Featured Books
શ્રેણી
શેયર કરો

કૉલેજ કેમ્પસ (એક દિલચસ્પ પ્રેમકથા) - 53

" કૉલેજ કેમ્પસ "ભાગ-53
રુચિરે પોતાના મોબાઈલમાં ધીમું મ્યુઝિક વગાડવાનું શરૂ કર્યું અને બસ પછી તો ડાન્સ પાર્ટી અને હૂક્કાનો સંગમ જામતો ગયો અને સમય ઘણો વીતી ચૂક્યો હતો. આકાશના મોબાઈલમાં રીંગ વાગી એટલે બધાનાં રંગમાં ભંગ પડ્યો. આકાશ વાત કરવા માટે ફોન હાથમાં લઈને ત્યાંથી બહાર નીકળી ગયો...અને એક જ મિનિટ વાત કરીને ફરી પાછો અંદર આવીને પોતાની મસ્તીમાં ખોવાઈ ગયો.

પરી તેને પૂછી રહી હતી કે, કોનો ફોન હતો ? નાનીમાનો ફોન તો નહતો ને ? આકાશે કંઈજ જવાબ ન આપ્યો એટલે પરી ફરીથી બોલી કે, " ચાલ, આપણે નીકળીએ બહુ લેઈટ થઈ ગયું છે " પણ આકાશને તો થોડો નશો ચડ્યો હતો તો જાણે તે પરીની કોઈ વાત જ સાંભળવા તૈયાર નહોતો...

થોડીવાર પછી ધીમે ધીમે પરીને પણ નશો ચડતો ગયો અને એટલીવારમાં તો આકાશના મનમાં શું આવ્યું તો તે જવા માટે તૈયાર તો થયો પરંતુ પોતાની કાર તેણે પરીના ઘર તરફ નહીં પરંતુ પોતાની જાણીતી એક હોટલ તરફ હંકારી મૂકી.

હોટલ આવી જતાં જ તે નીચે ઉતર્યો અને પોતાના માટે એક રૂમ બુક કરાવી અને તેણે નશામાં ધૂત પરીને હાથ પકડીને નીચે ઉતારી તેમજ બંને પોતાની રૂમ તરફ આગળ વધતા હતા ને મેનેજર શ્રી રૂપેશ દવેએ આકાશને આ છોકરી કોણ છે અને તેને પોતાની સાથે કેમ લઈ આવ્યો છે તેમ પણ પૂછ્યું એટલે આકાશે જવાબ આપ્યો કે, " આ મારી ગર્લફ્રેન્ડ છે અને ઓલરેડી અમારા એનગેજમેન્ટ થઈ ગયા છે આ તો અમે જરા સીટીથી થોડે દૂર નીકળી ગયા છીએ તો સવાર સુધી અહીં રોકાઈશું અને સવાર થતાં થતાં તો નીકળી પણ જઈશું. ડોન્ટ વરી એબાઉટ ઈટ "

પરીનું પર્સ ગાડીમાં જ રહી ગયું જેમાં તેનો મોબાઈલ ફોન હતો. જેથી નાનીમા ચિંતા કર્યા કરતા હતા અને ફોન કર્યા કરતા હતા પરંતુ ફોન કોઈ ઉપાડતુ નહતું પરંતુ નાનીમાને એટલી ખબર હતી કે આકાશ જાણીતો અને ઘરનો છોકરો છે એટલે પરી તેની સાથે સેઈફ છે પરંતુ અત્યારના જનરેશનની નાનીમાને ક્યાં ખબર છે ?

આકાશે પરીને પોતાની બાહોમાં બરાબર પકડી લીધી અને તેને સંભાળીને પ્રેમથી ચલાવતાં ચલાવતાં તે હોટલના શાનદાર રૂમમાં પ્રવેશ્યો.

પહેલાં તો આકાશે પરીને બેડ ઉપર સુવડાવી દીધી અને પછી તેની બાજુમાં પોતે પણ લંબી તાણી દીધી અત્યારે પરી જાણે બેભાન અવસ્થામાં જ હતી નશામાં ધૂત આકાશના દિલોદિમાગ ઉપર કામદેવે બરાબર કાબૂ જમાવી લીધો હતો.

આકાશ જે હોટલમાં પરીને લઈને આવ્યો હતો તે તેના ડેડીના ફ્રેન્ડની જ હોટલ હતી અને તમામ સ્ટાફ તેમજ મેનેજર રૂપેશ દવે આકાશને તેમજ તેના ડેડીને ખૂબ સારી રીતે ઓળખતા હતા.

આકાશને આ રીતે નશામાં ધૂત અને તે પણ પોતાની સાથે કોઈ છોકરીને હોટલના રૂમમાં લઈને આવતાં જોઈને જ તે તો ડઘાઈ ગયા હતા તેમને થયું કે, ભલેને કદાચ બંનેના એન્ગેજમેન્ટ થઈ ગયા હોય છતાં પણ આ રીતે રાત્રે કોઈ છોકરીને લઈને હોટલના રૂમમાં આવવું બરાબર નથી.

આ બાજુ જુવાનીના જોશમાં રહેલો આકાશ જેને પરી પહેલી જ નજરે ગમી ગઈ હતી અને પહેલેથી જ તેનો ઈરાદો પરીને પોતાની બનાવવાનો હતો તે આજે પોતાની બાહુપાશમાં છે તેથી જાણે ગાંડોતૂર થઈ ગયો હતો અને પોતાની મસ્તીમાં મસ્ત થઈ પરી સાથે દુષ્કર્મ કરવાનું વિચારી રહ્યો હતો.

મેનેજર રૂપેશ દવેએ વિચાર્યું કે મનિષ ભાઈ ઘણીબધી પર્સનલ બિઝનેસ મીટિંગ અમારી આ હોટલમાં ગોઠવે છે અને તે અમારા એક સારા ક્લાયન્ટ છે અને તેમનો આટલા બધા સારા સુખી પરિવારનો દિકરો આકાશ કોઈ છોકરીને લઈને આ રીતે હોટલમાં આવે તે તેના પપ્પાને એકવખત જાણ કરી દેવી જોઈએ રાત્રીના બાર વાગ્યા હતા અને તેમણે આકાશના પપ્પા મનિષભાઈને ફોન લગાવ્યો.

મનિષ ભાઈ સાંજે ઓફિસથી ઘરે આવ્યા પછી પોતાના ફેમિલી મેમ્બર સિવાય કોઈનો પણ ફોન ઉપાડતા ન હતા એવો તેમનો નિયમ હતો. રૂપેશભાઈનો ફોન પણ તેમણે ન જ ઉપાડ્યો.

રૂપેશભાઈએ પણ વિચાર્યું કે, રાતના બાર વાગ્યા છે કદાચ મનિષ ભાઈ સૂઈ જ ગયા હશે તેમની ઊંઘ બગડશે પણ તેમને આ વાતની જાણ કરવી પણ જરૂરી છે તેથી તેમણે ફરીથી ફોન કર્યો બે ત્રણ વખત તેમણે રીંગ વગાડી તો લાંબી રીંગ વાગી એટલે મનિષ ભાઈને પણ થયું કે આટલી બધી વખત રીંગ વાગી રહી છે મતલબ કોઈ કામનો ફોન હોઈ શકે છે. તેમણે તરત જ ફોન ઉઠાવ્યો અને તેમણે રૂપેશ ભાઈની વાત સાંભળી તો તેમના તો હોંશકોશ જ ઉડી ગયા.

તે પોતાની પથારીમાંથી સફાળા બેઠા થઈ ગયા અને પોતાની પત્ની ભાવનાબેનને મારે જરા એક ઈમરજન્સી કામ આવી ગયું છે તો જવું પડશે તેમ કહીને હોટલ જવા માટે નીકળી ગયા. ભાવના બેન બૂમો પાડતા રહ્યા કે, " ક્યાં જાવ છો તે તો કહીને જાવ.." પરંતુ પત્નીના પ્રશ્નનો જવાબ આપવાનો તેમની પાસે અત્યારે સમય નહોતો તે તો જેટલું બને તેટલું જલ્દીથી આકાશ પાસે પહોંચવા માંગતા હતા.

શું માસુમ પરી આકાશના બદઈરાદાથી બચી જશે કે તેની હવસનો શિકાર બની જશે ? તે તો સમય જ બતાવશે... જાણવા માટે વાંચો આગળનું પ્રકરણ.....

~ જસ્મીના શાહ 'જસ્મીન'
દહેગામ
14 /12/22