'ગોવિંદા' નામ સાંભળતા જ આપણા ધ્યાન માં કમ્પલીટ એન્ટરટેઇન્મેન્ટ નો ખ્યાલ આવે છે. અને એટલે જ ' ગોવિંદા નામ મેરા' ફિલ્મ પાસે થી દર્શકો ને અપેક્ષા પણ ઘણી છે. વિકી કૌશલ લગ્ન બાદ 70 મમ સ્ક્રિન પર પહેલી વખત આવી રહ્યા છે, ફિલ્મ ના ટ્રેલર પર થી લાગે છે કે આ ફિલ્મ માં એમનો કિરદાર પણ એકદમ અલગ છે, આ અંદાઝ માં આપણે એમને પહેલાં ક્યારેય જોયા નથી. 'ગોવિંદા નામ મેરા' માં સોન્ગ્સ ધૂમ મચાવી રહ્યાં છે, શું ફિલ્મ પણ એટલી જ ધૂમ મચાવશે?
આ સવાલ નો જવાબ જાણવા હું પણ આતુર હતી એટલે જ હોટ સ્ટાર પર રિલિઝ થતા ની સાથે મેં આ ફિલ્મ જોયી અને રજૂ કરી રહી છું તમારી સમક્ષ 'ગોવિંદા નામ મેરા' નો કોમ્પલિટ રિવ્યૂ.
સ્ટાર કાસ્ટ-
ડાઈરેક્ટર શશાંક ખૈતાન અને ધર્માં પ્રોડકશને એ વાત ની ખાતરી કરી છે કે ફિલ્મ માં ટેલેન્ટ ની રોશની થી 4 ચાંદ લગાવ્યે, વિકી કૌશલ, ભૂમિ પેડનેકાર, કિરા અડવાણી, આમેય વાઘ, રેનુકા શાહને અને અન્ય એક્ટર્સ એ એકટિંગ માં ક્યાંય પણ કચાસ છોડી નથી. ફિલ્મ કોમેડીય અને મર્ડર મિસ્ટ્રી જેવા 2 એક્સટ્રૅમ જોનર ને દર્શાવે છે એટલે દરેક એક્ટર માટે આ ફિલ્મ એક કસોટી સમાન છે કારણ ગંભીર સીન માં પણ થોડું હ્યુમર નાખવું, સીન ને નેચરલ જ રાખવો, ક્યાં લાઉડ એક્સપ્રેસન આપવા અને ક્યાં ગંભીરતા થી અભિનય કરવો એની બારીકી નું સતત ધ્યાન રાખવા માં આવ્યું છે, એ જ ફિલ્મ નો સૌથી મોટો પ્લસ પોઇન્ટ છે.
રિવ્યૂ-
મુંબઈ ની ચકાચૌઉન દરેક ની જિંદગી માં કેવી અસર કરે છે, આખો દિવસ ઝગમગતી આ સ્વપ્ન નગરી માં કોઈના જીવન માં ક્યારે ટ્વિસ્ટ આવી જશે એ નક્કી નથી. મુંબઈ ની આ અનિશ્ચિતતા નો ઘણાં ને લાભ થાય છે તો ઘણાં ને નુકસાન, પણ અમુક ની તો આખી જિંદગી જ બદલાય જાય છે. અને એવો જ એક વ્યક્તિ છે ગોવિંદા વાઘમારે જેનું જીવન ફુલ ટટ્વિસ્ટ વાળું છે.
ગોવિંદા નું એક પુશ્તેની ઘર છે જેની વારશાહી તો એની છે પણ એના હક માટે લડવાનું છે કારણ એના સૌતેલા ભાઈ એ ઘર માટે કોર્ટ માં કેસ કરેલ છે. જો આ વાંચતા ની સાથે જ તમારા મન માં 'કોર્ટ દ્રામાં' નો વિચાર આવ્યો હોય તો એ વિચાર ખોટો છે. અને ટિપિકલ બોલિવૂડ ફિલ્મ ની જેમ એન્ડ માં જીત હીરો ની જ થાય એ કોન્સપ્ત પણ એહ્વા લાગુ પડતો નથી. હા, તમે બરાબર વિચારી રહ્યાં છો, વિકી કૌશલ કેસ હારી જાય છે.
છે ને ફિલ્મ, થોડી અલગ થોડી હટકે? કેસ હારી ને પણ હીરો ને લાઈફ સેટ થયી જાય છે, એવું તો કેવી રીતે થયું? એ જ જોવા માટે 'ગોવિંદા નામ મેરા' જોવી પડશે. ફિલ્મ એ ઇન્ટરેસ્ટિંગ સ્ટોરી, સ્ટ્રોંગ પર્ફોર્મન્સ, રસપ્રદ કૉમેડી અને દર્શક ને જકડી રાખે એવું ડિરેકશન લઈને હોટ સ્ટાર પર તમારી રાહ જોયી રહી છે.
ફિલ્મ ના ટ્વિસ્ટ થોડા હટકે છે અને થોડા પ્રેડિકટેબલ પણ છે, મજા ની વાત એ છે કે તમને જે ટટ્વિસ્ટ એક્સપેક્ટ નહીં કર્યા હોય એની સ્ક્રિન અપિઅરન્સ અને ડિરેકશન તમારું મન જીતી લેશે. ફિલ્મ માં બધા ગીત કદાચ તમને ન ગમે, તો વાંધો ક્યાં છે વાહલા, ઓટિટિ પર તો સ્કિપ કરવાની છૂટ છે ને બોસ.
કદાચ અમુક સીન થોડાક બોરિંગ લાગે પણ સ્ટોરી કી ડિમાન્ડ હૈ એટલે જોવા તો પડે જ. ડોન્ટ વરી, થોડી બોરિયાત ની સામે વિકી નો બિન્દાસ અવતાર ત્રાજવું બેલેન્સ કરી દેશે.
ફિલ્મ ટ્વિસ્ટ થી ભરપૂર છે. મજા તો ચોક્કસ થી કરાવશે.
ફિલ્મ માં તમને ડિરેક્ટર શશાંક ની એકટિંગ નો એક સરસ નમૂનો જોવા મળશે, બોનસ પોઇન્ટ છે!
સ્ટાર-
બોલિવૂડ માં ઘણાં સમય થી સેન્સિબલ હલકી ફુલકી ફિલ્મ ની જરૂર હતી અને 'ગોવિંદા નામ મેરા' એ કમી ને ખુબ જ એન્ટરટેઈનીંગ અંદાઝ માં પુરી કરે છે. વિકી ના બિન્દાસ અવતાર ને અને ડિરેક્ટર શશાંક ના એકટિંગ ડેબ્યુટ ને, ભૂમિ ની અદા ને અને કિઆરા ની મેહનત ને 3.5/5 સ્ટાર આપું છું.