજકુમારો જે બુદ્ધિ અને ચતુરાઈભરી પાશુપક્ષીની વાર્તાઓ સાંભળી બુદ્ધિમાન બન્યા. તે વાર્તાઓ વાંચનાર અથવા સાંભળનારની બુદ્ધિનો  વિકાસ થાય તેમાં કોઈ શંકા  ને સ્થાન નથી. આજે પણ જગતના વાર્તાગ્રંથોમાં પંચતંત્ર નું સ્થાન પહેલું છે. આ  આપણા દેશનું કથામૃત છે. વિશ્વ ની એવી કોઈ  ગણનાપાત્ર ભાષા નથી કે જેમાં આ ગ્રંથ નું ભાષાંતર ન થયું હોય. જે આ મનોરંજક વાર્તાઓ દ્વારા નીતિશાસ્ત્રો નો અભ્યાસ કરે છે, સાંભળે છે, તેને ઇન્દ્ર પણ પરાજિત કરી શકતા નથી.