એક અનોખો બાયોડેટા - (સીઝન-૨) ભાગ-૨૩ Priyanka Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

એક અનોખો બાયોડેટા - (સીઝન-૨) ભાગ-૨૩

નિત્યા હજી ટેબલ પર જ બેસીને મનમાં હસી રહી હતી.કાવ્યા કોલેજ જવા માટે નીકળતી હતી.

"નીતુ બાય,આઈ એમ ગોઈંગ ટૂ કોલેજ"

નિત્યાએ કાવ્યાની વાત સાંભળી ન હતી તેથી એ કઈ બોલી નહીં.એટલે કાવ્યાએ નિત્યાની સામે જોયું તો એ હજી પણ એમ જ બેસીને શરમાતી હોય એમ હસી રહી હતી.કાવ્યાએ નિત્યાને આમ જોઈ એની આગળ જઈને કહ્યું,"ઓઓહોહોહોહો......,ચહેરે પે ક્યાં હસી ખીલી હૈ"

આ સાંભળી નિત્યાની હસી ગભરાહટમાં ફેરવાઈ ગઈ અને નિત્યા બોલી,"ચૂપ,એવું કંઈ નથી"

"તો આમ શું વિચારીને હસતી હતી?"

"હું ક્યાં હસી"

"જૂઠ બોલે કૌંઆ કાટે"

"હું ક્યારેય જૂઠું નથી બોલતી"

"હા,હો તું હસતી તો હતી"જસુબેન આવ્યા અને એમને કાવ્યાનો સાથ આપતા કહ્યું.

"તમે બંને પાગલ થઈ ગયા છો"

"તું પણ,પપ્પાના પ્રેમમાં"

"આ બધું છોડ,તું તૈયાર થઈને ક્યાં ચાલી"

"કોલેજ બીજે ક્યાં"

"આજનો દિવસ આરામ કર,તને હજી પગમાં સરખું નથી"

"મને સારું જ છે,એટલે જ હું જાઉં છું"

"કાવ્યા,નિત્યાની વાત સાચી છે.કાલ જજે"

"ના જસુ,હું ઘરે બોર થઈ જઈશ આખો દિવસ.મારે તારા ભજન નથી સાંભળવા"

"ઓકે તને જેમ ઠીક લાગે એમ કર,પણ તારું ધ્યાન રાખજે"

"ઓકે,એન્જોય યોર ડિનર ડેટ"કાવ્યાએ હાર્ટની એક્શન કરતા કહ્યું અને પછી કોલેજ જવા માટે નીકળી ગઈ.

"મમ્મી,મારે તમારી સાથે એક વાત કરવી છે"નિત્યાએ જસુબેનને કહ્યું.

"હા બોલને દિકરા"

"તમે મને આપેલું પ્રોમિસ તોડ્યું છે"

"કેવું પ્રોમિસ,હું કંઈ સમજી નહીં"

"તમે મને વચન આપ્યું હતું ને કે તમે કાવ્યાને અમારા પાસ્ટ વિશે કશું જ નહીં કહો"

જસુબેનનો ચહેરો એમની ચોરી પકડાઈ ગઈ હોય એમ ગંભીર થઈ ગયો.

"મમ્મી,તમે કેમ કાવ્યાને પાસ્ટની વાત કરી?"

"બેટા મેં કંઈ પણ જાણી જોઈને નથી કહ્યું એણે મને પૂછ્યું હતું'

"શું પૂછ્યું હતું?"

"સલોની કોણ છે એમ"

"પણ એને સલોની વિશે કેવી રીતે ખબર પડી"

"તું મારા પર શક ના કર,મેં નથી કહ્યું"

"હું ક્યારેય કરી શકું એવું?,,પણ મને વિચાર આવે છે કે એને આ નામ ખબર કેવી રીતે પડી.આપણે તો કોઈ દિવસ સલોનીની વાત એની સામે નથી કરી"

"કાવ્યાએ તારી અને દેવની વાતચીત સાંભળી લીધી હતી એવું એ કહેતી હતી"

"ઓહહ"

"હા,પણ તમે બંને એની શું વાત કરતા હતા?,અને તને કેવી રીતે ખબર કે મેં કાવ્યાને આ બધું કહ્યું છે?"

"એક્ચ્યુઅલી મમ્મી......."

"હે કાન્હાજી,મતલબ કે તે કાલ રાતે અમારી વાતો સાંભળી હતી"

"હા,હું તમને જોવા આવતી હતી કે તમે દવા લીધી કે નહીં"

"હમમમ"

"અને કાવ્યા સાથે કાલ રાતે જે ઘટના બની એ પણ મારા કારણે જ થઈ હતી"

"કેવી રીતે?"

"એ તમારા રૂમમાંથી બહાર નીકળતી ત્યારે હું ફટાફટ મારા રૂમમાં જવા માટે નીકળી પણ કાવ્યાએ મારો પડછાયો જોઈ લીધો એટલે એ ડરીને લપસી ગઇ"

"ઓહહ,એટલે કાલ તું કશું જ નહોતી બોલતી"

"હા મમ્મી"

"સોરી કે મેં તને આપેલું વચન તોડ્યું.કાવ્યા બહુ જીદ કરતી હતી અને એ પણ તમને બંનેને એકસાથે ખુશ જોવા માંગે છે એટલે મેં એને એ વાત કહી"

"આઈ નો મમ્મી,તમારું ઈન્ટેનશન બરાબર છે પણ કાવ્યા બીજું બધું પૂછ્યું હોત તો.એને એનું બાળપણનું કઈ પૂછ્યું હોય તો આપણે શું જવાબ આપતાં એનો મને ડર હતો"

"ના પૂછે એ,ખૂબ સમજદાર થઈ ગઈ છે તારી ચકલી"

"હા,મેં જોઈ એની ઉદારતા અને સમજણ શક્તિ"

"દિકરી કોની છે,પછી હોય જ ને હોશિયાર"

"ખરા અર્થમાં તો તમારી જ છે"

"પણ જન્મ આપવા કરતા,પાળવાવાળી માં વધારે મહત્વની છે.એક લોહી હોવા કરતા સંસ્કાર આપવવાળું વધારે મહત્વનું હોય છે"

જસુબેનની આ વાતો સાંભળી નિત્યા થોડું હસી એ જોઈને જસુબેને પૂછ્યું,"શું થયું?"

"તમે પણ તમારા દિકરાની જેમ ઉદાહરણોનો પોટલો સાથે જ રાખતા લાગો છો"

"હા"

"ચલો મમ્મી,હું પણ નીકળું હવે"

"સારું,ઓલ ધ બેસ્ટ ફોર યોર ડિનર ડેટ"

"શું મમ્મી તમેં પણ....."

*

કાવ્યા કોલજમાં પોતાના રૂમમાં જતી હતી.હજી એના પગમાં થોડો પેઈન થતો હોવાથી કાવ્યા ધીમે ધીમે ચાલી રહી હતી.રસ્તામાં આવતા જતા કાવ્યાના સિનિયર્સ એની પર અજીબ નજરોથી જોઈ રહ્યા હતા.કાવ્યા મનમાં વિચારી રહી હતી કે,"આ લોકો એના આમ લડખડાઈને ચાલવાથી એની પર દયાળુ નજરે જોવે છે કે પછી કોઈ બીજા ઈન્ટેનશનથી આમ ઘુરીને જોઈ રહ્યા છે"આ બધા વિચારોમાં ખોવાયેલી કાવ્યાને પાછળથી કોઈએ બૂમ પાડી.ઉતાવળી કાવ્યા પાછળ ફરીને જોવા ગઈ કે,"એને કોને બૂમ પાડી"એટલામાં એનો પગ ફરીથી લપસ્યો.કાવ્યા એટલી ગભરાઈ ગઈ જાણે એનો જીવ હાથમાં આવી ગયો હોય.એને જોરથી આંખો બંધ કરી દીધી.આંખો ખોલીને જોયું તો એના બંને હાથ બે બાજુ બે અલગ અલગ છોકરાઓના હાથમાં હતા.એ બંને છોકરાઓએ કાવ્યાને પડતી બચાવી લીધી હતી.એમાંથી એક ચહેરો જાણીતો હતો તેથી કાવ્યાએ એની સામે સ્માઈલ આપી અને પછી બીજી તરફ જોયું.બંને છોકરાઓએ એક સાથે પૂછ્યું,"આર યૂ ઓકે?"

કાવ્યાએ બંનેની સામે વારાફરથી જોયું અને કહ્યું,"યસ,આઈ એમ ઓલ રાઈટ.થેંક્યું"

"આર યૂ સ્યોર"અજાણ્યો છોકરો બોલ્યો.

"યા યા,આઈ એમ ઓકે.થેંક્યું ફોર હેલ્પ"

"નો નો ઇટ્સ ઓલ રાઈટ,ટેક કેર"કહીને એ અજાણ્યો છોકરો ત્યાંથી જતો રહ્યો.કાવ્યા તો એ છોકરાની સામે જ જોતી રહી ગઈ.એનો પકડેલો હાથ હજી પણ કાવ્યાએ એમનો એમ જ રાખ્યો હતો અને સુન્ન થઈ ગઈ હોય એમ એ છોકરો ના દેખાયો ત્યાં સુધી એને જ જોતી રહી.

"આર યૂ ઓકે કાવ્યા?"

"હા યશ,હું ઠીક છું"

"વોટ હેપ્પન વિથ યોર લેગ?"યશે પૂછ્યું.

"એક્ચ્યુઅલી,આઈ એમ સ્લીપિંગ અને મારો પગ મચકોડાઈ ગયો હતો"

"ઓહહ,હવે કેવું છે?"

"હવે સારું છે"

"બરાબર"

"બરાબર વાળા,તું કેમ બે દિવસ લેટ આવ્યો કોલેજ?"

"પહેલા બે દિવસ કોલેજ આવીને પણ શું કરું?"

"ઓ હેલો યસ,આ ઇન્ડિયા નથી કે સ્કૂલ કે કોલેજના પહેલા દિવસે કશું જ ન કરાવે.આ ફોરેન છે અને એ પણ પપ્પાની કોલેજ"

"ઓહહ હા યાર,સોરી હું કહેવાનું ભૂલી ગયો.પપ્પા અને મમ્મી બંનેએ અંકલને હેપ્પી બર્થડે વિશ કરવાનું કહ્યું છે અને સાથે કાલની પાર્ટીમાં ના આવવા માટે સોરી પણ કહ્યું છે"

"તો મને કેમ કહે છે,પપ્પાને ડાયરેક્ટ જ કહી દેજે"

"ના હો,તું જ કહી દેજે"

"પણ તું કેમ પપ્પાથી આટલું ડરે છે?"

"ખબર નથી યાર,બસ એમને જોઈને ડર લાગે છે"

"પાગલ છે તું"

"વો તો મેં હૂ હી"યશે એના કોલર ઊંચા કરતા કહ્યું.

"સારું ચાલ હવે ક્લાસમાં"

"ચાલો,મને તો ખબર જ નથી કયો ક્લાસ છે આપણો"

"એના માટે જ પહેલા દિવસે આવવાનું હોય"

"હા હવે,બઉ બોલ બોલ ના કરે"

"બાય ધ વે,મામૂને કેજે કે ઘરે આવીને જે કહેવું હોય એ કહી દેજો.હું મેસેન્જર નથી બનવાની.હળી-મળીને તમે તો અમારી ફેમિલી છો આ અંજાન કન્ટ્રીમાં.તમે જ આવા મોકા પર ઘરે ના આવો તો શું કરવાનું.કહી દેજે મામૂને કે કાવ્યા ઘરે જવાનું કહેતી હતી"

"ઓકે,મારી માં.હવે જઈએ ક્લાસમાં?"

"હા"

બંને ક્લાસમાં એન્ટર થયા.ક્લાસમાં એન્ટર થયાની સાથે જ કાવ્યા રોજની જેમ પહેલી બેન્ચ પર બેસવા ગઈ જ્યાં પેલો અજાણ્યો છોકરો જેને કાવ્યાને સીડીમાંથી પડતા બચાવી હતી એ પહેલેથી જ પહેલી બેન્ચ પર બેસ્યો હતો.કાવ્યા એને જોઈને ફરીથી ખુશ થઈ ગઈ.કાવ્યા મનમાં વિચારવા લાગી મેં,"હજી આ છોકરા સાથે મારી બીજી જ મુલાકાત છે પણ ખબર નથી કે એનામાં એવું શું છે જે મને અટ્રેક્ટ કરે છે"

કાવ્યાને પહેલી બેન્ચમાં બેસતાં જોઈ યશે પૂછ્યું,"યાર,પહેલી બેન્ચ પર જ બેસવું છે"

"હા"

"હું તો પાછળ જાવ છું"

"ના,તારે પણ અહીંયા જ બેસવાનું છે"એમ કહીને કાવ્યાએ યશનો હાથ પકડીને એને પણ પહેલી બેન્ચ પર બેસાડ્યો.કાવ્યા અને યશના ત્યાં બેસવાથી પેલા અજાણ છોકરાની નજર કાવ્યા અને યશ પર પડી.એને પોતાનું ઈન્ટરોડક્શન આપતા કહ્યું,"હેલો,આઈ એમ ક્રિશ"

આ ક્રિશ અને યશ કોણ હશે?......જાણવા માટે વાંચતા રહો "એક અનોખો બાયોડેટા"................