આજની સવાર કઈક અલગ હતી, વિધિને જાણ થઈ ગઈ હતી કેે એનો પતિ બેવફા છે. એટલુ જ નહીં પણ આ બધુ લગભગ 3 વર્ષથી ચાલતુ હતુ અને વિધાનએ વિધિને એ વાતની કોઈ ભનક પણ ન લાગવા દીધી હતી.
વિધિ વિચારોના ભવરમાં મગ્ન હતી અને એની સાસુમાએ એને બૂમ પાડી, વિધિનુ અશાંત મન એના અંતરમનન ને શાંત કરવામાં એટલુ વ્યસ્ત હતુ કે એને સાસુમાનો અવાજ ન સંભળાયો. સાસુએ ફરી બૂમ પાડી, પણ વિધિએ સાંભળ્યુ નહીં. એટલે ચિંતાતુર થઈને સાસુ જાતે જ વિધિ પાસે આવ્યા, વિધિને વિચારોના ભવરમાં ખોવાયેલ જોઈને, ખૂબ પ્રેમથી સાસુ એ કહ્યું, દિકરા, મનની અશાંતિ પાછળનુ કારણ શું છે... પતિ-પત્નીનો સંબંધ કે પતિ નો કોઈ બીજી સાથે ગેરસંબંધ...
આ સવાલ સાંભળતાની સાથે જ વિધિની આંખો માંથી અશ્રુધારા વહવા લાગી, રડતા રડતા એણે પૂછયુ, મમ્મી હુ ક્યાં ચૂકી ગઈ.. મારા થી બનતા દરેક પ્રયાસ મે કરયા છે આ સંબંધને મજબૂત બનાવવા માટે... તેમ છતાં પ્રેમની આ લડાઈમાં હુ હારી ગઈ... મારુ સર્વસ્વ આપવા છતા, હુ હારી ગઈ... મારી ભૂલ શું હતી કે મારા પતિએ મારા પ્રેમની અવગણના કરી, મારી લાગણીનુ અપમાન કર્યું....
મારી સાથે બેવફાઈ કરી ....
તારા સવાલનો જવાબ તો તને મારો દિકરો જ આપી શકશે, હું જાણુ છુ કે બેવફાઈની કોઈ માફી હોતી નથી. પણ એક મા તરીકે હુ તને એ જ સલાહ આપી શકીશ કે એક વાર વિધાન સાથે વાત કર. સપ્તપતિના વચન યાદ કર, એટલું સાંભળતા જ વિધિ એ કકડીને કહ્યું, સપ્તપતિના વચન ફકત મે નથી લીધા, અમે બનને એ સાથે લીધી હતા, મમ્મી.
આ વિષય પર હુ વાત કરીશ, ચોક્કસથી કરીશ, મારા તમામ સવાલના જવાબ મેળવીશ. વિધાન એ કરેલ આ બેવફાઈનો જવાબ તો એણે આપવો જ પડશે. આટલું કહીને વિધિ, વિધાન પાસે જાઈ છે. વિધાન એને પ્રેમથી ભેટવાનો પ્રયાસ કરે છે, ત્યારે જ વિધિ એને અટકાવે છે. વિધિનુ આવું વર્તન જોઈને વિધાન એને પૂછે છે કે, શું થયુ.. મને હગ કેમ ન કરવા દીધુ... તુ આટલી ઉદાસ કેમ લાગે છે... આટલુ કહીને એ વિધિને ફરી ભેટવાનો પ્રયાસ કરે છે પણ એ પાછૂ એને અટકાવે છે, આ જોઈને વિધાન મજાકમાં પૂછે છે કે, કેમ ભેટવા નથી દેતી, લાગે છે તને કોઈ બીજુ ગમી ગયુ છે....
ગમી તો તમને ગઈ છે કોઈ બીજી એ પણ 3 વર્ષથી ગમે છે, મને કોણ ગમે છે પ્રશ્ન એ નથી, તમને કોણ ગમે છે એ પ્રશ્ન છે... વિધિના આ સવાલ સાંભળીને વિધાન આચંબિત થઈ જાય છે, એની પાસે બોલવા માટે કઈ નથી, વિધિને રડતા જોઈને એને ચૂપ કરાવાનો પ્રયાસ કરે છે પણ વિધિ એને અટકાવે છે. મને મારા સવાલોના જવાબ જોઈએ છે, મારામાં કઈ એવી કમી છે કે તમારે કોઈ બીજી પાસે જવુ પડયુ, મારા પ્રેમમા ક્યાં કમી લાગે છે તમને... એનામા મારા કરતા વિષેશ શું છે, રૂપ, એનુ ફિઘર કે કઈ બીજુ....
ખેર સારુ તો બધુ જ એનામાં હશે એ પણ મારાથી વિષેશ તો જ તમને મારા પ્રેમમાં કમી વર્તાય હશે.
તે મને છોડી દેવો નિર્ણય કર્યો છે.. ખચકાત વિધાને વિધિને પૂછયુ.
કાશ તમારી જેમ બેશરમ હતે તો આ જ નિર્ણય કરતે, મારા પ્રેમથી લાચાર છુ એટલે એવો ફાલતુ નિર્ણય નથી લીધો.
તમે મારા પતિ છો, તમે ભલે પતિધર્મ ન નિભાવ્યો હોય, પણ હુ મારો પત્ની ધર્મ નહીં ભૂલુ. હું ગર્ભવતી છું, વિચાર્યુ હતુ કે આવતીકાલે તમારો જન્મદિવસ છે એટલે કાલે તમને ભેટ સ્વરૂપ આ શુભસમાર આપીશ, પણ....
જીવનમાં દરેક નિર્ણય મે ખૂબ જ મેચ્યોરિટી સાથે લીધા છે, ક્યારેય સ્વાર્થી નથી બની, આજે પણ નહીં બનીશ. મારા બાળકને હુ પરિવારના પ્રેમથી વંચિત રાખીને એની સાથે કોઈ અન્યાય નથી કરવા માંગતી.
તે ઉપરાંત મને મારા સપ્તપતિના લીધેલા દરેક વચન યાદ છે, વચનની અવગણના કરીને મારા સંસકાર પર સવાલ ક્યારેય નહીં ઉઠવા દવુ. હું તમારી સાથે ચોક્કસથી રહીશ, છોડીને નહીં જઈશ. કારણ તમે ભલે મને નથી કરતા, હુ તો આજે પણ અનહદ પ્રેમ કરુ છુ. આપણો સંબંધ પહેલાં જેવો નહીં રહેશે. આ સંબંધમાં બધુ હશે, પણ તમારા પ્રત્યે કોઈ લાગણી નહી હશે, આદાર નહીં હશે. માત્ર ફરજથી તમારી સાથે છુ.
મારા આ નિર્ણયને મારી કમજોરી સમજવની ભૂલ ન કરતા, તમારી બેવફાઈને માફ કરી શકુ એટલી સ્ટ્રોંગ છુ. પોતાના સ્વાભિમાનનો ખયાલ રાખી શકુ એટલી મેચ્યોર છું.
તમારી પાસે ભલે છુ, પણ તમારી સાથે નથી.
તમને તમારી ભૂલ નો અહેસાસ ચેનથી જીવા નહીં દેશે, એ જ તમારા માટે સૌથી મોટી સજા છે.
આ વાર્તા ભલે કાલ્પનિક છે, પણ ઘણી સ્ત્રીઓ સાથે બેવફાઈ થાય છે અને તે ચૂપચાપ સહન કરી લે છે.
એ તમામ સ્ત્રીને માત્ર એટલુ જ કહ્યવા માંગુ છુ કે પોતાના હક માટે પોતે જ બોલવુ પડશે, બીજાને તમારી ચિંતા હતે, તો તમારી સાથે બેવફાઈ ક્યારેય નહીં થતે. તમારા પ્રેમ મૂલ્યવાન છે, જે પ્રેમ ડિઝર્વ કરે, એને જ પ્રેમ કરો.