અનન્યા પૂજામાંથી ઊભી થઈને મંદિરમાંથી બહાર આવી ગઈ હતી. તે પોતાનાં ફોનમાં કોઈનો નંબર ડાયલ કરીને કોલ કરવાં લાગી.
"હેલ્લો! તું ક્યાં રહી ગયો? હું મંદિરની બહાર આવી ગઈ છું. અનન્યા બોલી.
"હું બસ પહોંચવા જ આવ્યો છું." સામેથી કોઈ યુવક નો અવાજ આવ્યો.
"પણ આટલી બધી ભીડમાં હું તને ઓળખીશ કઈ રીતે?"
"મેં રેડ શર્ટ અને વાઈટ ધોતી પહેરી છે."
"શું? તે ધોતી પહેરી છે!" આમ કહીને અનન્યા હસવા લાગી.
"અરે! હસે છે કે કેમ? આ મંદિરનો ડ્રેસકોડ છે, એટલે ધોતી પહેરી છે."
"અરે હા, તું મને દેખાયો. જો મેં ઊંચો હાથ કર્યો છે."
"હા, તું પણ મને દેખાઈ. ચાલ આવું છું ત્યાં." આમ કહીને તેને ફોન રાખી દીધો.
અનન્યા તે યુવકને મળી. તે યુવક અનન્યાને ભેટવા માટે આગળ વધ્યો, ત્યારે અનન્યા તેને દૂર હટાવતાં બોલી "આ મંદિર છે"
"હા, તને મળવાની ખુશીમાં હું તો ભૂલી જ ગયો કે આ મંદિર છે." આમ કહી તે યુવક પાછળ હટ્યો.
"તને ખબર છે, હું તને મળવા માટે કોઈને કહ્યાં વગર, ચાલું પૂજામાંથી ઊભી થઈને આવી છું."
"સારું કર્યું."
"મારી તો ઘણાં સમયથી તને મળવાની ઈચ્છા હતી, પણ મોકો જ ન મળ્યો."
"હા, ઈચ્છા તો મારી પણ હતી."
"મને વિશ્વાસ નથી આવતો, કે આજે આપણાં સંબંધને એક વર્ષ પૂરું થઈ ગયું છે. મને યાદ છે કે તે મને એક્ઝિબિશન પછી ઈન્સ્ટાગ્રામથી કોન્ટેક્ટ કર્યો હતો."
"તને ખબર છે, કેટલાં જુગાડ કરીને તારું આઈડી મળ્યું હતું."
"સારું ચાલ, હવે મારે જવું પડશે. અક્કા મને ત્યાં નહીં જોવે, તો ચિંતા કરશે. ચાલ, બાય. પછી મળીએ."
"ઓકે, બાય." આમ કહીને અનન્યા ફરીથી પૂજા સ્થાન પર આવી ગઈ.
અંજલી અને બધાં બાળકો હજું અનન્યાને શોધી રહ્યાં હતાં.
"અરે જુઓ! અનન્યા અક્કા આવી ગયાં." અર્જુન અનન્યા તરફ ઈશારો કરીને બોલ્યો.
"તું ક્યાં ચાલી ગઈ હતી. અમે તને ક્યારનાં શોધીએ છીએ. અંજલી બોલી.
"મેં તમને કહ્યું હતું ને, કે હું ઘણાં સમય પછી મારી ફ્રેન્ડને મળવાની છું. તેને જ મળવા ગઈ હતી."
"હા, પણ કોઈને કહીને તો જવાય ને."
"આપણે પૂજામાં બેઠાં હતાં, ત્યારે અચાનક તેનો કોલ આવ્યો. તમે બધાં પૂજામાં વ્યસ્ત હતાં, એટલે હું કોઈને કહ્યાં વગર ચાલી ગઈ."
"સારું, હવે બીજી વાર ધ્યાન રાખજે. ચાલો હવે, દીપદાન કરવા જવાનું છે." અંજલી, અનન્યા અને બધાં બાળકો દીપદાન કરવાં નદી તરફ ગયાં.
અંજલી અને અનન્યા સાથે બધાં બાળકો નદીમાં દીપદાન કરીને પાછાં ફરી રહ્યાં હતાં, ત્યારે અંજલી બધાં બાળકોને દીપદાનનું મહત્વ સમજાવવામાં મસ્ત હતી. તેની સામેથી પેલો યુવાન હાથમાં દીપ સાથે આવી રહ્યો હતો. અંજલી તે યુવાન સાથે અથડાઈ, તેથી તેનાં હાથમાં રહેલાં દીપમાંથી તેલ તે યુવાનનાં શર્ટ પર ઢોળાઇ ગયું.
"You Idiot..!" તે યુવાન પહેલાં પોતાનાં શર્ટ તરફ અને પછી અંજલી સામે જોઈને બોલ્યો.
"Three, Two, One. ભાગો...!" આમ બોલીને અંજલી, અનન્યા અને બધાં બાળકો સાથે ત્યાંથી ભાગવા લાગી. "Sorry for mistake." અંજલીએ ભાગતાં ભાગતાં પાછળ ફરીને તે યુવાનને કહ્યું.
"કરણભાઈ! હું તમને ક્યારનાં શોધું છું, તમે ક્યાં હતાં" તે યુવાનની પાછળથી એક અન્ય યુવાન આવતાં બોલ્યો. તેનાં શર્ટ પર તેલ ઢોળાયેલું જોઈ તે હસીને બોલ્યો "અરે! આવી તે કોની હિંમત કે કરણ મહેતાનાં શર્ટ પર તેલ ઢોળી ગયું?"
"ઢોળી ગયું નહીં, ઢોળી ગઈ. જોને કૃણાલ, એક છોકરી સામેથી આવતી હતી. ખબર નહીં તેનું ધ્યાન ક્યાં હતું, મારી સાથે અથડાઈ અને મારાં હાથમાં રહેલા દીપનું તેલ મારાં શર્ટ પર ઢોળી ગઈ." કરણ બોલ્યો.
"શું છોકરી? એ છોકરી કેવી હતી? બોલોને ભાઈ!" કૃણાલ બોલ્યો.
"શું યાર તું પણ! એક તો મારાં શર્ટ પર તેલ ઢોળાયું છે અને તને એ છોકરીની પડી છે." કરણ ચિડાઈને બોલ્યો.
"ચિલ બ્રો! એમ પણ તમે આ કપડાં મંદિરે આવવાં માટે જ પહેર્યા હતાં. હોટેલ પર જઈને કપડાં બદલી નાખજો."
"ચાલ, તો હવે જલ્દીથી હોટેલ પર જઈએ. હવે હું આ કપડાં વધારે સમય સુધી નહીં પહેરી શકું." પછી કરણ અને કૃણાલ તેમની કારમાં બેસીને હોટેલ પર ગયાં.
કરણ કપડાં બદલાવીને રૂમમાં આવ્યો, ત્યારે કૃણાલ બોલ્યો "ભાઈ! એક વાત પૂછું?"
"હા પૂછને!"
"આજે તમે જે છોકરી સાથે અથડાયા હતાં, છોકરી સુંદર હતી?"
"હા...! સુંદર તો હતી." કરણ તેનો ચહેરો યાદ કરીને ધીમેથી બોલ્યો.
"તમે શું બોલ્યાં? કંઈ સંભળાયું નહીં"
"કંઈ નહીં. ચાલ હવે. આપણે જ્યાં જવાનું હતું, ત્યાં જવા માટે મોડું થાય છે." એમ બોલીને કરણ અને કૃણાલ રૂમની બહાર નીકળી ગયાં.
===========================
અનન્યા કોને મળવાં ગઈ હતી? કરણ અને કૃણાલ કોણ છે? અને તે શા માટે આવ્યાં છે?
જાણવાં માટે વાંચતાં રહો... ધૂન લાગી