જન્મ દિવસ ની ઉજવણી Jaydeepsinh Vaghela દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

જન્મ દિવસ ની ઉજવણી

હું જ્યારે ગાર્ડન માં બેઠો હતો તો મે જોયુ કે ત્યાં જન્મ દિવસ ની ઉજવણી ચાલી રહી હતી.
ઓકે ઓકે... મે થોડી વાત ને આગળ પડતી કહીં દીધી..
તો હું મારું મગજ ફ્રેશ કરવા સાંજના નાં સમય એ ગાર્ડન માં બેસવા ગયો અને મે ત્યા જઈ ને મારા ફોન થી સારા એવા સોંગ સંભાળવા નાં શરૂ કર્યા.
ત્યા મે ઘણો અરધો કલાક જેવો રહ્યો અને ત્યા નાં વાતાવરણ નો આનંદ લીધો.જ્યારે જ્યારે હું ત્યાં જાઉં એટલે મને ખૂબ સારું મહેસૂસ થતું.
હું બેઠો હતો ત્યાં બગીચા ની બહાર એક બાઈક આવ્યું અને એ બાઇક પર થી એક છોકરો છોકરી ઉતર્યા, છોકરી એના વાળ ને સરખા કરતા તે બગીચા માં પ્રવેસી, ત્યાર બાદ બંને જણા હાથ માં હાથ નાખી ને એક ગાર્ડન નાં હોલ તરફ ચાલવા લાગ્યા અને એવા માં બીજા 4 બાઈક અને 1 ગાડી આવી અને એમાં થી 10 જેવા બીજા કપલ ઉતર્યા અને એક છોકરી બોલવા લાગી કે નેહા નાં જન્મદિવસ પર સુ ગિફ્ટ લાવ્યાં છો બધા? અરે ગિફ્ટ છોડ નેહા ક્યાં છે એ, એક છોકરા એ કીધું કે એને આ ગાર્ડન માં એવા નું કીધું હતું, તો બંને જણા અંદર હશે, પછી એક છોકરા એ કીધું કે અંદર છે ચાલો જલ્દી જલદી.
બધા અંદર જવા લાગ્યા અને હું આ બધું દૃશ્ય જોઈ રહ્યો હતો.
ત્યાં બધા ગાર્ડન માં આવી ને બધા હોલ તરફ ચાલવા લાગ્યા અને એમાં થી એક છોકરી ગાડી માંથી બઉ મોટી કેક લઇ ને હોલ તરફ ગઈ.
અને બધા નેહા જેની બર્થડે હતી એને ગળે લાગવા લાગ્યા અને બોલ્યા કે હેપ્પી બર્થડે નેહા એ પણ આભાર માન્યો, પછી એક છોકરી એ કેક સજાવી અને બધા વિશ કરવા નું ચાલુ કર્યું અને નેહા એ કેક કાપી અને તેના બોયફ્રેન્ડ ને કેક ખાવડા વા ગઈ તો એના બોયફ્રેન્ડ એ પણ કેક ખવડાવી અને નેહા ના ગાલ પર કેક લાગવા નું ચાલુ કર્યું અને એક દમ બધા એ કેક ને લઇ ને નેહા ને કેક લાગવા નું ચાલુ કરી દીધું બહા બુમાં બુમ કરવા લાગ્યા એટલે ત્યાં ગાર્ડન માં આવેલા બીજા વ્યક્તિ ઓ પણ તેમને જોવા લાગ્યા. નેહા ને આખી 2 કિલો ની કેક હશે એ એને લગાવી દીધી, અને બધા બૂમો પડવા લાગ્યા, નેહા નો ચેહરો કેક થી ઢંકાઈ ગયો અને વાળ પણ કેક થી બગડી ગયા.
એ નાં પડવા લાગી કે અરે વાળ ને નાં લગાવશો પણ કોઈ એની એક માનતું નો હતું એ બોલી કે આજેજ વાળ ને સ્ટ્રીટ કરાવ્યા છે, મોઢા પર લગાવો વાળ ને નાઈ પણ કોઈ માં માન્યું, પછી નેહા પણ બધા ને કેક લાગવા લાગી, ત્યારબાદ બાજુ વળી પરબ પર જઈ નેહા એ મો ધોઈ નાખ્યું.અને પછી હોલ માં ચાલી ગઈ, ત્યાર બાદ બધા નાની મોટી ગિફ્ટ આપવા લાગ્યા અને ફોટા પણ પડાવ્યા આ બધું હું જોઈ રહ્યો હતો,
આ બધું 15 મિનિટ માં પતિ ગયું એને બધા બોલ્યા કે નેહા પાર્ટી તો એ બોલી કે ચાલો એની વ્યવસ્થા હોટેલ માં છે, બધા હોટેલ જવા નીકળી ગયા.
આ દૃશ્ય જોતા મને એમ કહેવા નું મન થાય છે કે શું મળ્યું આ 15 મિનિટ ની ઉજવણી માં ? , મને એ નથી સમજાતું કે તમારા જોડે પૈસા છે તો તમે શું તેનો આ રીતે ઉપયોગ કરશો? શું આ યોગ્ય છે? અને હા બધા ને જોતા મને એમ નતું લાગતું કે કોઈ પોતાની મેહનત કરી ને પૈસા કમાતા હોય, બધા પાપા ની પોકેટ માની થી જલસા કરવા વાળા હતા. ચાલો છોડો આ મોજ ની વાત પણ જે કેક કાપી ને ખાવા ની જગ્યા એ બધા નાં મોઢા પર લગાવી ને શું મળ્યું બધા ને ? છેવટે બધા ભૂખ્યા જ ગયા ને? અને હા જે નેહા બાઇક પરથી ઉતરી ત્યારે 5 હજાર નાં સ્ટેટ વાળ ની કેર કરી રહી હતી સાચવી રહી હતી ત્યાર એની વાળ ની કેર ક્યાં ગઈ, માણીયે છીએ કે આ બધું એન્જોય માટે છે પોતાની જિંદગી છે પોતાની મોજ કરવા ની ઉંમર છે, માણીયે છીએ પણ....પણ...શું થાય... એ વખતે દુઃખ થયું...પણ એના પછી જ્યારે એ ગાર્ડન સાફ કરવા વાળી બહેનો આવી તો આવી ને બોલી ઊઠી કે જુઓ તો ખરા કેટલું ગંદુ કર્યું છે, મે હળવે થી કીધું હા.... એ સાફ કરવા વાળી બેહનો સાફ કરવા લાગી અને ત્યાં. એક બેન ત્યાં એમના છોકરા ને લઇ ને આવી અન તેને ખૂણા માં બેસાડી ને તે સાફ કરવા લાગી,અને જેવી એ કચરો વળી ને અમુક કાગળ બહાર નાખવાં ગઈ તો પેલું નાનું બાળક એ કેક નાં નિચે પડેલા ટુકડા ને લઈ ને ખાવા લાગ્યું અને એવા માં એ ની મમ્મી કચરો વળતા જોઈ ગઈ અને દોડતા એના જોડે ગઈ અને બોલી કે બેટા નાં ખવાય.તો એ બાળક બોલ્યું કે મમ્મા..... મમ મમ ...
આ જોતા હું ગર ગરો થઈ ગયો.. સાલું નાં જોવાય ...આ બધું...એમ બોલી ને ચાલવા લાગ્યો...
એક વસ્તુ વિચારો કે જેમને આ કેક ને બધું કઈ નથી જોયું એમને ફિલિંગ થતી હશે...મને બઉ દુઃખ થયું...
મને બઉ જીવ બડ્યો...એની મમ્મી ખૂણા માં મૂકે તો પણ તે બાળક વરામ વાર કેક ખાવા હતું હતું...
મને થયું કે એને કઈક આપુ પણ ત્યાં કોઈ દુકાન નતી...
ખરેખર આ દૃશ્ય 3 દિવસ થયા મને હાલ પણ યાદ આવે છે .....
( જો મિત્રો તમને આ રીતની ઉજવણી ગમતી હોય તો હોટેલ અથવા એવા અલગ અલગ સ્થળે જઈ ને ઉજવી શકો છો...પણ ...પણ ...આગળ તમારે વિચારવા નું છે....)