The Scorpion - 65 books and stories free download online pdf in Gujarati

ધ સ્કોર્પિયન - પ્રકરણ-65

દેવમાલિકાનાં શરીર પરથી નાગ દૂર થયાં અને એ હસતી હસતી પાછી આવી રહી હતી અને એનો ચહેરો પાછો ઉદાસ થઇ ગયો. દેવને ફરીથી આશ્ચર્ય થયુ ત્યાં દેવે જોયુ કે રુદ્રરસેલનો ખાસ માણસ સીક્યુરીટી ચીફ ગણપત ગોરખા એમની તરફ આવી રહેલો એ દેવ બધાં પાસે આવીને કહ્યું “તમારાં માટે ચા અને નાસ્તો બધું તૈયાર છે. અહીંથી આગળ ગાઢ જંગલ છે એ તરફ ના જશો તમારી સુરક્ષાની જવાબદારી મારી છે એટલે ખાસ ચેતવવા આવેલો.”

દેવમાલિકાએ થોડાં રોષથી કહ્યું “ગોરખાજી અહીં મારો આગવો બગીચો છે અને આ મારાં મહેમાન છે અહીં તમારી સુરક્ષાની ફરજ બજાવવાની જરૂર નથી પ્લીઝ તમે અહીંથી જઇ શકો છો અને ફરીવાર અહીં ના આવશો મહેમાનને સુરક્ષાપૂર્વક પાછી મહાદેવજી મંદિર લઇ આવીશ. તમે જઇ શકો છો.” પેલો મોં નીચું કરીને ત્યાંથી જતો રહ્યો.

દેવને થયું આ ગણપતનો આણે અપમાન કરી કચરો કરી નાખ્યું પેલો અપમાન ગળીને જતો રહ્યો. દેવમાલિકા કહે “આ બધાં અહીં પૂછ્યા વિનાજ અહીં આવી જાય છે. આવો આપણે ત્યાં બેસીએ.”

બધાં મોટાં ડોમ નીચે બેઠક વ્યવસ્થા હતી ત્યાં જઇને બેઠાં. ત્રણે જણાં શાંતિથી બેઠાં હતાં. દેવમાલિકાએ કહ્યું “આકાંક્ષા તું યુ.એસ. ભણે છે ને ? શું ભણે છે ? કેટલા વરસથી છું? હજી કેટલું બાકી છે ?”

આકાંક્ષાએ ક”હું US ત્રણ વરસથી છું અને કોમ્પ્યુટર એન્જીનીયરીંગ ભણી રહી છું ભાઇના ખૂબ ગમતો વિષય.. હવે એકજ વર્ષ રહ્યું છે. પછી ઇન્ડીયાજ આવી જવાની અને ભાઇનાં પ્રોફેશનમાં જોડાઇ જવાની ઇચ્છા છે”.

દેવમાલિકાએ કહ્યું “એક્ષેલન્ટ... દેવ તમારો શું પ્રોફેશન છે ? કેટલા સમયથી કરો છો ? તમને આટલું પૂછું છું વાંધો નથી ને “?

દેવે કહ્યું “અરે એમાં શું ? ઈન્ટ્રો થયાં પછી બધુ જાણવાનું મન થાય જ. મને પણ તમારાં વિશે જાણવાની ઇચ્છા છે... તમારુ ભણવાનું ચાલુ છે કે પુરું થઇ ગયું ?”

“હું બીઝનેસ મેનેજમેન્ટનું કોલકતાથી ભણી છું અને એક-દોઢ વર્ષથી પાપાને મદદ કરું છું મને પાપાનાં બીઝનેસમાં ખૂબ રસ છે હું ચા ની ક્વોલીટી સારી જળવાઇ રહે એનું પણ ધ્યાન આપું છું અને માર્કેટમાં અમારી અલગ-અલગ ટેસ્ટની ચા વેચાય છે. એનાં પ્રોસેસીંગ, પેકીંગ અને વેચાણ વ્યવસ્થા બધાં ઉપર ધ્યાન રાખું છું મારાં પ્રિય વિષય "નેચર" છે કુદરત એનાં સાંનિધ્યમાં રહેવાનું ખૂબ ગમે છે અને તમે ?”

દેવે સાંભળીને કહ્યું “વાઉ જબરજસ્ત કહેવું પડે તમે ખૂબ સરસ અભ્યાસ અને કેરીયર પસંદ કરી છે”. દેવ માલિકાએ કહ્યું “પસંદ તો હતુંજ હવે કામકાજ હાથમાં લીધું છે. ત્યારથી પાપા પણ થોડાં, રીલેક્ષ રહે છે પણ.. અમુક માણસો પર મને ખુબ ચીડ છે ખબર નહીં કેમ... જોવાજ ગમતાં નથી.”

ત્યાં એનાં સેવકો ચા ની કીટલી મોટી, કપ, વગેરે લાવ્યાં બીજી ટ્રે માં જુદો જુદી જાતનાં નાસ્તા હતાં લગભગ 3 કીટલી ચા, અને 10-12 પ્લેટમાં જુદાં જુદાં નાસ્તા, થોડાં ફળફળાદી, પીવાનું ડ્રીંક વગેરે બધુજ ટેબલ પર મૂકી ગયાં.

દેવમાલિકાનાં ઇશારા પછી બધાં મૂકીને પાછા જતાં રહ્યાં. દેવ બધુ નિરખી રહેલો મનમાં કંઇક એનાલીસીસ કરી રહેલો.

આકાંક્ષાએ કહ્યું “દેવભાઇ બધુંજ તમારી પસંદનું છે એમાંય ખાસ ચા....”

દેવમાલિકાએ કહ્યું “આ અહીની ખાસ ચા અને સ્વાદીષ્ટ નાસ્તા છે હું તમને સર્વ કરું છું”. આકાંક્ષા પણ ઉભી થઇ. દેવમાલિકા એ કહ્યું “આકાંક્ષા તમે બેસો તમે મહેમાન છો હું બધુંજ તમને સર્વ કરું છું મને ગમશે.”

દેવ તો ખુશ થઇ ગયો કે આટલાં મોટાં સામ્રાજ્યનાં માલિકની દીકરી એનાં પાપા જેવીજ છે જમીન પરજ પગ છે ક્યાંય અભિમાનનો અંશ નથી એને વધુ આકર્ષણ થઇ ગયું.

દેવમાલિકા હસતે ચહેરે કીટલીમાંથી ત્રણ કપમાં ચા કાઢી અને આપી તથા નાસ્તા લેવા માટે ખાલી ડીશ આપીને કહ્યું “આમાંથી તમને પસંદ પડી એ લઇ શકો છે”. અને દેવ સામે જોઇને કહ્યું “ચા ની ચૂસકી લો એટલે સ્વાદ સમજાઇ જશે.” દેવે કપ હાથમાં લઇને ચા ની ચૂસ્કી લીધી... બીજી લીધી પછી બોલ્યો "વાહ અફલાતૂન સ્વાદ. કહેવું પડે પછી આકાંક્ષાની સામે જોઇને કહ્યું આકુ પહેલાં ચા પી.” આકુએ ટેસ્ટ કર્યો. અને બોલી “વાહ સાચેજ કંઈક ઓરજ ટેસ્ટ અને લહેજતદાર છે”.

દેવમાલિકએ કહ્યું “આ ખાસ ચા મેં ડેવલપ કરી છે અને "દેવી" નામ પાડ્યું છે.” એમ કહીને ખીલખીલાટ હસી દેવે કહ્યું “દેવી ચા પીવરાવે પછી લહેજતદારજ હોય”. દેવમાલિકા પણ ચા પી રહી હતી ત્યાં દૂરથી કોઇ બે-ત્રણ જણ બગીચામાં આવી રહેલાં.

દેવમાલિકાની ભ્રમરો ચઢી ગઇ એને ગુસ્સો આવ્યો એણે ત્રણતાળી પાડી અને સેવકો દોડી આવ્યા. દેવમાલિકાએ કહ્યું “અહીં મારી રજા વિના સામેથી કોણ આવી રહ્યાં છે ? રોકો એમને મને જાણ કરો કોણ છે ?”

પેલાં સેવકો આવનાર આગંતુકો પાસે પહોચ્યાં એમની સાથે વાત કરીને ત્યાંજ ઉભા રહેવા કહ્યું. ત્યાં દેવમાલિકા પાસે આવીને કહ્યું “દેવી એ મુખ્ય પ્રધાનાં પુત્ર એમનો મિત્ર અને સેક્રેટરી છે.”

દેવ માલિકાએ દેવ અને આકાંક્ષા સામે જોઇને કહ્યું “હું એમને મળી લઊં આવુ છું” કહીને એ સામેથી મળવા ગઇ.

દેવ અને આકાંક્ષા એને જોઇ રહેલાં આકુએ કહ્યું “દેવમાલિકા દેખાવમાં સુંદર છે પણ સ્વભાવે આકરા લાગે છે શિસ્તમાં ખૂબ માનતાં લાગે છે.”

દેવે કહ્યું “આકુ આખા સામ્રાજ્યની માલિક છે હવે બીઝનેસ સંભાળે છે આવો સ્વભાવ આપો આપ ઘડાઇ જાય છે પણ મને તો એ ખૂબ નરમ અને પ્રેમાળ લાગે છે અને અંદર કોઇક ડર હોય એવું પણ લાગે છે”.

આકુએ કહ્યું “ભાઇ તમે બહુ બધાં અજાણ્યાને મળો તમને બધીજ ખબર પડી જાય મને ના સમજાય”. ત્યાં દેવમાલિકા એ લોકોને વિદાય આપીને આવી રહી હતી અને દેવને કંઇક કહેવા ગઇ....



વધુ આવતા અંકે ---- પ્રકરણ-66






બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED