40 વર્ષની વય પછી શું પ્રેમ થાય? Vvidhi Gosalia દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

40 વર્ષની વય પછી શું પ્રેમ થાય?

40 વર્ષની વયે પ્રેમ! શું આ શક્ય છે? કે આ માત્ર આકર્ષણ છે?

ડો. વિરલ તમે મારા આ સવાલનો જવાબ પ્લિઝ આપો, હું છેલ્લા 3 વર્ષથી આ સવાલનો જવાબ સતત શોધવાની કોશિશ કરી રહી છું, પણ જવાબ મળ્યો નથી. છેવટે સવાલ અને વિચારોના આ ભવર માંથી બહાર નિકળવા માટે મનોચિકિત્સકની સલાહ લેવું યોગ્ય લાગ્યુ એટલે તમારી પાસે આવી છું. તમે મારી મદદ કરશો એ અપેક્ષા લઈને તમારી પાસે આવી છું

ડો. વિરલ – પેસન્ટ ની મદદ કરવી એ મારું કરત્વ અને ધર્મ બંને છે, તમે ચિંતા નહીં કરો. તમે પેનિક થયા વગર, કોઈ સંકોચ વગર મારી સાથે દિલ ખોલીને વાત કરો. મારા અમુક સવાલોના જવાબ આપો. સૌપ્રથમ તો તમારે એ જાણી લેવુ જોઈએ કે પ્રેમ કોઈપણ વયે થઈ શકે, 40 વર્ષે, 50 વર્ષે કે 80 વર્ષે પણ થઈ શકે. અને આકર્ષણ પણ પ્રેમની જેમ જ કોઈપણ વયે થઈ શકે. ખ્યાતી, મને તમારા અને રાજના રિલેશન વિષે થોડીક માહિતી આપો. શું તમે બંને રિલેશનમાં છો?

ખ્યાતી – ના, અમે રિલેશનમાં નથી. રાજ અને હું એક જ કંપનીમા કામ કર્યે છીએ, એ મારો સિન્યર છે. રાજ મેરીડ છે, એના 2 બાળકો પણ છે, એ એની મેરીડ લાઈફમાં ખૂશ પણ છે. કડાચ હું એના માટે માત્ર એની એક ફ્રેન્ડ કે કોલિગ છું, એનાથી વિષેશ કઈ જ નહીં.

હું અનમેરીડ છું, મને આ 40 વર્ષમાં ક્યારેય પ્રેમ થયો જ નથી, આ કંપનીમાં હું છેલ્લા 10 વર્ષથી કામ કરું છું, એટલે રાજને 10 વર્ષથી ઓળખુ છું, પણ પહેલાં ક્યારેય એના માટે કઈ ફિલ થયું જ નથી. છેલ્લા 3 વર્ષથી મને એના માટે કઈ ફિલ થાય છે, શું ફિલ થાય છે એ કઈ સમજાતુ નથી...

ડો. વિરલ - ખ્યાતી, તમને ખાત્રી છે કે રાજને તમારા પ્રત્યે કોઈ ફિલિંગ નથી?

ખ્યાતી – લગભગ હા…

ડો. વિરલ – ખ્યાતી, તમે જે અનુભવો છો, એ પ્રેમ છે, આકર્ષણ નથી. તમે મને જેટલી માહિતી આપી, એનાથી સ્પષ્ટ રીતે જણાય છે કે આ પ્રેમ છે, અને હકિકત એ છે કે તમારુ મન એ જાણે છે કે આ પ્રેમ છે, પણ તમારુ મન આ પ્રેમ સ્વીકારવા તૈયાર નથી એટલે તમારુ મન તમને એવું માનવા પર મજબૂર કરી રહ્યું છે કે આ આકર્ષણ છે.

તમે જેટલી વાર રાજનું નામ લીધુ, એટલી વાર તમારા ચેહરા પર હાસ્ય અને ડર બંને સાથે જોવા મળ્યા છે, આકર્ષણ ક્ષણીક હોય છે ખ્યાતી, 3 વર્ષ સુધી માત્ર આકર્ષણ હોય એવું ભાગ્ય જ બને છે.

હવે હું જે સવાલ પૂછુ એનો માત્ર હા કે ના માં જવાબ આપજો...

1. રાજ જ્યારે નજીક હોય ત્યારે તમારુ મન ખુશી અનુભવે છે, એક અલગ જ એક્સાઈટમેન્ટ જેવું, જે માત્ર રાજને જોઈને જ થાય છે?

ખ્યાતી- હા, ખરેખર મને એવું ફીલ થાય છે, કઈક અલગ જ છે એ ફિલિંગ

2. તમે રાજને પામવા નથી માંગતા પણ હંમેશાં એવુ ઈચ્છો છો કે કઈક એવું થાય અને તમને રાજના જીવનમાં સ્થાન મળે?

ખ્યાતી - હા

3. રાજ તમને સ્પર્ષે તો તમે એની તરફ શારીરિક રીતે આકર્ષિત થવાને બદલે, સંતોષનો અનુભવો છો?

ખ્યાતી - હા

4. તમને રાજ સાથે શારીરિક સંબંધ બાંધવાનું મન ક્યારેય નથી થયું,પણ એની સાથે આજીવન રહેવાનું મન હંમેશાં થાય છે?

ખ્યાતી - હા

5. રાજ સાથે વાત કરવાના બહાના સતત શોધો છો?

ખ્યાતી - હા

6. તમને એની હાજરી અને ગેરહાજરી થી ફરક પડે છે?

ખ્યાતી - હા

7. રાજની પસંદ-નાપસંદ નો વિષેશ ખ્યાલ રાખો છો તમે, જેમ એની પત્ની રાખતી હોય છે?

ખ્યાતી - હા

8. તમને અમુકવાર કંપની છોડીને બીજે નોકરી કરવાની તક પણ મળી હશે, માત્ર રાજના લીધે તમે આ કંપની સાથે જોડાયેલ છો?

ખ્યાતી - હા

હવે, તમે મને જવાબ આપો, શું માત્ર આકર્ષણના લીધે કોઈપણ વ્યક્તિ માટે તમે આ બધુ અનુભવ કરશો?

તમને મારી જરૂર આ સવાલ નો જવાબ શોધવા માટે નથી, ખ્યાતી તમને મારી જરૂર આ સવાલનો જવાબ સ્વીકારવા માટે છે.

તમે રાજ ને પ્રેમ કરો છો, આ જ સત્ય છે. આ પ્રેમ છે, આકર્ષણ નહીં.

તમે આ પ્રેમને સ્વીકારતા કેમ નથી?

ખ્યાતી – રાજ મને પ્રેમ નથી કરતો, મારા પ્રેમની એને જરૂર પણ નથી, આ પ્રેમને સ્વીકારીને હું ખુશ નહીં રહી શકુ, મને લાગે છે મારે રાજ થી દૂર થઈ જવું જોઈએ...હું આ જોબ છોડી દઈશ...

ડો. વિરલ – 40ની વયમાં પ્રેમ થવો ગુનો નથી.

જે વ્યક્તિને તમે પ્રેમ કરો છો, એ વ્યક્તિ તમને પ્રેમ કરે એવી અપેક્ષા રાખવી ગુનો છે.

જે વ્યક્તિથી તમને ખુશી મળે એનાથી દૂર જવુ ગુનો છે, આ ગુનો ઘણાં લોકો કરતા હોય છે, જેને 40 વર્ષ બાદ પ્રેમ થાય છે.

ખ્યાતી, પ્રેમ કરવું ક્યારેય ખોટુ હોતુ જ નથી, ખોટા સમયે, ખોટી વ્યક્તિ સાથે પ્રેમ કરવું ખોટુ છે.

તમારા પ્રેમમાં કોઈ ખોટ નથી, સ્વંયને ગુનેગારની દ્રુષ્ટીએ જોવાનું બંધ કરી દો, સ્વયંને દયાનીય માનવાનુ બંધ કરીદો.

તમે માત્ર કોઈની સાથે પ્રેમ કરયો છે, જેમાં કોઈ અપરાધ નથી. તમારા નિર્દોષ પ્રેમને અપરાધ તમારી અપેક્ષા બનાવે છે.

તમે એવી અપેક્ષા કેમ રાખો છો કે રાજને તમારા પ્રેમની જરૂર પડે, એને તમારા પ્રેમની જરૂર નથી એટલે તમને કંપની છોડી દેશો...

કડાચ તમારી વિચારશૈલી ખોટી છે અથવા તો પ્રેમની પરિભાષા ખોટી છે...

ખ્યાતી – તો મારે શું કરવું જોઈએ? રોજ રાજને સામે જઈને મારી લાગણને તકલીફ પહોચાડુ કે પછી રાજને મારી લાગણી વિશે જણાવીને પોતાની લાગણીનો મજાક બનાવું? શું કરું હું ડો. વિરલ…

ડો. વિરલ- પહેલાં તો તમે શાંત થઈ જાવ એ મહત્ત્વનું છે.

ખ્યાતી, તમારો પ્રેમ નિમર્ળ હોય તો એ કોઈની સ્વીકૃતિનો મહોતાજ નથી, આ સત્ય તમે જેટલું જલદી સમજશો, તકલીફ એટલી જ ઓછી થશે. રાજની નજીક જશો તો તમને તકલીફ થશે એવું તમને એટલે લાગે છે કે તમે એવી ઈચ્છા રાખો છો કે રાજ તમારી લાગણીને સ્વીકારે અને એ પણ તમને પ્રેમ કરે.

મારી વાત ધ્યાનથી સાંભળો અને સમજો, ખ્યાતી પ્રેમ કોઈની સ્વીકૃતિનો મહોતાજ નથી, તમે જેને પ્રેમ કરો છો એ તમને પ્રેમ ન કરે તો પણ તમે ખુશ રહી શકો છો જો તમે એવું વિચારો કે પ્રેમ માત્ર એક લાગણી છે, જેનો અનુભવ દરેક વ્યક્તિ ન કરી શકે. તમારો પ્રેમ તમારું અભિમાન હોવું જોઈએ. ખ્યાતિ એક તરફી પ્રેમ હંમેશાં તકલીફ આપે એવું જરૂરી નથી. જો તમે એ વાત સ્વીકારી લો કે તમે કોઈને પ્રેમ કરવાનો મતલબ એને હા,સલ કરવું કે એના જીવનમાં સ્થાન મેળવવું નથી. માત્ર એની સાથે લાગણીના સંબંધથી જોડાવવું છે. તમે ખુશનસીબ છો કે તમારા અને રાજ વચ્ચે એક સરસ લાગણીનો સંબંધ છે જેનું નામ મિત્રતા છે, જો તમે જોબ છોડી દેશો આ મિત્રતા પણ ગુમાવી દેશો. શું તમે એ મંજૂર છે?

ખ્યાતિ – ના, મને એ મંજૂર નથી. ડો. વિરલ પણ જો હું મારી લાગણી કંટ્રોલ ન કરી શકું અને રાજ ને બધુ કહી દવ તો શું થશે.. અને મારા મનને હું કઈ રીતે મનાવિશ...

ડો. વિરલ – પ્રેમ કરવાનો અવસર દરેક વ્યક્તિને મળતો નથી, તમને મળયો છે તો એ વાતથી ખૂશ થાવ. ખ્યાતી, જીવન બદલવા માટે 2 વસ્તુ બદલવી જરૂરી છે એક છે વિચાર અને બીજું છે સ્વભાવ. તમે મને જેટલા સવાલ પૂછયા એ બધા સમસ્યાને આધિન છે, તમે એકપણ વાર એવું નથી પૂછયુ કે જો મારે મારી લાગણી રાજને જણાવી હોય તો યોગ્ય રીત કઈ છે... તમારું ધ્યાન માત્ર સમસ્યા પર છે.

રાજને તમારી લાગણી વિશે જણાવવામાં કઈ જ ખોટુ નથી, એ જાણયા પછી એના વર્તનમાં ફેરફાર થઈ જે સ્વાભાવિક છે.

ખ્યાતિ કોઈને પ્રેમ કરવા માટે એ વ્યક્તિની હાજરી અને હામી ની જરૂર ક્યારેય હોતી જ નથી, પ્રેમ સ્મૃતિમાં પણ હોય છે. તમે તમારા વિચાર થોડા બદલશો તો સમજાશે. કોઈ પરણીત વ્યક્તિને પ્રેમ કરવું અયોગ્ય છે, પણ કોઈ વ્યક્તિને જો તમે પ્રેમ કરતા હોવ અને એ પ્રેમના લીધે જો એ પરણિત વ્યક્તિના જીવનમાં કોઈ તકલીફનું કારણ તમે ન બનો તો એ વાતમાં કઈ જ અયોગ્ય નથી.

હવે નિર્ણય તમારો છે, તમારે પરણીત પૂરૂષના જીવનમાં તમારા પ્રેમ વડે તકલીફ લાવીને કોઈનું ઘર તોડાવવું છે. તમારા એકતરફી પ્રેમ ની લાગણી પોતા શુધી રાખીને ખુશ રહેવું છે.

નિર્ણય તમારે લેવાનો છે.

ખ્યાતી – હું રાજને મારી લાગણી વિશે ચોકકસથી જણાવીશ, પછી ભલે એનુ વર્તન બદલાઈ જતું. હું રાજને માત્ર જણાવવા માંગુ છું, મારી લાગણીને માત્ર એકવાર એક ઓળખ આપવા માંગુ છું. મને કોઈ અપેક્ષા નથી કે રાજ મારી લાગણી સ્વીકારે, માત્ર એકવાર હું મારી લાગણીને શબ્દોનુ સ્વરૂપ આપવા માંગુ છું.

હું એ વાતની ખાત્રી પણ કરીશ કે મારી લાગણીના લીધે રાજના જીવનમાં કોઈ તકલીફ ન આવે.

મારા જીવનનાં આ અનુભવ પર મને ખૂબ સરસ શીખ મળી છે કે પ્રેમ નિસ્વાર્થ હોય તો જ સાચો છે, પ્રેમ અપેક્ષા રાખીને ક્યારેય થતો જ નથી, કારણ જ્યાં અપેક્ષા છે ત્યાં સ્વાર્થ હશે જ.
આ વાર્તા ભલે કાલપનીક છે, પણ ઘણાં લોકોને 40 વર્ષ બાદ પ્રેમ થતો હોય છે, ખાસ કરીને એક તરફી પ્રેમ અને ત્યારે તેઓ પોતે એ પ્રેમને સ્વીકારવામાં ખચાકાતા હોય છે.

પ્રેમ કરવું ખોટું નથી, ખોટા સમયે ખોટી વ્યક્તિ સાથે પ્રેમ કરવું ખોટુ છે. લાગણીના આવેશમાં આવીને એવુ કોઈ કામ ન કરવું કે કોઈનુ ઘર તૂટે કારણ પ્રેમની નીવ 2 વ્યક્તિને જોડાયેલા રાખવામાં છે, 2 વ્યક્તિને અલગ કરીને જો તમને કોઈની સાથે જોડાવાનો પ્રયત્ન કરો તો તમારો પ્રેમ સાચો ભલે હોય પણ તમારો પ્રેમ નિસ્વાર્થ અને નિમર્ળ નથી.