One unique biodata - 2 - 22 books and stories free download online pdf in Gujarati

એક અનોખો બાયોડેટા - (સીઝન-૨) ભાગ-૨૨

નિત્યા સવારે ઉઠી.એની બાજુમાં સૂતી કાવ્યાને કપાળમાં કિસ કરી.થોડી વાર સૂતી કાવ્યાના માસૂમ ચહેરા સામે જોઈ રહી.પછી એના માથા પર હાથ ફેરવીને કાવ્યા જાગી ના જાય તેથી ધીમા ડગલે પોતાના રૂમમાં જવા માટે નીકળી.નિત્યાએ રૂમમાં જઈને જોયું તો દેવ પહેલેથી જ જાગેલો હતો અને મોબાઈલમાં કંઈક ફેંદી રહ્યો હતો.નિત્યાએ દેવને આમ જોતાં કપબર્ડમાંથી કપડાં કાઢતા કાઢતા વાતચીત શરૂ કરી.

"કેમ વહેલા ઉઠી ગયા તમે?"નિત્યાએ દેવને પૂછ્યું.

"બસ એમ જ"

"અચ્છા"

"એક્ચ્યુઅલી,આઈ એમ નોટ ફીલિંગ વેલ"

"કેમ?,શું થયું છે?"

"માથું બહુ જ દુખે છે"

"હા,એ તો દુખવાનું જ હતું ને"નિત્યા ધીમેથી બોલી પણ દેવને સંભળાઈ ગયું હોવાથી દેવે પૂછ્યું,"શું કહ્યું તે?"

"ના..ના મેં કઈ નથી કહ્યું"કહીને નિત્યા કપડાં ત્યાં જ બેડ પર મૂકી નીચે ગઈ અને રસોડામાં જઈને લીંબુપાણી બનાવીને લાવી અને દેવને આપ્યું.

"આ શું છે?"દેવે પૂછ્યું.

"લીંબુપાણી"નિત્યાએ જવાબ આપ્યો.

"ઓકે......"કહીને દેવે લઈ લીધું અને વિચારમાં પડી ગયો કે,"શું નિત્યાને ખબર હશે કે ગઈકાલ રાતે એને ડ્રીંક કર્યું હતું.કદાચ ખબર પણ હોય.સાલું યાદ નથી આવતું કે કાલ ઘરે આવીને મેં શું શું કર્યું છે.ખાલી અડધી રાત્રે કાવ્યાને વાગ્યું હતું યાદ છે બાકીનું કંઈ જ યાદ નથી આવતું"

દેવ વિચારોમાં ખોવાયેલો હતો.નિત્યાએ દેવની આંખ સામે ચપટી વગાડતા દેવનું ધ્યાન પોતાની તરફ કેન્દ્રિત કરાવ્યું અને બોલી,"બાય ધ વે,લીંબુપાણી હેંગઓવર ઉતારવા માટેની બેસ્ટ મેડિસિન ગણવામાં આવે છે"આટલું કહીને નિત્યા દેવ તરફ જોતા જોતા બાથરૂમમાં જતી રહી.

દેવ વિચારતો હતો કે,"નિત્યાને તો ખબર છે કે ........પણ એને મને કશું કહ્યું કેમ નહીં?.કે પછી આ તુફાન પહેલાની શાંતિ હશે?.શું મમ્મીને પણ ખબર હશે?.અને જો કાવ્યાને પણ ખબર હશે તો એ મારા વિશે શું વિચારતી હશે?.હું આમ કેમ કરી શકું?.મને ભાન હોવું જોઈતું હતું આ હાલતમાં ઘરે આવતા.ઈનફેક્ટ મારે ઘરે આવવાનું જ નહોતું"

થોડીવાર પછી નિત્યા બાથરૂમમાંથી બહાર આવી.નિત્યા દેવને ઇગ્નોર કરી રહી હતી.એ રૂમમાં બધું સરખું કરી રહી હતી.આમ તો નોર્મલ એ થોડી વાતચીત કરતી હતી પણ એ સમયે નિત્યા કઈ જ નહોતી બોલી.ચૂપચાપ એનું કામ કરી રહી હતી.દેવ ફરી વિચારવા લાગ્યો,"આ કેમ કશું બોલતી નથી.એને ખાલી તુક્કો માર્યો હશે.શું હું સામેથી પૂછી લઉં?"

દેવે કનફોર્મ કરવા માટે પૂછ્યું,"મતલબ તને ખબર હતી કે મેં કાલે ડ્રિન્ક કર્યું હતું"

"હા"નિત્યાએ દેવની સામે જોયા વગર પોતાનું કામ કરતા કરતા જવાબ આપ્યો.

"તો તે કેમ મને કશું કહ્યું નહિ?"

"હું શું કહું?"નિત્યાએ સામે પ્રશ્ન કર્યો.

"મેં ખોટું કામ કર્યું અને તું મને ના બોલે એ પહેલી વાર બન્યું"

"નાનું બાળક હોય એને સમજાવાય,મોટાં માણસોને શું સમજાવવાનું.અને એમાં પણ તમે તો ધ ગ્રેટ ડીપી પટેલ"

"તું આવી રીતે કેમ બોલે છે?"દેવ ઉભો થઈને નિત્યાનો હાથ પકડતા બોલ્યો.

"કેવી રીતે બોલું છું?"

"ટોન્ટ મારીને"

"મેં ક્યાં માર્યું?.તમને વાગ્યું?"

"ઇટ્સ નોટ ફની"દેવ અકડાઈને બોલ્યો.

"એક્ઝેટલી,ઇટ્સ નોટ ફની.યૂ નો વેરી વેલ,ડ્રીંકિંગ આલ્કોહોલ ઇસ ઈંજ્યુંરિયસ ટૂ હેલ્થ ધેન વાય ડીડ યૂ ડ્રિન્ક ઇટ?"

"આઈ એમ સોરી"

"વોટ સોરી દેવ,તમને ખબર છે મમ્મીને ખબર પડત તો એમને કેવું લાગે"

"આઈ નો,આઈ એમ સોરી ફોર ધેટ.હું અપસેટ હતો તો થોડું....."

"અપસેટ તો તમે પહેલા પણ થતા હતા.પહેલા તો તમે આમ નથી કર્યું તો અત્યારે શું થઈ ગયું છે.તમારે મારી પાસે આવવું જોઈતું હતું.કંઈ વાતને લઈને અપસેટ છો એ મારી સાથે શેર કરવું જોઈતું હતું.આઈ નો આપણા વચ્ચે નોર્મલ હસબન્ડ-વાઈફ જેવું રિલેશન નથી પણ ફ્રેન્ડ તો છીએ ને,કે પછી તમે મને એ પણ નથી માનતા"નિત્યા ગુસ્સામાં પોતાની ફરિયાદ દેવને કહી રહી હતી.

"નિત્યા ડોન્ટ સે ધેટ યાર.તું મારી ફ્રેન્ડ પહેલા પણ હતી,આજ પણ છે અને હંમેશા રહીશ"

"આ બધું તમે ફક્ત બોલવા ખાતર બોલો છો,માનતા નથી"

"નિત્યા તમે ખબર છે કે હું ક્યારેય જૂઠું નથી બોલતો.હું જે બોલું છું એ માનું છું"

"એવું હોય તો કાલ તમે જૂની વાતોને યાદ કરવા કરતાં અમારી સાથે ખુશી ખુશી તમારા બર્થડે સેલિબ્રેશનમાં જોડાયા હોત"નિત્યા ગુસ્સામાં બોલી ગઈ.

"શું યાદ કર્યું હતું મેં?"

"કઈ નહીં"

"પ્લીઝ ટેલ મી નિત્યા,મને કહી જ યાદ નથી કાલ મેં શું કર્યું,શું કહ્યું.મમ્મી અને કાવ્યાને તો નથી ખબર ને?"

"ના"

"થેન્ક ગોડ"

"કાલ એમણે તમારા માટે સરપ્રાઈઝ પાર્ટી પ્લેન કરી હતી.તમે આવ્યા અને કેક કટ કરી"

"પછી...."

"પછી તમે બધાને કેક ખવડાવી.જ્યારે મને કેક ખવડાવવા આવ્યા ત્યારે મને ખબર પડી ગઈ એટલે હું તમને સીધા જ રૂમમાં લઈને આવી ગઈ.અને રૂમમાં આવીને તમે......"

નિત્યા વાત પૂરી કરે એ પહેલાં દેવે પૂછ્યું,"શું કર્યું રૂમમાં આવીને?"

નિત્યાએ જાણી જોઈને દેવને હેરાન કરવા માટે કહ્યું,"રૂમમાં આવીને તમે એટલી ધમાચકડી મચાવી કે ન પૂછો વાત.અને...."

"અને શું?"

"અને પછી......"

"મને ખબર છે મેં એવું કંઈ જ નથી કર્યું.તું જાણી જોઈને વધારીને કહે છે.મને કશું યાદ નથી એ વાતનો એડવાન્ટેજ લે છે"

"તમને લાગે છે હું એવું કંઈ કરું?"

"મને લાગે છે તું ઘણું બધું કરે.મને તો લાગે છે કે તે મારા નશામાં હોવાનો ફાયદો......"દેવ વાત પૂરી કરે એ પહેલાં નિત્યાએ દેવને રોક્યો અને બોલી,"જસ્ટ શટ અપ ઓકે,તમે કંઈ એટલા પણ સારા નથી"કહીને દેવ પાસેથી પોતાનો હાથ છોડાવ્યો અને ફરી કામમાં લાગી ગઈ.

દેવ નિત્યાની પાસે ગયો અને શાંતિ પૂર્વક ધીમેથી પૂછ્યું,"નિત્યા,સાચું કહેજે મને કે મેં એવું તો કંઈ નથી કર્યું ને કે જે મારે નહોતું કરવું જોઈતું"

નિત્યા થોડું હસીને બોલી,"તમે રૂમમાં આવીને થોડીવાર વાતો કરી અને વાત કરતા કરતા જ સુઈ ગયા હતા"

"શું વાત કરી હતી?"

"નથિંગ ઈમ્પોર્ટન્ટ"નિત્યાએ વાતને ફેરવી દીધી કારણ કે નિત્યા દેવને ફરીથી સલોની વિશે વાત કરીને દુઃખી કરવા નહોતી માંગતી.

દેવ નિત્યાનો હાથ પોતાના બંને હાથ વચ્ચે મૂકીને બોલ્યો,"આઈ પ્રોમિસ,કાલ જે થયું એ હવે પછી ક્યારેય રિપીટ નહીં થાય"

"ઓકે"

"બસ ઓકે જ,આઈ થિંક યૂ ડોન્ટ ટ્રસ્ટ મી"

નિત્યાએ બીજો હાથ દેવના હાથ પર મુક્યો અને કહ્યું,"આઈ ઓલવેઝ ટ્રસ્ટ યૂ.આઈ નો યૂ આર રિસ્પોન્સીબલ મેન.એન્ડ થેન્ક યૂ ફોર પ્રોમિસિંગ મી કે હવે પછી તમે આ રિપીટ નહીં કરો"

બંને થોડી વાર એકબીજાની આંખોમાં આંખો પરોવીને જોઈ રહ્યા.બંને વચ્ચે શબ્દો વગરનો સંવાદ થવા લાગ્યો.અચાનક નીચેથી કોઈએ બૂમ પાડી અને બંને શરમમાં મુકાઈ ગયા હોય એમ ઝડપથી એકબીજાનો હાથ છોડ્યો અને પોતપોતાના કામે વળગી ગયા.

*

કાવ્યા અને જસુબેન ડાઈનિંગ ટેબલ પર નાસ્તો કરી રહ્યા હતા.મારિયા નાસ્તો સર્વ કરતી હતી.નિત્યા રસોડામાંથી બહાર આવી રહી હતી ત્યાં એની નજર સીડીઓમાંથી નીચે ઉતરતા દેવ પર પડી.ગ્રે શૂટ,બ્લૅક જીન્સ,ગોગલ્સ, પાર્ટીવેર શૂઝ એક હાથમાં ઓફીસ બેગ અને બીજા હાથમાં ફોન લઈને આવતો દેવ હેન્ડસમ લાગી રહ્યો હતો.નિત્યા તો એને જોતી જ રહી ગઈ.નિત્યા મનમાં બોલી,"હે ક્રિષ્ન ભગવાન,મારા દેવને કોઈની નજર ના લાગે.જોવો તો કેટલો સરસ લાગી રહ્યો છે"

દેવ આવીને સીધો જ ડાઇનિંગ ટેબલ પર નાસ્તો કરવા માટે બેસ્યો.

"ગુડ મોર્નીગ પપ્પા"કાવ્યા બોલી.

"ગુડ મોર્નીગ બેટા,હવે તને કેવું છે?"

"થોડું દુખે છે પણ જલ્દી મટી જશે"

"હા"

"પપ્પા,યૂ લૂકિંગ સો હેન્ડસમ ટુડે"

"થેંક્યું માય ડાર્લિંગ,એન્ડ બાય ધ વે રોજ નથી લાગતો?"

"એ તો નીતુને ખબર,અમે તમને રોજ નોટિસ નથી કરતા.નીતુ કરતી હશે"કાવ્યાએ મસ્તી કરતા કહ્યું.

"એ પણ ક્યાં કરે છે"દેવે મોઢું બનાવીને કહ્યું.

"કરતી હશે પપ્પા,પૂછો તો એને"

"રહેવા દે નઈ તો નાસ્તો કર્યા વગર જ નીકળવું પડશે મારે"દેવ પણ કાવ્યાની સાથે મસ્તી કરતા બોલ્યો.

"ચૂપચાપ નાસ્તો કરી લો ને તમે બંને,લેટ નથી થઈ રહ્યા?"નિત્યાએ કહ્યું.

"તું પણ બેસી જા ને બ્રેકફાસ્ટ માટે"દેવે નિત્યાને કહ્યું.

"યસ દીદી"મારિયાએ પણ ઇનસિસ્ટ કર્યું એટલે નિત્યા નાસ્તો કરવા માટે બેસી ગઈ.

"આજ આપણે ડિનર માટે બહાર જઈશું?"દેવે બધાને પૂછ્યું.

"વાહ બેટા,આજ તું ક્યાં મૂડમાં છે?"

"કેમ મમ્મી?"

"આજ તારો મૂડ કંઈક અલગ જ છે.શું વાત છે?"જસુબેને દેવને પૂછ્યું.

"કંઈ જ વાત નથી.બસ એમ જ.કેમ તમારા લોકોની ઈચ્છા નથી"

"અમે તો તૈયાર........."જસુબેન બોલવા જ જતા હતા ત્યાં કાવ્યા વચ્ચે જ બોલી,"મારે તો આજ ફ્રેન્ડની બર્થડે પાર્ટીમાં જવાનું છે અને નાનીને મળવા પણ એમની ફ્રેન્ડ આવવાની છે તો અમે બંને ફ્રી નથી"કાવ્યાએ જસુબેનને ઈશારો કરીને સમજાવી દીધું.જસુબેન સમજી ગયા કે કાવ્યા દેવ અને નિત્યાને એકલા ડિનર પર મોકલવાનો પ્લેન બનાવી રહી હતી.

"ઓહહ"દેવ ઉદાસ મને બોલ્યો.

"પણ નીતુ ફ્રી છે એ આવશે"

"તું આવીશ?"દેવે નિત્યાને પૂછ્યું.

"આવશે જ ને,કેમ નઈ આવે"

"ફરી કોઈ વાર જઈશું આપણે બધા સાથે.અત્યારે આ પ્લેનને પોસપોર્ન રાખો ને.જો તમને કોઈ પ્રોબ્લેમ ના હોય તો"નિત્યાએ દેવને કહ્યું.

"નો નો ઇટ્સ ઓલ રાઈટ"

કાવ્યાએ જસુબેનને કાનમાં કહ્યું,"નાની,આનાથી સારો મોકો નઈ મળે આપણને પપ્પા-નીતુને સાથે મોકલવાનો.કઈક કરો તમે"

જસુબેને દયામણું મોઢું બનાવી નિત્યાને કહ્યું,"નિત્યા બેટા,દેવે પહેલી વાર સામેથી ફેમિલી સાથે બહાર જવાનું વિચાર્યું છે.અમે બંને નથી જઈ શકતા પણ તું તો જા દેવ સાથે"

"ના મમ્મી,એને ફોર્સ નઈ કર"દેવ બોલ્યો.

"ઓકે"નિત્યા બોલી.દેવ,જસુબેન, કાવ્યા અને મારિયા ચારે ચોંકી ગયા.ચારેય વિચારવા લાગ્યા કે નિત્યાએ કઈ બાબત માટે ઓકે કહ્યું.

"ઓકે ફોર વોટ નીતુ?"

"ડિનર માટે"

કાવ્યાએ જસુબેન સાથે હાયફાય કર્યું અને નીતુને કિસ કરતા બોલી,"વાહહ,ગ્રેટ.થેંક્યું નીતુ"

કાવ્યા અને જસુબેને નાસ્તો કરી લીધો હતો તેથી એ બંને એમના રૂમમાં જતા રહ્યા.મારિયા એનું કામ કરવા લાગી.

"ઓકે તો સાંજે મળીએ,હું તને તારી ઓફિસથી પિક કરી લઈશ"દેવે નિત્યાને કહ્યું.

"ઓકે"

"બાય ધ વે યૂ આર રાઈટ"

"વોટ?"

"લેમનજ્યુસ હેંગઓવર ઉતારવાની બેસ્ટ મેડિસિન સાબિત થઈ છે"

નિત્યા દેવની વાત સાંભળી હસવા લાગી.દેવ પણ સામે હસ્યો.નાસ્તો કરીને બેગ હાથમાં લઈ દરવાજા સુધી પહોંચ્યો અને અચાનક ઉભો રહ્યો અને બોલ્યો,"થેંક્યું"

"ફોર લેમનજ્યુસ?"નિત્યાએ સ્માઈલ સાથે પૂછ્યું.

"યા,લેમનજ્યુસ એન્ડ ઓલ્સો ફોર ડિનર"આટલું કહીને દેવ જતો રહ્યો.નિત્યા શરમાતી હોય એમ સ્માઈલ કરવા લાગી.


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED