trust books and stories free download online pdf in Gujarati

વિશ્વાસ

તમે કોઈ નાં પુત્ર કે પુત્રી છો તો તમારા માતા પિતા ને તમારા પર કેટલો વિશ્વાસ છે?
પ્રશ્ન ખૂબ સેહલો છે પણ એક વાર તમારે આ વાર્તા સાંભળ્યા પછી એક વાર બોલવું પડશે કે તમે કોઈ વાર તમે તમારા માતા પિતા નો વિશ્વાસ નથી તોડ્યો અથવા તોડ્યો છે,
એક વાર હું મારા ફ્રેન્ડ નાં મેરેજ માં જવા નીકળ્યો, મારો ફ્રેન્ડ સ્કૂલ નો જૂનો ફ્રેન્ડ હતો, તો એના મેરેજ માટે હું એના ઘરે જવા નીકળ્યો પણ એનું ઘર નતુ જોયું એટલે મારા બીજા ભાઈબંધો ને બધા એક જગ્યા એ મળવા નું નક્કી કર્યું અને પછી એના ઘરે જવા નું નક્કી કર્યું, એના માટે અમે બધા એક ગાર્ડન માં ભેગા થયાં, જેવો હું ગાર્ડન માં નાં દરવાજે ગયો તો બધા ભાઈબંધો બહાર ઊભા હતા અને હું પણ તેમના જોડે ગયો, તો પેલા મે મારું બાઇક પાર્કિંગ માં મૂક્યું, તો બઉ બધા બાઇક અને સ્કૂટી હતા તો મે એક સ્કૂટી નાં બાજુ માં જગ્યા હતી તો બાઇક મૂક્યું અને એના પર હું બેસી ગયો અને બીજા મિત્રો પણ આવી ગયા. ત્યાં અમે અરધો કલાક જેવું બેઠા અને ખૂબ વાતો કરી.
એવા માં એક ગાડી આવી અને અમારા થી થોડે દૂર ત્યાં રોડ નાં સાઇડ માં ઉભી રહી, મારી નઝર એ કાર પર પડી પણ બઉ ધ્યાન નાં લીધું અને એ ગાડી ને ત્યાં રોકાતા 10 મિનિટ થઈ ગઈ.
એના મારો મિત્ર બોલ્યો કે કોઈ કપલ લાગે છે, અને વિચારતા હશે કે ગાર્ડન માં જાય કે નહિ?, મે હા કીધું. ગાડી માં કાચ કાળા હતા એટલે અંદર કોણ છે એ દેખાતું ન હતું પણ એમ ખબર પડતી કે અંદર કપલ છે અને પછી થોડો થોડો આભાસ થઈ જતો, ગાડી ચાલુ હતી અને બંને જના અંદર બેઠા હતા અને વાતો કરતા હતા.એવા માં થોડી વાર માં અંદર બંને જનાં એક બીજા ને ગળે લાગવા લાગ્યા,
મિત્ર એ કહ્યું કે બંને જણા કઈક કરે છે પણ મે એક વાર જોઈ ને ધ્યાન માં નાં લીધું અને ફ્રેન્ડ સાથે વાતો કરવા લાગ્યો, એના પછી 5 મિનિટ રહી ને કાર નો દરવાજો ખૂલ્યો અને એમાં થી એક છોકરી ઉતરી.
એ છોકરી ઉતરી અને તરતજ એ કાર ચાલવા લાગી અને કાર ચાલી ગઈ, એ છોકરી મારા તરફ આવી અને આવી ને તે મારી બાજુ વાળી સ્કૂટી પર બેસી ગઈ અને સ્કૂટી ચાલુ કરવા લાગી.
એવા માં એના ફોન માં કોઈ નો ફોન આવ્યો અને બોલી કે હા મમ્મી બોલ.
અને પછી બોલી કે "હા હા મમ્મી હું કઠોર ચણા લઇ ને નીકળી છું હવે ઘરેજ આવું છું,"
હું વિચાર માં પડી ગયો કે આ છોકરી અરધો કલાક થી કાર માં હતી તો એને ચણા ક્યારે લીધા અને ચણા લઇ ને ઘરે કેમ નાં ગઈ, અને ચણા લેવા ગાર્ડન માં શું કરવા આવું પડે? ઘણા બધા વિચાર આવવા લાગ્યા.
અને પછી એને એની ડેકી ખોલી તો અંદર ચણા નું પેકિંગ તેમાં પડેલું જોયું. પછી ખબર પડી કે મામલો શું હતો...પણ એક વસ્તુ વિચારો કે એને એના મમ્મી ને અચકાયા વગર બોલી કે હું ચણા લેવા આવી છું ઘરે આવું છું તો એને કેટલું ખોટું બોલી કેવાય ? અને એની મમ્મી એ વિશ્વાસ પણ કરી દિધો.
અરે મને એ નથી સમજાતું કે તમે આવા કામ માટે તમે તમારા માતા પિતા ને જૂઠું બોલી ને વિશ્વાસ તોડો છો? તમારા માતા પિતા કરતા વધારે કોઈ નાં હોઈ સકે એના કરતાં તમે તમારાં માં બાપ ને છેત્રો છો... હદ છે યાર...ખરેખર આ નજારો મહેસૂસ કર્યો તો મને પણ કઈક થઈ ગયું....અને એને જે પણ ગાડી માં કર્યું હોય.સારું કે ખરાબ પણ એને જે અંદાજ થી જૂઠું બોલી એ ...કઈ માફ થઈ સકે એવું ન હતું...
પણ જવા દો...બધા ની પોત પોતાની જિંદગી છે.પણ માતા પિતા નો વિશ્વાસ તોડવો એ તમારી જિંદગી કરતા એ કીમતી છે.
તો પ્રશ્ન એજ છે કે તમે તો તમારા માતા પિતા જોડે વિશ્વાસ ઘાત નથી કર્યો ને? ભલે પ્રસંગ આ બન્યો એવો નાં હોય પણ બીજા કોઈ કારણ સર.
એ તમારે પોતે વિચારવા નું છે....

બીજા રસપ્રદ વિકલ્પો