જીંદગી માં પ્રેમ કરવો ગુનો નથી પણ પ્રેમ નો ઈઝહાર નાં કરવો એ જરૂર ગુનો કહી સકાય, કારણ કે જ્યારે તમે કોઈ ને પ્રેમ કરો છો તો..તમારો એક તરફી પ્રેમ શરૂ થાય છે...પણ જ્યાં સુધી સામે વાળા વ્યક્તિ ને તમારો પ્રેમ નાં ખબર પડે કે તમે તેને પ્રેમ કરો છો ત્યાં સુધી..પ્રેમ સફળ થતો નથી...
એમ તો પ્રેમ નો ઈઝહાર કરી ને પણ પ્રેમ માં હાર મળે છે પણ એ હાર એક તરફી પ્રેમ કરતા સ્વીકાર્ય લાયક જરૂર હોય છે..
એવીજ એક એક તરફી પ્રેમ ની વાત કરવા નાં છીએ...
મીત જયારે એના કોલેજ નાં છેલ્લી એક્ઝામ નાં છેલ્લા દિવસે એ કોલેજ નાં રૂમ માં બેઠો હતો તે વખત ની વાત છે....
મીત એ સવાર પડતા વિચારી લીધું હતું કે "બસ આજે છેલ્લા દિવસ માં નીતા ને કેટલો પ્રેમ કરું છું એ બતાવી દઉં..."પણ એ કોલેજ માં દેખાઈ ન હતી...અને એક્ઝામ શરૂ થઈ ગઈ.
એક્ઝામ પૂરી થયા પછી મીત ત્યાં બહાર ગેટ માં પહોચી જાય છે અને નીતા ની રાહ જોઈ રહ્યો હતો...પણ નીતા એના રૂમ માંથી બહાર નતી નીકળી.
તો મીત એ નીતા ને બહાર નીકળવા ની રાહ જોઈ...અને છેવટે એક્ઝામ નાં 3 કલાક પૂરા થઈ ગયા, અને એ ક્લાસ રૂમ માંથી બહાર નીકળી.
બહાર નીકળતા તેની ફ્રેન્ડ સાથે તે ગેટ તરફ આવવા લાગી.મીત રાહ જોઈ રહ્યો હતો.નીતા ની સ્કૂટી નાં બાજુ માં મીત ની ગાડી પડી હતી.
મીત ગાડી ની બહાર નીકળ્યો અને નીતા ને જોવા લાગ્યો પણ નીતા ત્યાં વચ્ચે ઊભી રહી ગઈ બીજી બહેનપણીઓ ને મળવા અને એની એક ફ્રેન્ડ એ એની સ્કૂટી લેવા મીત તરફ આવી, અને સ્કૂટી લઇ ને નીકળવા લાગી
મીત એની ફ્રેન્ડ ને બોલ્યો કે મજામાં ? તો એની ફ્રેન્ડ એ હસી ને જવાબ આપ્યો કે હા કેવું ? ગયું પેપર?
મીત એ હસતા હસતા જવાબ આપ્યો કે હા સારું અને તમારું ? એની ફ્રેન્ડ બોલી કે સારું ગયું પેપર....
એના પછી એ કઈ બોલવા જાય એના પેલા એની ફ્રેન્ડ ત્યાં થી નીકળી ગઈ...અને સ્કૂટી થોડે દૂર ઊભી રાખી ને ત્યાં નીતા બધા ફ્રેન્ડ ને ગળે લાગવા લાગી.. એ વખતે એની છેલ્લી મુસ્કાન જોઈ ને મીત નાં મુખ પર સ્માઇલ આવી ગઈ..
મીત ને એવું થયું કે એને મળવા જાય પણ એવો સમય અજ નાં મળ્યો કે તે એના જોડે જઈ ને વાત કરે...
એની સ્માઇલ ને નિહાળી ને એ એના દરેક ભાવ ને જોઈ રહ્યો હતો.પણ પછી એને એની સ્કૂટી માં થી દુપટ્ટો નીકળ્યો અને તે દુપટ્ટો એના ચેહરા પર લગાવ વા લાગી... એ વખતે ખબર પાડી ગઈ કે ... આ એની છેલ્લી સ્માઇલ હતી એ જોઈ...પછી જોવા નહિ મળે...પણ એ વખતે.મીત ને એક પળ માટે પણ એના જોડે જઈ ને એને વાત કરવા ની ઈચ્છા નાં થઈ...કારણ કે એની ફ્રેન્ડ નાં કારણે એ ને લાચાર પાડવા નાતો માંગતો મીત....પણ એક લાચાર નાં પડવા નાં ઉદ્દેશ થી. એને સામે વાત નાં થઈ શકી....
એ એની ફ્રેન્ડ સાથે સ્કૂટી માં બેસી ને ચાલવા લાગી...
અને મીત ત્યાં ઉભો ઉભો...મળવા નો ચાન્સ સીધી રહ્યો હતો....
પણ....પણ...એને એક વાર પણ પાછું જોઈને નાં જોયું કે એને કોઈ વાત કરવા માટે તરશી રહ્યું હતું.અને મીત ને એક મુલાકાત અધૂરી રહી ગઈ...
એના પછી એ પણ ખબર ન હતી કે એ ફરી મીત ને ક્યારે મળશે પણ...એક છેલ્લી જલક માં પણ એને જોવા નાં મળી....
અને એ દિવસ થી લઇ ને આજ સુધી.....મીત દિલ પૂછે છે એક જ સવાલ ...કે હવે એને ક્યારે મળીશું....?