ચોર અને ચકોરી - 49 Amir Ali Daredia દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ચોર અને ચકોરી - 49

(જીગ્નેશે રમેશની દીકરીનો આખલાથી જીવ બચાવ્યો)
હવે આગળ વાંચો..
નાના એવા સીતાપુર ગામમાં વાત ફેલાતા બહુ વાર ના લાગી કે.ગામમા નવા આવેલા એક યુવાને રમેશ ની દીકરી નો આખલાથી જીવ બચાવ્યો. રમેશ ને તો આખું ગામ એક માથાભારે માણસ તરીકે ઓળખતુ હતુ.
પણ આખા ગામને આ બહાદુર અને પરાક્રમી જુવાનને જોવાની જાણે ઘેલછા જાગી. લોકો દોડી દોડીને નિશાળ પાસે ભેગા થવા લાગ્યા.એમા રહેમાન અને એના દાદા પણ આવ્યા.રહેમાને જીગ્નેશને આવીને ચિંતાતુર સ્વરે પૂછ્યુ.
"જીગ્નેશ તને ક્યાંય લાગ્યું તો નથી ને?"
"ના.ના.કાંઈ નથી થયું મને.ચિંતા ના કર"
જીગ્નેશે રહેમાનને સાત્વના આપતા કહ્યું રહેમાનને જોઈને રમેશે પૂછ્યુ.
"દાદા ક્યાં છે રહેમાન?"
"શું કામ છે તારે મારા દાદાનું.?"
રહેમાને રમેશ તરફ કતરાતા જોયું અને કડવાસથી સામે પૂછ્યુ. ત્યાં રમેશ ની નજર મહેર દાદા ઉપર પડી.
રમેશ ઉતાવળે ચાલીને મહેર દાદાના પગમાં બેસી ગયો.અને પોતાના બંને હાથોને જોડીને બોલ્યો.
"દાદા મારી કાલની વર્તુણક બદલ હું તમારી માફી માંગુ છુ.દાદા મને માફ કરી દો."
ગામના ત્યાં એકઠા થયેલા તમામ ગ્રામજનો રમેશને આમ મહેર દાદા ની માફી માંગતા જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા.પણ વધારે નવાઈ તો ત્યારે લાગી જ્યારે રમેશે.મહેરદાદાની માફી માંગ્યા પછી હાથ જોડીને તમામ ગ્રામજનોની માફી માંગતા કહ્યુ.
"મને ખ્યાલ છે કે મેં અહીં એકઠા થયેલા ઓમાના ઘણાઓની સાથે અવારનવાર અભદ્ર વ્યવહાર કરેલો છે. જે જે લોકોના મેં દિલ દુભાવ્યા છે એ તમામની હું માફી માગું છુ.અને વચન આપું છું કે હવેથી હું કોઈને જાણી જોઈને તો તકલીફ નહીં જ આપુ.પણ જો અજાણતા મારાથી કોઈની ભૂલ થઈ જાય તો એ તરત મારુ ધ્યાન ખેંચે. હું ચોક્કસ મારી ભૂલ સુધારી લઈશ."
ગ્રામજનો માટે તો આજનો દિવસ ઉત્સવના જેવો હતો.
ગામને અવારનવાર પજવનાર.પૈસાપાત્ર અને સાથે સાથે માથાભારે રમેશમા જાણે આજે જબરું પરિવર્તન આવ્યું હતુ.ગામ લોકો ખુશ ખુશાલ થતા હવે વિખરાવા લાગ્યા.
રમેશે જીગ્નેશ ને પૂછ્યુ.
"જુવાન તારું નામ તો કે."
"મારું નામ જીગ્નેશ છે."
"તુ કોને ત્યાં રોકાણો છો?"
આ વખતે જીગ્નેશના બદલે રહેમાને રમેશને ઉત્તર આપ્યો.
"મારે ત્યા."
"કેટલુ રોકાવાનો છો અહી.?"
"બસ હવે તો અહીજ રહેવાનો વિચાર છે.જો ક્યાંક સારું કામકાજ મળતું હોય તો."
જીગ્નેશ નું વાક્ય પૂરું થયુ કે તરત રમેશે કહ્યુ.
"તુ કામની ચિંતા મૂકી દે તને કામ મળી ગયુ સમજ"
"ક્યાં?"
"મારી સાથે." ''
"ના ભાઈ ના.હું તમારી સાથે કામ ના કરી શકુ."
"કાં?"
રમેશના 'કાં' ના જવાબમાં જીગ્નેશે એને એક પણ શબ્દ છુપાવિયા વગર સ્પષ્ટ શબ્દોમા કહ્યુ.
"કેમકે ગુંડાગરદી કરતા મને તો ન આવડે."
જીગ્નેશ ની વાત સાંભળીને રમેશે જરાય ખોટું ન લગાડ્યુ.ઉલટાનુ હસી પડતા એ બોલ્યો.
"હજી હમણાં મેં આખા ગામ આગળ મારી પહેલાની તમામ ગેરવર્તુણકો માટે માફી માંગી છે.એટલે કે હવે આ મારો પુનર્જન્મ છે.એ સાચુ છે કે મેં અત્યાર સુધી ગામમાં ગુંડાગરદી જ કરી છે.પણ હવેથી નહીં એટલે નહીં.અને હુ તારી પાસે ખોટા કામ કરાવુ એવો સવાલ જ નથી આવતો."
"તો મારે શું કરવાનું છે એ કહો."
"જો રહેમાનને ખબર છે મારી વિશાળ વાડી છે બસ તારે એમાં દેખરેખ કરવાની બોલ કરીશ?"
"હા કરીશ.પણ રમેશભાઈ મને રહેવા ની સગવડ પણ કરી આપો કારણ કે સાંજે મારો ભાઈબંધ એની પત્ની સાથે અહીં આવવાનો છે."
જીગ્નેશે કહ્યુ તો રમેશે તરત જ જવાબ આપ્યો.
"એ પણ થઈ ગયું સમજ આ નિશાળની પાછળ ટેકરા ઉપર જ મારો એક ઓરડો ખાલી પડ્યો છે.આલે એની ચાવી."
ખિસ્સામાંથી ચાવી કાઢીને રમેશે જીગ્નેશના હાથમાં મૂકી.
વધુ આવતા અંકે